સર્વરને હેક કરવું અનિવાર્ય છે !

0

..આપણે એક રીતે એના પ્રેમમાં હોઇએ છીએ. અને સાચા પ્રેમ ની જેમ જ આપણી જાણ બહાર જ એ ચાહત પાંગરતી હોય છે ..ક્યારેક ફાટીને ધુમાડે પણ જાય છે !!

As “che” said once… “Let me say, at the risk of seeming ridiculous, that the true revolutionary is guided by great feelings of love.”

..કોઇ server ને hack કરવું એટલા માટે અનિવાર્ય _લાગવા_ માંડે છે કેમકે જાણતાંજ આપણને એનામાં રહેલું આપણા-પણું દેખાવા માંડે છે. કોઇ પ્રેમોત્સુક-જવાન વ્યક્તિએ કોઇ પ્રિયપાત્ર માટે વિચારી હોય એવી બધી જ _Perfect_ કલ્પનાઓ – settings/Configuration – અલબત્ત , server ને લાગતી – આપણી આગળ જાણે કે જાહેર થવા લાઘે છે.

ગમે તેવા અખતરાઓ સામે જરાક પણ મચક ના આપતાં સર્વર ની એની પોતાની એક _મસ્તી_ હોય છે, જે કોઇ 17 વર્ષની wanna-be girlfriend કરતાં જરાય ઉતરતી નથી હોતી ! , દરવખતે કોઇ ને કોઇ obstacle (rejection,noreply,silent,drop.. …) ઉભું કરતૂ સર્વર પણ કોઇ તોફાની પ્રેમિકા જેવું ક્યારે લાગવા માંડે છે એ ચોક્કસ second T1 તો.. – “..એ પણ હું ક્યાં જાણું છું..” ,

એક પણ port ખુલ્લો આ આપીને ખરેખર તો એ secure/hardened , server/code આપણાં મન-મગજનાં બધાંજ port ખોલિ નાંખે છે ..

પ્રયત્નો..પ્રયત્નો..પ્રયત્નો…અને માત્ર પ્રયત્નો..સવાર થી સાંજ થી રાત થી ફરી સવાર સુધી..ટકી રહેવાની..પોતાની જ નિષ્ફળતાઓ ને મમળાવતાં રહેવાની જે હિંમત – તૈયારી – લાયકાત .. હેકિંગ આપે છે …એ દુનિયામાં ક્યાંય નથી મળતી અથવા કહો કે મેળવવી અઘરી છે અને આટલી સુલભ તો.. – “..માધવ ક્યાંય નથી મધુવનમાં..” – !

“બફર ઓવરફ્લો” ને અલગ અલગ સ્થિતિ/પરિસ્થિતિઓમાં જોવાને માટે જે સમાધિસ્થ/એકાગ્રતા-સ્તતા (!) કેળવવી પડે છે એ…બાણાવણી અર્જુન અને દશાનન..લંકાધિપતિ રાવણ ની શિવસાધનાની તુલનામાં પુરેપુરી લાયક ઠરે છે ! અને મોડીરાત્રે જ્યારે કોઇ એક્સપ્લોટ બની જાય છે…રન/એક્ઝિક્યુટ થઈ જાય છે..કોઇ વલ્નરેબિલિટી મળી જાય છે…જ્યારે મેમરી લિકેજનું પગેરું મળી જાય છે…ત્યારે…અનંત બ્રહ્માંડમાં માણસજાતના એકલા હોવાની વ્યથા સમજાય છે !!

…એ ફાટફાટ થતો..છલકાઈ-છલકાઈ જતો…ઉભરાઈ જતો..એ રઘવાટ/ઉન્માદ/ઉમળકો/કૈફ/ગુમાન…આનંદ…અભિમાન…અને એને કોઇની સાથે વહેંચી ન શકવાની જવાબદારી..નૈતિક મુલ્યો અને એમની સહિયારી લાચારી..તમને સંયમિ બનાવી જ નાંખે છે આખરે !!

ખૈર..હું કલાકો…દિવસો…મહિનાઓ…આજીવન બોલી/લખી/કહિ અને હાં શિખી શકું છું…આ “દૈવી/ગેબી/તામસિક/સાત્વિક/પૈશાચિક/અ-દુન્યવી” વિદ્યાને !

..પણ..અને.. હું આસપાસ જોઊં છું…બે કોડીના/લેભાગુ/ઉઠાવગીર , કવિઓ/લેખકો/કવિયત્રિઓ/લેખિકાઓની જ જમાત જેવા… ગંધાતા/કોહવાઈ ગયેલા હેકર્સો(!) ને જે…જખ મારે છે…ગેરસમજો ફેલાવે છે…ગોરખધંધા કરે છે.. ..અને…નાના હતાં ત્યારે પ્રાથમિક શાળામાં દિવાલો ઉપર લખેલા સુવિચારોનો અર્થ આજે સમજાઈ જાય છે …બહુ જીવલેણ રીતે સમજાઈ જાય છે !

“અધુરો ઘડો છલકાય..” અને “વિદ્યા વિનયથી શોભે છે ” !

…વિનય એટલે એમ નહિ કે..કોર્પોરેટિયન-બબુચકોની જેમ વાતવાતમાં “થેંક્યુ..થેંક્યુ…સોરી..સોરી” કરતાં રહેવું !! … વિનય એટલે…તમારા ગ્નાન/વિદ્યા તરફની તમારી જવાબદારી , એ કોની સાથે વહેંચી શકાય કે ના-વહેંચી શકાય એ સમજી શકવાની અને એને સમજવાની… ક્ષિર-નીર પારખવાની તમારી તૈયારી/હિંમત .. એ વિનય !

…હે કુદરત એક દિવસે મને તક આપજે..હું આ બે કોડીના બબુચકોના મગજને હેક કરીને એમના ન્યુરોન્સમાંથી કોમ્પ્યુટર સાયંસનો એકડો જ ભુંસી નાંખીશ !

મારી માતૃભાષાને આ ગંધાતા કવિઓ અને કવિયત્રિઓ તહન-નહસ કરવા બેઠા છે, ભાષા-શુધ્ધિના નામ પર..અને મારા દેવાધિદેવ જેવા બાઇનરી-સાયંસ ને ઉઠાવગીર હેકર્સ બગાડી રહ્યા છે, પ્રોફેશનલિઝમ(!) ના નામ પર ! .. આજે એક-બે ઝડપાઈ ગયા તો લપેટી લિધા એ લોકોને..- “..સબકા બદલા લેગા … નિખિલ ’ફૈઝલ’ ખાન…” ! :D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: