નેનોસેકંડ માં..!

0

“નાલાયક. ચુપ થઈ જા. તુ તો એવો જ રહ્યો. જરાય બદલાયો ન’ઈ!” – એક નેનોસેકંડમાં ફટાક દઈને જવાબ સંભળાયો! અને સાથે એક આખી દાસ્તાન સાંભરી ગઈ. મુલાહિઝા ફરમાઇએ. નેનોસેકંડમાં ફરમાઇએ..

કોલેજ પુરી થયાને માંડ દોઢ-બે વર્ષ પસાર થયેલા, બહુ ટાઇમ નહોતો થયો. જીસેટ સારા રેંકમાં ક્લીયર કર્યા પછીય હુ કોમ્પ્યુટરમાં માસ્ટર ડીગ્રી માટે ટેન્શનમાં હતો કેમકે, ઘરમાંથી અલગ થઈને જાતે કમાઈને જાતે ફી ભરવાની હતી, અને એ બહુ મોંઘી લાગતી હતી. શ્રીગૌડ બ્રાહ્મણ હતો. અનામત નહોતી. કોઇ રાહતો નહોતી. અને પારિવારિક ફંદાઓ અને ફાટફાટ મિજાજ માટૅ આમેય ક્યાં કોઇ સરકારી યોજનાઓ હોતી હોય છે! તો મુર્ખા દોસ્તોએ કોમ્પ્યુટર સાયંસનું માસ્ટર લેવલ જોઇન કર્યુ અને મેં જાત ઘસીને એજ ગાંધીનગરમાં માસ્ટરના ઝંડા રોપવા ચાલુ કર્યા! એક જ ધેય હતુ કે, માસ્ટર ડીગ્રીના વર્ષોના અનુભવી પ્રોફેસરોને જો હું અભણ સાબિત કરી શકુ તો જ કહેવાય કે માસ્ટર કર્યુ! બાકી તો..”મને કોમ્પ્યુટર આવડૅ છે ” – એવુ તો 8મા ધોરણનો છોકરડોય કહેતો હોય છે.

મે કસ્ટમાઇઝ્ડ કંપાઇલર્સ બનાવ્યા, લિનક્સ મોડીફાય કર્યુ, 10 MB ની એક ઓપરેટીંગ સિસ્ટમ બનાવી, જે માત્ર મારુ નામ જ પ્રિન્ટ કરતી હતી! મે GCC કંપાઇલરને ને હેક કરવા ટ્રાય કર્યો. મેં મોઝિલા ફાયરફોક્સને બફર ઓવરફ્લો માં પછાડી નાખેલુ..એ અલગ વાત છે કે મોઝિલાએ એને હેકિંગ કમ્પિટિસનમાં, બગ બાઉન્ટીમાં નિયમો બહાર મુકેલુ! સાલાઓ, તમારા લેંન્ગ્વેજ ટ્રાન્સલેશનન રૂટીન્સમાં 10 બાયટ્સ નધણિયાતા પડ્યા હતા, તો મેં માત્ર 4 બાયટ્સ ઉપર પગ મુકીને જંગ ખેલી લીધો હતો, તો એને એક્સીલન્સી કહેવાય. આઉટ ઓફ ધ સ્કોપ ના કહેવાય! ઇટ્સ નોટ “બાય ડીઝાઇન”, ઇટ્સ અ “લેક ઓફ ડીઝાઇન !” ;) :D

કંઈ નહી, પણ આ બેકગ્રાઉન્ડમાં એક દિવસે અમે બેચલર ડીગ્રી પતાવીને માસ્ટરમાં આવેલા મિત્રો – બોયઝ એન્ડ ગલ્સ યુ સી!- ગાંધીનગરના એક સિનેમા હોલમાં (પ્રિયા ટોકિઝ!?) લેટનાઇટવાળા શોમાં અક્ષય કુમારનું ભુલભુલૈયા જોવા ગયેલા.

ઇન્ટરવલ પછી એક મિત્ર અચાનક ઉભી થઈ. અંધારામાં આસપાસમાં કંઈક હલચલ/ગપસપ થઈ, અને કોઇ સમજે એ પહેલા પેલીએ અંધારામાં બાલ્કનીના પગથીયા ઉતરીને બહાર ચાલવા માંડ્યુ! મેં આજુબાજુ પુછ્યુ પણ કોઇ સંતોષકારક જવાબ ના મળ્યો. એટલે હુય ચુપચાપ ઉભો થયો અને..એ દિવસોમાં સિગરેટ નવી નવી ચાલુ કરેલી, અને દુનિયા તેલ લેવા જાયના મિજાજ મુજબ એ સમયની મનપસંદ ફિલ્ટર્ડ ટિપ્ડ સિગરેટ વિલ્સને સળગાવતો અંધારામાં ચાલતો બહાર નિકળવા લાગ્યો. બારણું અડધુ ખોલીને બહાર નજર નાંખી, બોલે તો..ડોકુ બહાર કાઢ્યુ! અંદરની તરફથી “બંધ કરો..બંધ કરો..” ના અવાજોને અવગણીને મેં જોયુ..અને બહાર લોબીમાં આવી ગયો.

બહાર લોબીમાં પેલી આંટાફેરા કરતી/ઉભી રહેતી/અટકતી હાલતમાં હતી! મેં એને જોઇ. કોઇ દુઃખ નહી. કોઇ અફસોસ કે ગ્લાની નહિ. કોઇ જીવલેણ ઘટનાનો અણસાર નહી. કંઈ જ નહી. અને તોય એના ચહેરા ઉપર કોઇ ચિંતા/વ્યગ્રતા હતી! એ લોબીમાં બાથરુમથી બહાર તરફ અને બહારથી લોબિ તરફ ધીમા પગલે બહાર ખુલ્લામાં નજર નાખતી ચાલતી..ઉભી રહેતી..ચાલતી. પણ મેં એક બીજી વાત જોઇ.

એના ડ્રેસમાં (પંજાબી કે કુર્તી પાયજામો!?) માં પાછળની તરફ, કમરથી નીચે કંઈક ઘેરા કલરમાં ભીનાશ દેખાતી હતી! વળી ડ્રેસના કલર મુજબ એ માત્ર પાણી નહોતુ એ સ્પષ્ટ હતુ. એથીય વધારે મહાન નિખિલ શુક્લની વાસ્તવિકતા જોવાની આદતે એ પણ વિચારી-જોઇ લિધુ કે અંધારામાં કોઇ બીજા મિત્ર સાથેની કોઇ એડલ્ટ મસ્તીનું, ઓર્ગેઝમનું એ રિઝલ્ટ પણ નહોતુ! એ કદાચ કોઇ સમય, પળ, ઘડી, ટાઇમ..ની કોઇ નિશાની હતી!

પેલીએ મને જોયો અને નજીકના બાંકડૅ બેસી ગઈ. મસ્તી કરતા રહેવાનો મારો સ્વભાવ હતો અને મેં પુછી લીધુ કે- “તુ ચુડૅલને સોધવા બહાર આ’ઇ છે ?! વિદ્યા બાલન જ ભુત છે, એ ચોખ્ખુ દેખાય છે. લખી લે! અને આ તારી પાછળ શું છે ભીનુભીનુ?! અંધારામાં પાણીની બોટલને મારી નાંખી કે શું! (પાણીની બોટલ ઉપર બેસી ગઈ હતી કે શું!) ” – ;) :D

અને બીજી જ નેનો સેકંડૅ એના હાવભાવ બદલાયા અને – “તને જ બધી ખબર પડૅ છે?! તુ કહે એ જ સાચુ!? તારો ગુસ્સો બીજાને બતાવજે. શુ ભીનુ ભીનુ..? ભીનુ ભીનુ એટલે ?! જાને અંદર..જતો રહે જા..તને એમ લાગે છે કે તુ બહુ ડાહ્યો દેખાય છે.. બહુ સારો નથી લાગતો. જા જતો રેએએ..” – ;) :D

હુ ઉભો રહ્યો ચુપચાપ. એ બેસી રહી હતી. મે ફરીથી હિંમત કરી. પુછ્યુ. “ઘેર જવુ છે?!” તરત જ ફરીથી બીજી નેનો સેકંડમાં હાવભાવ બદલાયા અને જવાબ આવ્યો -“તુ મુકવા આવિશ? ગર્લ્સ હોસ્ટેલમાં તારી વાતો ના ચાલે! વોચમેન મારશે તને..” – મે કહ્યુ કે -“ગેટ સુધી તો અવાય! તારે જવુ હોય તો કહે..આપણે જઈઍ. બાકી જોઇ લઈશુ.” ;) :D

પછી ચુપચાપ અમે નિકળ્યા. ગાંધીનગરની ઠંડિ હવાઓમાં ધીમા પગલે. વાતો કરતા. એસેમ્બ્લી લંગ્વેજના કોડ અને કંપાઇલર્સ અને મારી આઉટ ઓફ ધી સિલેબસ વિગતોની વાતો કરતા. હોસ્ટેલ આવી. વોચમેન આવ્યો. એને જરાક કોઇ નબીરાની જેમ “ચલ હવે તુ નાનો માણસ છે! ચુપ રહે. બે-ચાર ઠોકી દઈશ! “- ના ટૉનમાં વાત કરી. એક સિગરેટ આપી. અને પેલી નેનોસેકંડ હોસ્ટેલની બિલ્ડીંગમા ગઈ અને દેખાતી બંધ થઈ પછી હુ પાછો ચાલતો નિકળ્યો..સિનેમાહોલ તરફ.

પછી લાઈફ સોલીડ ફ્યુલ રોકેટની જેમ નિકળી પડી. જાહોજલાલીઓ અને ખાનખરાબીઓ આવી. અને આજે સાંજે પ્રાતઃકાળ એનો કોલ આવ્યો. લગભગ 4-5 વર્ષે. એના ડાયવોર્સ થયા. બાળક નથી. મેરીડ લાઇફની હવે ઇચ્છા નથી. કોઇ મઝા નથી. એકબીજાની લાઈફના ખબર અંતર પુછ્યા..અને વર્ષો અગાઉની ઉપર કહેલી વાત નિકળી! અમે હવે એ સમય જેટલા નાદાન નથી રહ્યા. હવે એ ડ્રેસની પાછળ પડેલા ભીના ભીના ડાઘાઓની પણ એવી કોઇ કિમત નથી રહી. અને મેં એને કહ્યુ કે – “તમે લોકો નકામા ડરો છો! તમને પાછળ ભીનુ ભીનુ દેખાઇ જાય એનુ ટેન્શન છે..પણ તમને લોકોને જોઇને કેટલાય લોકોને આગળ પેન્ટમાં ભીનુ ભીનુ થાય એય એક પ્રકાર છે ભીના ભીના નો.. વ્હાય સો સિરિયસ!” ;) :D

અને ફરી નેનોસેકંડ -“ઓ..નાલાયક! મારી સાથે આવી વાતો ના કર! એકદમ કેવો છે તુ! પણ…ઓયય..તુ તો જરાય બદલાયો ન’ઇ! એવો ને એવો જ. ચુપ થઈ જા નાલાયક. તને કશી ખબર નથી પડતી.” ;) :D

મે કહ્યુ કે લે અમુક લાઇન્સ યાદ આવે છે એ શેર કર. એ કહે કે “હાં બોલ! તને મસ્ત યાદ રહે છે..”

“જીસ્મ જૈસે અજંતાકી મુરત કોઇ,
જીસ્મ જૈસે નિગાહો કા જાદુ કોઇ,

જીસ્મ જૈસે મચલતી હુઇ રાગીની,
જીસ્મ જૈસે મહકતી હુઇ ચાંદની..,
જીસ્મ સહેરા કોઇ, જીસ્મ ખુશ્બુ કોઇ,
જીસ્મ જૈસે સુરજ કી પહલી કીરન,
જીસ્મ જૈસે મહકતી હુઇ ચાંદની,
સંદિલી..સંદીલી…મરમરી..મરમરી..

હુસ્ન-એ-જાના કી તારીફ મુમકિન નહી,
સંદિલી..સંદીલી…મરમરી..મરમરી..આફરીન..આફરીન..”

સાલી, આ એ જીસ્મ..એજ શરીર છે ને કે જેના પેટેથી આખી દુનિયા જન્મી હોય! તો એને વળી નાલાયક શુ અને નાગુપુગુ શું હોય! દુનિયાનો કયો એવો મોટૉ માણસ છે જેને આ જ “ભીનુ ભીનુ” વાળી કોઇ સ્ત્રીએ એના કુલા ઉપર થપ્પડ ના મારી હોય! કયો એવો સમ્રાટ છે જેને પેલી ભીનુભીનુ વાળીએ બોચી પકડીને ઝુડી ના નાખ્યો હોય!? અને કઈ એવી તીસમારખા ફેમિનિસ્ટ છે જેનું આ પાછળનુ ભીનુભીનુ કોઇ આગળના ભીનુભીનુ માટૅ ના હોય!? કઈ એવી ભીનુભીનુ વાળીએ કોઇ બીજી ભીનુભીનુવાળીના હાથે કુલા ઉપર માર ખાધેલાને ઇચ્છ્યો ના હોય?! કઈ પાછળની ભીનુભીનુ વાળી આગળના ભીનુભીનુવાળા માટે આરક્ષીત ના રહી હોય?! ઔર કુછ લોગ મને કાફિર કૈવે હે! એવૈઇં! ;) :D

પેલી કહે કે – “તુ બહુ ઉંચુ સન્માન આપે છે, પણ કોઇ તારી વાત સમજશે નહી! પણ આ સાલી-બાલી બોલ્યા વગર ના ચાલે? ” મે કહ્યું કે – ” સાલી શબ્દ તો રોમાંસ છે જે મમ્મી માસી ફોઇ બહેનપણી સાથેય થઈ શકે! બાકી દુનિયા જો ના સમજે તો..તેલ લેવા જાય!” ;) :D

ફરી નેનોસેકંડ – “તુ જરાય બદલાયો ન’ઇ. નાલાયક. તને કઈ ખબર નથી પડતી…” ;) :o :D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: