હેકિંગ કલ્ટ, એટીટ્યુડ !

0

આ-એ એક મહાન વિચારધારા છે ! એવી વિચારધારા કે જેના મુળિયા માનવ ઉત્ક્રાંતિ જેટલા જ જુના છે..જેની સાથે માણસને સૌથી જુનો/ગાઢ/ઉંડો અને તો’ય અજાણ્યો રહેલો સારોકાર છે ! જેને ભગવાન કે પ્રકૃતિએ નહિ પણ માણસે પોતે આવિષ્કારિત કર્યો છે, એને સંવાર્યો/ગોઠવ્યો/બહેલાવ્યો અને વગોવ્યો છે ! એવો એક આયામ/એટિટ્યુડ છે આ જેનું રૂપ/રંગ/ભપકો ગ્લેમરસ છે અને જેની વાસ્તવિકતા લોહીલુહાણ છે ! જ્યાં લોકો મર્યા છે..એમનું અપહરણ થયું છે..એમને અમાનુષી યાતનાઓ આપીને ટોર્ચર કરાયા છે..જ્યાં એક સાદા સિધા માણસને આખી માણસજાતના દુશ્મન તરીકે વગોવવામાં આવ્યા છે અને ..અને એજ માણસના આવિષ્કારોને પોતાના ના-જાયઝ બાપની મિલકતની જેમ પચાવી પડાઈ છે ! જેને ઇશ્વરની જેમ જ સમજ્યા વગર માની લેવાયું છે અને શૈતાનની જેમ જ એનાથી ભયભીત થવાય છે..અને એક એવી વીચારધારા પણ ખરી કે જે…ગીતાના અધ્યાયોનું પઠન/કંઠસ્થ કર્યા સિવાય પણ ગીતાને અનુસર્યા કરે છે….કોઇ નિશ્વલ/ધ્યાનસ્થ/પ્રચંડ/અઘોરીની જેમ !

એ માનવ માનસિકતા અને પ્રકૃતિનું એક એવું અનૌરસ સંતાન છે કે જેના હોવામાં પોતાનું સ્ત્રી/પુરૂષપણું અને શુક્રાણુંની તાકાત(!) અને સ્ત્રીબીજનું ફળદ્રુપપણું(!) અને માહાત્મ્ય દેખાય છે પણ એને સ્વિકારવી શકવાનું કૌવત..ઢિલાપોચા માણસોમાં હોતું જ નથી ! જ્યાં “સવાલાખ સંગ એક લડાઉં” – ની વાસ્તવિકતા દરેક સેકંડે હોતી હોય છે અને “જો દમ કાફિર ..સો દમ કાફિર” – નો એટિટ્યુડ કંઈક અભિમાનિક-આરામ આપે છે ! અનંત રાત્રિઓની તપસ્યા / ઉપાસના જ્યારે ફળે છે ત્યારે વરદાન સ્વરૂપે ત્રિલોક નથી મળતું..સુનકાર / એકલતા / મુંઝારો મળે છે અને એને સાચવી લોવાનું કૌવત તમને આપોઆપ એક જ સેકંડમાં દરિયાના ઘુઘવાટને , નદીના મુખત્રિકોઅણ પ્રદેશની શાંતીમાં તબદિલ કરી શકવાનો સંયમ શીખવાડી દે છે !

વર્ષો પહેલા માણસજાતને એ દ્વિધા હતી કે પૃથ્વીના ગોળ આકારને કારણે રેડિયો સિગ્નલ્સ – સિધી રેખામાં જ ગતી કરવાના પોતાની પ્રકૃતિને વશ – બ્રહ્માંડમાં સોંસરવા નિકળી જાય છે..અને એમ એનાથી બિજી યાંત્રિકી અડચણો હતી ! ભૌતિકશાસ્ત્રીય ખેરખાંઓ અને હવામાનશાસ્ત્રિય તજગ્નો અને વગેરે માથે હાથ દઈને બેસી રહ્યા હતાં ત્યારે…અમુક માથાફરેલ/ભેજાગેપ/ભેજાબાજ/ધુની લોકોએ એક ઉપાય સુચવ્યો હતો..કે..ત્રિકોણામિતિના પાયાના સિધ્ધાંતોનો ઉપયોગ કરીને સિગ્નલ્સને એવા કોણમાં મોકલો કે જેથી એ “આયનોસ્ફિયર” માંના ધ્રુવીકરણને કારણે સોંસરવા ના નિકળે અને પરાવર્તિત થાય પૃથ્વી તરફ અને કોણિય-વેગમાન અને ભુમિતિ અને ત્રિકોણમિતિ વડે એ પોતાના ઉદ્દગમસ્થાન ઉપર જ પાછા ના આવે બલ્કે , પૃથ્વીના કોઇ બિજા ખુણામાં જઈ પડે !!! આ એક ઉપાય વડે…પછીથી સેટેલાઇટ્સ/ઉપગ્રહો સાથેની અપલિંક/ડાઉન લિંક માં જે અનુકુળતાઓ થઈ એ એક અલગ મુદ્દો છે ચર્ચાનો ! પણ પ્રકૃતીની – પ્રકૃતીને તોડ્યા વગર પણ એને જડબેસલાક પરચો આપવો માણાવિય બુધ્ધિમત્તાનો , એ કાબિલેદાદ હતું !

વર્ષો પહેલા માણસજાતે ગળા/સ્વરપેટીમાંથી નિકળતા સ્વરોને એના કુદરતી સાંચા અને ઢાંચા માં જ આલેખિત કરવા ચાહ્યુ..અને એમ કરવું એટલે કે પોતાનું જ પોસ્ટમોર્ટમ કરવું ! એક માણસ ત્યાં પણ આવી ચડ્યો અને એણે એ માનવિય ગળામાંથી નિકળતા અવાજોને પધ્ધતિસર આલેખી લેવાનું , સંસ્કારિત કરવાનું બિડું ઝડપી લિધું..એક રીતે જોઇએ તો એ સ્વયં પ્રકૃતિના ધ્વનીઓ અને માનવિય સ્વરતંત્રની આંટિઘુંટીને એણે સાવ સાદા સિધા નિયમો વળી સાહજિક નિયમોની જેમ સાંકળી લીધાં…અને એમ જાનવરોની જેમ ગમે તે બોલતાં માણસ પાસે પોતાની કહી શકાય એવી અને અનંત સુધી અસર કરી શકતી એક બાબત/આવિષ્કાર મળ્યો – ભાષાનો ! અને ભાષાઓ વડે શું થયું અને થઈ શકે એ પણ તો એક અલગ જ મુદ્દો છે ને ચર્ચાનો!

વર્ષો પહેલા માણસજાતને એ બહુ બિક હતી કે સુક્ષ્મ-સુક્ષ્માતિ જીવો માનવીય શરીઅને ગમે ત્યારે પંગુ બનાવી દેતા હતાં જેનો કોઇ વર્તારો નહોતો મેળવી શકાતો અને એકવાર એ નુકશાની થાય એ પછી એની સારવાર ના તો આયુર્વેદ પાસે હતી કે ના તો કોઇ ડોશીવૈદું હતું એનું કે ના તો કોઇ ભુવા/તાંત્રિકો કે સ્વયં ઇશ્વર/ખુદા એમાં મદદરૂપ થઈ શકે એમ હતાં ! એ કોઇ વાંક વગર આવી પડતી અને મરણ પર્યંત ભોગવવી પડતી શારિરિક પંગુતા ક્યારેક જીવ પણ લઈ લેતી તો ક્યારેક જીવનને બદ થી બદતર કરી નાંખતી…અને એક ધુની/ભેજાગેપ માણસ ત્યાં પણ પહોંચી ગયો હતો…એણે એ સુક્ષ્મ – બ્રહ્માંડના કોઇ ચમત્કાર તરીકે ઓળખાતી માનવીય આંખો વડે જોઇ જ ના શકાય એવા સજીવોને તાબે કરી લીધાં..એમને પોતાની ઇચ્છા અને અનુકુળતા મુજબ બદલી નાંખ્યા..અને એટલા પુરતો એ ભગવાન થઈ જતો હતો..અને..સમસ્ત માણસજાતના કોઇ અમાનુષી ખુન્નસ સાથે એણે જે સજીવો આવી તકલિફો આપતાં હતાં એમને જ…એ તકલિફોના મારણ/ઇલાજ માં તબદિલ કરી નાંખ્યા !

..ફરી એક વિટંબણાં..ફરિ કુદરતની કોઇ જોહુકમી..ફરી મહાન(!) સર્જન માનવ – ની મહાન લાચારીઓ..પછી ફરી એની હાલાકિઓની સદીઓ લાંબી હાલાકીઓ અને…પછી ફરી એક માણસ..કંઈક ધુની..ભેજાગેપ..કંઈક વિદ્રોહી..કંઈક શિસ્તબધ્ધ..કંઈક એલફેલ…અને..અને કુદરતે એના જ સર્જનના હાથે ફરી એક માત ખાધી હતી!

આ એ માણસો હતાં જેમણે ઉટપટાંગ સ્વરોને શાસ્ત્રીય સંગીતમાં રૂપાંતરિત કર્યા હતાં..એમણે જ ગર્ભગૃહી સલામતી છોડીને નવા દેશો / જંગલો શોધ્યા હતાં..જેમણે બેલબોટમ અને બેગી-પેન્ટની ફેશન બનાવી હતી..એમણે જ સ્લિવ લેસ અને બેકલેસ અને “સાધના કટ” ને ઓળખી લીધી હતી..એમણે જ અવાજોને સમય અને સ્થળના સાપેક્ષે શુન્ય સમયનું વરદાન આપ્યું હતું..એમણે જ સાવ લંગર નાંખીને કરાતા વિજ/વિદ્યુત વિતરણને ગ્રીડ લાઇન્સમાં ગોઠવી આપ્યું હતું..જેમણે ગ્રીનહાઉસ અને પોર્ટેબલ તળાવ બનાવ્યા હતાં..જેમણે ધરતીકંપ પછી એના ઝટકાઓને ખમી શકે એવા પદાર્થમાંથી માનવ વસાહતો ખડી કરી હતી..જેમણે ખંજર / ચાકુ / કટાર બનાવ્યા અને તલવાર/ભાલા..અને સામુરાઈના હાથમાં “ખટાના” શોભાવી..આ એ જ લોકો હતાં જેમણે સાત્વિકતાને ધ્યાને રાખી જંગલી / કદાવર જાનવરો સાથે બથ્થંબથ્થી માટે કુસ્તી કળા વિકસાવી જેમાં એક ટિપું લોહી રેડ્યા વગર પણ વિરોધીને મોતને ઘાટ ઉતારી શકાય છે !

…આ એ માણસો હતાં જેમણે સ્થિતિઓને જેમ-ની-તેમ નહોતી સ્વિકારી લીધી ! એ લોકો જેમણે છત્રીસની છાતી હોવાના દાવા નહોતા કર્યા પણ…છત્રીસ પહેલના હિરાને છપ્પન પહેલનો કરી બતાવ્યો હતો ! એ માણસો જેમણે પોતાના હરિફ તરીકે કોઈ માણસને નહી સ્વયં કુદરતને પડકારી હતી એ’ય તે પોતાની દુન્યવી ખામીઓ સાથે ! જેમણે બધાં જ સ્થાપિત અને જડ નિયમોના ભુક્કા કાઢી નાંખ્યા હતાં..જેમણે નિયમો જ નહી બલ્કે માપદંડોના જ માપદંડો ખોટા સાબિત કર્યા હતાં..એ માણસો જેમણે હારવા – જીતવાનું અર્થહીન કરી નાંખ્યુ હતું અને માત્ર લડતાં/મથતાં રહેવાને જ સર્વોચ્ચ સિધ્ધિ બનાવી હતી !

..અને આ બધાં જ માણસો – કોમ્પ્યુટર સાયંસ – શિખ્યા હતાં અને નહોતાં પણ શિખ્યા ! અને તો’ય એ હેકર જ હતાં, પોતપોતાના ક્ષેત્રોના !

હેકિંગ એ એક માનસિક અવસ્થા/એટિટ્યુડ બલ્કે, કોઇનો માંહ્યલો છે ! હેકિંગ..હેકિંગ કલ્ટ…હેકરડોમ..હેકિંગ કલ્ચર..નો અનુરાગ/અનુપાત અને સંબધ માણસ સાથે એટલો જ જુનો છે ..કે જ્યારથી માણસે ભાંગ્યુ તુટ્યું વિચારવાનું શિખ્યું હતું ! એ ખરાબ હોઇ જ ના શકે…ખરાબ હોઇ શકે તમારા ઇરાદાઓ…તમારી દાનત..તમારી માનસિકતા અને જવાબદારી લેવાની તમારી અક્ષમતા !

હેકિંગ ક્યાંય પણ થઈ શકે ચે..ગમે ત્યારે થઈ શકે છે ..પણ..હેકિંગ એક જ જગ્યાએથી શરૂ થાય છે …માણસના મગજમાંથી ! તમે સાચા(સારાં નહી !) છો તો એ સાચું છે..અને તમે ખોટા છો તો એ પણ ખોટું છે !

અને હું કલાકો..દિવસો..અઠવાડિયાઓ સુધી કહી/બોલી/બતાવી/સમજાવી શકું છું આ…ઉઠતાં/બેસતાં/પુશ અપ્સ અને દંડ કરતાં/બાઇક ચલાવતાં..સિગરેટ પિતાં..અને હું થાકિશ નહી..કંટાળિશ નહી..અને અટકિશ નહી…અને/પણ..અહિં આ સ્ટેટસ ઉપર અટકવું પડશે..હાલ પુરતું ! ;)

“સાહિલ નકામો ગણી જેને તજ્યો હતો,
એ શબ્દ ઉઘાડી જોયું તો બ્રહ્માંડો નિકળ્યા….” _?!

..શબ્દોમાં બ્રહ્માંડોને જોઇ શકવાની કુનેહ/કૌશલ્યને જ હેકિંગ કહેવાય છે ! “….પ્રુવ કરું ક્યાં ?!? ” ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: