આંતરરાષ્ટ્રિય યોગ દિવસના અંતે..

0

..અને તો હવે પુર્ણાહુતીનો સમય છે આજના દિવસનો – યોગ દિવસનો. તો જરા…કન્ક્લુઝન/ તારણ / નિષ્કર્ષની પણ વાત થઈ જાય.

આચાર/વિચાર અને દેહ ની શુધ્ધિના ત્રિવેણિસંગમ કે બહુઆયામી વિચારધારાને -યોગ – કહેવાય છે. અને એ દૈહિક ઓછી અને માનસિક વધારે છે એમ નથી…બલ્કે બહુ ફાઇન ટ્યુનિંગ છે એમાં. જેમ માત્ર ફેસબુક એ ઇન્ટરનેટ નથી બલ્કે એક સાવ નજીવી/નાની બાબત છે “ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક” – ઇન્ટરનેટ ની. જેમ કક્કો-બારાક્ષરી એ અક્ષરગ્નાન છે માત્ર અને શિક્ષા/કેળવણી નો એક સુક્ષ્મ ભાગ છે માત્ર. ..એમ જ તમે જે ફોટાઓ જોઇ રહ્યા છો આજના દિવસના એ યોગના આસનો છે માત્ર !

સંપુર્ણ યોગ કદાચ સામાન્ય માનવી માટે દુષ્કર પણ છે..અને અશક્ય બિલકુલ નથી અને એને પણ કળિયુગની સાથે ગોઠવી જ શકાય છે. આચાર..વિચાર..દૈનિક જીવન અને રિતભાત અને રહેણીકહેણી અને સ્વભાવ અને એટિટ્યુડ આવા કેટલાય આયામોમાં ફેલાયેલો છે આ વિચાર – યોગ.

જોકે, ભલે એ બધું આજના દિવસ પુરતું છાપે ના ચઢે. એ યોગ ના કારણે પણ જો દુનિયામાં ભારતનું નામ…હિંદુ – ભારતીય સંસ્કૃતી નો જયઘોષ થતો હોય તો…આજના પુરતી એ ક્ષતી ચલાવી લેવી જોઇએ.

આફ્ટર ઓલ… “..ચાર બોટલ વોડકા..” – ના મહાન રચયિતાના ફોરેન કોન્સર્ટ પર તમારો આત્મા ખિલી ઉઠતો હોય તો યોગ ના કારણે અને નામે તો…મનોમન ખુશ થવું જ જોઇએ.

પ્રાણાયામ…અને અપાન વાયુ અને .વગેરે… પછી જોઇશું આજે ભારતનો – હિંદુ – ભારતીય સંસ્કૃતીનો જયઘોષ માણવા દો. અને હાં…હર હર મહાદેવના જાપ કરવાથી યોગ કલુષિત નથી થતો !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: