ગાંડો બાવળ !!

0

મને એ ઝાડ બિજા અમુક ખાસ ઝાડની જેમ જ બહુ ગમે છે !..એના ફુલ અને કાતરા વડે એકવાર મેં એક વોલ-પિસ બનાવ્યો હતો…આઠમા ધોરણમાં !! .. પણ..આ ઝાડ ખબર નહિ કેમ મને ગમી જાય છે…એકદમ બોરસલ્લીના ઘટાદાર પાનાઓના છાયંડા જેવી જ શિતળતા મેં અનુભવી છે…ગાંડાબાવળના બહુ વધી ગયેલા ઝાડની નિચે બેસીને ! … અને હાં મેં એના “કાતરા” ખાધા ચે..લિલા અને સુકાં પણ..! લીલા કાતરાં જરા ખટ-મિઠા-તુરા લાગે અને સુકા પિળા થયેલા કાતરા જરા મિઠા લાગે …એ સ્વાદ અનુભવાય છે ! અને હાં…થોડે દુર બકરીઓ પણ આ જ કાતરા ચાવતી હતી…એ એક અલગ ગમ્મત ! …એવા જમણવારની ની મઝા અલગ હોય છે ! ;)

..પણ ગાંડા બાવળની ના લિલા..ઝિંણાં…લંબગોળ જેવા પાનાઓ પણ મને ગુલમહોરની લાલઘુમ પાંખડીઓ જેવા લાગ્યા મને…એ લહેરાય..લગભગ આખુ ઝાડ આમ નમે..તેમ નમે..જ્યારે જરા જોરથી પવન ફુંકાય ત્યારે ! … ક્યારેક એના મજબુત કાંટાઓ પગમાં વાગ્યા છે અને તુટી ગયા છે પગમાં જ તો….એના જેવા જ બિજા કાંટાની અણી વડે ..ચામડી ખોતરીને..કાંટાના અવશેષો બહાર કાઢવાનો પણ અમને મઝા આવી છે….અને…ચામડીમાં વાગતાં…દુખતા અને તમે જાતે એક કાંટાને બિજો કાંટો ખુંપાવીને એ મિનિ-ઓપરેશન કરતા હોવ ત્યારે અનુભવાતા શારિરિક દુખના સણાકાનો….એક તામસિક/સિડક્ટિવ/વિકૃત આનંદ માણ્યો છે !

..એ ખરાબા જેવી જમિનમાં પણ ઉગી જાય અને રસ્તે રઝળતાં/રહેતા ખાનાબદૌશ લોકો માટે ઇંધણનો બહુ સસ્તો અને મબલખ પુરવઠો પણ સાબિત થાય…અને…એના છાયંડામાં માલધારીઓ અને ભરવાડોને આરામ ફરમાવતાં જોઊં છું અત્યારે અને હું પોતે એમ બેઠો હોઊ અને મારી બાઈકને પણ એના છાયંડામાં મુકી હોય ત્યારે…. “પાઉલો કોલો” ના “ધી અલ કેમિસ્ટ” ના “સેન્ટિઆગો” ની જેમ ક્યારેક મુક સંવાદ પણ કરી લિધો છે મેં…અલબત્ત, ગરમ ફુંકાતી લુ / હવાની લહેરખીઓને ચહેરા અને હાથ ઉપર અનુભવતાં !

પણ..ખુદા ખૈર કરે ! …જો ગાંડા બાવળ …ગાંડા થઈને ફેલાવા માંડે તો….બધું તહન નહસ કરી શકે છે ! ગાંડા બાવળ..પડતરની ખરાબાની જમીનને પણ અડાબીડ જંઘલ કરતાં વધારે દુષ્કર કરી શકે છે ! એના વનોમાં લોકોની કતલ કરીને ફેંકાયેલી લાશો કે..જંગલી કુતરાઓ એ રસ્તો ભુલેલા કોઇ જાનવરને ફાડી ખાધું હોય તો….હાડપિંજરના અવશેષો સુધ્ધાં જર્જરિત થઈ જાય ત્યાં સુધી એ જંગલો દુષ્કર થઈ શકે છે ! …ગાંડા બાવળના અડાબીડ પ્રદેશોમાં/વિસ્તારોમાં સમયનું કાળચક્ર બહુ વિચિત્ર હોય છે !

..અને એટલે જ કદાચ મને આ ઝાડ બહુ ગમી જાય છે ! ગાંડો બાવળ કદાચ એક સાદા સિધા / પારદર્શક માણસનું પ્રતિક/રૂપક છે !!! એને સાચવો…એની સારપને વિકસવા તક આપો તો એ કોઇ કારણ વિના સારો રહેશે…અને પણ જો એ કોઇ કારણ/લાલચ વિના સારો બનતો/જીવતો માણસ ને જો સારા ના રહેવાનું કારણ મળી જાય તો…..એનું ફટકી જાય છે ત્યારે ! અને એને કાબુમાં કરવો..એને વારવો…અશક્ય થઈ જાય છે !!

ખૈર… “નિતિન ભાઈ” ની નોટ્સ જોઇ ને …આ અનુરાગ તાજો થઈ ગયો ! અને હવે એક ડાહ્યો(!) માણસ ગાંડા બાવળ પ્રત્યે નો અનુરાગ લંબાવ્યા જાય અને તમે અડાબીડ સ્ટેટસમાં ખોવાઈ જાઓ એ પહેલા….ગાંડા બાવળનિ ફિતરતને આ શેર અર્પણ ! ;)

“કૈદ ક્યા રિહાઇ ક્યા , હમ હી મે હે હર આલમ,
રુક પડે તો ઝિંદા હે…ચલ પડે તો સહેરા હે…” __!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: