યોગાસન મિલિટરી સ્ટાઇલમાં !

0

..પાણીની બાલટી વડે વેઇટ લિફ્ટિંગ કરી લેવાનું..પુશ અપ્સ કરી લેવાના…દંડ બેઠક અને દંડ કરી લેવાના અને જમિનથી છાતી વચ્ચે માત્ર એક આંગળિનું જ અંતર રહે એટલી ચિવટથી કરવાના અને હાં, ધીરે…ધી…રે..એક એક દંડ ને પ્રલંબ…સુદિર્ધ રીતે કરવાનો..ફટાફટ પોતું મારવાનું હોય એમ નહી…શ્વાસોછ્શ્વાસ ઝડપથી નહી ઉંડાણથી આવવા જોઇએ…આંખો અને ચહેરા ઉપર લોહી ધસી આવવું જોઇએ…ઉર્જા અનુભવાવી જોઇએ…શરીરમાંથી પરસેવો ..કાનની બુટ અને બોચી માંથી નિકળીને..યુનિફોર્મની અંદર જ છેક કમર સુધી …પેન્ટમાં ઉતરવો જોઇએ ! ..પછી ?!

..પછી એકદમ ચાર્જ્ડ થયેલા આપણે બેસવું જોઇએ…હસી મજાક અને વાતો કરવી જોઇએ અને પછી…દોડવું જોઇએ..ધીરે ધીરે..ઘોડાની રવાલમાં..એના જેવા તરન્નુમમાં પછી.. સ્પિડ પકડી લેવાની…પગના પંજામાંથી ઉઠતા સણકા કરોડરજ્જુમાંથી પસાર થઈને માથામાં.. સહસ્ત્રદલ ચક્ર ને જાગ્રત કરી નાંખે એમ…અનાહત ચક્ર અને કુંડલિની થી જવાનો રસ્તો સિવિલિયન્સ માટે હતો અમારા માટે નહી !!

દોડવાનું ..પથ્થરોમાં…કાંટાઓ અને ગાંડા બાવળ અને બોરડી અને ખિજડા અને ખાખરા અને આકડાના અડાબિડ પ્રદેશોમાં…કાંકરાઓ અને ધુળ અને કરચો અને કપડાં પર ચોંટી જતી જંગલી વનસ્પતીઓના અવશેષો રહેવા દઈને..હાથ પગ..ચહેરા અને ગાલ અને ઢિંચણ અને કમરમાં છાતી ઉપર ડાળખાં વાગવા..ઘસાવા દઈને..એના ઘસરકાઓ અને નાના જખ્મોના સિસકારા અને ચમકારાને ચમચમવા દઈને…પથ્થરો અને નાના ઝાડવાંને તો કુદવાના પણ નહી દોસ્ત..એને તો જાણે છે જ નહી એમ પસાર કરી જવાના પગ મુકીને..અને મોટા પથ્થરોને અચાનક..કોઇ સરપ્રાઇઝની જેમ કુદવાના…પડવાનું..હસવાનું વધારે વાગી જાય તો દોસ્તના ખભે ઉભા થવાનું અથવા દોસ્તને ખભો આપીને ઉભો કરવાનો..ફરી દોડવાનું..કોઇ વસ્તુ..પદાર્થ..બાબત..ભાવ કે લાગણીઓ કે અવાજો ને અવગણીને…પૃથ્વી..વસુંધરાના છેક બિજે છેડે..એની પ્રદક્ષીણા કરી નાંખવાના જુનુનથી દોડવાનું..જંગલી પ્રકૃતીને પોતાની જંગલિયતથી વધારે મદહોશ કરવાની..એને કહેવાનું કે —
“… તારી જેમ મને પણ આ ફાટફાટ જંગલી પ્રકૃતી કુદરતે જન્મજાત ભેટમાં આપી છે..હું જરાક વિવેકભાન રાખું એમાં કંઈ મારું જંગલીપણું ખલાસ થઈ ગયું છે એમ ના સમજ..! –

..જ્યારે એ મહાકુચ અટકતી ત્યારે …અમે બધાંએ સાવ ભેંકાર પ્રદેશમાં અમારા પગલાંઓ વડે એક નવો જ રસ્તો / પગદ્ંડી બનાવી નાંખી હોય છે ! જેની ઉપર અમારે બિજા દિવસે નથી જવાનું …એક નવી દિશામાં જવાનું હોય બિજા દિવસે.

…અને ત્યાં સુધીમાં…સવાર પુરેપુરી પડી ગઈ હોય ! અમે ભડભાંખરાના સમયે નિકળ્યા હતા..આકાશમાં તારાઓ જોતા જોતા…હવે સવાર હતી અને…એ જંગલમાં આસપાસની જગ્યા સાફ કરતાં …બેસતાં યુનિફોર્મ ઉપરના નાના નાના લોહિના ડાઘા અને ઉપસેલા / સુજી ગયેલા પેલા ઘસરકાઓને જોતાં..અને અચાનક એક ઓર્ડર આવતો કોઇ એબરપ્ટ સિસ્ટમ કોલ ..સિસ્ટમ ઇન્ટરપ્શન ની જેમ..

..”…કેડેટ્સ .. આરામ સે..” – !!!

…અમે ચુપ થઈ જતાં..શાંત…હસિ મજાક નહી પણ..આનંદ..ખુશી…પેલી ઓવર ચાર્જ્ડ શક્તીઓના પુંજને સરભર થવા દેતાં…સમષ્ટિ સાથે વેવલેન્થ મેચ કરી લેતાં કોઇ…અનંત સમયના કોઇ જંગલી સાધુની જેમ..

…હવે કોઇ સુચનો નહી..ઓર્ડર્સ નહી..વ્યવસ્થાપન અને સ્વયંસેવકોની જરુર નહી..માઈક ઉપર અપાતા અખંડધુન જેવા એટિકેટ જેવી ઇન્સ્ટ્રક્શન્સ નહી…સ્વયં શિસ્તનો અર્થ અમે સમજતા હતાં જંગલી ફિતરતના આશિક હોવા છતાં !

.પછી દિવસ આખો રાઈફલનો ભાર ઉંચકવાનો હતો..એને રિલોડ કરતી વખતે અતિઉત્સાહમાં ડાબા હાથના અંગુઠાઓને કચડાઇ જવા દેવાના હતાં બુટમાં અંગુઠો અને ટચલી આંગળિઓના નખ ઉખડી જવાના હતાં અને એના માટે અમે શક્તિપુંજને ..જંગલી ઘોડા જેવા શક્તિપુંજને શિસ્તમાં લાવતાં હતાં …મગજ ઠંડુ રહે કે ના રહે..કલેજું ઠંડુ રહેવું જોઇએ !!

અને બસ… “..કેડેટ્સ .. રિટર્ન ટુ બેઝ..”

..અને હાં એ છેલ્લો તબક્કો સવારનો અમે પદ્માસન માં બેસતાં અને..આ અમારાં યોગાસન હતાં…મિલિટરી સ્ટાઇલમાં !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: