જો દમ ગાફિલ, સો દમ કાફીર..

0

દરગાહો અને ઇદગાહોની આડશે ઠંડીમાં ઠુઠવાતા બેસીને, શ્રિમંટ અને બૌધ્ધીક કુટુંબના મોંફાટ નબીરાની પણ એક લાઈફ જીવી નાંખી હતી સાલી! ઇરાની હોટેલોમાં મારા જેવા નાસ્તીક દોસ્તો સાથે બેસતા. અને જ્યારે રોજા ખુલતા અને અમને શુધ્ધ શાકાહારીને માટે આદુ અને ખાંડ નાંખેલુ દુધ અપાતુ, નાસ્તીક થવાને થોડીક વાર હતી મને અને એટલે હુ ગાયત્રીમંત્રના જાપ કરીને પી લેતો. પાક મોમીનોની ઔલાદો, ગૈરતમંદ મુસલમીનો અમારા માટે અલગથી રોજા ખોલતા હશે કદાચ! પછી મૌલવીઓ અને પાક મોમીનો જોડે વેદવેદાંતની અને કુરાન,હદિસ ઇઝ્માની ઠોકમઠોક ચર્ચી નાંખી હતી. હુ અનુભવી નહોતો એટલે, સૌજન્યતાઓના માપદંડોની ખબર નહોતી અને બબાલો થતી. પણ..બકૌલ બુલ્લે શાહ ની જેમ “કોઇ કિનારે ચઢીયા હુ..સહીસલામત પાર ગયા આહુ.. જહે મુરશીદ દે લડખડિયા હુ…આહુ!”

એક દિવસે ઘરથી નિકળી ગયેલો. અને પટૅલો, જૈનો સાથે ઘાંચીઓ, મિંયાઓ અને વોરાઓનુ એક હુઝુમ આવી ચઢેલુ. અમુક દિવસ એક ઘાંચી દોસ્તને ત્યા રહેલો. પછી એક મિંયાને ત્યાં, એક વોરાને ત્યાંથી એટલે નિકળી ગયેલો કેમકે..એ ધણી-બૈરી પોતે 24 માંથી 30 કલાક એકબીજાને છુટ્ટા ચમચી-ચમચા ફેંકીને મારતા. અને પછી સવરે નોર્મલ થઈ જતા. તીરગરવાસમાં, ચમારવાસમાં અને ચણીયાવાસમાં એક મિત્ર હતો. જેને એના સાચા નામે એના ઘરના લોકોય નહોતા ઓળખતા. બહુ ઉમદા નામ હતુ એનું – પુરુષોત્તમ તીરગર! એક દિવસે કટાળીને ઇકબાલને ત્યાં એના ખેતરમાં હું અને એક જૈન મિત્ર રહેવા જતા રહેલા. બસ, એ એક સંક્રાંતીકાળ હતો..પછી તો કોઇ સિમાઓ જ ના રહી! ગામો, શહેરો બધુંય દર થોડા વખતે બદલાતુ રહ્યુ..જીવન પણ મેક્સિમમ થ્રોટલ પર ચાલવા માંડ્યુ. અને એમાં જ મઝા આવી.

હવે રોજ રાત્રીના મોડા પ્રહરોમાં રોજાના-શહેરીના ઉંડા ઉંડા અવાજો સંભળાય છે. હુ સિગરેટ લઈને ગેલેરીમાં આવીને કંઈક વાગોળી લઊ છું. ગઈકાલે ઇકબાલને કોલ કર્યો. ખુવાર થયેલા એણેય જમાવી અને એના રોજા..નકોરડા રોજા રહી ગયા! ગઈકાલે એ યાદોમાં ઇકબાલને નકોરડો રોજા થઈ ગયો. મેં કહ્યુ કે..ચલ તને હવે રોજા ની સાથે અધિકમાસ અને જૈનોના પર્યુષણ બંનેનો કમ્બાઈન્ડ નફો – પુણ્ય મળશે. દોસ્તી કોને કહેવાય એની માંને! ;) :D એ ધમાલો, મારામારી, એક બ્રાહ્મણ, એક જૈન એક ઘાંચી અને એક મિંયાભાઈ ભેગા થઈને બે કોડીના ખોટ્ટા, ભ્રમિત થયેલા મુલ્લાઓને ઇલમ આપે અને રમઝાનમાં ઝગડો કરે..અને લોકો હતપ્રભ થઈને જોઇ રહે, તો એના માટૅ કાં તો મારા જેવા દુઃસાહસી લોકો જોઇએ અથવા ઇકબાલયા અને શબ્બીરયા અને જીનલીયા, ચિરાગીયા જેવા દોસ્તો જોઇએ. ;) :D અને એમાં મરી ગયેલો હારુન શૈખ બિલકુલ ના ભુલાય. હારુન ભુલવા જેવો દોસ્ત નહોતો..એ મુસલમાન નહોતો, હિંદુય નહોતો..એ કંઈ નહોતો. બિલકુલ અમારી જેમ. કંઈ નહી. રાત પડે, શહેરીનો અવાજ આવે, મોડી રાતના હિંદુ પંચાગના ચોઘડીયાઓ અને પ્રહરો આવે, રાગ ભૈરવીથી , માલકૌંસ સુધીના ગીતો યાદ આવે..તો આવી અસંબધ્ધ વાતો પણ યાદ આવે અને પેલા સાલાના રોજા રહી જાય એવુય બને..

પણ બુલ્લે શાહ.. “કોઇ કિનારે ચઢીયા હુ..સહીસલામત પાર ગયા આહુ.. જહે મુરશીદ દે લડખડિયા હુ…આહુ!”

સલામત એટલે શુ?! એક ઘસરકોય ના પડ્યો હોય એ મહારથી નથી હોતો. એ શુરવીર નથી જેને યુધ્ધમાં બિલકુલ ઇજા નથી પહોંચતી. એના વતીથી એના સૈનિકો મર્યા હોય છે. ઘરડાઓના ઝગડામાં બિચારો ઇમામ મરી ગયેલો, એવા જ ઝગડામાં બિચારો અભિમન્યુ મરી ગયેલો અને એ બંને નવલોહીયાઓના મૌત બહુ કરપીણ રીતે થયેલા! કોઇ જ્ઞાનીએ કે કોઇ ઇલમગીરે સાલા એ આ બે -અભ્મન્યુ અને ઇમામ- વચ્ચે કોઇ સમાનતા કેમ નથી જોઇ ક્યારેય ?! કદાચ..એ મહાન નિખિલ શુક્લ નહી હોય એટલે.. :D

પણ સહી સલામત એટલે એમ નહી કે એક ઘસરકો પણ ના પડ્યો હોય! સહી સલામત એટલે કે જેણે હજુ હામ નથી છોડી! હજુ ફાઇટીંગ સ્પિરીટ નથી છોડ્યો. “ધી સાઇઝ ઓફ ધી ફાઈટ ઇન ધી ડોગ” – હજુ ઘટી ના હોય એને સલામત કહેવાય! બાકી, જંગ જીતી ગયા હોય પણ, લોહી નિકળવાની બીકથી બીજીવાર મેદાનમાં ઉતરવાની હિંમત ના થઈ સકે તો, એવા કાગળીયા યોધ્ધાઓ ઈતે તોય શુ, અને મરે તોય શુ! સહી સલામત એને કહેવાય જેનામાં હૌય લડી લેવાની હિંમત નથી ખુટી! જે હજુય ફરી કે જંગ ખેલી લેવા તૈયાર છે. જે હજુય..તુટી ગયેલા દાંત અને ચિરાઈ ગયેલા હોઠોને પંપાળીનેય, હાથરુમાલ વડે લોઈ લુછીને, બેલેંસ જાળવીનેય આજુબાજુના સૌથી નજીક અંતરમાંથી..ખુરશી, પાઈપ, પથ્થર, ઇંટ..દુધનો ગ્લાસ કે ચહા ઉકળતો પ્રાઇમસ કે સ્ટીલનો ગ્લાસ છુટ્ટો મારી શકવાની હામ ધરાવે છે. ઇકબાલે ખાલી એલ.પી.જી સિલીન્ડર ઘુમેડીને ફેંકેલો. મેં કેરોસીનનો સળગતો પ્રાઇમ્સ છુટ્ટો મારેલો. ;) :D “ઐ-ઇ-સા લગતા થા..જૈ-ઇ-સે કી અમ-રિકા વાલે જી-ઓ-ર-ર્ર-જ બુશ કે ખાતમે કે લીયે હમારે સરો પર આસમાનની બિજલીયોને બસેરા કર લીયા હો.. ” ;) :D

બુલ્લે શાહ એમના સમયમાં બહુ કુલીન ખાનદાન,વંશજ અને કુટુંબમાં હતા – સૈયદ! જે વળી સિધા જ દેવદુતો-પયગંબરોના વારસદારો ગણાય છે. અને એમણે જેમને પોતાના ગુરુ માનેલા એને થોડા (વધારે!) નીચા દરજ્જાના કહેવાય એવા હતા- અરાઇયાં! સામાજીક પ્રણાલી એવી હતી કે બુલ્લેશાહ પોતાનુ દૈવી ખાનદાન, કુલિન વંશ છોડીને એક નિચા ગણાતા વ્યક્તીને ગુરુ બનાવે , તો એ કેટલુ માનહાની જેવુ બને! ધર્મ અને કુટુંબ અને પરંપરા..બધાનો કચ્ચરઘાણ નિકળૅ. અને બુલ્લેશાહે જવાબ આપેલો કે – લાયકાત ને જોયા વગર માત્ર જન્મના આધારે મને પવિત્ર-પુજ્ય, મને સૈયદ કહેતા હોય એવાઓને દોજખ (નર્ક) ની સજાઓ મળવી જોઇએ..- “દોઝક મિલે સઝાઇયાં..”! પણ જે લોકો મને પેલા નિમ્ન ગણાતા વ્યક્તીના શિષ્ય સમજે અને મને એમનો વૈચારિક-વારસ માને એમને સ્વર્ગ (બહીશ્ત) ની તમામ ખુશહાલીઓ મળવી જોઇએ. કેમકે, ગુરુ મહાન હોય છે ને, એમની ગ્નાતી નહી! – “બહીશ્તી પૈંગાઇયાં..”

“જો દમ ગાફિલ, સો દમ કાફીર, મુરશિદ એ ફરમાયા હુઉઉ,
રબને દી હે સોહણી બાહુ, સાનુ પલ-વિચ જા બખ્શ આયા હું..”

બુલ્લે શાહ કહે છે કે, તમે આસ્તીકો, બંદગી પરસ્ત લોકો વાતે વાતે ભગવાનો અને અલ્લાહો આગળ ભીખો માંગવા નિકળી પડો છો. પણ સાંભળો ઓ ભક્તજનો (મુરશિદ) કે અમે ઔલિયાઓએ, સંતો, ફકીરોએ ગમે તે કાંડ કર્યા હોય,બબાલ કરી હોય, દુનિયા-સમાજનો વિરોધ સહન કર્યો હોય, અપમાનો કે લડાઈઓ લડવી પડી હોય પણ અમે..રડતા કકળતા ઉપરવાળા પાસે નથી ગયા કે અમને બચાવે! અને જો આજ મુર્ખ (ગાફિલ) હોવાની કે કાફીર-નાસ્તીક હોવાની તાકાત હોય તો, અમને એ મંજુર છે! “જો દમ ગાફિલ..સો દમ કાફીર..આહુ!”

“કોઇ કિનારે ચઢીયા હુ..સહીસલામત પાર ગયા આહુ..
જહે મુરશીદ દે લડખડિયા હુ…આહુ! ”

આહુ! આ એક ઘમંડનો, આહવાનનો, પડકારનો ઉદગાર છે – આહુ! આવી જા મેદાનમાં! કંઈક એવો અર્થ થાય છે કે, તારી બે કોડીની ખોટી માન્યતાઓ/હોંશીયારીઓ તારા ખીસામાં મુકી રાખ-“સાઢ્ઢા હક ઐઠે રખ..”

અને છેલ્લે બુલ્લેશાહ ફકીરો, સંતો, ઔલિયાઓને જ માત્ર શોભે એવી એક વાત કરી નાંખે છે કે, હુ કોઇ મોટો જોગી, સમાધીસ્થ યોગી નથી. હુ કોઇ મોટૉ ચક્રવર્તી સમ્રાટ નથી. અને સમ્રાટો તો કાશ્મીરના અમુક બે ક્ડીના બ્રાહ્મણોની આત્મહ્ત્યાની સામે પોતાનો રાજધર્મ ભુલીને ભાગી ગયા હતા, બે કોડીના લાલચુ બ્રાહ્મણોની હત્યાને બ્રહ્મહત્યા ના કહેવાય! એ આ જન્મે બ્રાહ્મણ એવો નિખિલ શુક્લ કહી રહ્યો છે. બુલ્લે શાહ કહે છે કે હુ સમ્રાટ પણ નથી કે, દુનિયા જે અબજો રુપિયાની સંપતીને માન આપે છે એ અથવા ખોટેખોટા દાન ધર્માદા કરીને મેળવેલી શાખ પણ મારી પાસે નથી.. (ના મેં ચિલ્લા કમાયા હુ!) કે ના તો હુ તમારી જેમ આરાધ્યદેવો , અલ્લાહ પાસે રડતો રડતો ગયો છું. જો આજ મુર્ખ અને કાફીર હોવાની તાકાત છે તો..આ મને મંજુર છે. અને તમારી દુન્યવી બે કોડીની માન્યતાઓ અને તમારા ટોળાઓ ટળવળી રહ્યા છે, ને હું – મારા જેવા કાફીરો તમને અને તમારા મગજમાં જ ઉભા થયેલા બે કોડીના અલ્લાહ અને ઇશ્વરને, એની ખોટી સમજને..એક ક્ષણમાં રગદોળી શકું છું અથવા માફ (બખ્શી દેવુ) પણ કરી શકું છું – “સાનુ પલ વિચ જા બખ્શ આયા હુઉઉ”. આહુ!

બુલ્લે શાહ પછી આગળ કહે છે કે, તમે લોકો ફિફાં ખાંડૉ છો. અને અલ્લાહ અને ઇશ્વરની વાતોના પડીકા બાંધો છો, અને શૈતાનોથી ડરો છો. બંદગી ભગવાનની કરો છો અને ડર શૈતાનનો લાગે છે અને એટલે જ તમે ડરપોકો છો. પણ જ્યાં તમારા જેવા બંદગી પરસ્ત, ધાર્મિક લોકો પોતાના આરાધ્યદેવની પુજાઓ કર્યા પછીય થથરી જાય છે (લડખડીયા હુ) ત્યા અમારા જેવા કાફીરો..ઘાયલ થયા પછીય અડીખમ ઉભા છે. ફરી એકવાર લડી લેવા માટૅ! તો બોલો કોણ સહી સલામત રહ્યા, એક ઘસરકોય ના પડ્યો હોય એવા પોકળ ધાર્મિક બહાદુરો કે..ઘવાયા પછીય મેદાન નહી છોડેલા કાફીરો?! એક તરફ તમારા દુન્યવી નાટકો અને બીજી બાજુ અમારો છુટ્ટૉ મારેલો ખાલી ગેસ સિલિન્ડર અને સળગતો સ્ટવ. કોણ સલામત રહી શક્યા બોલ! આહુ! – “સહીસલામત પાર ગયા આહુ..”

અમુક પંક્તીઓ જાણીને નથી લખી! જેમને જેમને અહીં વાંધા પડ્યા હોય એમના માટૅ હોમવર્ક માટૅ બાકી રાખી છે. સત્ય એમ જ ઉપવાસો કે ભુખમરો કરવાથી નથી મળતુ હોતું! પણ બુલ્લેશાહ ની એક છેલ્લી વાત સાંભળતા જાઓ..

બુલ્લે આશિક હોઇયાં રબ દા, હુઇ મલામત લખ,
તેનું કાફિર કાફિર આખદે, તુ આહો આહો અખ.. ;) :D

——-

ધર્મ કે હિંદુ સંસ્કૃતી કે ઇસ્લામની બહુ ઓછી ઉમર કે..વગેરે કોઇ જ મુદ્દે જે કોઇ ગધેડીનાઓ વાંધાવચકા પાડશે એમને તાબડતોબ..સબોટૅજ કરીને,એમની કોમેન્ટનું એરોપ્લેન હાઇજેક કરીને, કાશ્મીર કી આઝાદી કા બદલા લેવા નિકળેલા બબુચકો ની જેમ જ પેલેટગનની સામે મુકી દેવામા આવશે. પછી ડમ્પરીયાની પછવાડૅ બાંધીને, ડમ્પરીયુ રિવર્સમાં ચલાવવામાં આવશે અને છેલ્લે..ફેક એન્કાઉન્ટર કરીને એક બે મેડલ લઈ લેવામાં આવશે! અબ અક 1947.. ;) :D

સાઇટ ઉપર મુકેલો આ પોસ્ટ સાથેનો ફોટો કરબલા શહેરનો છે , જે ત્યાંની ઓ્ફશીયલ સાઇટ ઉપર “ફ્ર ડોમેઇન” માંથી લીધેલો છે. એટલે એ વાતેય કોઇ વાંધો હશે તો..તમનેય કરબલામાં યઝીદીઓની જેમ શહીદ કરીને , તમારા ફોટા ઉપર રામભક્ત હનુમાનજીને પ્યારા એવા આકડાના સુકાઈ ગયેલા, ફુલો ચઢાવી દેવામાં આવશે. વીથ લવ ફ્રોમ અયોધ્યા… ;) :D :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: