પરિચય-સંપર્ક

અહી વિગતો અપડેટ કરવાની હજુ બાકી છે. અને એમ પોતાના વિશે કહેવાનું થાય ત્યારે બહુ હરખના માર્યા લવારા કરવાનો અર્થ નથી. જોકે અહીં જ અમુક બે-ત્રણ પોસ્ટ/લખાણોમાં મારા પોતાના વીશે કંઈક વાત કરી જ છે. મારા જન્મ દિવસે મિત્રોના અઢળક શુભેચ્છા સંદેશાઓ ના જવાબમાં એક આભાર વ્યક્ત કરતું લખાણ અમુક ૨-૩ વર્ષથી લખું છું, એમાંય સ્વાભાવીક જ મારી વાત આવી જાય છે. એ બધાંની લીંક આપુ છું નીચે. અને એ સિવાય અહીં – Nikhil Shukl Personal Autobiographical – નામની કેટેગરીમાં લખેલા લખાણોમાં મારા અનુભવો/લાઈફ વગેરે દેખાતું જશે ધીમેધીમે. અને એજ વધારે બહેતર થશે ને! પોતાનો પરિચય કોઇ સેલ્સમેનની પ્રોડક્ટ નથી કે એનો ઠઠારો કરવો પડે, મારા જીવન/વિચારો/માન્યતાઓ/ખામીઓ અને ખુબીઓ/ભુલો અને ઉપલબ્ધીઓ અને આ બધાંની સાક્ષીએ લખાયેલા લખાણોમાં જ જે રિફલેક્ટ થાય એ જ મારી ઔકાત, ઓળખાણ. એ જ મારો પરિચય.

એ સિવાય બીજી કોઇ પ્રોફેશનલ કે વગેરે પરિચય થતાં થશે અને અહીં મુકાશે. ઓનલાઇન ચેટ/મેસેજીસ વગેરે મને બહુ કંટાળાજનક અને સમયનો વ્યય લાગ્યો છે હંમેશથી, સિવાય કે IRC ચેનલ્સ! એની વાત જોકે અલગ છે. માટે કોઈ પ્રેરણાદાયક પ્રવચનો આપતાં અને માર્કેટિંગ પ્રોફેશનલસ વગેરે ની જેમ જ્યાં ત્યાં મારા ફોન નંબર કે વગેરે વહેંચતો નથી. ;)

(૧) કેમ અહીં લખું છું ??

(૨) જીવનનો ઉતાર !

(૩) જન્મદિવસ : ૨૦૧૩ – જન્મદિવસ સાબુદાણાનો દુધપાક !

(૪) જન્મદિવસ : ૨૦૧૪ – જન્મદિવસ પણ ડાર્ક હોય છે !

(૫) જન્મદિવસ : ૨૦૧૫ – જન્મદિવસ..પ્રોસેસર ઓવરક્લોક !

(૬) જન્મદિવસ : ૨૦૧૬ – વિશ્રામ ઘાટ..

Nikhil Shukl Personal Autobiographical Nikhil Shukl Personal Autobiographical

..અને એ સિવાય…

“પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે..” _’શુન્ય’ ;)

Powered By Indic IME