જમ્યા પછીની તરતની ઉંઘ !

0

આખો દિવસ કોમ્પ્યુટર અને નેટવર્ક્સ અને આઇ.પી એડ્રેસિસ અને લિનક્સ ડિસ્ટ્રોઝના કોર અને સિક્યુરિટીની મગજમારી સાથે ગઝલોને ગણગણીને એ.સી. ની ઠંડકમાં પણ કાનની બુટ અને ગરદનની પાછળ પરસેવો ઉતર્યા કરે એવી ખેંચતાણ અને મગજમારી કર્યા પછી..રાત્રે ઘેર આવીને કપડાં ધોવાય/બદલાય/નહાવાનું પતાવાય અને..ત્યારે મોડું તો મોડું પણ જમવાનું, લસણની ચટણી સાથે છાશનું કોકટેલ બને એવું જમવાનું…હાથે કરીને ઉપાડેલી હાલાકીઓ જરાક આઘે ખસી જાય છે. ભીના કપડાં નિતરતાં રહે છે. થાક ઉતરતો રહે છે..જે વળી માનસિક અને શારિરિક થાકની એક ગુલાબી જુગલબંધી જેવો હોય છે.

..કામ કરીને થાક્યા વગર જ્યારે ઘેર પહોંચ્યો છું તો જમવાનો મુડ નથી બન્યો. એ દિવસે બત્રીસ પકવાનો જેવા પકવાનો પણ ફિક્કા લાગ્યા છે. ઉંઘ બોઝિલ હોય છે..ઉજાગરો નકામો લાગે છે..પડખાં ઘસીઘસીને શરીર દુઃખવા લાગે છે. અને એ દિવસે બધી જ નકામી વાતો ની ભુતાવળ આવી જાય છે.

મઝા કામ કરવામાં છે. જીવનના સૌથી ખરાબ અને સૌથી ઉત્તમ સમયે પણ આ એક જ બાબતે મને આપઘાત કરતાં / ગુનેગાર બનતાં / છકી જતા રોક્યો છે. એકલા અને કોઇ રોકટોક વગર જીવતા માણસ માટે આમપણ આલ્કોહોલિક ના થવું હોય તો વર્કોહોલિક થવું એ સારો ઉપાય છે.

જેણે કામ કરીને થાકીને..જમીને..આંખો ઘેરાવાને..લસ્ત થઈને જરાક વહેલા ઉંઘવાની જાહોજલાલી નથી જોઇ, એને ખબર નથી કે લાઇફમાં મઝા કોને કહેવાય. એની મઝાનો ટેસ્ટ ઉંચો નથી.

..પણ, ખૈર આજે બહુ નહી કંઈ..આજે ઉંઘ આવે છે..જમ્યા પછીની તરતની ઉંઘ એ દેવી અન્નપુર્ણાની કૃપા છે..

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: