મેરે ખ્વાબોકા હર એક નક્શ

7

Jism-2 ના “રણદિપ હુડા” જેવી મારી લાઈફ સ્ટાઇલ હોય. ;) ..એમાં વળી એને પણ વચ્ચે વચ્ચે શેર બોલતા રહેવાની આદત હોય. ખુલ્લી અને સુઘડ જગ્યાઓએ રહેતો હોય. બહાર વજનદાર બોલતો હોય અને ઘરમાં મૌનવ્રતના પરચાં કરતો હોય. કંઈક ધુમિલ/બોઝિલ/ડુબતી સંધ્યા જેવા અને કાં તો ઉગતા સુર્ય જેવા હાવભાવ હોય. કંઇક અફરા તફરી હોય. જીવન એના મધ્યાહને પણ હોય અને સાહ્યબીનો દમામ પણ હોય. તુટલાફુટલા કંઈક ઘેરા જખ્મોનો કોઇ પ્રેમ પ્રસંગ હોય જે નફરત સુધી પહોંચેલો હોય. અને છતાંય સંઘર્ષોની છાંટ નીચે એક મસ્તમૌલા / ફકીરાના તબિયત/મિજાજ હોય, જેને બદલવો તો હોય પણ એમા કોઇ ખામી ના લાગતી હોય ! અને એમાં ક્યાંક બેજવાબદાર ન બની જવાય એની તકેદારી રાખવાનો ભાર હોય અને એની પ્રામાણીકતા કંઈક ગ્રે-કલરની હોય. એ પોતે જ કંઈક સફેદ અને કાળા રંગોમાં વહેંચાયેલો હોય. અને એ એના મનમાં કંઈક રહસ્યો દબાવીને બેઠો હોય અને..મને એનો ભાર સમજાય / અનુભવાય છે !

..અને સાલા બે કોડીના માણસોને સ્વમાન ની વાતો કરતા જોઇ જાય છે..અને કહેવાનું હોય એટલું જ કે..તાઉમ્ર આ મોંઘા સૌદાઓ કરી શકું એમ હોય છે..લાંબી નહી બલ્કે અનંત સુધી ચાલશે આ વહેવારો અને /પણ વસુકી ગયેલી પ્રામાણીકતાથી અને એવા લોકોથી કકળાટ કરવામાં એક ઉદાસી હોય છે ! મને એ મહાન વાત યાદ આવી જાય છે કે, આંધળાના ચારિત્ર્ય અને મુંગાના મૌનનું કોઇ મહત્વ નથી. અને એમ જ બે કોડીની હલકી માનસિકતા અને બે-ચાર ચોરેલી સુફિયાણી વાતો અને કાર્યો વડે સદાચારી નથી બનાતું. રંગરેલિયા માત્ર સસ્તા ડાન્સ બારમાં જ નથી થતી, બલ્કે નકામા સુવિચારોની પણ રંગરેલિયા મનાવતા લોકો હોય છે આ મૃત્યુલોકમાં.

..પણ ફિલ્મ એનો ડાર્ક, બોઝીલ ફ્લેવર બરકરાર રાખે છે, સની લિયોન જેવી ટીપીકલ પોર્નસ્ટાર કરતાં કંઈક ગણી નાજુક/સુંદર/નમણી દેખાતી હીરોઇનની સાથે ડાર્ક હીરોને રાખીને પુજા ભટ્ટ અને મહેશ ભટ્ટ બંનેએ “ફિર તેરી કહાની યાદ આઈ” થી ચાલી આવતી લેગસીને પણ જાળવી લીધી છે. એ પણ એક કોન્ટ્રાસ ટોન આપે છે ફિલ્મની વાર્તાને. વેરવિખેર, ભગ્ન પ્રણય સંબધો, કંઈક ગુઢ રહસ્યો, ક્રાંતીકારી મીજાજ, ફેંકાતી લાઈફ, રંગરસીયાના મુડ આ બધીય વાતોને એકસાથે એક જ પાત્રમાં ઉપસાવવા માટે આવા તો કંઈક રૂપકો પણ જીવનની નાની નાની ઘટનાઓની જેમ અહીં તહીં પડેલા છે ફિલ્મમાં. અને એનાથી પણ એક મુડ બને છે. અને એવામાં સહસા એક સિનમાં એ હિરો “ઉસ્તાદ અર્નેસ્ટો ચે ગુવેરા” ની મોટર સાઇકલ ડાયરિઝ – નો વાંચક દેખાતો હોય!

..પણ પછી હું જાણીને નકામી લપ ને બાજુ પર મુકીને અચાનક જિસ્મ-૧ , ના એક ગીત પર આવી જઊ છું અને સાથે આ બધું અહિં ડમ્પ (શબ્દષઃ!) કરું છું ;) તમે ખૈર આ ગીત સાંભળો ગમશે કદાચ તમને :)

મેરે ખ્વાબોકા હર એક નક્શ મિટા દે કોઇ,
સુખે પત્તોકા બચા ઢેર હે જલા દે કોઇ,

મેરી પહેચાનકા ઇક શખ્શ ઇસી શહેર મેં હે,
મેં ભી જિંદા હું જરા ઉસકો બતા દે કોઇ,

કુછ તો તનહાઈકા અહેસાસ મુઝે કમ હોગા,
મેરે સાયે સે અગર મુઝકો મિલા દે કોઇ…

મેરે ખ્વાબો કા હર એક નક્શ..મિટા દે કોઇ..

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

7 Comments

 1. Tqsm સર…..બીજા કોઈ ગુજરાતી લેખક કે મોટિવેશનલ સ્પીચ સાંભળીને જેટલી અસર ન થઈ હોય એટલી અસર તમારા લેખ વાંચીને થઈ,…એક જુનુંન ચડે છે…કંઈક પોતાની રીતે કરવાનો,.પોતાના સપના સાકાર કરવાનું,તમે સાચુ જ કહ્યું છે કે અમુક અધૂરા જ્ઞાન સાથે ફૂદકે ચડતા હોય છે…હું પણ શાયદ એમ જ કરતી…તમારી ભાસામા કહીએ તો કુરકુરિયા જેવા…એક ફૂંક મારો ને ઉડી જાય એવા…

  પણ તમારા લેખોએ એવી તો અસર કરી કે એક આર્ટિકલ પૂરો થાય તો બીજા વાંચવાની એટલી જ ઉત્સુકતા…12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી તમારાં લેખો વાંચ્યા…અને જે શબ્દ ન સમજાય એને તરત શોધ્યા કેમ કે એક એક શબ્દમાં જાણે દરિયો છૂપાયેલો હોય એવું લાગે,..
  પેલા તો લાઈફમાં કઇ ધ્યેય ન હતું બટ હવે એક ધ્યેય સાથે જુનુંન પણ ભળ્યું છે….એક્સક્ટ 6 month પછી મારી કોમેન્ટ આવશે જો હું એ ધ્યેય પૂરું કરી લઈશ તો….કરી જ લઈશ…im damn sure..અને એના માટે ફક્ત તમે જવાબદાર હશો…
  સર હાલ હું તમારી પુસ્તક ખરીદી શકું એમ નથી થોડી ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ 6 સો..bt હું ઘણા બધાને તમારા બ્લોગની મુલાકાત માટે કહું છું.એન્ડ લિંક પણ મોકલી છે…તમે મારા fevorite લેખક બની ગયા એક દિવસમાં એમ કહું તો પણ અતિશયોક્તિ જેવું મને નથી લાગતું…
  કોમ્પ્યુટર હિન્દી,ગુજરાતી,ઉર્દુ મિક્સમા તમારા લેખ એક અલગ જ ઓળખ ઉભી કરે આપની…
  સોંથી વધુ તમારા લેખમાં કાઈ સ્પરસ્યું હોય તો એ કે…
  ” તમારા ડોક્ટરની સલાહ કે તમને 1-2 વહીસ્કીના પેગ અસર જ નહીં કરે 3-4 પેગ મારીને ઊંઘી જા તોય બસ…જમવા માટે પણ આલાર્મ રાખવો પડે એટલું ગળાડૂબ…ગાંડાની જેમ જે કામ કરી શકે એને ધ્યાનની જરૂર નથી રહેતી…””
  હું તો ફ્રેંડસર્કલ મા તમારાં લેખો ની વાતો કરતા નાઈ થાકતી…..deeply tx…. સર….દુઆ તો ન કરી શકું તમારા માટે કેમ કે ઉપરવાળા હારે વાટકી વહેવાર છે જ નાઈ…bt all the best….👍

  • જી મનીષા.. આ મારી બધી લવારીઓ જેવી વાતો જો કંઈક એટલુય કરી શકે તોય ,એ મારા પોતાના માટે બહુ મોટી વાત છે!! :) તમે જે ધ્યેય માટે ટ્રાય કરો છો..એનેય ગાંડા ઝનુનથી પકડી રાખો..પડતા આખડતા પહોંચાશે જ.

   એ સિવાય અહીંનુ પણ મોટાભાગનું લખાણ ઓપન ફોર ઓલ જેવું જ છે! તમે ગમે તે વાંચી શકો છો. અને પુસ્તકમાં એમ કે…એવો હુ કોઇ લેખક નથી પણ, તમે પેલુ તમારુ ગોલ અચિવ કરી લો તો..”તારા પછી” ની હાર્ડકોપી મારા તરફથી હુ શુભેચ્છા ભેટની જેમ મોકલાવીશ તમને. સ્ટે સ્ટ્રોંગ.. :)

   • Tqsm sir tmaro rply vachya p6i to lage hve koi n roki ske mne mara dhyey ne medvta;) double nai triple junun sathe:)

 2. Solanki Jayshree on

  Thank you
  Sir
  Me koi divash atalu reading karelu nai bt a j me first var atalu reading kariyu jo atalu reading me std ma kariyu hoy to hu kyar ni magaj thi hari chukI hot bt mare maro gol achieve kr va mare reading nI habit rakhavi pade so ap a lakhel thought mane Ghana useful thase
  So again thank you thank you so much
  And 1 questions
  Junun to thay kaik kar vanu bt a thodo time j kem rahe ?

  • જુનુન!! એ કંઈ દુધનો ઉભરો થોડૉ છે કે એની કોઇ વેલીડીટી હોય!! :D :) એની જરુર એની અગત્યતા ખુદ પોતાની અંદરથી ઉઠવી જોઇએ. અને નહી તો એને મારી મચેડીને સ્વભાવ સાથે સાંકળવુ જોઇએ. જે કરવુ છે એજ બેસ્ટ છે ..એવો સતત એક અહેસાસ ઉભો કરતા રહેવાનો. ધીમેધીમે જુનુન..નિખરશે. દુધના ઉભરાની જેમ નહી દરિયાની જેમ સતત રહ્યા કરશે! આ મારો ઉકેલ થયો..એમ જ્ત અમારે તમારા મુજબ એને મથારવો પડે. :)

   એ વાતે એક શેર યાદ આવ્યો ગાલિબનો..

   “તાબિશ-એ-હુસ્ન ભી થી, આતીશ-એ-દુનિયા ભી મગર,
   શોલા જીસને મુઝે ફુંકા, મેરે અંદર સે ઉઠા..” :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: