કૈફ-એ-વાઇરલ ફિવર !

0

એક હેકિંગ કલ્ટ ના ખાનાબદૌશ ટેકનોક્રેટના માતૃભાષામાં લખાયેલા અસ્તવ્યસ્ત લખાણો વાઇરલ થવા જોઇતા હતાં, પણ..

“ક્યા કિયા ખિજ્રને સિકંદર સે,
અબ કિસે રહનુમા કરે કોઇ..” _ગાલિબ

..લખાણો તો ના થયાં, અને એ વાત તેલ લેવા જાય. બે કોડીના જુનવાણી/રૂઢીવાદી/ભાષાના જરીપુરાણા તંત્રીઓ અને સમિક્ષકો ને “મિકા” મય અંદાજમાં જયભારત સાથે જણાવવાનું કે તમારા આવા કુંઠીત નિયમો “..મેરે ઇસપે..” ;)

..પણ મને વાઇરલ ફીવર જરૂર થયો સાલો. સારું છે, મઝા છે. વચ્ચે માર્ચ-એપ્રિલ મહિનામાં હાથની બે આંગળીઓમાં ફ્રેક્ચર થયું, નખ કાઢવા પડ્યા,કટ મુકવો પડ્યો, એમાં કોઇ નાની નસ કપાઈ ગઈ, પ્લાસ્ટર ને ડ્રેસિંગ ચાલતું રહ્યું, એના સણકાઓની, નાડીના ધબકારે ટપક્યાં કરતા લોહીના ટીપાંઓને પાટામાંથી ઉભરીને ફેલાઈ જતા જોવાની મઝા હતી. શુધ્દ પાણીમાં ફેંકાયેલા કંકુને ઘુમરાતું ફેલાવાની મઝા જેવું જ.

ફીવર પણ એકદમ સરસ “કભી હંડ્રેડ વન..કભી હંડ્રેડ ટુ..” ના નાના પાટેકરની જેમ ચઢ્યો છે, પણ એ “બિંદુ” સાલી બહુ હોટ લાગતી એની જવાનીમાં, અને અફસોસ કે જ્યારે એ હોટ લાગતી ત્યારે, સાલી હોટનેસની કોઇ ડેફિનેશન જ ખબર નહોતી. પણ સાલી હરામખોર મદહોશી ક્યાં નથી હોતી! રોલર કોસ્ટરી લાઈફ ક્યારેય આંખોમાં પાણી નથી લાવી શકી પણ,ફીવરમાં પાણી-તર(!) થયેલી આંખો બહુ કૈફી લાગે છે મને પોતાને જ. બ્લડી નારસિસિસ્ટ આઇ એમ! ;)

..પછી એમાં રિલાયંસ “જીઓ” ના સમાચાર આવે ફ્રન્ટપેજ ઉપર અને એક્સ્ટ્રા સપ્લીમેન્ટ આવે. અને શું મઝા આવે કે જ્યારે કોલેજ પાસઆઉટ થયાના બિજા જ વર્ષે ઇસવીસન ૨૦૦૬-૨૦૦૭માં એક ઇન્વેસ્ટર્સને હું આ સમજાવી રહ્યો હતો કે – “ડેટા ના જ પૈસા લેવાના, બાકી મેસેજીંગ અને કોલ્સ અને બીજું આપણે ફ્રી આપી શકીશું…” – વગેરે. એમને, એ સજ્જન ઇન્વેસ્ટર્સને મારા પર , નવાસવા ગ્રેજ્યુએટની વાત પર ભરોસો નહોતો પડતો, એ સ્વાભાવિક પણ હતું. આમેય એ દિવસોમાં વોટ્સએપ્પ નહોતું, એન્ડ્રોઇડ અને આઇફોન હજુ આવ્યા નહોતા, મોટી ટેલકોઝ બ્રોડબેન્ડ પણ નહોતી આપતી અને ૨જી-૩જી જેવા શબ્દો હજુ જન્મ્યા નહોતા. અને મેં આ બધાંની રૂપરેખા કહી હતી. પછીના આ વર્ષોમાં જોકે ટેલીકોમ અને ઇન્ટરનેટની નવી રૂપરેખા અને સુધારા વધારા આવ્યા, ટેલીકોમ રેગ્યુલેટરી બદલાઈ અને વગેરે થયું. હમણાં ૨-૩ મહિના પહેલા એક ભાઈએ આ બાબતે પુછેલું હતું મને, અને સવારે એમનોય ફોન આવ્યો આ જ બાબતે. અને/પણ સવારની ચ્હા અને સિગરેટ અને વાતો સાથે લોકો “ઇનોવેશન” ની વાતોએ ચઢ્યા છે ત્યારે, વાઈરલ ફિવરથી ભીની થતી આંખોમાં કદાચ કોઇ બીજી પણ ભીનાશ ઉમેરાઈ છે. સાલી, આવી પાણીદાર તો વ્હિસ્કી મઢેલી આંખો’ય નહોતી લાગી પેલા કોઇ એક દિવસે. ખૈર, નશો કરતાં આવડવો જોઇએ અને સ્વયં લાઈફના બનાવોથી વધારે કૈફ બીજે ક્યાંય છે પણ નહી..તો મહેફિલ-એ-ખાસ માં આ એક નશાખોર ગઝલ અહેમદ-હુસૈન ના અવાજમાં ગવાયેલી, ખવાતિન-ઓ-હઝરાત, મુલાહિઝા ફરમાઇએ.. ;) ;)

“મેં ઉસકી આંખો સે છ્લકી શરાબ પિતાં હું,
ગરિબ હો કે ભી મહેંગી શરાબ પિતા હું,

મુઝે નશે મેં બહેકને કો ભી નહિ દેતા,
વો જાનતા હે મેં કિતનિ શરાબ પિતા હું,

ઉસે ભી દેખું તો પહેચાનને મેં દેર લગે,
કભી કભી તો મેં ઇતની શરાબ પિતા હું,

પુરાને ચાહનેવાલોંકી યાદ આને લગે,
ઇસિલિયે મેં પુરાનિ શરાબ પિતા હું..” _હસરત જયપુરી

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: