આ કેઓસ કેમ છે ?!

0

..લખવા માટે તો આખી લઘુ-નવલિકા લખી શકું છું પણ..ઇચ્છા નથી..મુડ નથી..અને ખાસ તો જરૂર લાગતી નથી ! હવે હું કઈ “અબુલ પાકર જૈનાલુબ્દિન અબ્દુલ કલામ” તો છું નહિ કે…કહિ શકું કે… “..મારા જેવા રામેશ્વરમના એક નાના વ્યક્તિ/બાળકની વાત માંથી કોઇઓ કંઈ શીખી શકે તો પણ ઘણું..” !! જીવનનો ફલક અને રોલ એટલો વિશાળ/મહાન હજુ થયો જ ક્યાં છે કે કોઇને કોઇ સલાહ આપી શકાય! પણ હું “હિટમેન સાયલન્ટ એસેસિનેશન” અને “એજન્ટ ૪૭” ની ગેમનો કોઇ એક રેન્ડમ સ્ટેજ રમી લઊ છું…અને…વેલ..ઝિરો એમ્યુનિશન સાથે રમી લઊ છું…વાસ્તવિક દુનિયામાં બેઝ-કેમ્પમાં શિખેલી યુક્તિઓ અને ટેકનિક્સને હું “ગેમ/આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સ એંજિન” ની સામે એપ્લાય કરું છું અને સ્વાભાવિક જ..ગેમ એન્જિનને માત આપી દઊ છું !

..મને કેમ “કોન્ટ્રેક-કિલર” ની થીમ વાળી આ ગેમ જ એકમાત્ર ગમે છે ?! …કેમ એના હિરો એજન્ટ-૪૭ ની દૈનિકક્રિયાઓ મારા રૂટિન સાથે મેચ થાય છે ?!.. કેમ હું પણ એની જેમ કેટલીય બાબતોમાં પરફેક્શનને સ્વભાવના એક ભાગરૂપે જ અનુસરી લઊ છું ?!…અને કેમ મારી જેમ જ એ હિરો ગમે ત્યારે ગમે તે નિયમો તોડી નાંખે છે..અલબત્ત, પરફેક્શન મેઇન્ટેઇન કરીને ?!…કેમ કોઇપણ સ્ટેજ/લેવલ પુરૂ થઈ જાય એની મને ઉતાવળ નથી હોતી ?! ..અને કેમ હું એમાં આપેલા મેપ્સ/નકશાઓને જોતો નથી ?!…આ એકમાત્ર ગેમ મને કેમ ગમે છે અને છતાં પણ કેમ એ ગેમ હું ક્યરેક ક્યારેક જ રમી લઊ છું ?!..કેમ એનું કોઇ ઘર નથી…અને કેમ મારું કોઇ ઘર નથી ?!…અને કેમ એની જેમ જ હું કોઇપણ ને ઘેર બોલાવતો નથી ?! અને કેમ હું કોઇઓના ઘેર તરત જ જઈ/જમી નથી શકતો ?!..કેમ..કેમ..કેમ કહાનિ પુરી ફિલ્મી હે ?!

.અને હટ્ટઅઅઅઅઅ! આ કેઓસ કેમ છે ?!..આ ભાગાભાગ કેમ છે ?! આ સંઘર્ષ કેમ છે ?! ..કેમ દરેક નિર્ણયો દુનિયાની રિતરસમોને કાટખુણે છેદે છે ?! કેમ દરેક દિવસ નવો હોય છે ?! કેમ દરેક રાત્રી પાસે ઉજાગરાઓ માટે એક નવી જ કહાણી હોય છે ?! ..કેમ કોઇ જંગલો અપરિચિત નથી લાગતાં અને કેમ એબ્સ્ટ્રેક્ટ સુંદરતાઓની વિભાવના વધારે મજબુત થતી જાય છે ?! વિકૃતિ અને ગાંડપણ અને બેપરવાહ અને બે-પ્રવાહ જેવા શબ્દો યાદ આવતાં રહે છે ?! કેમ…આવા સ્ટેટસ લખાય છે ?! કેમ લોકો એને સ્વિકારી/લાઇક કરે છે ?! આ મેસેજીસનું ફિચર કેમ છે ?! આ શેર અને ટેગ / અનટેગ કેમ હોય છે ?!..કેમ કાર્ય-કારણનો સિધ્ધાંત આટલો સરળ છે ?! અને કેમ એના આઊટકમ્સ કોયડા જેવા છે ?!..એમિનો એસિડ શું છે ?! અને એના બંધારણો કેમ છે ?!..અને..કેમ..કેમ..કેમ..આમ કેમ છે ?!

કદાચ કંઈક રહિ જાય છે…હજુ બાકી છે..કોઇ કોયડો હજુ ઉકેલાવાનો બાકી છે ! કોઇ દાખલો હજુ ગણાવાનો બાકી છે ! ..હજુ નવા ક્રિયાપદો અને સર્વનામોના લિસ્ટને રિફાઇન અને રિ-ડિફાઇન થવાનું બાકી છે..હજુ રાતને જામવાનું બાકી છે..હજુ સવારને પડવાનું બાકી છે..હજુ નૈતિકતા અને પ્રામાણિકતાની છેલ્લી લિમિટ આવવાની બાકી છે..હજુ રાત બાકી છે..હજુ મોઘમ ઇશારાઓ રાતના બાકી છે..હજુ રાત્રીના બધા પ્રહરો બાકી છે..હજુ ભડભાંખરાએ કોઇ મુસાફરીએ નિકળવાનું બાકી છે..અને હજુ…આ સ્ટેટસ નામે લવારાની જખ મારવાની બાકી છે…હજુ બધાંએ લાઈક કરવાનું બાકી છે..હજુ કોમેન્ટ્સ બાકી છે..હજુ..વાહ..વાહ બાકી છે અને….હજુ રાત બાકી છે…અને રાત બાકી કેમ છે ?! રાત્રિઓના આ પ્રહરો કેમ છે ?!..

..અને આ સ્ટેટસનું સ્ટેટસ શું છે ?!…કેમ છે ?! અને..અને આ સ્ટેટસનું પ્રયોજન શું છે ?! અને ૭ માં ધોરણમાં “પેટલાદની નજીક પંડોળી” ગામે રાત્રે કેમ્પફાયરમાં એક અજાણ્યા શિક્ષકે ગાયેલી અને નિચે ટાઇપી મારેલી પંક્તિઓ આમ ગમે કેમ છે ?!

“કોયલ કે રસીલે ગીત સુને, લેકીન યહ ભી કભી સોચા તુને,

હૈ ઉલઝે હુએ નગમે કીતને, ઈક સાઝ કે તુટે તારોં મેં,

પાયલ કી ખનક….બીજલી કી ચમક….બારીશ યહ તેઝી તીરોં કી

મેં સિમટા-ઠિઠુરા સડકો પર, તું જામ-બલબ મયખ્વારો મેં…..” __!!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: