રોમાન્સ ફ્લર્ટિંગ મઝાક મશ્કરી

0

“..તુને દુનિયાકી નઝરો સે છુપાકર લિખે થે…સોલાહ સાલ મેરે નામ બરાબર લિખે થે..,

તેરે ખત આજ મેં ગંગામેં બહા આયા હું…આગ બહેતે હુએ પાનીમેં લગા આયા હું…”

..રોમાન્સ કે ફ્લર્ટિંગ કે મઝાક કે મશ્કરી કે ગમ્મત…કેવી જીવલેણ હોય છે નહિ ?! …

“થઈ ગયો લોહિ લુહાણ હું,
સ્મૃતીને’ય કેવી અણી હોય છે..!” __?!

..સારી યાદશક્તિના ચોક્કસ કેટલા નંબર-ઓફ-ગેરફાયદાઓ હોય છે ?! ખબર નથી !

“હર હાલમેં પેશ-એ-નઝર હે વહિ સુરત,
મૈંને કભી રૂ-એ-શબ-એ-હિજરાં નહિ દેખા..”

..પણ, મુસ્તાક આત્મા…સરબુલંદી અને કૈફમાં ગુલતાન આત્મા અને..કોઇ શાપિત/ ભટકતો આત્મા…શું કરી શકે ?, સિવાય કે…એ ખુશ રહે..તલાતુમ રહે…ગુમનામ રહે અને લાઇફમાં બસ ધુમધામ રહે… ઘણાં વખતે એસ.ટી. બસમાં મુસાફરી થઈ ગઈકાલે અને એક મહિલા કંડક્ટર પાસે ટિકિટ માંગી…વહેલી સવારે શાલ ઓઢેલી હતી એ સન્નારીએ…અદ્દલ મારા ચશ્મા જેવા જ ફ્રેમલેસ ચશ્મા ધારણ કર્યા હતાં…વાન ગોરો હતો…અને કંઈક દિપિ ઉઠતો શરિરનો બાંધો હતો…પગમાં બુટ જેવી મોજડી પહેરેલી હતી..વળી મોજા હતાં…ખભે ટિકિટનું નવું આવેલું મશિન હતું અને…પરચુરણ અલગ રાખવાનું એક પાઉચ પણ લટકાવેલું હતું…મારે પાછા લેવાના રૂપિયાના બદલામાં મેં કંઈક રૂપિયા છુટા આપવા અમુક સિક્કા ધર્યા…અને..કંઈક હસીને..કંઈક નજાકતથી…કોઇ અગમ્ય લગાવથી..અથવા કહો કે એક સ્ત્રી સહજ સૌમ્યપણાંથી એમણે..ના કહ્યું !! – “..દશની નોટ નથી…દશની નોટ આવે ત્યારે આપજો ને…” !!!

…સવાર સવારમાં ખાલી બસ..પેસેન્જરોની પાંખી હાજરી..ખુલ્લી ઠંડી હવા અને મસ્તાન થઈને આપણે પાછી બારી ખુલ્લી રાખી હોય ! …પણ ઉષ્માભર્યા સંપર્કની એક ગરમી હોય છે ! હવે એકધારા અને બહુધા શુષ્ક/ચિડિયા/એલફેલ અને ક્યારેક ભીડમાં “ચાન્સ મારી લેવાની પેરવી કરતા” પુરૂષ-કંડક્ટરો સિવાય કોઇ સૌમ્ય અનુભવો થશે એ વિચાર જ વહેલી/ભીની/તાજી/ઠંડી સવારને આહલાદકતાથી ભરી દેવા પુરતો હતો !

૧૫-૨૦ કિલોમિટર પસાર થયાં..એ સન્નારી પાછા આવ્યા…અને અગેઇન…સ્ત્રી-સહજ પ્રકૃતિથી જ .. સાવ અચાનક એમણે પુછ્યું…– “..તમે પે’લા આવતા’તા ને આજ બસમાં..??” .. અને તરત જ ફરી બિજો પ્રશ્ન.. – “…નિખિલ ને ?! ”

..પછી એ દુનિયાદાર વિનય જાળવે છે.. “તું..તમે..તને…તમે..તને..તું…તને..તમે..” !!! મેં પણ ઔપચારિકતા જાળવી અને..ધિમેથી / શાંત અવાજે એમનું “આખું નામ ” કહ્યું/બોલ્યો !! ..જવાબમાં એ હસ્યાં…મોં ઉપર હાથ મુકીને હસ્યા..આજુબાજુ બિજા પેસેન્જરોની સામે જોયું ના જોયું કર્યું..અને..સામેની ખાલી સીટમાં બેસી ગયાં !

અમે ક્યારેક સાથે અપ-ડાઉન કરતાં હતાં…કોલેજમાં અલબત્ત, અલગ-અલગ સ્ટ્રિમમાં ! પણ બસમાં આડકતરી રીતે મુલાકાત થતી…ક્યારેક વાતચિત થતી..ક્યારેક “છોકરી છે યાર…” – એમ સમજીને જગ્યા ખાલી કરી આપતો…વગેરે વગેરે..

ખૈર…ફરિથી સ્ત્રી-સહજ..એમણે ફરી ઉધડો લીધો…

“…શરીર કેમ ઘટી ગયું ? ” .. “..મેરેજ કર્યા કે નહિ…? કોની રાહ જોવાની છે ? …” – “..બિજુ શું ચાલે છે લાઇફમાં ?!” – “સરકારી જોબ લિધી એમ ને !!! ” – “..હસબન્ડ શું કરે છે ?! ” — વગેરે વગેરે.. :D

એ છોકરી અને હવે સન્નારી (!) ..પણ એકલા અને હું પણ એકલો..અમુક તકલિફો/કકળાટો..વહેંચ્યા…સાંભળ્યા..અને અમુક હરખપદુડા પેસેન્જરોએ જોયા / સાંભળ્યા કર્યું…અને અમદાવાદ આવતાં-આવતાં…અમે વાતો કરી..પેટ ભરીને…બસ ઉભી રહિ..નિચે ઉતર્યા..ચ્હા પિધી…અને.. — “અલા..ઓય..તે સિગરેટ ક્યારે શરૂ કરી ?!…”

…મેં એને હસતાં હસતાં એક શેર કહ્યો.. ;)

“હર એક ખુશી ને તેરે ગમ કી આબરુ રખ લી,
હર એક ખુશી સે તેરે ગમને ઈન્તકામ લીયા …”

…બંને જણાં હસ્યાં..પછી ફોન નંબર આપ્યા/લિધાં અને અધુરી વાતો ફરી કરવાની અને અઠવાડીએ એકાદવાર તો મળવું જોઇએ ના કોલ આપીને છુટા પડ્યા…અને…સાંજે એક મેસેજ આવ્યો..ઇંગ્લિશ આલ્ફાબેટ્સમાં …એ જ સ્ત્રી સહજ રીતે..આડેધડ/ઓચિંતો/સહસા… – ” સિગરેટ બિગરેટ અને ફિગરેટ..છોડી દે ને… ” – મેં માત્ર સ્માઇલિ મોકલ્યા જવાબમાં…મોંફાટ હસતાં – :D :D – …અને બિજી વાતો..હવે બે-એક દિવસમાં ફરી મળીશું ત્યારે કરિશું ! :D

..અને અમારા બંને જણાના ચહેરાઓ યાદ કરીને આ સ્ટેટસ લખાયું એની વાત પણ કરિશું ! :D :D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: