રુક જાના નહી હાર કે !

0

..અને એમ જ હસતાં હસતાં એ માણસ ચાલી નિકળે છે..પાછું વળિને જોતો નથી..ચોક્કસ ગતિથી અને તાલથી એ પગલાં ભરે છે..એક હાથમાં સુટકેશ હોય અને બિજો હાથ ખાલી હોય છે..અને કોઇક આર્ટિસ્ટિક રૂપકની જેમ ચાલવાનો/જવાનો રસ્તો જરા ચઢતા ઢોળાવ જેવો હોય છે !! એના કપડાં વ્યવસ્થિત હોય છે..છેલ્લી ફેશન મુજબનાં હોય છે..એ સોહામણો હોય છે..કપડાં શોભે પણ છે..આસપાસ કોઇના કરતાં એ વધારે વિવિધતાં જીવ્યો હોય છે..પણ…આસપાસના બિજા તમામ લોકોથી વિપરિત એના કપડાં કાળા કલરના હોય છે !! એને જવાનું હોય છે…ફરિથી નહિ આવવાનો એક નિર્ધાર જાહેર જ હોય છે…અને ..કોઇ અવસાદ નથી..ભુતકાળમાં ઘટેલી દુર્ઘટનાઓના જરા પણ ઓથાર લિધા વગર..ચોરસફ્રેમના ચશ્મા પહેરીને એ વિદાય લેતો હોય છે..

..અને બોલિવુડ બોલે તો હિંદી ફિલ્મ જગતના બહુ ઓછા શોભે એવા અને સોહામણો એ – વિનોદ ખન્ના હોય છે ! “ઇમ્તિહાન” નું આ ગીત બહુ ગમ્યું છે..એ ફિલ્મ તો ઠીક ઠાક હતી પણ આ રીત-રસમ મને ગમે છે..પણ…અને અમુક વસ્તુઓ/બાબતો થી એક “સ્ટોકહોમ સિન્ડ્રોમ” બંધાય જાય છે ! એ ગમે છે કેમકે એમાં ક્યાંક તાદાત્મ્ય સધાઈ જાય છે..ક્યાંક કંઈક પરિચિત-પણું આવી જાય છે..અને એટલે જ હું આ પિક્ચર નથી જોતો…એ ગીત નથી સાંભળતો…પણ…ઇલાયચી નાંખેલી ચ્હા અને સિગરેટની સાથે ચ્હા વાળા આ ગીત સંભળાવી દે તો…શું થાય !

ખૈર..લાઇફ રસ્તાઓ ઉપર જીવાય છે એ ન્યાયે હું નિકળી ગયો…પણ હજુ ફરી ફરી એ યાદ આવ્યા કરે છે..અને મને કંઈક ભુતકાળ યાદ આવી જાય એના કરતાં તો..બિજાઓને પણ એમાં જોતરી જ ના લઊં ! :D :D

“રુક જાના નહિ તુ કહિં હાર કે…કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે…ઓ રાહિ….ઓ રાહિ…” …

“સુરજ દેખ રુક ગયા હે…તેરે આગે ઝુક ગયા હે…
જબ કભી ઐસે કોઇ મસ્તાના,
નિકલે હે અપની ધુનમેં દિવાના….
શામ સુહાની બન જાતે હે …દિન ઇંતઝાર કે…ઓ રાહિ..ઓ રાહિ…”

“સાથી ના કારવાં હે, યે તેરા ઇમ્તિહાન હે,
યું હી ચલાચલ દિલ કે સહારે…
દેખ કહિં કોઇ રોક નહિ લે…તુઝકો પુકાર કે…ઓ રાહિ..ઓ રાહિ…”

“નૈન આંસુ જો લિયે હે….યે રાહોં કે દિયે હે….,
લોગોં કો ઉનકા સબ કુચ દે કે…
તુ તો ચલા થા સપને હી લે કે…

કોઇ નહિ તો તેરે અપને હે સપને યે પ્યાર કે…ઓ રાહિ..ઓ રાહિ…”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: