જવાની ની મુગ્ધાવસ્થા !!

0

..મુગ્ધાવસ્થા એ તબક્કો જીવનનો , બલ્કે તબક્કો આખી દુનિયાનો..પોતાનિ આંખો વડે મપાયેલી/અંકાયેલી દુનિયા !
કદાચ આ એક જ તબક્કો એવો છે જેનું આવવું નથી ગમતું..પણ એનું હોવું ગમે છે…એનું જવું નથી ગમતું..પણ એની યાદો ગમે છે…અને એની યાદો…એ ગમે છે અને નથી પણ ગમતી..એને ફરી પામવાની ઇચ્છા તો છે પણ નથી પામવું …અને નથી જોઈતું પણ એનું હોવાપણું ગમે છે…એનું હોવું , ના હોવું..ગમવું , ના ગમવું..છે અને નથી , જોઇએ છે અને નથી જોઇતું..!

..જે આખિ જિંદગી મંત્રમુગ્ધ કરતું રહે એ લક્ષણ જ મુગ્ધાવસ્થા ! ;)

સ્કુલની એક છોકરી આજે મમ્મી બનિ ગઈ…એ ગમે છે અને નથી ગમતું ..એ કોઇ પ્રેમિકા તો નહોતિ..એ નજિકની દોસ્ત નહોતી..અરે..એની સાથે ક્યારેય વાત પણ નથી કરી..અને છતાંય..એનું મમ્મી બનવું ખટકે છે ! પેલો પુરૂષ..એની સાથે એનો હાથ પકડીને ઉભેલી પેલી સ્ત્રી….અને એક ખટકો…..એ જ્યારે છોકરો હતો એ સરસ હતો….એનું પુરૂષ માં રૂપાંતરીત થવું…ખટકે છે..કોણ હતો એ ? કોઇ નહિ !! , અને તો’ય નથી ગમતું !!

હવે સ્કુલ જરા વધારે રંગિન લાગે છે…સ્કુટી/સાઈકલ ચલાવીને જતાં છોકરા/છોકરીઓ/તરૂણો/તરૂણિઓ….કેમ અચાનક સુંદર લાગવા માંડે છે ?! , સ્કુલમાં જવાનો તબક્કો હવે પસાર થઈ ગયો છે..પણ હવે સ્કુલમાં જવાનું ગમે છે !,એ પાતળા/નરમ/નાજુક/સુંવાળા ચહેરા/શરિરો ની એક અદ્રશ્ય ઉર્જા હવે અનુભવાય છે…એના સ્પંદનો એના “ઓરા/આભામંડળ” ને આજુબાજુ ફેલાયેલું અનુભવી શકાય છે , એ મજા આપે છે…વહેલી સવારે “..ભણતરના શ્રમ લઈ રહિ…” – રહેલા એ શરિઓ/ચહેરાઓ સવારને પણ આહલાદક બનાવી નાંખે છે….

..અને, હવે….ઓગણત્રીસ-ત્રીસ વર્ષની આપણી ઉંમરે..ક્યારેક કોઇ મજાનો ચહેરો માસુમિયતથી બોલી/કહિ નાંખે છે…શું ? , -અંકલ…!!! , ને ત્યારે સાલું…હસવું આવે !! ;) ;)

..ઉંમરનો આ હાલનો પડાવ નથી ગમતો ? – ગમે છે ને!
..પેલી મુધાવસ્થા પાછી જોઇએ છે ? – હાં, જોઇએ છે !

…આ બે વિરોધાભાસ પણ એક મુગ્ધાવસ્થા જ તો છે ! ગઈકાલની એક મિઠી-મુંઝવણ આજની એક મિઠી-મુંઝવણની ખબર-અંતર પુછે ત્યારે..એકસામટું ઘણુંબધું…ગમી જાય અને ના ગમી જાય છે !!! અને એની વળી એક ઔર મુંઝવણ, અલબત્ત મિઠ્ઠી-મિઠ્ઠી !!

..અને ખબર નહિ કેમ એક ઇર્ષ્યા ક્યાંક થયા કરે..કંઈક છુટી ગયાનો અહેસાસ થયાં કરે…મનભરીને માણ્યા છતાંય કંઈક રહિ ગયાનો ભાવ લાગ્યા કરે એને , એ સંવેદનાને કે માનવિય ભાવને વ્યક્ત કરવા માટે એને દર્શાવવા માટે એ લાગણિઓને જાહેર થઈ જવા દેવા માટે….ચહેરાની માંસપેશીઓ..ઓછી પડી જાય !! અને ત્યારે સમજાય કે ભરતનાટ્યમ કે કથકલી માં કેમ ચહેરાના ના હાવભાવ આવા હોય છે કે કેમ હોય છે ? માત્ર ચહેરા વડે એની રેખાઓની અગણિત પેર્ટન વડે બયાન-એ-ઝિંદગી ને અભિવ્યક્ત થતી જોઇ શકાય….એ ચેનચાળા જેવી લાગતી મુખમુદ્રાઓ હવે અચાનક ઉકેલાતી જાય..અને અચાનક..અચાનક…સ્કુલી દિવસોમાં કોઇ છોકરીના, કોઇ મસ્તિખોર છોકરાના એક રહસ્યમય ઈશારાને/હાવભાવને/સહજ સંકેતોને….. તમે છેક આજે ડિકોડ કરી શકો….અને…પછી ચેન પડી શકવું મુશ્કેલ થઈ જાય….બધીજ રંગિનિઓ જીવનની અકળાવી નાંખે અને….

અબ છલકતે હુએ સાગર નહિ દેખે જાતે,
તૌબા કિ બાદ યે મંજર નહિ દેખે જાતે,

શૈશવકાળ તારામંડલ જેવો હોય છે…શાંત/સરળ/પ્રજ્વલિત/રમતિયાળ એ બધાં અબાલ-વૃધ્ધોને ગમતો હોય અને પણ ટુંકો હોય અને એની મજા તો ખૈર…ભગવાનને આ પાપ-લોકમાં જન્મ લેવા મજબુર કરી નાંખે એવી હોય..પણ…પણ….જવાની..નવીસવી જવાની..જવાનીનો આરંભકાળ….સુતળી-બોંબનો ધડાકો નથી હોતો…એ પેલા તડતડિયા/ફટાકડિઓ જેવો હોય છે…એ વિતાડે છે, હેરાન કરે છે, નવાઇઓ લગાડે છે…શબ્દોના અર્થો-અનર્થો-પ્રતિઅર્થો શોધી કાઢે છે..અને એ કર્કશ હોય છે, પણ એના વગર જીવનની દિવાળી અધુરી રહે છે. અને બાય ધ વે..આ એજ તબક્કો છે જ્યાં સુતળીબોંબ ફોડતા ફોડતાં અચાનક/ઓચિંતો એક દિવસે સવારે તમને ..સેક્સ-બોંબ શબ્દનો અર્થ સમજાઈ જાય છે !! ;) ;)

..પણ એક દિવસે સુતળીબોંબનું આવવું એનું ફુટવું અનિવાર્ય હોય છે, જવાની પુરકળાએ આવી જાય છે….હવે જિંદગી જીવાતી નથી હોતી એને જીવવી પડે છે…હવે આપોઆપ ન ગમતો વિષય પણ ગમવા માંડે છે – ગણીત ! , કેમકે, હવે ગણતરીઓ ડગલેપગલે કરવાની છે, વ્યવહારો સાચવવાના છે અને એમાં કેટલું ગયું ને કેટલું આવ્યું ને ક્યાં કેટલાંનો ચાંલ્લો કર્યો ને ક્યાંથી કેટલો ચાંલ્લો આવવાનો છે ની કોઠાસુઝ/દુનિયાદારી ગણવાની છે ! , અને હજુ હમણાં જ ધરબી દિધેલી કુમાશ/નરમાશ/માસુમિયતની/રમતિયાળ સ્વભાવની “પુણ્યતિથી” ઓ ઉપર શોક કરવાનો છે !

મન અને મગજ બંને પછી વિદ્રોહ કર્યા જ કરે ..એકબિજા સાથે નહિ !, આ “બ્રહ્માંડિય” રિવાજો સામે કે સાલું આમ કેમ ?, મારે નથી જોઇતી દુન્યવી સુખ સાહ્યબીઓ કે એશો-આરામ કે રંગિનિઓ કે … બસ એક પેલી હમણાં જ પસાર થઈ ગયેલી મુગ્ધાવસ્થા પાછી આપી દો ! , હું સુખનો અર્થ નહોતો જાણતો પણ છતાંય સુખી હતો ! બલ્કે..સુખ-દુઃખ ને અનુભવી શકતો હતો, તુટેલા દાંત અને ચહેરના ખિલ કે જાડું શરીર કે વધારે વજન ની કોઇ ખામી નહોતી અનુભવાતી..ભરબજારે સાઈકલની ચેઈન ઉતરી જતી, અને બધાંની સાથે હું’ય હસતો….બાઈક પરથી પડતો અને હસ્તાં હસતાં લોહી સાફ કરતો…કોઇ ભીખારીને એક રૂપિયો આપી શકતો..કોઇ કાકા/માસી/અંકલ/આંટિ/છોકરી/છોકરો/પતંગિયું/કુતરું/ફિલ્મો/ગિતો/પેપરની કોલમો/લાઈબ્રેરીના કબાટો/બપોરનો તાપ/સવારની કાચી ઉંઘ …. દુનિયા રંગિન હતી ! હવે સાલું કોઇ જોક્સ ઉપર હસતાં’ય થોડિક સેકંડો લાગે છે !!

..કુદરતનો આ નિયમ છે કે કોઇ બગી-કોડ છે ? જે મારી ઇચ્છા વગર એક્ઝિક્યુટ થઈ જાય છે ?! આ બધું આમ કેમ છે ? ,આટલા વિરોધાભાસ જો આપવા જ હોય તો….સાલી કુદરત..માણસના મન-મગજને એક હદથી વધારે વિચારશીલ કેમ બનાવે છે ? , એ પોતે જ પોતાને આ બધાં સ્મરણો અને સમજ વડે કોઇ માનસિક દર્દીની જેમ તકલીફ આપતો રહે એટલા માટે ?! ,
જ્યારે જેની સમજ નથી ત્યારે એ બાબતો આપીને અને પછી એને છીનવીને શું મળતું હશે કોઇ પરમતત્વને ?! કે પછી..એક મિનિટ…એય…કુદરત સાલી તું પોતે કોઇ “સાયકો” નથી ને !!!

મસ્ત કરીકે મુઝે ઔરો કો લગા મુંહ સાકી,
યે કરમ હોશમેં રહેકર નહિ દેખે જાતે..

…હાં ,હાં,ખબર છે બધી. પરિવર્તન એ નિયમ છે. ખબર છે અમને , તમારું ડહાપણ ન બતાવો ડાહ્યાભાઈ !, પણ એ બતાવો કે પરિવર્તન ના ઉદ્દેશો શું છે ? એનો કાર્ય-કારણનો સિધ્ધાંત શું છે ? કોઇ સુધારા ને પરિવર્તન કહેવાય કે કોઇપણ “ફેરફાર માત્ર” ને પરિવર્તન ગણી લેવાનું ?! જે પરિવર્તન માણસ પાસેથી એના અસ્તિત્વની તમામ ખુશીઓ છિનવી લે , એને બેચેન કરતો કરી નાંખે એને પોતાને જ પોતાની અવસ્થાઓ ગમે-ના ગમે ની કક્ષામાં પહોંચેલી લાગે એને પરિવર્તન કહેવાય ?! “અપગ્રેડેશન” અને “ડિગ્રેડેશન” નો તફાવત કેટલો મોટો/ઝિણો હોય છે ? ઉંમર વધવા માત્રને , શરીરના જર્જરિત થવાના એક માત્ર માપદંડ વડે પુખ્તતા નક્કી કરાય ? અને જુઓ તમારી ડિપાર્ટમેન્ટલ/ટેકનિકલ બાબતોથી મને કોઇ મતલબ નથી મારી તો ટુંકીટચ વાત…નવા સર્વિસ-પેક ની સાથે હું મારી જુની ખાસિયતોને છોડવા તૈયાર નથી.. -કાશ..કે આમ થઈ શકતું !! ;) ;)

મારું પોતાનું પોતાની જાત આગળનું આવું અવમુલ્યન મને મંજુર નથી એટલે કાંતો આ દુનિયાનો કારોબાર બદલો કે કાં તો પછી માણસોને કોઇ એક ચોકઠામાં બાંધતા સમાજોને બદલો. પણ હવે આ નહિ ચાલે. યાદ છે ને, કે જવાનીનો આ આક્રોશ પણ પેલી જવાનીના પરિવર્તનનો જ એક ભાગ છે !! મારે ફરી એ “ખાલીપણું” જોઇએ છે જેને હું “કંઈ નહી” વડે ભરી શકતો હતો. નાના દેડકાઓના કુદવાને હું જોઇ શકતો હતો..પતંગિયાની પાંખ પરથી આંગળિઓમાં ચોંટતો કોરો કલર મારે પાછો જોઇએ છે. કોઇપણ ચહેરાને હું કોઇપણ કારણ વગર ગમાડવા ઇચ્છું છું. કેમકે આ બેઈમાન તમાશાઓ દુનિયાના હવે હું જોઇ શકતો નથી, મારે જોવા નથી.

હમને દેખા હૈ ઝમાને કા બદલના લેકિન,
ઉનકે બદલે હુએ તેવર નહિ દેખે જાતે,

…અને પણ…વહેલી સવારે જોયેલા એ ચહેરાઓ આક્રોશને થોડો “સહનેબલ” કરી આપે છે. હજુ’ય ….અને ક્યાંક કોઇ આવારા/મસ્તમૌલા/મિજાજિ/અકડું સ્વભાવ/પ્રકૃતિને , ઢાંકીને/લપેટાયેલી બેઠેલી જવાની ફરી એક બળવો કરી નાંખે…એનિ બુધ્ધિ એને ભેળસેળ ના બદલે સંયોજનની સમજ આપે , એ શિખ આપે કે “..હર જર્રા મોતિ હૈ..હર પથ્થર હિરા હૈ..” – ની જેમ અને બગાવત આપે “..હમ જો જિંદા હૈ તો જીનેકા હુનર રખતે હૈ..” – ની જેમ, અસ્તિત્વને એક નવી વિભાવના પણ આપવાની…અને ફરી એક વિરોધાભાસી મુગ્ધાવસ્થા ને જાહોજલાલ કરવાની, પોતાની નવી આવિશ્કારીત થયેલી મુગ્ધાવસ્થા ! જવાનીનું બાળપણ..જવાનીની મુગ્ધાવસ્થા !!

બેશક,લડતાં રહેવાનું સમાજની બંધિયાર માનસિકતા જોડે, એના સડેલા માપદંડો ને લાતો મારતાં રહેવાનું , એના રિત-રિવાજોનિ મશ્કરીઓ કરવાની,એની આગળ વટ રાખવાનો, આડઓડાઈના નવા કિર્તિમાનો સ્થાપવાના પણ….સુંદરતાને જોયા કરવાની ગાલના ખિલમાં/ખાડામાં , હજુ પહેલી વાર પડેલા અને બિજીવાર નહિ આવેલા દાંતની ખાલી જગ્યાઓમાં..ફેંદાયેલા વાળ અને નિકળિ જતા “ઇન શર્ટ” માં , લસરી જતાં દુપટ્ટામાં..કાન પાસે લાંબી થઈ જતી અને હવાની લહેરખિઓમાં ઉડતી વાળની લટોમાં…વધારે લાગિ ગયેલા સફેદ પાવડરના લિસોટામાં..અને…મમ્મી-પપ્પા બની જતાં પહેલાનાં શરીરોમાં !

મૈદાન-એ-જંગની યશગાથાઓ તો ખરી જ પણ.. “ગુલ ગુલશન ગુલફામ” ની મિલિમિટર ના સ્કેલ માં છુપાયેલી પરિકથાઓ ના છુટી જવી જોઇએ !

સાથ હર એક કો ઇસ રાહ મેં ચલના હોગા,
ઇશ્ક મેં રેહઝન-ઓ-રેહબર નહિ દેખે જાતે.

[રેહઝન = સંતાઈને આવતાં જતાં લોકો ઉપર હુમલો કરતો ઠગ/લુંટારો]
ગાયિકા:બેગમ અખ્તર
લેખક:એહમદ જલીલિ

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: