Internet Deepnet Earth !

0

ઇંટરનેટના એ અંધારા ખુણાઓ કે જ્યાં મારા જેવા આવારા/ખાનાબદૌશ/ગરિબ/તવંગર/કંઈક અજંપામાં જીવતા લોકો મળી જાય છે…જેવી રીતે કોઇ અજાણ્યા અને ગામડાઓની વચ્ચેથી પસાર થતાં કોઇ અવાવરુ ગામના પાદરે કોઇ મળી જાય અને…સમય અટકી જાય એ મુલાકાત/વાતો પુરતો ! હું કદાચ કોઇ બિજા જ બ્રહ્માંડ, કોઇ બિજા જ ગ્રહનો માણસ હતો અને કોઇ બ્રહ્માંડીય શરતચુકથી અહિં પ્લેનેટ-અર્થ …વસુધા ઉપર આવી ચઢ્યો છું. લાખો વર્ષ પહેલાના મારા જીવાષ્મોએ કદાચ અડધે થી જ કોઇ અવકાશિય અકસ્માત જોવો પડ્યો હશે અને આકાશગંગા – દુધગંગામાં આપાતકાલિન ઉતરાણ કરવું પડ્યુ હશે…મારા પિતૃગ્રહ ઉપર કદાચ રાત નહોતી પડતી..ત્યાં કદાચ બહુ લાંબી રાતો હોતી હશે અને દિવસો લાંબા દિવસો હોતા હશે કદાચ…ત્યાં કદાચ..આ મુલ્યો નહોતાં…ત્યાં કદાચ જીવતાં રહી જવું એ જીજીવિષા જ એકમાત્ર ચાલકબળ રહ્યુ હશે…ત્યાં કદાચ માનવ વસાહતો નહી હોય…ત્યાં એકલવીરોના કબિલાઓ રહ્યા હશે કદાચ…આકાશગંગાની પેલે પર સાઇગનસ-બ્લેકહોલની પછીતમાં , નક્ષત્રોના ઝુમખાઓની વચ્ચે સિધી લિટીમાં હબલની દ્રષ્ટિસિમાથી દુર ક્યાંક મારું ગંતવ્ય હતું….મારે ગુરૂત્વાકર્ષણને નહોતુ અનુસરવાનું…મારે આ દિવસ-રાતની આ ઘટમાળને નહોતી જોવાની…મારે કદાચ આકાશગંગાઓને બનતાં અને ખલાસ થતાં જોવાની હતી…મારે આસપાસનાં રજકણોને અંતરિક્ષમાં જ બનતાં અને વિખેરાતા જોવાના હતાં..મારે ઠરી જવાનુ હતું , ઉકળિને વરાળ થઈ જવાનું હતું મારે અણુ-પરમાણુમાં વિભાજીત થઈને બ્રહ્માંડમાં ભળી જવાનું હતું કદાચ…કદાચ મારે ઇલેક્ટ્રોનના પ્રવાહમાં રહેવાનું હતું….

પણ..ખૈર..,માતૃભુમી વસુધાનું કોઇક ઋણ રહ્યુ છે કદાચ, અને માતૃભુમીનું ઋણ કોની ઉપર નથી હોતું ! અને જ્યાં સુધી આ દુધગંગામાં છિએ ત્યાં સુધી , જ્યાં સુધી ફારી પેલા અનાગત ગંતવ્યની વાટ નથી પકડાતી ત્યાં સુધી, જ્યાં સુધી સ્વયં પરમાણુઓમાં વિભાજીત ચેતનામય નથી થવાતું ત્યાં સુધી….માહૌલ કાયમ રહે

“ઇશ્કમેં દિદા-ઓ-દિલ , શીશા-ઓ-પૈમાના બના,
ઝુમકર બૈઠ ગયે હમ વહીં મૈખાના બના…..”

..એ સિવાય કોઇ ઉપાય નથી અને હવે તો..એવો કોઇ ઉપાય હોય તોય કરવો નથી …હવે જો એ આમ જ છે તો આમ જ રહે…ખુદા ખૈર કરે ! “…ઝુમકર બૈઠ ગયે હમ વહીં મૈખાના બના…”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: