બુલ્લેનું સમઝાવણ આઇયાં !

0

..તાજા/પાણી પોચાં/તીખાં મુળા અને એવાંઝ ગાજર અને એમને સ્પર્ધા આપતી લીલી કુમળી મેથીની ભાજી અને…આ બધાંથી સવાયા લિલાં ધાણાં ..એમાં જરાક સુકું/લાલ મરચું ભભરાવ્યું હોય..વળી ગરમ મસાલો છાંટ્યો હોય અને હાં…ખાટ્ટું લિંબું નિચોવ્યું હોય..અને એને સલાડ જેવું કંઈક નામ અપાયું હોય …

..કહે છે કે રાત્રે મુળા ના ખવાય..ઉંઘતા પહેલા ના ખવાય !! પણ રાત્રે ?!?! … અહિં રાત્રીઓ નો વૈભવ રહ્યો જ ક્યાં છે , તે રાત્રીઓની પરવા/ફિકર કરું ?! રાત્રીઓ જાગવા માટે હોય છે અને વહેલી સવારો વહેલા ઉઠી જવા માટે હોય છે !! રાત્રિઓના તમામ પ્રહરોની જ્યાં વ્યાખ્યાઓ જ બદલાઈ ગયેલી હોય ત્યાં ..બધું બસ આમ જ તો હોય છે !…અને/પણ હિતેચ્છુઓની/શુભચિંતકોની/દોસ્તો અને હમખયાલ-હમનિવાલા લોકોની સલાહો આવતી રહે છે, એ મહેરબાનિયાં-એ-કાયનાત છે , મારા જેવા ખનાબદૌશ ફિતરતના લોકો માટે….પણ, આ સ્વભાવ/ન્યુરોન્સ/સાઇનેપ્સ/આડ્રેનાલિન.. યા રબ!!

હું જ્યોતિષ અને એવી કોઇ વસ્તુમાં નથી માની શકતો જેનું કોઇ ચોક્કસ લોજિક ના બની શકે…જોકે ઇલ-લોજિકલ વાતોની પણ મઝા લઊં છું, ખૈર એ અલગ વાત છે ! પણ, દશમા ધોરણના વેકેશનમાં જ્યોતિષ શિખ્યો હતો અને શરૂઆત સ્વાભાવિક જ “કુંડળી ગણિત” થી કરી હતી ! અને _ટેસ્ટ ડેટા_ તરીકે મારા જ જન્માક્ષર કાઢ્યા હતાં ! ;) , ચંદ્ર કુંડળી અને નવમાંશ ગુણો/કુંડળી અને ભાગ્યરેખાઓ ઉકેલી હતી. અને એના ફળકથનમાં તારવ્યું હતું કે…- “..જાતક બહુ પ્રચંડ બુધ્ધિમતા વાળો થશે…પાછલી ઉંમરે માતા-પિતાને સુખ આપશે…એનો બાંધો મધ્યમ અને મજબુત હશે…દરેક બાબતને પોતાની મેળે ચકાસી લેશે…વહિવટી/સંરક્ષણ/તકનિકી ક્ષેત્રમાં સારી અનુકુળતાઓ છે…મંગળ ભારે હશે ..સાથે સુર્ય અને શુક્ર અને ગુરૂ ની સારી અસર છે….કાલસર્પ યોગ છે….સંગિત અને તકનિકિ ક્ષેત્રો તરફ સારો ઝુકાવ હશે…નાનીમોટી ઇજાઓના યોગ છે…બુધ્ધિ/દુઃસાહસ કક્ષાની બહાદુરી/રંગીલો મિજાજ /તુંડમિજાજી થઈ હશે… ” – !!

અને હાં , “પનોતીઓ” ને બહુ એન્જોય કરિ હતી ! અને ..એટલે જ કદાચ દોસ્તોની દરેક ભાવભીની સલાહો મને …. “બુલ્લેશા” કરાવી આપે છે !!!

“બુલ્લેનું સમઝાવણ આઇયાં..ભેણા તે ભરજાઇયાં…” !!

..અને જ્યારે આબિદા એને ગાય છે, એના ટ્રેડમાર્કિય અને લેન્ડમાર્કિય અંદાજ અને અવાજમાં ત્યારે..કંઈક આરામ મળે છે ! પંકજ અને મનહર ઉધાસ અને જગજિત ની રોમેંટીક ગઝલો જેવો ! પણ વાત “રોમાંસ” ની નથી “રોમાંચ” ની છે !! નાસ્તિક અસ્તિત્વની છે ! મરચાની ધુણી જેવા મિજાજની અને એના પરિણામોની છે ! પણ એવું નથી કે આ પહેલા કોઇએ આવું કહ્યું નથી !

“આલ-નબિ ઉલાદ અલિ..નુ તુ ક્યું લિ-કાન લાઇયાં..” – સારા ઘરના માણસ હોવાથી લઈને પોતે સારા વ્યક્તિ હોવા સુધી…બુધ્ધિશાળી હોવાથી લઈને બહાદુર હોવા સુધી..અને નમ્ર હોવાથી લઈને વિવેકી હોવા સુધીના અને ઉધ્ધત હોવાથી લઈને મનસ્વી હોવા સુધીના…માન-અકરામો લોકોએ આપી જ દિધાં છે…અલબત્ત, મારી નહિ એમની માનસિકતા મુજબ ! ;)

..પણ..મને એક જ વાતમાં મઝા આવી છે , એક જ વાતના મેં સપના જોયા છે ! સ્વ-નિર્ભર હોવામાં..લાત મારીને જવામાં..જાત ઘસીને ચાલવામાં..પડીને પાછા ઉભા થવામાં..થાકવામાં..હારવામાં..જીતવામાં..ત્રસ્ત/પરાસ્ત/અસ્ત થઈને…ફરી છલોછલ ઘમંડથી માથું ઉંચુ કરવામાં..હસવામાં..વગડાઓમાં અણિદાર કાંટાઓ બુટને ચીરીને પગમાં ઘુસી ગયા છે તો..મેં બુમો નથી પાડી..કોઇ વિકૃત/ભ્રમિત/બિમાર માનસિક રોગીની જેમ અચાનક હસી પડ્યો છું..બેકારીના દિવસોમાં મને મારી “અતિ-લાયકાત” ના કારણે પાણિચું પકડાવવામાં આવ્યું હતું ત્યારે “કર્ણાવતી ક્લબ – અમદાવાદ” ની સામેની બિલ્ડિંગમાં..ભુખ્યા પેટે..મારો પ્રથમ પ્રતિભાવ ..હાસ્ય હતો !! એકવાર ઇન્સાસ રાયફલને લોડ કરતાં ડાબા હાથનો અંગુડો કપાઈ ગયો હતો…પણ..રાયફલને નિચે નહોતી પડવા દિધી…અને હસી પડીને…એને બાજુના ટેબલ પર મુકી હતી અને…જમણો હાથ ખેંચીને/વાંકો કરીને ડાબા ખિસામાંથી રૂમાલ બહાર કાઢ્યો હતો ! એકવાર અખબારમાં “ગુણવંટ છો. શાહ” ના કોઇ બેહુદા હિસાબ-કિતાબથી અમસ્તું મન ખિજાઈ ગયું હતું તો મનોમન કહ્યું હતું – “…તું જેટલા મિંડા ડેસિમલ પોઇન્ટની આગળ મુકે છે ને..એટલા તો અમે ડેસિમલ પોઇન્ટની પાછળ મુકીને કામ કરિએ છીએ…સાલા બબુચક.. !!” — ;)

ખૈર..આત્મકથા લખવા નથી બેઠો અત્યારે … ;) પણ..ઇશ્વરે/કુદરતે માણસજાત ઉપર બહુ મોટો ઉપકાર એક જ કર્યો છે…એને અભિમાની બનવાની સમજ/કુ-સમજ આપીને ! અને એના વડે જ બુલ્લેશાની આ વાત અને આબિદાની આ “ચિઝ” બહુ જ પસંદ પડી જાય છે !

“ના મે જોગી…ના મેં જંગમ..ના મે ચિલ્લાં કમાયા હું…,
ના મે ભજમસિતિ-વરિયાં…ના તસ્બા ખડકાયા હું..,
જો દમ ગાફિલ….સો દમ કાફિર…મુરશિદ એ …ફરમાયા હું,
મુરશિદ સુની કિતિ બાહુ…સાનુ..પલ વિચ જા બક્ષ આયા હું..”

( હું કોઇ જોગી નથી..કોઇ માધાંતા નથી..ના હું ધનવાન છું..ના મે બાધા-માનતાઓ રાખી છે…ના કોઇની સામે હાથ લંબાવ્યો છે…કાફિર હોવાની આ જ હિંમત હોય તો એ જ બરાબર છે…સાંભળો ભક્તજનો..આ બાહુઓ વડે હું તમને બધાંને માફ કરી શકું છું ! ) – (નોટ અક્ષરષ: ,પણ ટુંકમાં ! )

..બસ, મઝા છે ! ;) :D :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: