રોમેંટિક હોવાની વેલિડિટી..

0

સાંસોમેં બડી બેકરારી આંખોમે કઈ રત જગે,
કભી કહિં લગ જાયે દિલ તો…કહિં ફિર દિલ ના લગે….

અપના દિલ મેં જરા થામલું…જાદુ કા મેં ઇસે નામ દું…
જાદુ કર રહા હૈ અસર ચુપકે ચુપકે…

ઐસે ભોલે બનકર હૈ બેઠે જેસે કોઇ બાત નહિ,
સબ કુછ નઝર આ રહા ઇૈ, દિન હે યે રાત નહિ,

કહિં આગ લગને સે પહેલે ઉઠતા હૈ ઐસા ધુંઆ..
જેસા હૈ ઇધરકા નજારા વૈસા હિ ઉધરકા શમાં…

….રંગિનિયત જીવનની ક્યાં હોય છે ?, જીવનના કયા તબક્કે તમે સૌથી વધારે રોમેંટિક હોવ છો ? કે પછી ક્યારે એકદમ વધારે “લવેબલ” હોય છે ?, કે પછી છોડો આ બધું…મને જરા કહો કે કયા ગીતો,ગઝલઓ સૌથી વધારે રોમેંટિક હોય છે ?, ગુલામ અલી ?, આબિદા ? , પરવીન ..કે પછી… “અત્તા ઉલ્લા ખાં ” (!) કે અલ્તાફ રાજાના (સોરી !) ..કે પછી મનહર ઉધાસ કે પછી બબ્બર-શાયર જગજિત સિંહ ?….

ખોટા…બધાંજ ખોટાં ..સૌથી વધારે રોમેંટીક ગીતો એ હોય છે જે… 15 થી 20 વર્ષની ઉંમરમાં સાંભળેલા હોય છે ! ,

..જ્યારે ગાલ ઉપર બ્લેડ વાગવાના બનાવો એમ જ વધી જાય અને કોઇ શેવીંગ કરતાં જોઇ ના જાય (!) એનું બહુ ધ્યાન રાખવું પડે ;)

, જ્યારે કોઇ “પુરૂષવર્ગ” – શબ્દ બોલે ત્યારે તમે આપોઆપ તમને એમાં ગણવા માંડો,..જ્યારે તમને કોઇના ટોકવાની બિક ના લાગે પણ…જાહેરમાં ટોકતા લોકોથી નફરત થઈ જાય,… જ્યારે અચાનક તમને “મુઝે કુછ કહેના હૈ..કૈસે કહું…” – વાળી જાહેરાત નો અર્થ સમજાવા માંડે, જ્યારે દુપટ્ટાનું અજાણતાંજ ધ્યાન રાખવાનું આવડી જાય અને જાણી જોઇને દુપટ્ટો સરકવા દેવાનું સમજાઈ જાય, જ્યારે તમે સામે જોવાને બદલે ત્રાંસી આંખે ચાલતાં ચાલતાં બધું જોતા થઈ જાવ..ત્યારે….ત્યારે , દોસ્ત એ દિવસોના ગીતો સૌથી વધું રોમેંટિક થઈ જાય.

આંખોમેં કઈ રંગ કે સપને સારી સારી રાત જગે…..અને એની રોમેંટિક હોવાની વેલિડિટી આજીવન રહે.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: