અસલી કે નકલી ?!

0

“..પણ એ લોકો (?!) કંઈ આખિ જિંદગી આવા ..આ આપણે જોઇએ છીએ એમ જ થોડા રહેતા હશે ?..પણ આપણે એની માની એકનું એક પકડીને બેઠા છીએ…એક વાત કહો..સાહેબ…એ ગમે તે વખતે અત્યારનો ટાઇમ છે એમ એ વખતનો પણ ટાઇમ જ હતો ને..એ વખતે કંઈક બિજું હશે…એટલે કે…દાખલા તરીકે આજે હોય એ લોકો તો એ લોકોય ટચસ્ક્રિન ના ફોન ના વાપરતા..?!?!….” – –

“ઇન્ટેલના પ્રોસેસર” ની ટેગલાઇન થી બહુ પહેલા “મલ્ટિપ્લાય યોરસેલ્ફ” ને અનુસરતા અમોશ્રી એકાગ્ર હતાં..એકસાથે ઘણું બધું ચાલી/આવી/જઈ/અટકી રહ્યું હતું…ટ્રાફિક/સર્વર્સ/ટેલિકોમ સેક્ટરના છેલ્લા આવિષ્કારો અને વિભાવનાઓ/ એમને એક્સપ્લોઇટ કરવાની કોઇને કોઇ તરકિબો/હાલના પ્રોજેક્ટ્સ/ગાયો/કુતરા/લોકો/વ્હાઇટ કોલર જોબના રોજિંદા ખેલંદાઓ ને ચ્હ અને સિગરેટ પિતા જોઇ રહ્યો હતો..અવનવા અવાજો/વ્હિકલ્સ/ઉપર છાયંડો આપી રહેલું આસોપાલવનું ઝાડ/ઉકળાતી ચ્હા / વલોવાતો સિગરેટનો ધુમાડો/ સવાર સવારનું જરાક ઠંડકભર્યું વાતાવરણ અને અમદાવાદની બહારનો કોઇ “પરાં / સબ-અર્બ વિસ્તાર” જે હજુય ગામડું જ હોય પછી ભલે “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન” માં આવરી લેવાતું હોય ! હું સાંભળી જ રહ્યો હતો..અને અચાનક અટક્યો ઉપરના એક સહજ પ્રશ્ન થી !…

..એ માણસ કંઈક રસપ્રદ હતો..એની વાતો સાવ સામાન્ય હતી..પણ એના સુચિતાર્થો વિકલ્પો અને પ્રશ્નો જન્માવતા હતાં !..એ “નાની દેસાઈ” ની બિડી પિતો માણસ કદાચ રોજ રાત્રે એમ તરત જ નહિ સુઇ શકતો હોય એવો મને અણસાર તો આવી ગયો હતો..પછી ખાતરી પણ થઈ ગઈ હતી ! અને..

ચહેરા ઉપર લાંબી દાઢી હતી…જે નકલી હતી ! શરીર ઉપર કેસરી કલરનું અબોટ્યું (પિતાંબર !) એણે શાલની જેમ લપેત્યું હતું ..જે એનો રોજિંદો પોશાક નહોતો ! એના વાળ લાંબા હતાં જે..હકિકતે માથાથી પાઘડીનો જ એક ભાગ હોઇને એ પણ નકલી હતાં ! એના ગાલ ઉપર લાલાશ હતી..એ વધારે પડતો મેકઅપ હતો ! એની આંખોની નિચે કંઈક અલગ ઉંડાણ દેખાતું હતું..એ કોઇ બિજો મેકઅપ / રંગ હતો ! ..એના ગળામાં ગલગોટાનો હાર હતો…જે એણે પછી કંટાળિને બાજુ પર મુકી દિધો હતો ! એના હાથમાં ફ્રેડશીપ-બેંડ જેવું કંઈક બાંધેલું હતું જે …મુળે કળાત્મક રીતે ગુંથેલી નાડાછડી હતી ! એના દેખાવમાં કંઈ જ “અસલી” નહોતું , બધું “નકલી” હતું !

..પણ હું એને ઓળખિ ગયો..કેમકે રખડતા / ભટકતા માણસોને ચહેરાઓમાં બહુ રસ નથી હોતો, પણ એમની નજર બહુ ચકોર હોય છે ! અને એટલે મેં અચાનક સહસા જ પ્રશ્ન કર્યો કે કહ્યું..- અરે…એક સેકંડ..તમને મેં જોયા છે !!- અને…એક કાચી સેકંડમાં એ બોલી પડ્યા વચ્ચે… – “હા હા…તે જોયો જ હોય ને ..તમેય સાહેબ…તમે તો કેટલીવાર આવો હો…આ હોમે જ નહિ હોતો હું..?!” – !!!

…યસ ! એ માણસ હાઈવેની એક ખુલ્લી હોટેલની બાજુમાં પંક્ચર બનાવે છે , મેં એને અગાઊ ઘણીવાર જોયો છે – હતો !!

શોખ હોય કે ગુજરાતી ફિલ્મોનો નિષ્ફળ અભિનેતા હોય કે “હાલોલના લકિ સ્ટુડિઓ” નો એ ખાસ મુલાકાતી રહી ચુક્યો હોય…પણ ગેરેજની સાથે સાથે એ નાના નાના વાર તહેવારે અલગ અલગ વેશ ધરી લેતો હતો !! એ હનુમાન બની જતો ક્યારેક …તો ક્યારેક એ “કાળકા માં” પણ થઈ જતો ..પ્લાસ્ટિકની ખાલી બોટલોને માનવ ખોપડીની જેમ રંગીને અને ગળામાં લટકાવીને ! અને ગયા વર્ષે અમદાવાદમાં કોઇ જાહેર શોભાયાત્રા કે વગેરે જેવા કાર્યક્રમમાં એને સ્વામી વિવેકાનંદ બનવા માટે ખાસ લોકો બોલાવવા આવ્યા હતાં અને એ ઉંટગાડીમાં ઉભો હતો વિવેકાનંદ બની ને અને જ્યારે એ એલિસબ્રિજ ઉપરથી પસાર થયાં ત્યારે તો એને સાવ નજીકની રેલિંગ ઉપરથી નિચે જોતાં બિક પણ લાગી ગઈ હતી ! અને આગળ જરાક એ યાત્રા રસ્તામાં થોભી ત્યારે એ સ્મશાનની બાજુમાં જઈને ચુપચાપ પેશાબ કરી આવ્યો હતો અને જોડે બિડી પણ પી લિધી હતી !.. અને હાં એ એકવાર “ભાલુ (રિંછ)” પણ બન્યો હતો અને બે-ચાર ગામડીયાઓની પાછળ દોડ્યો હતો , એમ જ મશ્કરીમાં !

..પણ ..એ માણસ પ્રશ્નો/શંકાઓ કરતો હતો..વિચારતો હતો..અવનવા વેશ ધારણ કરતી વખતે અને ગેરેજમાં કામ કરતી વખતે..રાત્રે ખુલ્લામાં હોટેલના જ મેદાનમાં લાઇટોની વચ્ચે સુતાં સુતાં અને સવારે દાતણ કરતાં કરતાં કે..”ભગવાન અને મહાપુરૂષોને સદીઓથી જુના-જુના જ કેમ બતાવવાના ? ..ભગવાન નવા ના હોઇ શકે ? ..આખિ દુનિયા બદલાય અને ભગવાન પોતે જરાય ના બદલાય એવું થોડું હોય ? …”

..અને ઉપરના તુટક તુટક પ્રશ્નો પછી…એ અચાનક કોઇ સારભુત-નિસાસો નાંખે છે ! અથવા કહો કે…એક સારભુત-વિધાન બોલી નાખે છે..અને એક વજ્રઘાત કરી નાંખે છે… -“..લોકોને નવું કઈ શિખવું જ નથી સાહેબ….બસ જુનુ જુનુ જ એ લોકોને મઝા આવે છે… ” – !!!!!

…હજુય જંતરમંટર પર મિણબત્તીઓને મંતરવામાં આવે છે..હજુય ભારતના સર્વર્સ હેક થયા કરે છે..હજુય વિકાસ અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો બાકી છે..હજુય લોકો બોયફ્રેંડ અને ગર્લફ્રેંડ અને “ફક બડીઝ” વચ્ચેનો ફર્ક નથી સમજી શકતાં..હજુય ક્લેવેજ દેખાય એમ હોટ બનીને ફરતી છોકરીઓ કોઇની ત્રાંસી/સિધી આંખોને પચાવી નથી શકતી..હજુય છોકરાઓ ભાવિ પત્નિને સાડીમાં જ કલ્પે છે (મને જોકે સાડી પહેરેલી સ્ત્રીઓ ગમે છે..પણ એ મુડ/ટેસ્ટ ની વાત છે ! )..હજુય ઘરડા ડોસાડોસીઓ અને ટિપિકલ બૈરાંઓમાં ટ્રાફિક સેન્સ નથી આવી..હજુય છુટાછેડા અને એક થી વધારે લગ્નોની નવાઈ શિસ્તબધ્ધ રીતે લગાડવામાં આવે છે..હજુય અમદાવાદમાં ડમ્પ(શબ્દષઃ!) થયેલા કાઠિયાવાડીઓ “તમારું ગુજરાત” ની ગેલસપ્પા જેવી ભાષામાં વાતો કરી શકે છે..હજુય ટ્રાફિક કોન્સ્ટેબલો ૫૦ રૂપિયામાં જ વેચાઈ શકે છે..હજુય દારૂબંધીને જુના સમયના સ્ત્રીના કોમાર્ય/અક્ષતયોની ની વિભાવનાની જેમ જ જોવાય છે..હજુય અમદાવાદ રિવરફ્રન્ટમાં ..સાબરમતીમાં બાઝિ ગયેલી “લીલ શેવાળ” ને જ્યારે એ વકરી જાય ત્યારે જ સાફ કરવાની દિવસો ચાલતી કાર્યવાહિ હાથ ધરાય છે..અને હજુય કોઇ કૌતુકની જેમ..કોઇ દુર્લભ ધુમકેતુની મુલાકાતની જેમ ગમાર પબ્લિક એ કામ જોવા પુલ ઉપર બ્રેક મારીને જોવા ઉભી થઈ જાય છે..અને ગમે ત્યાં તક મળે સંતાઈને ભિનું કરવા બેસી જાય છે..હજુય..હજુય..હજુય…આ સ્ટેટસ લાંબા જ લખાય છે…

..ખૈર..મેં એક પ્રશ્ન કર્યો હતો એમને કંઈક ઔચિત્યભંગ ના થાય એમ ધ્યાન રાખીને ! -“..તમે તો…બહુરૂપી છો ? .. મેં નાનપણમાં જોયા છે..મઝા આવતી…એ બધુ સાચું લાગતું એ વખતે…” – ! જવાબ મળ્યો કે ..- “ના ના સાહેબ…એ આપણને ના ફાવે ને…આતો સારું લાગે છે..એટલે કરિએ..! ..બાકી કશું નહિ…” – !

“..પૈસા કે કંઈ આવક મળે ખરી તમને..?..કેમકે ગેરેજ તો તમારે બંધ રહે..એટલા દિવસ..” — નિખિલ

“..ના એમાં શું આવક..આ તો ગમે એટલે કરીએ…અને..આ બધાં ગલગોટા અને ગુલાબના ફુલો ભેગા થાય તો…પાછો આવું ત્યારે છોકરાં બધાં રસ્તામાં મળે એમને વહેંચતા વહેંચતા આવવાનું…ખિ..ખી..ખી..” —

“..સરસ કહેવાય ! કંઈક કામ માત્ર શોખથી પણ કરવાનું હોય ને ! …એના થી કંટાળી પણ ના જવાય..” — નિખિલ

“…હાં એ તો શોખથી જ થાય..પણ..તમને કહું….પેલા બિચારા છોકરાં હોય કે ઘરડાં ડોસાડોસી…એ લોકો મારી ગાડીમાં (શોભાયાત્રા કે વગેરેમાં વપરાયેલું વ્હિકલ! ) .સિક્કા નાંખે ઘણીવાર તો નોટો (કરન્સી) મુકી જાય…એ તો ઠીક પણ..નિશાળના છોકરાંઓ બધાં મને પગે લાગે તો…મેં એમના માથે ખરેખર હાથ મુક્યો છે, સાહેબ..આપણી જાત આપણને ખબર હોય..પણ એ છોકરાં બિચારા આપણને સાચાં સમજીને પગે લાગતાં હોય…એ વખતે બિડી-ફિડી સંટાડી દેવાની…ખી..ખી..” —

..એના પ્રશ્નોઅ/શંકાઓ/સદીઓ જુની માન્યતાઓની એની નવિનતા અને આધુનિકતાના એના વિચારો..હું ખોટો હતો ! મારી માન્યતાઓ કે અવલોકનો ખોટાં હતાં, એ માણસમાં કંઈ જ “નકલી” નહોતું, બધું “અસલી” હતું !

ખૈર..પછી તો હું હતું અને બાઇક અને હાઈવેના સુસવાટાં પણ “આબિદા” ની ગાયેલી પંક્તિઓ મેં આખો દિવસ ગણગણ્યા કરી…

“યાર કો હમને જા બજા દેખા,
કહિં જાહિર કહીં છુપા દેખા,

કહિં બેગાનાવાશ નઝર આયા,
કહીં સુરત સે આશના દેખા,

કહીં આબિદ બના કહીં જાહિદ,
કહિં રિંદો કા પેશવા દેખા…”

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: