અરવિંદ કેજરીવાલ – એટલે શું?!

0

..એ માણસ જોકર જેવો છે ! ફિતુરી/હવાઇ કિલ્લા બાંધીને એમાં રહેવાની વાતો બહુ લિજ્જત થી અને “પરિંદા” ના “નાના પાટેકર” થી ૨૭૦ ડિગ્રીના ખુણેથી કહિ શકે છે ! રાતોરાત એ કાયાકલ્પ કરી નાંખવાના મુડમાં અમસ્તો પણ આવી જાય છે ! એની યાંત્રિકી /તકનિકી બુધ્ધિપ્રતિભાની સાપેક્ષે એ બહુ બાલિશ હરકતો કરે છે ! બહુ બાલિશ વિચારો કરે છે અને વળી એને અમલમાં મુકવાના એની પાસે એક કહેતાં કેટલાંય ઉપાયો છે! અલબત્ત, કાયમી/ચોક્કસ કોઇ નહી ! હાં, એ જરાક લુચ્ચો છે, ચપળ કે ચબરાક નહિ ! માણસોના ટોળાં જોઇને એમનો આગ્રહ જોઇને એ અચાનક ઉત્સાહમાં આવી જાય છે અને એવા જ બિજા કોઇ આગ્રહની સામે એ વળી છટકબારીઓ પણ શોધી લે છે ! “જે પાણિએ મગ ચઢતા હોય એ પાણીએ મગ ચઢાવી લેવાની” – એની કોઠાસુઝ/સમજદારી કદાચ પ્રશંસનિય કહિ શકાય , પણ મગ અને પાણી વચ્ચેની પ્રક્રિયાઓને માટે આખું ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર કામે લગાડી શકવાના દાવા કરવા જેટલો એ બુધ્ધુ પણ છે !! હજુ કાચો ઘડો છે ! અને મને એના વિશે લખવાનું કોઇ જ મન નથી થતું ! મેં એને લગતાં સમાચારો માત્ર વિગતોની ખરાઈ કરવા પુરતા જ સાંભળ્યા છે ! એના વિશે ચોકસાઈ કરવા સિવાયની કોઇજ લાગણીથી એના વિશે જાણ્યું નથી ! હું એનો સમર્થક / સપોર્ટર નથી પણ…

..પણ, દરેક બાલિશ અને અનુભવ-હિન અને છતાંય ઉત્સાહી વ્યક્તિઓની જેમ એનામાં પણ એક બાબત છે ! મંડ્યા રહેવાનું ! અને આ એક જ વાતે મને એની ઉપર કંઈક આશા છે ! ચોક્કસ, કાયાકલ્પની તો નહિ જ !! પણ કોઇક ફેરફારની દિશા તરફ એ પગદંડી બનાવી શકશે એમ લાગે છે ક્યારેક. અને એમ નહિ કરિ/થઈ શકે તો પણ શું ? કંઈ નહિ ! મહાન/વિશાળ ભારતવર્ષની અગણિત બાબતોમાં એ પણ ક્યાંક સમાઈ/ખોવાઈ જશે. અને સમય ચાલતો રહેશે એની નિરંતર ફિતરત મુજબ!

પણ આ જ ભારતના ઇતિહાસમાં એની નોંધ લેવાય એટલું તો નક્કિ કરી ચુક્યો છે , એ નક્કી થઈ ચુક્યું છે. એને યાદ રખાશે. મુર્ખ તરીકે, બાઘા તરીકે, લુચ્ચા કે ધુતારા કે સત્તા લાલચુ તરીકે કદાચ ભારતના “રાજીવગાંધી બીજો” તરીકે પણ એને યાદ કરી લેવાય એમ પણ બને ! ઇલેક્ટ્રિસિટીના ડમી-એડીસન તરીકે યાદ રખાશે કે પછી કોઇ મગતરાંની જેમ એની ફિરકિઓ લેવાઇ જશે…પણ એને ભુલવામાં વાર લાગશે !

કપિલ દેવ અને સચિન તેંદુલકર અને સાનિયા કે મિલ્ખાસિંગ કે કિરણ બેદી ….આ બધાં મોટા નામો બહુ નાના નામો સાબિત થશે એની આગળ. એ આ બધાંથીય વધારે યાદ રખાશે. ભારતની તવારિખમાં કોઇ જ નાગરિક-પ્રતિભા કરતાં વિશેષ માન મળશે આને અને છતાંય કદાચ સર્વોચ્ચ નાગરિક પુરષ્કારનું કોઇ ભારતરત્ન જેવું લટકણિયું નહિ મળે એને ! અને એ “ન મળવું” માટે પણ એ યાદ રખાશે.

એનામાં “બાલ ઠાકરે” ની અતિશય તપિશ નથી એટલે પણ એ યાદ રહેશે અને એ “અન્ના હઝારે” જેટલો અતિશય..અતિશય સરળ નથી એ માટે પણ યાદ રખાશે. એનામાં “કિરણ બેદી” જેવું યાંત્રિકિપણું નથી અને એ “સાનિયા મિર્ઝા” ની જેમ ચાલાકિભર્યું મૌન નથી રાખી શકતો..એ “અમિતાભ બચ્ચન” ની જેમ સંપુર્ણ વ્યાવસાયિક નથી અને એ “નરેન્દ્ર મોદી” ની ડિપ્લોમેટિક સ્કિલ્સના છેડે પણ આવતો નથી અને એની પાસે “મનમોહન સિંઘ” ની જેમ ભવ્ય ભુતકાળ નથી એટલા માટે પણ એ યાદ રહેશે. આ માણસ લોકશાહિને “હેક” કરવા ઇચ્છે છે અને હેકિંગની જેમ જ એ છત્રિસ પહેલની લોકશાહિને છપ્પન-પહેલની બનાવવા ચાહે છે ..જરા ધ્યાનથી જુઓ તો..નરેન્દ્ર મોદી સાથે આ વાતનું એક વિચિત્ર સામ્ય પણ છે આ માણસમાં અને એ આજે નહિ ભારતની આવતીકાલોમાં સમજાશે. અને એટલે પણ એને યાદ રખાશે. એ મોટી મોટી સ્ટારકાસ્ટમાં ખોવાઈ જશે પણ “નવાઝુદ્દિન સિદ્દિકિ” ની જેમ અચાનક અમસ્તો જ યાદ રહિ જશે ! અને કંઈ નહિ થાય તો છેવટે એ “સૌરવ ગાંગુલી” કે “સુભાષચંદ્ર બોઝ” ની જેમ એક અન-સન્ગ હિરોની જેમ યાદ રખાશે. એન-એન્જિનિયર-બટ-અન-એન્જિયર્ડ-પોલિટિશિયન તરીકે …અરવિંદ કેજરીવાલ !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: