Membership Levels

Click on the MemberShip item to See the details. You can checkout from that detail page.

સામાન્ય દુનિયા/માણસો મોટાભાગે ટ્રોપોસ્ફીયર કે સ્ટ્રેટોસ્ફીયરમાં જ જીવી લે છે. એ બંને લેયર પણ બહુ સામાન્ય છે, એક આમ આદમી જેવા! એમાં અતીશય ગરમી કે વિદ્રોહ નથી હોતો. એ બહુધા શાંત અને સ્ટેબલ બાબતોને જ સ્વીકારી શકે છે. એમાં બહુ અફરાતફરી નથી હોતી. એમાં જ આપણાં પરિચિત વાતાવરણનો બહુ મોટો ભાગ, ધુળ/રજકણો/કચરો અને વગેરે સમાઈ જતું હોય છે. એક સામાન્ય માણસની જેમ જ, કે જે બાબતો/પ્રશ્નો/જવાબો/મુંઝવણો અને કંઈ કેટલુંય લઈને જીવ્યા કરે છે. અને એને એક સ્થિર-શાંત જીવન કહેવાય છે! અને એક સામાન્ય સજીવની જેમ જ આ સ્ટ્રેટોસ્ફીયર અને ટ્રોપોસ્ફીયર બહુમતીમાં છે, કહો કે એ વાતાવરણનો બહુમતી ભાગ ધરાવે છે.

..પણ પછી એ સામાન્ય જથ્થામાંથી અમુક વ્યક્તીઓ અલગ પડી જાય છે. એમના વિચારો કે રાજકીય/સામાજીક/રાષ્ટ્રીય માન્યતાઓ હોય કે રિવાજો હોય કે કરંટ અફેર્સના કોઇ મુદ્દાઓ હોય. એ અમુક લોકો કંઈક નવતર વિચારને અજમાવી લેવાની માનસિકતા ધરાવતા હોય છે. અને એના માટે ક્યાંક ઠંડા કલેજાના હોવું પડે છે. નવીન જોખમો લઈ શકવા દરમિયાન, નવા વિચારોને આવકારવા દરમિયાન જે વિરોધ કે પ્રશ્નોથી સામનો કરવો પડે એના માટે કંઈક ઠંડા , કંઈક સ્ટબબોર્ન હોવું જરુરી પણ હોય છે ને. બિલકુલ “મીસોસ્ફીયર” (મેસોફીયર) ની જેમ! એ ઠંડુ છે, ત્યાં એ ઉંચાઈએ પાણીના સુક્ષ્મ ટીપાંઓ બરફ થઈ જાય છે અને એ ટીપાંઓ વડે બરફના વાદળા પણ થઈ જતા હોય છે, એટલું ઠંડુ! આખી માનવ સંસ્કૃતીનો વિકાસ આવા લોકોને અભારી છે કેમકે, એ જકડાયેલા બીબાંઓમાંથી બહાર નિકળવા તૈયાર હોતા હોય છે. એ બધોય વિરોધ અને મુંઝવણો સહન કરતાં હોય છે. જેવી રીતે મેસોફીયર પોતે ઠંડુ હોવા છતાં બાહ્ય અવકાશમાંથી આવતા મોટાભાગના પદાર્થો, ઉલ્કાઓ/પીંડો ને ઘર્ષણ વડે એને ત્યાંજ એટલે દુર જ સળગાવી નાંખવાનો ચુકાદો આપી દે છે. એને પૃથ્વી સુધી પહોંચતા રોકી લે છે. મેસોસ્ફીયર અને પરંપરાથી અલગ રહેતા લોકોમાં આ એક સામ્ય છે. મેસોસ્ફિયરને આપણા રોજિંદા/દૈનિક જીવનનો ભાગ નથી ગણતા આપણે. અને છતાંય એના કારણે જ આપણું દૈનિક વાતાવરણ સલામત રહેતું હોય છે. મેસોસ્ફીયર જેવા લોકો પણ કોઇ અઠંગ અભ્યાસુઓ કે વાંચનના કીર્તીમાનો નથી સ્થાપતા કે ના તો એવો કોઇ ખોખલો ગર્વ લે છે. પણ એ નવિનતા ને સ્વીકારી શકે છે, અને એના કારણે જ નાવિન્યતા જળવાતી રહે છે. અદભુત સામ્યતા! સ્વાભાવિક જ, એક મારા જેવા પોતાની મસ્તીમાં ગમે તે આડેધડ લખ્યા કરતા લોકોને પણ અજમાવી જોવા માટે પ્રથમ પગલું ભરતા લોકોના શરૂઆતી ૪ મહીના મને સહન કરનારા દોસ્તો માટે મેસોસ્ફીયર નામ જ યોગ્ય રહેવાનું હતું. ;) :)

..પછી વાતાવરણમાં અચાનક બદલાવો આવવા માંડે છે. આયનોસ્ફીયર અને એક્ઝોસ્ફીયર વચ્ચેના તફાવતો અને સામ્યતાઓમાં ભેળસેળ થવા માંડે છે. વધતા-ઘટતાં ઓલ્ટીટ્યુડ સાથે તાપમાનમાં અને સુર્યના વેધક કિરણોમાં ડ્રામેટીક ફેરફારો થવા માંડે છે. અમુક નિયમો તુટે છે અમુક અવળા પાટલે બેસી જાય છે. કોસ્મીક બેકગ્રાઉન્ડ એનર્જી ક્યાંક વધીને હઝાર સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય તો ક્યાંક પૃથ્વીના એન્ટાર્કટીક કરતાં ઠંડુ થવા માંડે છે. હવામાં હવે પૃથ્વી જેવી આદતો નથી રહેતી. હવે એ કોઇ ઉપલી ભ્રમણકક્ષામાં, કોઇ ઉમરાવોની જેમ મોલેક્યુલ્સની જેમ વર્તવા માંડે છે! અફરાતફરી હોય છે. ઓઝોનમાં ગાબડાં પાડવાથી લઈને બીજુંય કેટલુંત થવા માંડે છે. બિલ્કુલ એમ જ પછી અમુક મિત્રો વાંચકો અને મિત્રોનો ફરક ખતમ કરી નાંખે છે. લખનાર અને વાંચનાર બંને એક્ઝોસ્ફીયર, આયનોફીયર અને થર્મોસ્ફીયરની જેમ છેવાડાના વાતાવરણ અને અંતરિક્ષ વચ્ચેનો ભેદ ખલાસ કરી નાંખતા હોય છે. ક્યાંક એકસુત્રતા થઈ જાય અને ક્યાંક બોલકો વિરોધ પણ થવા માંડે. ક્યાંક વિચારોનું રેડીયેશન આવી જાય તો ક્યાંક ઓઝોનના લેયરમાંથી ઓક્સીજન પણ છુટો પડવા માંડે!

પણ આ બધીય અફરાતફરી કબુલ છે કેમકે, આજ સ્તરે કુદરતની એક સુંદરતા દેખાય છે. જેનો વિચાર માત્ર અદભુત હોય છે. ઓરોરા ! આકાશમાં ઝુલતા દેખાતાં વિવિધરંગી વાદળોના પડદા જાણે કે! સુર્યમાંથી કે બીજા ફેંકાઈને આવેલા હાઇલી ચાર્જ્ડ અણુઓ સૌથી પહેલા અહીં અથડાય છે અને વિવિધરંગી ફોટોન્સ છુટા પડે છે. ધીમેધીમે આખી કુદરત જાણે કે પૃથ્વીને ઘોડીયામાં પવન આપતી હોય એમ!

હેહે..આવા , મને ૪ મહિનાથી વધારે સહન કરવા તૈયાર થઈ ગયા હોય એવા અફરાતફરી અને કોઇક સરખી વેવલેન્થવાળા મિત્રોને માટે આયનોસ્ફીયર અને એક્ઝોસ્ફીયર સિવાય બીજા કોઇ નામો મને સ્યુટ થતા લાગ્યા નહી ;) :D

Recent Writings You May Like To Read..

Powered By Indic IME