વેલેન્ટાઇન ડે ની પુર્વભુમિકા

0

“પોરડા” હતું એ..”વડોદરા” ની નજીકમાં અને એક ગઝલ-કમ-કવ્વાલીનો જલસો હતો…ગુલાબ અને રજનિગંધાના ફુલોના તોરણો વડે વાતાવરણ મઘમઘી રહ્યું હતું ! ફુલોની પાંખડીઓ અહીંતહીં વેરાયેલી હતી અને એવા કાફિર મુસલમાન મિત્રો હતાં જે મારી જેમ જ “નાસ્તિક” હતાં અને માનવધર્મના સમર્થકો હતાં પણ…અમુક બબુચક લોકો હતાં..પાયજામા ઉંચા પહેરેલા..દારુલ-ઉલમની લીલી પાઘડીઓ પહેરેલા અને કંઈક “કૃત્રિમ વિવેક” બતાવતાં…અને સ્વયં ગુજરાતમાં “ગુજરાતી નહિ બોલવાની હલકટ માનસિકતા વાળા” ! મને એ ગુજરાતી મુસલમાનોથી ચીડ/નફરત છે જે ગુજરાતી હોવા છતાં સ્પષ્ટ ગુજરાતી બોલી/સમજી/લખી/વાંચી નથી શકતાં !બબુચકો…એમાં કયો મઝહબ નડી જાય છે ?! .. તમારી પેઢીઓની પેઢીઓ આ જ જમિન/માભોમ માં દફન થઈ છે અને તમને ગુજરાતી બોલતાં વાંધા પડે છે ?! અરબી શિખવાની તહેઝિબ નથી તમારામાં…મહાન સંસ્કૃત જેવી ભાષાને સમજવાની પણ તમારી લાયકાત નથી..હિંદી ભારતની ભાષા ગણાય છે એ જ મોટો વાંધો છે અને ગુજરાતી પારકી ભાષા છે !!

તો તમે બોલો છો શું ? જીવડે ઉડતેલે..કુતરે દોડતેલે..બચ્ચે ખેલતેલે..!! કોઇ ભાષા તમે અપનાવી ના શક્યા ! “ના ખુદા હિ મિલા ના વિસાલે સનમ…” અને સાદીસિધી રીતે કહું તો..”ધોબીનો કુતરો ના ઘરનો ના ઘાટનો ” ! :D ..અને મખમલ મઢેલી ખુરશીઓમાં બેસવાના આમંત્રણોને અવગણીને હું…એક ટાટાસુમોના જરાક ગરમ થયેલા બોનેટ ઉપર બેઠો હતો..ચ્હા હતી..સિગરેટ હતી..

ખૈર, આ બધાંથી સાવ વિપરિત ધ્રુવોની જેમ….નાસ્તિક મિત્રોનો સહવાસ હતો..મુસ્લિમ સમાજની સ્ત્રીઓ/છોકરીઓ/ખાતુનો(!) સજીધજીને આવી હતી ! લાલચટ્ટ્ક લિપસ્ટિક..અરે ના “લિપ-અ-ઇ-સ્ટિક” હતી ! વાળમાં ગુલાબ અને મોગરાના ફુલો હતાં..છેક હથેળિઓથી છલકાઈને કાંડા અને કોણી સુધી ફેલાયેલી સુશોભિત મહેંદીની “હિના-કારિગરી” હતી…નેઇલપોલિશ હતી લાલઘુમ..અને હોઠ હતાં રક્તવર્ણા !! એ વળી ખુલતાં અને બંધ થતાં હતાં..કંઈક મસ્તિલું બોલતાં હતાં..કંઈક અવનવી મસલતો કરતા હતાં..અને અચાનક…કાજળઘેરી આંખો સ્થિર થઈ જતી હતી અને લાલઘુમ હોઠ અધ્યાહાર રહિ જતાં હતાં ..અને કોઇ અગમ્ય ઉદગાર/શબ્દાર્થ ઉપર …નવાઈ પામી જતાં હાવભાવ હતાં..જે પોતાની સાથે આસપાસના વિશ્વને સ્તબ્ધ કરી નાંખતા હતાં..ચમકતી ઝરી છાંટેલો મેકઅપ હતો…ચળકતાં કપડાં હતાં..વળી તંગતંગ સલવાર-કમિઝ હતાં અને દુપટ્ટાઓને સાચવવાની કંઈક દિલકશ ચેષ્ટાઓ હતી..અને ક્યાંક દુપટ્ટાને માથે ઓઢી લેવાતો હતો અને..અને…ક્યાંક અનાયાસ દુપટ્ટો નહોતો સચવાતો ત્યારે તંગ કપડાઓમાં છુપાયેલા રહસ્યો(!)..ઉફ્ફ.. ત્યાં સમય અટકી જતો હતો અને હું તંદ્રાવસ્થામાં સરી જતો હતો !!

..અને ત્યાંજ એક ગાયક/કવ્વાલ નહિ પણ એનો એક પ્યાદા(!)/આસિસ્ટંટ જેવો એક કલાકાર રાગ છેડે છે..જે મને..મહાન નિખિલ શુક્લને તંદ્રાવસ્થામાંથી જગાડે છે અને હું બોનેટ ઉપરથી ઉતરીને…એક હાથમાં ચ્હાનો કપ અને બિજા હાથમાં સિગરેટને લઈને ઉભો રહી જાઊં છું..મહેરબાન યજમાનો મને બોલાવી રહ્યા છે એ વાતને અવગણીને…એમના હેતાળ પોકારોને માથું નમાવીને ..જરાક હસીને પાછા ઠેલી રહ્યો છું..અને..આસપાસમાં બેઠેલી ખાતુનો અને નવપલ્લવિત છોકરીઓના મસ્તીભર્યા/મજાકિયાં સંવાદોને આગોષમાં લઈને…એક જરાક વધારે જ શ્યામ/કાળી ચામડીવાળા..જરાક લાલ દંતપંક્તિઓવાળા અને સફેદ ઝભ્ભામાં શોભતાં…એક “અ-નામિક/નામાલુમ” કલાકારને..ગળું ફાડીને / ખેંચીને એ પોતાની પંક્તિઓ પુરી કરે છે અને સ્વયં કવ્વાલ/ગાયક / ઉસ્તાદ પોતે બોલી ઉઠે છે પેલા ના-માલુમ કલાકારના માથે હાથ મુકીને..કે… “..ખુદા મુઝે ભી યે ગલા બખ્શે ..” !!

“યાદ ફિર આને લગા દિલકો દુખાનેવાલા….,
જાન લે લેગા મુઝે છોડકે જાનેવાલા….,

કોઇ મિલતા હી નહિ પ્યાર નિભાનેવાલા..,
સબને અપનાયા હે અંદાઝ જમાનેવાલા….” !!

“નામ જાને કા ના લો રાત અભિ બાકી હે,
તુમ હો પહેલું મેં તો હર બાત અભી બાકી હે…

જિંદગી તોડના દેં દમ કહીં મંઝિલ કે કરીબ,
આખરી તુમસે મુલાકાત અભી બાકી હે…””

..એ ૨૦૦૮ નો ફેબ્રુઆરી મહિનો જ હતો…અને વેલેન્ટાઇન્સ નો દિવસ નજીકમાં હતો અને તંગ-તંગ મહોતરમાઓનો સહવાસ હતો…નવાઈ નથી કે…એ ફેબ્રુઆરી દરેક વર્ષના ફેબ્રુઆરી મહિનામાં યાદ આવી જાય છે !!! તારી મહેરબાની છે હે જીવન….કે ખુશ અને ખુશ્ક અવાજો.કોઇ નામાલુમ ગાયકોના ગળે સાંભળી છે અને ધન્ય થયો છું અને તંગ/ચુસ્ત/ટાઇટ કપડાંઓ અને દુપટ્ટાઓ તરફ બેધ્યાન રહીને કયામત લાવી દેતી મહોતરમાઓ એ તોફાની/મદમસ્ત/ગઝલોથી તરબતર/લથપથ રાતોનો સાક્ષી બનવા દિધો છે !!

..વેલેન્ટાઇનસ ડે ની આનાથી વધારે સારી/ઉત્તેજક/હોટ/સિઝલિંગ/મદહોશ પુર્વભુમિકા પહેલા ક્યારેય આવી/બની નથી….અને ભવિષ્યમાં આવશે કે કેમ…એ તો હવે યા રબ..તુ જાણે !… મને તો એ જ યાદ છે…લાલઘુમ હોઠ..લાલ નેઇલ પોલિશ..ચળકતાં કપડાં..તંગ સલવાર-કમિઝ..અને ઉન્માદનો એ અવાજ…એક નામવિહોણા ગાયકનો !!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: