અનુપ જલોટા – ગઝલ

0

“મેરે સાથ તુમ ભી દુઆ કરો કી..કિસિકે હક મેં બુરા ન હો,
કહિં ઓર હો ના યે હાદસા..કોઇ રાસ્તે મેં જુદા ન હો,

વો ફરિશ્તે આપ તલાશિયે કહાનિઓકી કિતાબ મેં,
જો બુરા કહે ના બુરા સુને, કોઇ શખ્શ જીનસે ખફા ન હો..”

..વર્ષો પહેલા “ઇ-ટિવી ઉર્દુ” ના કોઇ પ્રોગ્રામમાં “અનુપ જલોટા” ના અવાજમાં સાંભળેલી ગઝલ ! ભજનોના આલાપ વડે જે ગળું વસુકી(!) જવું જોઇતું હતું એ ગળામાંથી આવા કૈફદાર રિધમ/રાગ/આલાપ માં આ સંભળાઈ જવાય એ પોતે જ એક જલસો છે ! અને સાથે સાથે બિજી એક ગઝલ , એમની જ ગાયેલી…મારી આદત મુજબ જે ગઝલ ગમી જાય એ, એ જ વખતે , એ જ સ્વરાંકન અને આલાપમાં યાદ રહિ જાય ! તો એ બિજી ગઝલ પણ અમ્સ્તાં જ યાદ રહિ ગઈ..અને બિજી એક આદત મુજબ એને ગાવાની ! નાના હતાં ત્યારે કેમ્પફાયર માં દેશભક્તિ ગીતો ગાઈને ઇનામો મળતાં..પછી જીવન રસ્તાઓ અને ખાનાબદૌશીના અઘોરક્ષેત્રમાં આવી ગયું ત્યારે..એકલા એકલા ગાઈ લેવું એ એક જાહોજલાલી છે ! જેં ઘાંટા સાથે હું પરેડ કરાવતો હતો અને સેલ્યુટ આપતો અને લેતો હતો..એજ ગળામાંથી ગઝલો ગાઈ શકતો હતો એ વાતનું અજે બહુ અચરજ થાય છે..અને એ વિસ્મિત-ભાવ વડે હું..કોઇ નવજાત શિશુની જેમ શુન્યાવકાશમાં તાકી રહું છું..અલબત્ત,ધુમ્રસેરની આરપાર!

“કિસિકો ક્યા જો કદમો મે હમિને-બંદગી રખદી,
હમારી ચિઝ થી હમને જહાં ચાહિ રખ દી,

જો દિલ માંગા તો બોલે કી, યાદ કરને દો,
જરા સી ચિઝ થી, ખુદા જાને હમને કહાં રખ દી…”

…આટલું ગાઈને / શરૂઆત કરીને પછી એ “ગુલશન કુમાર” અને “અનુરાધા પૌંડવાલ” જોડે કટ્ટર હરિફાઇમાં ઉતરતું ગળું..કોઇ અદમ્ય અનુરાગથી ગાય છે..

“ચમન સે કૌન ચલા યે ખામોશિયાં દેકર,
કલિ કલિ તડપ ઉઠ્ઠી સિસકિયાં લેકર,

તમાશા દેખ રહે થે જો ડુબને કા મેરા,
મેરી તલાશમેં નિકલે હે, કશ્તિયાં લેકર,

કફન ના મેરા હટાઓ ઝમાના દેખ ના લે,
મેં સો રહા હું, તુમ્હારી નિશાનિયાં લેકર,

જો રાતદીન મેરે મરને કી કર રહે થે દુઆ,
વો રો રહેં હે, જનાઝે પે હિચકિયાં લેકર…

ચમન સે કૌન ચલા યે ખામોશિયાં દેકર…….”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: