ઓનલાઇન માધ્યમમાં ક્રીટીસિઝમ !?

0

66A. Punishment for sending offensive messages through communication service, etc. – વગેરે વગેરે

124A. Sedition.—Whoever, by words, either spoken or written, or by signs, or by visible representation, or otherwise, brings or attempts to bring into hatred or contempt, or excites or attempts to excite disaffection towards – – વગેરે વગેરે

આ એક ઉપરછલ્લો અંદાજ છે અનુક્રમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (66A) , ઇન્ડીયન પિનલ કોડ(124A) નો , તો/અને શક્ય એટલા બધાં જ અને બિજી કેટલિય જોગવાઈઓ માટે એ જે તે રેફરન્સ જોઇ લેવા. ;)

મહારાષ્ટ્રમાં હવે ક્રિટિસિઝમ કાયદેસરનો ગુન્હો નહી ગણાય, અને સર્વોચ્ચ અદાલતે પણ ૧૨૪ ને નકારી નાખ્યો તો એ તો સારું જ છે ને.

હવે જો મુદ્દો એ હોય કે અલ્ટીમેટલી ક્રિટિસિઝમ – કોઇપણ માધ્યમમાં કે કોઇપણ રીટે – કરવું એ વ્યાજબી છે કે નહી !? એ અપરાધ તો નહી જ ગણાય ઉપરના ચુકાદા કે કલમો મુજબ (જ્યાં સુધી બિજો કોઇ અમેન્ડમેન્ટ ના આવે ત્યાં સુધી ;) ).

ભારત લોકશાહી જ દેશ છે માટે તો આવું થઈ શકે. જનતા છે એ જીવતા જાગતાં લોકો છે, એમની પાસે એમના અનુભવો થી લઈને ગમા-અણગમા અને મત મતાંતર પણ છે, અને એ જાહેર થવાના છે, બલ્કે તંદુરસ્ત લોકશાહીમાં એમ જ હોવું જોઇએ. એમાં ભારતના લોકશાહી-પણાંને શું કામ પ્રશ્ર્નાર્થ ચિહ્નો આગળ લાવવું જોઇએ ?

હાં, એમાં જો એવી ભીતી હોય કે , તો પછી ઓનલાઈન માધ્યમો , કે ટિ.વી. કે સોશયલ સાઇટ્સ કે બિજા આવાં જ માધ્યમોમાં ગમે તેની ટિકાઓ/હેરાનગતી/હેરેસમેન્ટ થશે , અથવા એને છુટ્ટો વેગ મળી જશે, તો એ કંઈ બહુ નક્કર નથી લાગતું. આલોક નાથ થી આલિયા ભટ્ટ અને સોનિયા ગાંધી થી નરેન્દ્ર મોદી થી લઈને “લિયોનાર્દો” ને ઓસ્કાર ના આપવા માટે આખેઆખી ઓસ્કાર કમિટિને પણ ટિકાઓ અને અમુક વર્ગનો વિરોધ/ટિકાઓ સાંભળાવી જ પડી છે ને. ;)

જાહેર જીવનમાં આમ થવાનું જ છે. લોકો આપણાં વિશે એમને સમજાય એવો મત આપવાના જ છે, એમને જવા દેવા કે જવાબ આપવો કે ના ગણકારવું એ જે તે વ્યક્તિએ પોતાની બુધ્ધિ-કુબુધ્ધિથી સમજવાનું હોય. અને આ બધાંથી ઉપર સરકાર કે સરકારી હોદ્દેદારો સામે પ્રશ્નો કરવાનો હક પ્રજાને હક પણ છે અને લોકશાહીનું લક્ષણ પણ છે અને જે અપલખ્ખણ કરે એવાઓની સામે દેખાવો કે જાહેર વિરોધ પણ થવો જ જોઇએ.

[ ફેસબુક પર એક મિત્રના સ્ટેટસ પર કરેલી કોમેંટ જ એટલી લાંબી થઈ ગઈ કે આખેઆખી અહિં મુકી દિધી ! ;) ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: