મરવાનો દિવસ જીવવાનો હોય છે !

0

“..Dying is the day worth living for!” – cap. Barabossa

“મરવાનો દિવસ જીવવા લાયક હોય છે..” — કેપ. બારબોસા.

“પાઇરેટ્સ ઓફ કેરેબિયન” અમુક એક કરતાં વધારે વાર જોવાયેલી ફિલ્મોમાંની એક છે અને “જોની ડેપ – કેપ. જેક સ્પેરો” પછીનું સૌથી વધારે ગમતું પાત્ર કેપ. બારબોસા રહ્યું છે પહેલેથી.

જેક સ્પેરો એ કલ્પનાનું પાત્ર છે કે માણસે કેવા હોવું જોઇએ પણ , બારબોસા એ વાસ્તવિકતા છે કે માણસ કેવો હોય છે ! જેક સ્પેરો બહાદુર અને ચપળ હોય છે, બારબોસા બહાદુર તો છે પણ ચપળતા નથી એનામાં. એ ઉભાઉભ નિર્ણયો લે છે અને ઉભાઉભ જંગ છેડી લે છે, એ પિછેહઠ કરવામાં નથી માનતો , જેક સ્પેરો સમય આવ્યે માથું નમાવીને નાક ઘસડી શકે છે, બારબોસા પરાજયની સાપેક્ષે ગરદન કપાવવામાં માને છે !

આવા પાયાગત તફાવતો સિવાય બેય બેફિક્ર છે, પોતપોતાની તપિશ અને ભુતકાળથી ઘાયલ થયેલા છે, અનાગતની કોઇ પરવા નથી અને અવગત થતાં રહેવાનો સ્વભાવ છે. અને..મારા જેવા રખડુ ને આવા પાત્રો કે ફિલ્મો ના ગમે એ તો વળી કેમ બને ! ;)

..એક મિત્રએ એક ખાસ વિષય ઉપર એક લખાણ ઇચ્છ્યું (માંગ્યુ નહી ! ) હતું મારું , અને આપાધાપીમાં મે 2-3 લખાણો લખીને ડિલિટ કરી નાંખ્યા ! જે મને જ ના ગમે એને માત્ર મોકલવા ખાતર જ બિજા કોઇને મોકલાવી દેવાનું તો કેમ બને !

જેક સ્પેરો અને બારબોસા, આદર્શ અને વાસ્તવિકતા..નાક કે ગરદન..વાહ વાહ કે આહ આહ.. “એક કો મનાઉં તો દુજા રુઠ જાતા હે..”

ખૈર, સાંભળ્યું છે કે બહુધા મહાન સર્જકો સાથે આમ બનતું હોય છે, એ લોકો પોતાની જ રચનાઓ પોતાના સંતોષની સિમાએ ના પહોંચે તો ખતમ કરી ને ફરી નવેસરથી શરુ કરતાં હોય છે! “..દિલ કો બહેલાને કો યે ખયાલ અચ્છા હે…” ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: