તુટ જાયે ના ભરમ હોઠ હિલાઊં કૈસે

0

“તુટ જાયે ના ભરમ હોઠ હિલાઊં કૈસે, હાલ જૈસા ભી હો લોગોંકો સુનાઉં કૈસેં,
ફુલ હોતા તો તેરે દરપે સજાયે રખતા, ઝખ્મ લેકે તેરી દહેલીઝ પે આઉં કૈસે..”

…સુરતની નજીકના કોઇ અંતરિયાળ ગામડામાં મધ્યમ કદના એક તળાવના કિનારે…એક મસ્જિદ કે કદાચ કોઇ દરગાહ હતી અને એની અમુક-તમુક વર્ષગાંઠ કે વગેરે કંઈક હતું…હું અને બે-ચાર મિત્રો રખડતાં/ભટકતાં/આવારા/ભણેલા ખરા પણ દુનિયાદારીથી ગણેલા નહિ…શેહ-શરમ અને સંકોચ ખરો પણ ઉધ્ધતાઈને મિલકતની જેમ સાચવીને બેઠેલા…અને હાં..અગેઇન.. એ “ચાંદ કાદરી” હતો…!! ..અને એણે એક બહુ જ ટુંકી-બહેર ની ગઝલ ગાઈ હતી.. – “દિલ ગયા…દિલ ગયા..દિલ ગયા… , બેવફા યાર ક્યા મિલ ગયા…” !!

વચ્ચે વિરામ પડ્યો/આવ્યો એમાં.. ગોળ-ગોળ ખુરશીઓ ગોઠવી…ચ્હા પિધી…સિગરેટના પેકેટ્સ ખાલી થયાં…અને મહારથી..સુર્યપુત્ર કર્ણના કવચ-કુંડળની જેમ વરી ચુકેલું લેપટોપ બાજુ પર રાખ્યું… ;)

..”..આપકા ચહેરા…ઉસ નિતિન મુકેશ જૈસા લગતા હે..મતલબ કી આપ ખુદ નિતિન મુકેશ જૈસે લગતે હે…યા કહિએ કિ આપ દોનો એકદુસરે જૈસે લગતેં હે… ” – મેં કહ્યું અમસ્તાંજ/ગમ્મતમાં ! ;)

સામેથી જવાબ આવ્યો કે… – “..તો વો ભી તો…બહુત હે-ઇ-ન્ડ-સમ લગતૈ હૈં..માશાઅલ્લાહ.. હે હે…”

હસ્યાં..અમે બધાં હસ્યાં… મેં ફરી અટકચાળો કર્યો… – “..તો યે ગઝલો કા નશા ઐસે હિ આતા હે યા…ફિર કુછ હે…છુપાયા હુઆ..જો કિસિકો બતાયા નહિ અભિ તક ?! ..યે હંડસમનેસ કહાં સે આતિ હે…?! ” — ;) ;)

“..બસ..આતી હે…” – એમનો ટુંકો જવાબ ! , પછી એ અટક્યાં..બે-એક સેકંડ..પછી કંઈક ભળતું જ બોલિ ગયા !

“..યે લોગ જો યહાં બૈઠે હે…કવાલી સુનને આયે હેં, બ-ખ્ખ્શિશઅઅ-શ (!) દેં રહેં હૈં…અભિ ઇનકે ઘર ચલા જાઉં તો પાની તક નહિ પુછેંગે…મેં બહુત બદનામ હું..નિખિલજી..અપની કૌ-અ-મ મેં..મેરે કિરદાર તક કો કાફિર માન લિયા હે લોગોને..નમાઝ કે લિયે મસ્જ-જિદ મે નહિ જાને દિયા થા…ખરિદને કો ઝમિન નહિ દિ થી..હા..હા..હા..શાદિ કે લિયે લડકી નહિ દિ થી…”… પછી એ પહેલી આંગળી અને અંગુઠા વડે રુપિયા ગણવાના ઇશારા સાથે..જરા ઝુકે છે મારી તરફ..અને કહે છે…

“…પર યે આવામ “ચાંદ” કો પરખને કો નહિ આતા હે…યે ચાંદ કો સુનને આતા હે..ઔર અપને કો વો (ગાયકી !) અચ્છા રખના હે…જિસ દિન વો હિસાબ કરેગા ઉપર કહિં…ઉસ દિન દેખેંગે ભ’ઈ…કોન સહિ હે..કૌન ગલત હે..”

..અને પછી એણે અમસ્તાંજ એની જ એક કવ્વાલીમાં કહેલો એક શેર કહી દિધો..અમે બધાંને આવકાર્યો…વાતો આગળ ચાલી…રાત ચાલી..મહેફિલ ચાલી…તળાવના કિનારે પાર્ક કરેલી ટાટા સુમોના બોનેટ ઉપર હું ફરી ફરીને આ – આમતો નજીવી/નગણ્ય/ક્ષુલ્લક – વાતને , સ્ટેજ પરથી ગવાઈ રહેલી બિજી ગઝલોની સાથે-સાથે મમળાવતો રહ્યો..મલ્ટિટાસ્કિંગ મોડ માં ! ;) …અને..એણે કહેલો શેર ઉપર સ્ટેટસની શરૂઆતમાં લખતો રહ્યો..

સાચું જ તો છે…શેર સારો છે અને એથિય વિશેષ એ મુળ વિચાર સારો છે ! સજ્જનો સુગ ચડે એવી વાતો/ફિલોસોફિઓ જ ચુંથ્યા કરે છે અને બદનામ લોકો સારું અમલમાં મુકે છે !! અને બદનામી અને “સુ-નામી” (!) વચ્ચે ભટકતા લોકોની એની પોતાની એક મઝા છે…કોન્ટ્રાસિવ-મઝા ! – “..સારા જહાં મસ્ત…જહાં કા નિઝામ મસ્ત..” !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: