સ્વતંત્રતા – સ્વચ્છંદતા અલગ છે !

0

“..આજ ખુશ તો બહૌત હોગે તુમ**…” !!!

**તુમ = જેમણે ખરા અર્થમાં બુધ્ધિને પગની પાનીમાં સંતાડી રાખી છે અને…શબ્દોને શબ્દષઃ જોઇને શબ્દાર્થને નહિ સમજવાને જે મોર્ડનિટી સમજે છે એ બધી જ “બૈરીઓ/છોકરીઓ” ! ;) :D

“સપનાના જળ સખા(ખી) જોવાના હોય, એને હોઠ માંડીને પિવાય નહિ,
જીવનના જળ સખા(ખી) પિવાના હોય , એને સપનાના રણમાં ઢોળાય નહિ..” __!

..દિપિકા બેબીની વાતને તમે ખોટા અર્થમાં લઈ રહ્યા છો…હે ગમાર સ્ત્રી/પુરૂષો ! એ વ્યક્તિ-સ્વાતંત્ર્યની વાત હોઇ શકે છે, વ્યભિચારની નહિ ! અને….સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક હોય છે !

હું ગમે ત્યાં સિગરેટ પિ લઊ એ મારી સ્વતંત્રતા છે લોકતાંત્રિક દેશ અને સમાજમાં પણ…ક્યારેય કોઇને કનડગત થાય એમ નથી પિ લેતો..એ મારી સ્વતંત્રતાની કિંમત છે !!

“પોલિગેમી / ફ્રિ સેક્સ / ફક બડીઝ / વન નાઇટ સ્ટેન્ડ ” વગેરેને એના એજ અર્થમાં સ્વિકારવાની તૈયારી હોય તો જ “દિપિકા” ની વાત કે બિજા કોઇની પણ આવી વાત ધ્યાને લેવાની ! અને જો એમ ના હોય તો…પડી રહેવાનું…જ્યાં છો ત્યાં જ..પતિ/બોયફ્રેંડ/ભાઈ/પપ્પાથી છુપાઈ છુપાઈને ઓનલાઇન આવવાનું…સ્ત્રી ઉત્થાન અને સમોવડી વગેરેની વાતો કરવાની પણ એક નાની અમથી વસ્તુ માટે પણ ઘરમાં હાથ ફેલાવી લેવાનો…ફેંકાફેંક કરવાની મોટી મોટી વાતોની અને રસોડા અને ડ્રોઇંગરૂમમાં સડતા રહેવાનું…ઓનલાઇન આવવાનું અને ગુલબાંગો હાંકવાની, દિપિકાને અને એના જેવા વ્યક્તિઓ/વાક્યોને સમર્થન આપવાનું..અલબત્ત સમાજમાં કોઇને ખબર ના પડે એમ !…અને બૈરાંની જાત – ના શબ્દપ્રયોગો વડે બિચારી બિચારી થયા કરવાનું ! ;)

જોકે..દિપિકા કે સ્ત્રીઓ એ નિમિત્ત માત્ર છે…આ બધું એ પુરૂષોને પણ લાગુ પડે છે જે….પોતાની ગર્લફ્રેંડ/પત્નિ/બહેન ના મેસેજીશ જોતાં હોય છે છુપાઈને..વાતવાતમાં ઘરની સ્ત્રીઓ માટેની આચારસંહિંતાઓ ઘડી લેતા હોય છે અને પોતે લુખ્ખાઓના સરદારો હોતા હોય છે ! .. ;)

.. શોષણ મુક્ત સમાજ નવરચના – નું એક સ્વપ્ન હતું અમુક દશકાઓ પહેલા..અને હવે મને લાગે છે કે…”સમજદાર સમાજ નવરચના” નું પણ એક સ્વપ્ન હોવું જોઇએ !!

અરે યાર તેલ જુઓ તેલની ધાર જુઓ !! ખબર કંઈ પડે નહિ અને તમે હાલિ નિકળ્યા છો…સમર્થન આપવા / વિરોધ કરવા / મંતવ્યો આપવા / વાણી સ્વાતંત્ર્યને અજમાવવા !

જુમ્મા જુમ્મા ચાર દિવસથી તમે પેન્ટ પહેરતાં થયાં છો…હજુ હમણાં સુધી મમ્મી તમને ટોકતી હતી..બ્રા નહિ પહેરવા માટે..હજુ તો ચહેરા ઉપરથી ખિલના ડાઘા/ખાડા ગયા નથી..હજુ તમને લોકોને જાતે દાઢી કરતાં આવડતું નથી અને સ્ટે-ફ્રી તો હજુ હમણાં તમે જાણ્યું બાકી હમણાં સુધી તમે જુના ગાભા/ઓશિકાના કવરને વાપરતાં હતાં દરેક મહિને.. વગેરે…

..તો તમે એમ તો કેટલા સમજદાર થઈ ગયાં કે જે કહો છો એ સાચું જ હોય છે ? એ એમ જ હોય છે ?! ..હજુ બાકી છે તમારે સમજવાનું !

હેકિંગમાં એક વાક્ય છે..જે મને બહુ ગમે છે… “જેટલું તમે સાંભળાશો ..એટલું તમે વધુ જાણશો” ! તમારો હાલનો તબક્કો ગ્નાન ભેગું કરવાનો છે..ચુકાદાઓ આપવાનો નહી !

નિકળી જ પડ્યા છે..સાલી/લા ..કુંવારા અને કુંવારીઓ અને પરણેલાઓ પણ ખરાં ! ગમે તેની જોડે સેક્સ કરો તો જ તમે મુક્ત ! તમારા પાર્ટનરને તમારા એક્સ્ટ્રા મેરીટલ અફેઇર્સથી વાંધો હોય તો એ પાર્ટનર મુર્ખ/ગામડિયા છે !… પોલિગેમી ને આ વિકૃત લોકો મુક્તતામાં ખપાવી દેવા માંગે છે..અન-સેફ સેક્સને એ લોકો લાઇફનું ધ્યેય માની લે છે ..રસ્તે રખડતા કોઇની પણ સાથે કોઇ પણ ખુણામાં જઈને કંઇપણ હોટ-હોટ કરી લેવાને ..એ વ્યભિચાર નથી ગણતા પણ મિત્રતા ગણી લેવું છે !

અને/પણ..નિખિલ શુક્લ એમ માને છે કે..આ બધું જ કરી શકાય જો તમારામાં ત્રેવડ હોય એને એના વાસ્તવિક સ્વરૂપમાં સ્વિકારવાની અને એના પરિણામો ભોગવવાની ! પણ એને સ્વતંત્રતા / મુક્તિ જેવા નામો વડે વટાવવાનું નહિ !

બસ… “..સિધી સી બાત ના મિર્ચ મસાલા..કહે કે રહેગા કહેનેવાલા….દિલકા હાલ સુને દિલવાલા..” ! ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: