લાઇફમાં ટેસ્ટ હોવો જોઇએ !

0

..પણ ટેસ્ટ ઉંચો હોવો જોઇએ લાઇફ માં ! એનાથી લાઇફનો ટેસ્ટ ઉંચો થઈ જાય છે..કાંચા ! ;) એ “કુલર માસ્ટર” નું ગેમર-સ્પેશિયલ કેબિનેટ હોય કે “નોટપેડ++” નું સિમ્પલ ટેક્સ્ટ એડિટર હોય કે કપડાં સિવડાવવા માટેનું કાપડ હોય કે શાકભાજીની લારી અને લારીવાળો અને એના શાકભાજી હોય..લિલાછમ વટાણા હોય કે હજુય દેખાયા કરતી ગુલદસ્તા જેવી મેથીની ભાજી હોય..ગેસના બર્નરને ઓન કરવા સિગરેટનું લાઇટર વપરાતું હોય કે..એમ જ વાતાવરણને મઘમઘતું રાખવા કોઇ ધુપ કરાતો હોય કે..મોંઘું પરફ્યુમ જે ક્યારેય કપડામાં નથી વાપરતાં એને..વેલ, સિગરેટની વાસને ક્યારેક દુર કરવા…રૂમ-ફ્રેશનરની જેમ વપરાતું હોય ! ;)

લાઇફની બિજી દરેક ખર્વો-નિખર્વો બાબતમાં એક જ નિયમ લાગુ કર્યો હતો..કરવાનો હતો..એક્સિડન્ટ થાય તો લોકોને કમકમાટી છુટી જાય એવો થવો જોઇએ..લોહી નિકળે તો એમાં કાદવ થઈ શકે એટલું નિકળે..અને એ જ વખતે દુનિયા આખીની બલ્ડબેંકોનું ઉઠમણું થઈ જાય તો..વટ પડે લોહીનો !..મજુરી પણ કરવી પડે તો માસ્ટર-બ્લાસ્ટરની જેમ કરવાની ! “..હું ના ફકિર ઉસિ સે માંગુ જીસકે દર કી બાત અલગ હે…”!

મેં ઉસકી આંખો સે છ્લકી શરાબ પિતાં હું,
ગરિબ હો કે ભી મહેંગી શરાબ પિતા હું,

…જોકે ક્યારેક નિયતિ નામની વસ્તુ તમને અહિં પણ “ટાંગ અડાવી” જાય એમ બને! તમને ઉંઘ આવવા દઈને ઉંઘવા ન દેવાના હઝાર કારણો આપી દે ! સંગ્રામો જીતવાની તકો આપીને હાર-જીતની વ્યાખ્યાઓ બદલી નાંખે ! માત્ર શિકારીઓ જ નહિ..નિયતિ પણ છકતું ગોઠવતી હોય છે ..માણાસ જેવા જાનવરને ભિંસમાં લઈ લેવા માટે ! કેવું કોમિક લાગે ઘણીવાર આવું બધું ! ;)

..અને એક મિનિટ ! આમાં આ ગઝલમાં ટેસ્ટ ક્યાં આવ્યો ?! ..ખબર નથી! પણ મેં શોધવા ચાહ્યો ! “..નિગાહ-એ-નરગિસ-એ-નિખિલ તેરા જવાબ નહિ..” :D

મુઝે નશે મેં બહેકને કો ભી નહિ દેતા,
વો જાનતા હે મેં કિતનિ શરાબ પિતા હું,

ઉસે ભી દેખું તો પહેચાનને મેં દેર લગે,
કભી કભી તો મેં ઇતની શરાબ પિતા હું,

પુરાને ચાહનેવાલોંકી યાદ આને લગે,
ઇસિલિયે મેં પુરાનિ શરાબ પિતા હું,

_અહેમદ-હુસૈનની ગાયકીમાંથી ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: