આપણું ગેલસફ્ફા-પણું નથી ગયું !

0

“સિરિયન” શરણાર્થીઓ વખતે દાનવીર(!) બનતા દેશો માટે કોઇ ભેદી આશંકા હતી જ એ પુરી થઈ એનો અફસોસ ઘણાંને હશે અને હવે “નવાઈ” નું તત્વ નથી રહેતું આવા બનાવોમાં ! નરેન્દ્ર મોદીને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું અને રાહુલ ગાંધીએ સ્ટેન્ડીંગ બકવાસ કર્યો અને દિવાળી આવી અને ગઈ આ વખતની દિવાળીમાં ૧૦૮ ની સેવાની કંઈક ઓછી જ જરૂર પડી અને આલિયા ભટ્ટે હજુ કોઇ જોક નથી માર્યો પેરિસ ઉપર એ ખાલી જગ્યા રહી અને “એંજલ પ્રિયા” ને જરાક કોરાણે છોડીને “બકચોદ બિલ્લી” એ ભાઈબીજની બધાંને શુભેચ્છાઓ આપી અને …”દરેક ધાર્મિક માણસ આતંકવાદી છે અને દરેક આતંકવાદી ધાર્મિક છે ” – એવી અમુક નાદાન/નાના માણસોએ ગમગીની બતાવી અને વિચક્ષણ બુધ્ધિજીવીઓએ વળી એમાંય -પાણીમાંથી પોરા- કાઢવાની કુચેષ્ટાઓ પણ કરી અને …અહિં આપણાં દેશમાં પણ અમુક અનામી શહિદોની પણ એક યાદી બની ગઈ ! એ તો જોકે “ઘર કી મુર્ગી દાલ બરાબર હતી..”..

પણ હજુય આપણું ગેલસફ્ફા-પણું નથી ગયું ! હજુય , આપણે નરેન્દ્ર મોદી કરતાં રાહુલ ગાંધીને વધારે કાર્યદક્ષ સાબિત કરવો છે, હજુય આપણે સોનિયા ગાંધી – કે જે કેમકે ભારતીય નથી એ જ મુદ્દા પર એનું ભારતના બહુ મોટા રાજકિય પક્ષની આગેવાની લેવા માટે ગેરલાયકપણું સાબિત થઈ જાય – ના સાડીના પાલવમાં છુપાઈને / લપેટાઈને લોકશાહિની કિલિકારિઓ કરી લેવી છે , હજુય આ “ઉંધિયા” માં “જય સરદાર” ને પણ “હાર્દિક પટેલ” ની સાથે (!) યાદ કરી લેવાની કોઇ ચાલાક ગણતરી કરી લેવી છે, હજુય જી.એમ.ડી.સી ગ્રાઉન્ડની “અસહિષ્ણુતા” ના લાલ-ભુરા ચકામા યાદ રાખી લેવા છે, હજુય લાલુ-નિતિશ અને મહાગઠબંધન ઉપર નુક્તેચિની કરી લેવી છે.

ભારત આઝાદ થયો એ પહેલાંથી આપણે એક વાત સાબિત કરતાં આવીએ છીએ કે આપણને – મલાજો – જાળવતાં નથી આવડતું ! ખૈર, “ઉંધિયા” ના દરેક શાક-બકાલાને આવરી લઈ શકાય પણ, “મિર તકી મિર” – એ બહુ સરસ રીતે બધુ આવરી લિધું છે.

સરઝાદ હમ સે બે-અદબી તો વહશત મેં ભી કમ હી હુઇ,
કોંસોં ઉસકિ ઔર ગયે પર સજદા હર હર ગામ કિયા,

ઐસે આહુ-એ-રમ-ખુર્દા કી વહશત ખોની મુશ્કિલ થી,
સિહર કિયા, ઇઝાઝ કિયા, જીન લોગોં ને તુઝકો રામ કિયા,

’મીર’ કે દિન-ઓ-મઝહબ કો અબ પુછતે હો ઉન ને તો,
કશ્બા ખિંચા, દૈર મેં બૈઠા, કબ કા તર્ક ઇસ્લામ કિયા,

_મીર તકી મીર

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: