પુસ્તકો, અનંત, અતાગ !

0

એ બધાંએ બહુ તકલિફો આપી છે..સમજને ગેરસમજ અને અણસમજમાં ફેરવી આપી હતી..એમણે પોતાના જ અસ્તિત્વને ના-માનવાની વાત કરી હતી..એમની આરાધના કરવાની વાતને એમણે જ તો અર્થહિન કહ્યુ હતું..અને પોતાની જ ટિપ્પ્ણીઓ માટે એમણે પોતાના બિજા સ્વરૂપો વિકસાવ્યા હતાં ! એ બેનિયાઝ છે, એ કોઇના ગરજવાન નથી ! એમણે ધ્યેય-સ્થાનની નહિ એના માર્ગની વાતોને મહત્વ આપ્યું હતું, એમણે માણસને મહાન સાબિત કર્યો હતો અને માણસોના હલકાપણાંને ગ્રંથસ્થ પણ કર્યો હતો..એમણે થાકેલા/તુટેલા/નાસિપાસ થયેલા મનુષ્યોને દિશા આપી હતી અને એમણે ડાહ્યા/સમજુ/શાણા માણસોને બહેકી જવાના કારણો પણ આપ્યાં હતાં ! એમણે કામરસને જીવંત કરી આપ્યો હતો અને એમણે સાધના સત્યોને ઉજાગર કરી આપ્યાં હતાં..એમણે ઝંઝાવાતો ઉભા કરી આપ્યાં અને એમણે ચિરકાળ શાંતિના અવકાશો સોંપ્યા હતાં..એમણે વ્યાખ્યાઓને બનાવી હતી…વ્યાખ્યાઓને તોડી હતી અને કેટલિય વ્યાક્યાઓને અ-વ્યાખ્યાયિત કરી બતાવી હતી ! માનવ ઉત્ક્રાંતિના એ એ મુક અને તટસ્થ સાક્ષી હતાં અને માનવ પ્રગતિના ટિકાકાર તરીકે પણ એમણે રંગ રાખ્યો છે ! એમણે સ્ત્રીઓને “..તાડન કે અધિકારી..” – કહિ હતી અને “બાપને મિત્ર સમાન” – ગણ્યો હતો ! એમણે “પિપળાના” નવપલ્લવિત કુમળા પાનને “સ્ત્રીની યોની” સાથે સરખાવી જોયું હતું અને “અક્ષતયોની” ના ગુણગાન ગાયાં હતાં અને એમણે “અક્ષત યોનિપટલ” ની ઘેલછાની નિરર્થકતા સુણાવી હતી ! એમણે “માઇકલ ફેરાડે” અને “દેડકાંના કપાયેલા પગનું શાક” બતાવીને વિદ્યુતનું દ્રષ્ટાંત આપી દિધું હતું અને “આઇઝેક ન્યુટન” અને સફરજન વચ્ચેનો અનુરાગ પણ એમણે જ તો સમજાવ્યો હતો..એમણે “લાર્જ હેડ્રોન કોલાઇડર” ની પુર્વભુમિકા પણ આપી હતી અને એમણે “પાષાણ યુગના” માણસના પુરૂષાર્થના ખોબલે મોઢે વખાણ કર્યા હતાં ..”પરણ્યા પહેલા અને પછી” ની સમજ એ આપી શકતાં હતાં ભુજ-કચ્છની પબ્લિક લાઇબ્રેરીમાં અને ત્યાં જ રસોડામાં અમુક કેમિકલ્સ વડે કેટલી ઘાતક અસરો ઉભી કરી શકાય એ પણ સમજાવી ગયાં હતાં..એમને બધું જ આવડતું હતું…તંબુ બાંધતા..પ્રાથમિક ઉપચારો કરતાં..પાટો બાંધતા..ભાંગેલા/ઉતરી ગયેલા હાડકાને બેસાડતાં..કાર્બોરેટર ખોલતાં અને સ્પાર્ક પ્લગ બદલતાં..અને હાં એમણે…માંડ સાડા ચાર-પાંચ વર્ષના નિખિલ શુક્લ ને પહેલીવાર સ્ટેજ ઉપર “હરણ અને પાતળાં પગ અને રૂપાળા શિંગડા” – ની વાર્તા યાદ કરાવી આપી હતી !

એમનો કોઇ સ્થાપિત/અ-ચલિત/સ્થગિત/ સડી ગયેલો નિયમ નહોતો..કોઇ જડ થયેલા સિધ્ધાં તો નહોતા , બલ્કે એ મુક્ત હતાં,પણ..પછી માણસ જરાક વધારે દોઢ ડાહ્યો થઈ ગયો ! એણે પોતાની માનસિકતા જેવા જ – ત્રિજા-દરજ્જાના – ના ઉટપટાંગ નિયમો બનાવ્યા..એને વળી જડ પણ કરી લિધાં અને..અને મહાસમુદ્રની વિશાળતાને ખાબોચિયામાં કૈદ કરીને કોઇક અગમ્ય અનુરાગથી ખુશ થવા માંડ્યું !! ..અને એ જ અનુરાગથી વળી એ “પુસ્તક દિવસ” પણ ઉજવશે!

જે લોકો પુસ્તકોમાં છપાતી/બોલાતી/સંભળાતી/સમજાતી અને જેમાં સપના આવે છે એ ભાષામાં કોઇપણ પ્રકારનું નાવિન્ય અને નવનિત ના સ્વિકારી/પચાવી શકે..જે લોકો ભાષાઓના આધારે/સહારે પોતાનું ગુજરાન અને અહમ સંતોષી લે છે..જે લોકો ભાષા વડે ક્રાંતિ અને નવસર્જનની ગુલબાંગો હાંકે છે અને…અને બે-કોડિના/અજાણ્યા સામયિકો ના બે કોડિના તંત્રીઓ આગળ પોતાની બે-કોડીની કવિતાઓ અને લખાણો માટે ઉંધા પડીને જખ મારે અને મરાવે છે..જે લોકો ભાષાને માતૃભાષા તરીકે ચાહતા નથી પણ , લાયકાતના અભાવે વટાવી જાણે છે..જેમને સાદા સિધાં ગુજરાતી શબ્દો પણ “ભગવદસિંહજી” ની મળેલી ઓનલાઇન ભીખ આગળ ઉંધા પડીને જ સમજાય છે..એ લોકો પુસ્તક દિવસ ઉજવશે !

છોડો હવે..માત્ર ક-ખ-ગ-ઘ , લખતાં-બોલતાં આવડી જાય એને “અક્ષરગ્નાન” કહેવાય માત્ર, _સાક્ષર_ નહી ! અને મારી વાતો સાક્ષરોને ધ્યાનમાં રાખીને જ હું કહું છું..નિરક્ષરો/ભોટ/અભણો માટે નહી ! જેમ અરણ્ય-રૂદન હોય છે ને, એમ જ અરણ્ય-ઉત્સાહ પણ હોય છે, જે તમારી જાણ સારું ! ..અને એ ઉત્સાહે ભાષાની નવપલ્લવિત કુંપળો અને સમુદ્રની લહેરો ..નાજુક/નમણી/મિઠી/ખાટી/તીખી ..મારમાર..ધોધમાર..મુશળધાર જેવા અસંખ્ય વિશેષણો અને પ્રકૃતિમાં અદ્રશ્ય થઈ જવાનું ચે, બલ્કે..એની અવગણના/અવહેલના થવાની છે , અને એની એક તામસિક/શૈતાનિક મઝા આવશે !

ભાષાઓને ખિલવાનું/વિકસવાનું એક અક્સિર માધ્યમ છે પુસ્તકો ! અને જેટલા માણસો એટલા જ પરિવર્તનો/શેડ્સ/રંગ હોવા જોઇએ એક આદર્શ ભાષામાં.
જે વ્યક્તિ ભાષાને એના તમામ સ્વરૂપોમાં અને પરિવર્તનોમાં માન નથી આપી શકતો…એને સ્વિકારી નથી શકતો..એને કોઇ હક નથી , પુસ્તક દિન નિમિતે નકામી હાય-વોય કરવાનો ! ભાષાઓ સાક્ષરો માટે હોય છે..માત્ર અક્ષરગ્નાન પામેલા પુતળાઓ માટે નહી !

“ભુલાતિ પ્રેમ મસ્તીની કહાણી લઈને આવ્યો છું,
’કલાપિ’ બાલની અંતિમ નિશાની , લઈને આવ્યો છું,

કદિ ગઝલો’ય સાંભળાવી ઘટે સાહિત્ય-સ્વામિઓ,
નહિ માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું…” ..

..મને આ “સાહિત્ય સ્વામીઓ” – વાળો કટાક્ષ બહુ પહેલેથી ગમ્યો છે, અને આ “મનહર ઉધાસ” ના ગળામાંથી આવે ત્યારે વળી ઔર મધુર લાગે છે !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: