રોય – ફિલ્મ – પાત્ર !

0

થોડા સમય પહેલા એક સ્ત્રી-મિત્ર એ કહ્યું હતું કે – ” તમે “રોય” ફિલ્મ જોઇ ?! જોઇ જુઓ , તમને ગમશે. અમે જોઇને આવ્યા..એ તમારા જેવો જ લાગે છે..સિગરેટ બહુ પિવે,કોઇને ગણકારે નહિ એવો વગેરે જેવું..તો તમને કહ્યું.. ”

મેં આજે “રોય” પિક્ચર જોયુ ! એ મિત્ર સાચા હતાં ! એમાં અર્જુન રામપાલ જેમ કામ કરે છે એની સાથે લગભગ(!) ૧૦૦% સિમિલારિટી છે મારા કામ કરવાની રીતમાં !!!

બાજુમાં ફોન પડ્યો હોય છે..સિગરેટનું પેકેટ અથવા છુટ્ટી મુકેલી હોય છે..વળી ચાર્જર પણ અવેઇલેબલ હોય છે…નજીકમાં બિજી કોઇ નકામી લપ જેવી વસ્તુઓ નથી હોતી..પાણી પિવા માટેની બોટલ ભરેલી હોય છે…માથા ઉપર સિલિંગમાં લાઇટ ચાલુ હોય છે..ટેબલ ઉપર કામની વસ્તુઓ સિવાયની કોઇ જ વસ્તુ નથી હોતી..નજર સામે જ દિવાલ ઉપર વિક્રમ સંવત અને તિથી બતાવતું કેલેન્ડર અને ઘડીયાળ હોય છે..એક અથવા બે નાની-મોટી ચબરખી હોય છે જેમાં મેં અમુક આઇડિયાઝ અથવા રિક્વારમેન્ટ એનાલિસિસના મુદ્દાઓ લખી રાખ્યા હોય છે(!)..બાજુમાં ટિ.વી. ચાલુ હોય છે જે જોવાય છે અથવા મોટાભાગે બેધ્યાન રહેવાય છે..કોઇ હિસ્ટરી/ડિસ્કવરી/નેટજીઓ અથવા ઇંગ્લિશ મુવી ચાલતી હોય છે..અથવા કોમ્પ્યુટરમાં બેકગ્રાઉન્ડમાં કોઇ આલાતરિન ગઝલ ચાલતી હોય છે..

ઘણીવાર ઘણાં પ્રોજેક્ટનું ૬૫/૭૦/૮૦ ટકા કામ મેં સાંજથી વહેલી સવાર સુધીમાં પતાવી દીધું છે..એક જ બેઠકે ! ;) … ?! કદાચ એટલે જ મારી પાસે – મારા ક્લાયંટ્સ એવા હોય છે જે બિજી દશ જગ્યાએથી નિરાશ થઈને આવ્યા હોય છે ! કદાચ એટલે જ મારો પડતો બોલ ઝિલાતો હશે કેમકે..હું એ કરી બતાવું છું જે બિજાઓ વિચારી નથી શકતા ! કોર્પોરેટમાં જોબ કરી થોડો સમય ત્યારે પણ મેં એ કર્યુ હતું જે , જે તે ક્ષેત્રના બિજા નિષ્ણાતો નહોતા કરિ શક્યા..અને જેના માટે મેં કોઇ સેલેરિ-હાઇક નહોતો માંગ્યો ! હું એરોગન્સી માટે બદનામ થયો પણ..ઇન-કમ્પિટન્ટ્સીનો કોઇ આરોપ નથી મુકાયો મારી ઉપર..ઘણીવાર અમુદ સહ્ર્દયી ક્લાયંન્ટ્સ અને કલિગ્સની સાથે ઝગડી પડ્યો છું પણ..અંતે મારા કામે નવા સિમાચિહ્નો સ્થાપ્યા છે..ત્યારે સાથે બેસીને આનંદ માણ્યો છે..ક્યારેક પોતાના કામને સમર્પિત થવાના કારણે અમુક સંબધો બગડયાં છે..ક્યાંક વણજોઇતા હરિફો અને દુશ્મનો ઉભા કર્યા ચે…ક્યાંક કામ પ્રત્યેની નૈતિકતા અને સમર્પિતતા ના કારણે લોકો ધમકી આપી ગયા છે…અમુક ટપ્પોરીઓએ વળી બેનામી ફોન કરીને બિવડાવવા પ્રયત્ન કર્યો છે..લોકો છુટ્યા..સંબધો છુટ્યાં..વળગણો અને આદતો છુટી…પણ…થાકીને સુઇ જવાની મઝા આવી છે..એક સંતોષ મળ્યો છે કામ કરતાં રહેવાનો..જીવન જે સંજોગો અને રોલરકોસ્ટરમાંથી પસાર થયું છે એ જોતા મારે ક્યારનાય પાગલ થઈ જવાનું હતું..મારા હ્રદયએ ક્યારનું ઓવરફ્લો થઈને ફાટીતુટી જવાનું હતું..માનસિક સંતુલને ચસકી જવાનું હતું..પણ..કામના કારણે , વ્યસ્ત રહ્યા કરવાના કારણે કદાચ હજુ સુધી બચી ગયો છું ! ;)

જે સંજોગો અને પરિસ્થિતોમાંથી હું પસાર થયો છું અને જીવું છું એ સ્વપ્નસમી છે..પણ એમાં આલ્કોહોલિક થવાની પુરી શક્યતાઓ છે..અને જો આલ્કોહોલિક ના થવુ હોય તો…વર્કોહોલિક થવું જરૂરી છે ! આમપણ,ધુની થઈને કામ કરવું મને ગમે છે ! જ્યાં સમષ્ટી સાથે એકરૂપ થઈ જવાય છે આપોઆપ ! જે માણસ પોતાના કામમાં ગાંડાની જેમ એકધાર્યું કામ કરી શકે છે, એમાં ગળાડુબ થઈ શકે છે, એને ધ્યાન કરવાની જરૂર નથી પડતી !

તમે અમુક મહિનાઓ સખત અને સતત કામ કરીને બિમાર પડ્યા છો ?! હું પડ્યો છું ! .. તમને કોઇ મિત્ર ડોક્ટરે એમ સલાહ આપી છે કે..- “એક-બે વ્હિસ્કીના પેગ તને અસર જ નહિ કરે..તારે રાત્રે બે-ચાર પેગ મારી લેવા જોઇએ..તુ ઉંઘી જાય એટલે બસ !..” – ? મને આપી છે ! તમે એટલા વ્યસ્ત અને મગ્ન રહી શકો છો કે…લગભગ રોજ તમારે જમવાનો સમય સાચવવા માટે પણ સેલફોનમાં એલારમ મુકવા પડે ?..મારે રાખવા પડ્યા છે ! અને…

ખૈર, બડાઇઓ આગળ ચાલે એ પહેલા એટલું જ કહેવાની ઇચ્છા છે કે…મને કામ કરવું-કરતાં રહેવું ગમે છે ! અલબત્ત, ટિપિકલ દુનિયાદાર રિતરસમોથી ના બંધાઈને ! જોકે મને એ ફિલ્મ કોઇ હોલિવુડની ફિલ્મની જરાક સાફ-સ્વચ્છ કોપિ જેવી લાગી પણ એ પેલા બબુચકો-રિવ્યુઅર્સનું કામ છે..પણ મને મારા જેવા – મળતા આવતાં કેરેક્ટરને જોવું ગમ્યું ! ;) :D

જ્યાં કોઇ મને ઓળખતું ના હોય..કોઇ ખોટેખોટા દિલાસા કે દુઃખ વ્યક્ત કરવા ના આવે..કોઇ નકામા આંસું ના સારે..એવી કોઇ જગ્યાએ…કિબોર્ડ ઉપર કે બાઇકની પેટ્રોલ ટેંક ઉપર કે કોઇ અવાવરું/ઉજ્જડ/વેરાન વગડા માં કે કોઇ અનામી માઇલસ્ટોનના પથ્થર ઉપર માથુ ટેકવીને…અને જો બાઇકનો ટેકો લેવા મળી જાય અને લેપતોપની બેગ જેમાં એકાદ બુક અને લેપટોપ હોય.. એને બંને હાથોમાં કોઇ નાના બાળકની જેમ વળગીને..મરી જવું મને વધારે પસંદ પડશે..જ્યાં મૃતદેહ એની મેળે ખલાસ થઈ જાય..ખવાઈ/ચવાઇ જાય..અંતે વિલિન થઈ જાય..પંચમહાભુતમાં વિલિન થઈ જવાનો એનાથી વધારે સારો ઉકેલ શુ હોઇ શકશે ?! એક નિર્દોષ/નિષ્કલંક મૃત્યુ પણ એક ઉપલબ્ધી હોય છે જીવનની !

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: