આજે રોઝ-ડે હતો યાર !

0

એ જ..રોજેરોજનું શિડ્યુલ હતું આજે પણ,બજારમાં ગયો દુધ લિધું..શાકભાજી લિધાં..આજે વળી ગાજર પણ લીધાં,લિલા ધાણાં અને લિલા મરચાં ખરિદ્યા,વેલેન્ટાઇન્સડે ની પ્રાથમિક તૈયારીઓ જોઇ,ગિફ્ટશોપ્સમાં નવા કાર્ડ્સ જોયા,એક બે ફ્લોરિસ્ટ્સે કંઈક ઓફર પણ મુકવા માંડી હતી અને,અમુક નવા ફુલો ને નવી રીતના બુકે માં સજાવ્યા હતાં,રસ્તા વચ્ચે અને બાજુમાં ઉભેલી ગાયો હતી,ગૃહિણિઓ હતી..સદગૃહસ્થો હતાં,ભાવતાલ થતાં હતાં..સાંજના ટ્યુશન માટે આવ-જા કરતાં વિદ્યાર્થીઓ હતાં..દરજીની દુકાનોમાં કપડાનું માપ લેવાઈ રહ્યું હતું,નાના મોટા મવાલીઓ આવતી જતી સ્ત્રીઓ અને છોકરીઓને જોઇ રહ્યા હતાં..અમુક સન્નારીઓ વળી કોઇ સસ્તી કોલગર્લ જેવી ડ્રેસિંગ સેન્સ વડે શોભાયમાન હતી અને બિજા મવાલીઓને લલચાવી રહી હતી,અમુક તરૂણ વયની છોકરીઓ જુવાન થઈ રહિ છે એ દેખાતું હતું..છોકરડાઓના ગાલ અને હોઠ ઉપર આછી રૂંવાટી જરાતરા ઘાટી થતી જોઇ શકાતી હતી, એ.ટિ.એમ મશિનના સિક્યુરિટી ગાર્ડસ હતાં..પાર્કિંગ હતું,રસ્તાની વચ્ચે બી.આર.ટિ.એસ નો ટ્રેક હતો..એને કુદી જવાતો હતો,જેમની પાસેથી સીગરેટ લઊં છું એ દુકાનવાળા ભાઈએ,સહસા પુછી/કહિ લિધું, -” હવે તમે ક્યારે ગોઠવો છો , સાહેબ ? શિંગોડાપાન નો ઓર્ડર લેવાની રાહ જો’ઊં છું ઉં’તો કા’રનો..હા..હા,હા”- મેં જરાક કંઈક હસિ લિધા જેવું કર્યું અને કહ્યું, – “..મારું ગોઠવાશે એ જ દિવસથી તમારી આ (સિગરેટ) ની ઘરાકી બંધ થઈ જશે,હા..હા “- ! ;)

આવી ગમ્મત પણ હતી જોડે ઉભેલા અને રોજ દેખાતાં છતાંય અજાણ્યા વ્યક્તિઓ અને એમના જાણિતા ચહેરાઓ હતાં,ધુમાડો હતો,પડી ચુકેલી સાંજની ઠંડી હવા હતી,અને હાં, ટ્રાફિક હતો..વગેરે વગેરે. ખૈર,હું exploit database ઉપરથી કોઇ જુની/રેન્ડમ અને વિચિત્ર વલ્નરેબિલિટી અને એક્સપ્લોઇટ લઈ આવું છું, ટેસ્ટ સર્વર તૈયાર કરું છું,કોઇ ચોક્કસ એન્વાયર્મેન્ટ તૈયાર કરું છું,અને પછી એને હેક કરું છું,તે છેક “રૂટ” કરી લેવા સુધી..પછી અમુક કલાકોની મહેનતથી બનાવેલું એ એન્વાર્ય્મેન્ટ અને બાકી બધું બાઇનરી..-“..ઇધર ઉધર જો બિખરા હે..”- ને ૩૫ પાસિસ વડે રિમુવ કરું છું..પછી આવા રોજ જેવા સ્ટેટસ લખું છું,રોજની જેમ જમવાની અને માંજવાની ભાંજગડ કરાય છે..”અહેમદ-હુસૈન” ની એક બહુ મેલોડીયસ ગઝલ સાંભળું છું. આજે..રોઝ-ડે હતો યાર ! રોજ જેવો જવો જોઇએ ! :D

“રાહ-એ-ઉલફતમેં આપ સાથ નહિ ,
જાઇએ..ખૈર,કોઇ બાત નહિ,,

યું તો હર ચિઝ મેરે પાસ મેં હે,
સિર્ફ હાથોમેં ઉનકા હાથ નહિ..,

ચાંદ તન્હા સફર મેં હૈ ’હસરત’,
સંગ તારોં કી વો બારાત નહિ,

આતે-જાતે સલામ હોતા હૈ,
પહેલે જૈસે તાલ્લુકાત નહિ,..” _”હસરત જયપુરી”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: