કુદરત પ્લેટોનિક કે વાસનાયુક્ત ?!

0

..પણ આ અનુરાગ જતો નથી, એ ઘટતો નથી, એ માત્ર વધે છે ! ફુલોના હોવાનો..કુદરતની હાજરીનો, એના નવપલ્લવિત થવાના ચમત્કારનો, એના રંગો/ખુશ્બુ/હવા/લહેરખી અને વાવાઝોડાં..એના પથ્થરો/કાંટાઓ/ધુળ અને ઢેફાં અને..ઝેરી સરિસૃપો અને જીવજંતુઓ અને મને બહુ ગમતા વિંછીઓ ! એમની સ્વ-બચાવની કુદરતી ખાસિયતો/વર્તન અને કુદરતે એમને આપેલી કોઇ સુપર-હ્યુમન જેવી લાયકાતો..એમના ડંખ/અવાજો/ગર્જનાઓ/સુસવાટાં..એનો ચામડી દઝાડતો અને સન-સ્ટ્રોક લગાડી આપતો તાપ જે ક્યારેક સુર્યની સપાટી પરથી ફેંકાતા “કોરોના” નો સાક્ષાત્કાર કરાવી આપે છે..માઇનસ એબ્સોલ્યુટ ટેમ્પરેચરનો ત્યારે અનુભવ થઈ જાય છે જ્યારે શિયાળાની અડધી રાત્રે મેં હાથપગ અને મોં ધોયા છે ! મેં આ વસુધા – ગ્રહની શરૂઆતની જળબંબાકાર સ્થિતિઓને અનુભવી છે જ્યારે આખી રાત કોઇ એક અજાણ્યા હાઇવે ઉપરના ગરનાળા આગળ વરસતા વરસાદના કારણે રસ્તો બંધ હતો અને આસપાસ પાણી હોવા છતાં આખી રાત કંઈપણ ખાધા-પિધા વિના ગુજારી હતી અને વહેલી સવારે કમર સરિખા પાણીમાંથી _ધી પલ્સાર ..ડેફિનેટલી મેલ_ લઈને આરપાર નિકળ્યો હતો અને એજ દિવસે આખો દિવસ ભારતના અમુક જાણિતા ટેકનોક્રેટ સાથે મેં મસલતો કરી હતી.. વોટ અ કોન્ટ્રાસ ?!?!?! ;) ..સિગરેટના ધુમાડો ત્યારે જ વધારે સ્વપ્નિલ થાય ચે જ્યારે એ કુદરતના સાંનિધ્યમાં હોય છે..ત્યારે જ તરસ પુરેપુરી છિપાય છે જ્યારે બળબળતા તાપમાં એ કોઇ અજાણ્યા ગામડાના ખેતરમાં પાણી મુકવામાં આવતું હોય અને તમે ખોબા માંથી એ પિઓ છો..એ કેરી વધારે ખાટી લાગી હતી જેને મેં ઓફિસરના દરજ્જાએ રહિને પણ બુટ પહેરીને ઝાડ પર ચડીને હળવે હાથથી તોડી હતી અને …લેપતોપની બેગમઆં રહેલા સ્વિસ-આર્મી-નાઇફ થી કાપીને , નજીક્ની ગામડઈયા હોટલ (!) પરથી માંગેલા (શબ્દષઃ !) મિઠું-મરચું ભભરાવીને ખાધી હતી…એ ચ્હા નો ટેસ્ટ બહુ યાદ રહે છે..જેમાં ગાય-ભેંસ નું નહિ પણ કોઇ બિજા જ જાનવરના દુધ વડે બની હતી…અને…બ્લેક કોફિ તો ઠીક છે, સમજ્યા મારા ભૈ.. પણ , “મહિસાગર નદી” ના કિનારે અવાવરું જંગલી ગામોમાં એક ગરિબિ રેખા નિચે જીવતા માણસે જ્યારે દુધ વગરનો “કાવો” બનાવીને ધર્યો હતો…એનો રંગ બહુ ઘેરો હતો ! કંતાનની ચાર દિવાલો વચ્ચે “અજાણ્યા આગંતુકો” ની મહેમાનગતી માટે એ આદિવાસી ગામડામાં થયેલી ભાગાભાગ..ઉફ્ફ..બહુ ચટરપટર કરતાં નિખિલ શુક્લ અને એક મિત્ર , અમે બંને નિઃશબ્દ હતાં ! ભારતની બે અલગ અલગ પ્રતિષ્ઠિત જગ્યાઓએ નાની ઉંમરે મોટો હોદ્દો શોભવતાં અમે બંને મિત્રો બહુ નાનું નાનું અનુભવી રહ્યા હતાં , અને નતમસ્તક હોવા સિવાય કોઇ ઉપાય પણ ક્યાં હતો ! પણ એ “કાવો” આગળ મારી બનાવેલી બ્લેક કોફિ બહુ ફિક્કી હતી અને આતિથ્ય સત્કારનું એ ધોરણ એ સિવાય ક્યાંય જોયું નથી ! પાછાં વળતાં અમુક કિલોમિટર સુધી અમે બંને મિત્રો લગભગ મૌન રહ્યા હતાં એ પ્રભાવ હતો. એ જંગલી કુતરા અને નિલગાય અને “અરડુસી” અને “ખાંટા મોટા બોર” અને “કેસુડા” અને “ખાખરા” ના એ અડાબિડ જંગલો હતાં..કુદરત..કુદરત…અને કુદરતે એક દિવસે મને બહુ નાની ઉંમરએ બાઇક ચલાવતા શીખવી દિધું હતું..એણે બાલમંદિરની ઉંમરે જ વાંચતા-લખતાં શીખવી દિહું હતું..એણે એક દિવસે ઇન્સાસ રાયફલથી ફાયરિંગ શિખવાડી દિધું..એણે એ જ કુદરતે એક દિવસે…મને કોમ્પ્યુટર તરફ આંગળી ચીંધી આપી હતી !

હવા/પાના/લિલા અને સુકાયેલા અવશેષો/મુળિયાં/માટી/કાંટા/ફાફડાથોર અને બાવળ અને વડ અને પિપળો અને ગુલમહોર અને લિમડો અને વડ અને વડવાઇઓ અને ખજુરી અને નાળિયેરી અને ડામર/ધુમાડો/તાપણું/લાકડાં/તળખલાં/ગઝલો આબિદાના અવાજમાં અને બેગમ અખ્તરની ખરાજ અને અરન્નુમ અને આલાપ…અનુ મલિકનું એક બહુ જુનુ જાતે ગાયેલું એક રોમેંટિક ગીત અને સોનુ નિગમનો ચહેરો અને કાજલ ની આંખો..અને ચંદ્રકાંત બક્ષીના નિબંધો/લખાણો અને ચે ગુવેરાની મોટર સાયકલ ડાયરિઝ અને …

સાલિ એક જ જિંદગીમાં આટલી બધી જાહોજલાલીઓ આપીને કુદરતે કદાચ ચોર્યાસી લાખ જ્ન્મોમાં કરેલા બધાં પુણ્યોનો બદલો આપ્યો લાગે છે ! અને હજુ મરતાં પહેલાં તો કંઈક યાદગીરીઓ/અનુભવો/સ્મરણો આપી દેશે , એ વિચારે માર રૂંવાડા ઉભા થઈ જાય છે !

બાઈકિંગ..રખડવું..વાંચવું..કામ કર્યા કરવું..કોમ્પ્યુટર અને ખાસ તો..આ બધાંની જન્મદાત્રી કુદરત ! હું કુદરતના પ્રેમમાં છું કદાચ , એ પ્લેટોનિક છે કે વાસનાયુક્ત એ ખબર નથી !

“જા કરિ દઊં માફ તારા સૌ ગુના,
શેરીનો પેલો લિમડો ના કાપજે..” _!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: