ટેસ્ટ ઉંચો રાખવાનો !

0

ટેસ્ટ ઉંચો રાખવાનો હંમેશા એક મનોરથ/શિરસ્તો/ટેક/જીદ રહિ છે ! સારામાં સારી ક્વોલિટિની વસ્તુઓ ખરિદવાની અને સારામાં સારી માવજત કરવાની . અને એમ જ પુસ્તકોનું છે ! હું આજેપણ હાર્ડકોપી જ ખરિદવાનું વધારે પસંદ કરું છું. અને જો કોઇપણ કારણથી પુસ્તકો ફેંકવાના થાય તો..મારા કોઇપણ કારણથી ખરાબ થયેલા પુસ્તકોને હું એમ જ નથી ફેંકતો..કેમકે.વેલ..જેના મુળિયા નાનપણના એ નિર્દોષ વિવેકમાં હશે કે જ્યારે ચોપડીઓને પગ અડકી જાય તો પગે લાગી લેતો હતો પુસ્તકોને – સરસ્વતી – ને !

જોકે મારા જરાક મોટા(ઉંમરમાં!) થયા પછી મારા માટે સરસ્વતી માં જેવી ક્યારેય નથી રહિ, એ હંમેશા સખી જ બની રહી છે !!! , અને સખીઓની જેમ જ નખરાઓના/લટકા અને ઝટકાઓના અને વિશેષ તો પોતાની અસીમ વિદ્વતાના પરચાઓ (આશિર્વાદ ?!) આપ્યા છે મને ! અલગ અલગ માધ્યમ/વિષયો/પ્રવાહ માં ભણ્યો છું, સાયંસ/કોમર્સ/કોમ્પ્યુટર/ડિફેન્સ…અને કોઇપણ જગ્યા / પ્રવાહ માં હું પહેલા કે બિજા નંબરના હકદાર વિદ્યાર્થીઓમાં જ રહ્યો છું !!! વાહ અ-કવિ ! :D

મને ગુજરાતી મારા દાદાએ શિખવ્યું હતું ! બાકિની ભાષાઓ મારી મેળે જેતે સમયે શાળામાં શિખતાં પહેલા શિખ્યો હતો..ગરૂડપુરાણ અને બાઈબલનો અનુવાદ પહેલીવાર વાંચ્યો ત્યારે સાતમા ધોરણનું વેકેશન ચાલતું હતું..અને કુરાન દશમાં ધોરણમાં ! એકવાર જ્યારે ભુજ-કચ્છમાં ભણતો હતો ૮-૯ માં ધોરણમાં ત્યારે વિગ્નાનના સરને કહ્યું / પ્રતિપ્રશ્ન કર્યો હતો -..પણ સર..અણુઓ તો તુટિ શકે છે..એ વખતે અતિશય શક્તિ મળે છે..પેલું એટમિક રિએક્ટર જેવું કંઈક..કંઇક ફિઝન..કંઈક ફ્યુઝન ..વગેરે – !! સરે જવાબ આપ્યો હતો કે – ..એ તો બધી વાતો..એવું ના હોય..અણું તુટે જ નહિ..!!- ;)

જ્યોતિષમાં વિશ્વાસ નથી પણ એક સમયે એ પણ શિખિ લિધું…બાઇકને ખોલીને કોઇ વ્યાવસાયિક મિકેનિકની જેમ રિપેર કરતા શિખી લિધું..કોમ્પ્યુટરની કોલેજના પહેલા દિવસની પહેલા મને મોનિટરને મોનિટર કહેવાની પણ સમજ નહોતી અને માઉસ પોઇન્ટર અને માઉસ કર્સરનો ફરક ખબર નહોતી..અને હાં..ફોર-વ્હિલરનું પંકચર બનાવતાં એનું ડ્રાઈવિંગ શિખતા પહેલા જ શીખી લિધું હતું ! તંબુ બાંધીને ગમે ત્યાં અને ખુલ્લામાં રાતવાસો કરતાં અને કુદરતી હાજતો માટેની કામચલાઊ વ્યવસ્થા કરતાં શીખી લિધું…અને જ્યારે જવાનું થતું ત્યારે એ વ્યવસ્થાઓને આરોગ્યપ્રદ રીતે નિકાલ કરતાં શીખી લિધું ! અને હાં રોકાણા કરેલી દરેક ખુલ્લી જગ્યા અને એના કાંટાઓ/પથ્થરો/કાંટાઓ/કાનખજુરાઓ/વિંછીઓ/સાપો/હવાઓ/જીવડાંઓ સાથે સ્નેહના ઋણાનુંબંધને બંધાતા પણ શીખ્યો ! ગાળો બોલતાં શિખ્યો એનાથી કંઈક વર્ષો પહેલા શિવ મહિમ્ન સ્ત્રોત્રમ અને હનુમાન ચાલિસા અને શિવ તાંડવના સ્પષ્ટ ઉચ્ચારો શિખ્યો હતો. અને આજે જે બે કોડીના લોકો હિંદુઓ અને હિંદુત્વને કોમવાદી કહે છે એ ગધેડિનાઓને કહી દઊં કે..તમારી મદરેસાઓની જેમ .અલ્લા-અલ્લા ના નામે ખોટી જખ નહોતા મારતા અમે…સ્કાઉટની સર્વધર્મ પ્રાર્થનામાં અઝાનને એના સ્પષ્ટ ઉચ્ચારો સાથે કંઠસ્થ કરી હતી અમે ! હું ગાંધીને દેશભક્ત કહું જ છું એની સામેના હઝાર વાંધાઓ હોય તો પણ અને નથ્થુરામ વિનાયક ગોડસેને અ-દેશભક્ત નહિ કહેવાનું પણ શિખ્યો છું ! ખૈર..વાત સરસ્વતિના સખિપણાંની હતી !

..આ ઉપરનું જે કંઈ નજીવું/નગણ્ય થઈ શક્યું કે હું કરી/પચાવી શક્યો….એ તમામ વિદ્યાઓને હું સરસ્વતિના જ અધિકારક્ષેત્રમાં જોઊ છું. સરસ્વતીનો બહુ ઉપકાર રહ્યો છે..ઉપરની મારી બડાઇઓ અને હોંશિયારીઓમાં ! અને એનો હું આભારી છું. હું આજીવન વિદ્યાર્થી રહી શકું એ સિવાયની કોઇ પ્રાર્થના કે ઇચ્છા કે વરદાન નથી જોઇતું મારે…સખી સરસ્વતી પાસે થી !

હું તમામ પુસ્તકો/મેગેઝિન સામાન્ય રીટે “ક્રોસવર્ડ” માંથી ખરિદું છું પણ..”અમદાવાદ ગાંધીરોડ” ઉપર..એક ખુણામાં આવેલી એક દુકાન છે..જેની હું ક્યારેક ક્યારેક સમય લઈને મુલાકાત લઊ છું..જેનું મને નામ યાદ નથી માત્ર આવવા-જવાનો રસ્તો ખબર છે (ત્રણ દરવાજાના ગેટથી જરાક આગળ જમણી તરફ છે ! બહાર પાર્ક કરેલા ટુ-વ્હિલર્સ ની પાછળ એક ગલી છે એમાં પહેલા જ જમણા ખાંચે…! )..ભોંયરામાં..કંઈક ઉતરવેડ પગથિયામાં એકવાર … “પ્રોલોગ” કોમ્પ્યુટર લેંગ્વેજની છેક મારા જન્મ સમયની આસપાસની એક ઇંગ્લિશ બુક મળી આવી હતી ! અને મેં ખ્રિદી લિધી હતી..બલ્કે..પ્રોલોગના સિમ્યુલેટરમાં મેં પ્રોલોગનો કોડ લખ્યો હતો ! :D

..અને એમ જ આજે …છેક ઇ.સ. ૧૯૪૪ ની આસપાસનું એક પુસ્તક હાથમાં આવ્યું નર્મદ વિશેનું – વીર નર્મદ ! ..જે વળી ત્રિજીવારનું “પુનર્મુદ્રણ” હતું ! મેં ખરિદિ લિધું ! અને લેખક હતાં-છે કોઇક “વિશ્વનાથ મગનલાલ ભટ્ટ”! અને નર્મદની વિરતા કે સાહિત્યિક પ્રદાન કરતાં…નર્મદ બહુ સારો કવિ નહોતો એ કહેવામાં એમણે જબરો પરિશ્રમ લિધો છે ! વળિ…આદર્શ કવિતા કેવી હોવી જોઇએ અને તમામ કવિઓએ કવિતા કે પદ્ય કેમ / કેવી રીટે લખવું જોઇએ એ વિશેના પોતાના તારણો/મંથનો(!) પણ સ્વયં નર્મદની વિગતો કરતાં વધારે વિગતે આપ્યાં છે ! અને નર્મદ એક કવિ તરિકે કેટલો નિચ કક્ષાનો હતો એ અંગે પણ કથિત પુરાવા અને કારણો આપ્યાં છે અને બહુ રસ લઈને આપ્યા છે અને તે એટલે સુધી કે..નર્મદને માટે અમુક પાનાઓમાં કંઈક અતિશયોક્તિપુર્ણ વખાણો કર્યા પછી ( બુરાઇ કરવાની પુર્વભુમિકા રૂપે ?! )…નર્મદ માટે..વિકૃત કામોત્તેજક/વ્યભિચારી માનસિકતા/નિરક્ષર/હલકાપણું અને ઔચિત્યભંગ વગેરે જેવા શબ્દો એ લેખક ચુક્યા નથી . અને હાં વળી એ પુસ્તકના પ્રકાશક પણ તે જે તે લેખક પોતે જ છે ! અને ત્રિજીવાર રિ-પ્રિન્ટ ?!?! ;)

અને, એમાં એક રમુજ થઈ ગઈ ! મને બહુ જ સમાનતા લાગી એ લેખકની કહેલી નર્મદની કવિતાઓ/વ્યાકરણ/ગુજરાતી/ભાષાની ખામીઓ અને મારામાં ! :D મને લાગે છે કે એ લેખકે આ જન્મે કોઇ ઓનલાઇનિયા કવિ તરીકે જન્મ લિધો હશે !

ખૈર,એક નર્મદ હતો જેણે કવિતાઓના “કાવ્યત્વ” ની બહુ પરવા નહોતી કરી…એ પછી તો હું જ ગુજરાતી પદ્યનો “પોઝિટ્રોન” છું ! છું ને ?! :D

“લખ સ્ટેટસ દુનિયાભરના હું કરવાનો કોમેન્ટ એક જ,
અગડંબગડં તારા સ્ટેટસ મારુ તો આ સ્ટેટમેન્ટ એક જ,

આંખ મિચીને એડ્યા(!) ના કર, જખ નથી એ માર્યા ના કર,
સાવ સમુળગુ “લિવ” કરવાનો મારો તો આ નિયમ એક જ..,

આમ તમે શું વટ ઠોકો છો ?, થયો ’દલપત’ ને ’નર્મદ’ એક જ,
ચોમાસાની દેડકિઓને કુદવાનું સાવ ટુંકુ એક જ,

આમ જ્યાં ત્યાં ક્યાં ક્યાં ભટકિશ, નામ રાખી લે છેલ્લુ એક જ,
જાતજાતના ફોટો બદલે, મુળે તારી પ્રોફાઇલ(!?) એક જ,

કોણ લાઈકે(!) છે કોના ખાતર , સાવ નકામા પ્રશ્નો ના કર ,
કે ’નિખિલ’ આ લાઇકર અને રાઇટર, એ બંનેનું થિંકિગ એક જ…”

__નિખિલ ’મિસ્કિન’ શુક્લ ! :D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: