લાઈફની મઝા છે !

0

..પણ તમે ચિસો નથી પાડતા ! નાહક/નિરર્થક રોકકળ નથી કરી મુકતાં. પોતાની કોઇપણ હાલાકિ કે ખુશહાલીઓ માટે દુનિયાને આરોપી નથી બનાવતાં. કેમકે તમે બંધાણી છો કુદરતના અને સેલ્ફમોટીવેશનના તમે જાગિરદાર છો ! અને કેમકે..”આબિદા પરવિન” અને “જગજીત” નું સિલેક્શન અને ગાયકી બહુ સરસ હોય છે !
કેમકે..લો-ગાર્ડનની ચોખ્ખાઇ તમને ગમે છે ! અને “લકી અલિ” એ બહુ સરસ ગાયું હતું – “…ગોરી તેરી આંખે કહે કે તુ રાતભર સોઇ નહિ..”-! પછી કોઇ અવસાદ નથી રહેતો જ્યારે “અરવિંદ કેજરીવાલ વર્સિસ દિલ્હિના રિક્ષાવાળા” ની થીમ ઉપર કોઇ કોમેડી શો જેવું સ્ટિંગ ઓપરેશન થઈ જાય છે. અને લાઇફમાં મઝાઓની તો પછી હદ આવી જાય..આંખોમાં પાણી આવી જાય જ્યારે મચકોડાયેલા પગને દુખવા દઈને પણ તમે હસ્યા હોવ..કેમકે…એકવાર ટિ.વી ન્યુઝમાં “આસારામ” ના દિકરાના ડ્રાઇવરની સ્કિલ્સ ઉપર પણ એક સ્ટિંગ ઓપરેશન થઈ જાય.. – “ઓપરેશન ડિંગ ડોંગ” ! પણ…સાલો જબરો ડ્રાઈવર હતો..અને…એક નજીકના મિત્ર એ મને હિસ્ટેરિકલિ હસતાં જોઇને કહ્યું હતું.. – “તું શું હસુ છું ?! …તુ બાઇક ચલાવે છે ..એમ આ ગાડી ચલાવે છે…તારો તો ભ’ઇબંધ કે’વાય..” !! :D :D
અને એ જ રાત્રે મોડા સુધી અમે “બોરિવલી વેસ્ટ” ના રેલ્વે સ્ટેશનની નજીક મોડે સુધી કંઈક ગમગીન વાતોએ ચડી ગયાં હતાં..બોઝિલ વાતો હતી અને બોઝિલ મન હતાં એકવાર ફરિથી જાણે કે લાઇફમાં સ્ટ્રગલના દિવસો જીવવાના હતાં અને..ફોનમાં પ્લેલિસ્ટમાં કોઇ મેલોડિયસ આવી જાય અને તમને બોઝિલ થતાં અટકાવી દે !

“છુપાને સે મેરી જાનમ કહિં ક્યાં પ્યાર છુપતા હે,
યે ઐસા મુશ્ક હે , ખુશ્બુ હમેશા દેતા રહેતા હે,….”

એક મિત્ર ગુજરી ગયો હતો અને એનું એક વર્ષ પુરૂ થયું હોય અને એને ગાળો બોલિને તમે યાદ કર્યો હોય..લોકો હોય સંબધો અને સગપણના દુન્યવી લટકણિયાં હોય અને એમાં વળી સરવાળા-બાદબાકી હોય..આવ્યું/ગયું/લિધું/આપ્યું નું બેલેન્સશીટ સાવ બુલશીટ લાગતું હોય અને દુનિયાદારીના પ્રકરણોનો અભ્યાસક્રમ ક્યારેય પુરો જ ના થતો હોય..માણસો ગમતાં હોય અને માનવિય સંબધોથી ચિડ યથાવત હોય અને ..તમને ઉદાસ થઈને ચુપચાપ બેસી જવાની છુટ/અનુકુળતા ના હોય..!
સાલાઓ પેટ્રોલના ભાવ વધારી નાંખે અને ટામેંટા મોંઘા કરી નાંખે..અને સિંગતેલ કરતાં કપાસિયાં સારું પડે ની સલાહ આપનારા તજગ્નો અહિ તહિં અથડાતાં રહેતાં હોય..
અને એ બધું માફ કરી દેવાય જ્યારે….”ચાંદ કાદરી” સાલો, રાતના સુના અંધકાર અને લબકઝબક થતી ઝીણી લાઈટોમાં..ઠંડીના સુસવાટામાં બોલી ગયો હતો..ધ્રુજતા અવાજે…

“મુઝે મૌત દિ કે હયાત દિ…યે નહિ સવાલ કે ક્યા દિયા,
મેરે હક મેં તેરી નિગાહ ને કોઇ ફેંસલા તો સુના દિયા..”

..અને રોમાંસ/રોમાંચ/ફ્લર્ટ/ઉત્તેજના/માદકતા કોને કહેવાય એના ટેસ્ટનું કોઇ લેવલ જ નથી આજકાલ ! એક ઝિરો ફિગરની બબુચક જેવી વિચારધારા હોય…નવઈસવી બેબીડોલ બનેલીઓ વળી મગજની નસો ખેંચી નાંખતી હોય અને સમગ્ર સ્ત્રી જાતીથી અબોલા લઈ લેવાનો એક કટુ-નિર્ણય તમે લઈ લેવામાં જ હોવ અને… દાણાદાર ચોખ્ખા દેશી ઘી જેવી લથપથ ગૃહિણિઓ ગુલતાન થઈને લળીલળીને ઓટલો ધોઈ નાંખતી હોય ..સાથે તમારો નિર્ણય પણ ! ..માદકતા તો એ હતી “મંડી” ફિલ્મમાં જ્યાં લાલચટ્ટક લિપસ્ટિક અને ગુલાબી મેકઅપવાળી નમણી નાજુક “સ્મિતા પાટિલ” પલંગમાં સુતી હોય છે પોતાની માતા સમાન “શબાના આઝમિ” સાથે અને પલંગ નીચે નમણો નાજુક હિરો , સ્મિતા પાટિલના પલંગની ધાર પર લંબાવેલા પગ સાથે રમતો રહે છે..આખિ રાત અને ત્યાં જ સુઇ જાય છે..! “પ્રહાર” પિક્ચરનો “નાના પાટેકર” હતો..”ડિમ્પલ કાપડિયા” સાથે એનો મુક સંવાદ ચાલતો હતો..અને “વો સાત દિન” નો “અનિલ કપુર” હતો..અને “ચમેલી કી શાદી” માં “પંકજ કપુર” બહુ ખુશ હતો..અને “અમૃતા સિંગ” એ પછી ક્યારેય એટલી ખુબસુરત રીતે હસી નહોતી શકી..”વિદ્યા બાલન” કંઈ એવીય “સરસ” નહોતી લાગતી “ડર્ટી પિક્ચર” માં ..પણ હાં “ઇશ્કિયાં” માં હતી એવી એ પહેલા કે પછી દેખાઈ નથી..અને “અરશદ વારસી” ને “શોર્ટ સર્કિટ” ના બદલે હું “સહર” ના હિરો તરીકે યાદ કરું તો કયા ફિલ્મ તજગ્નોને કેમ વાંધો પડી જવો જોઇએ ?!..ખાલી “જેનિફર લોપેઝ” ના જ હિપ્સ “સત્ય વ્રતી” નહોતા..ગુજરાતી “સ્નેહલતા” ના હિપ્સ પણ “અસ્તેય” ના સમર્થક હતાં ! અને આ બધિય મગજમારીઓ એમ ને એમ જ રહિ જાય જ્યારે.. “અહેમદ-હુસૈન” ની કંઈક અંશે “હરિહરન – ટચ” વાળા સુર-લય-તાલ માં એક કદાચ ઉદાસ પણ અફલાતુન/રોમેંટિક/સવાર નહિ ભડભાંખરા જેવી તાજગીથી કોઇ ગઝલ સંભળાઈ જાય..!!

“તુટે હુએ રિશ્તોં કા હર ઝખ્મ હરા લિખના,
જબ ભી ઉસે ખત લિખના, આદાબ મેરા લિખના,

વો જિસને મેરી અક્સર લોટાંઇ હે સોગાતેં,
ઉસ જાન-એ-તગાફુલ કો હરગિઝ ના બુરા લિખના,

ઉડતે હુએ સબ પંછી પેડો પે ઉતર આયે,
મૌસમકી શરારત ભી બાગોં કો હરા લિખના,

વો દૌર ભી થા અપના જબ શૌક હમે ભી થા,
કાલિજ કી કિતાબો પે લડ્કી કા પતા લિખના, ”

…આવું જ છે..આ કદાચ સેલ્ફમિટિવેશનની ચરમસીમા હોઇ શકે અથવા મારું ચસકી જવાનું હવે નક્કી જ થઈ ગયું હશે…પણ મઝા છે ! બધે જ..

“છલક કે કમ ના હો ઐસિ કોઇ શરાબ નહિ,
નિગાહ-એ-નરગિસ-એ-રાના તેરા જવાબ નહિ,..”

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: