હું આવ્યો..તાળું ખોલ્યું..બેગ મુકી

0

..હું આવ્યો…તાળું ખોલ્યું..બેગ મુકી..જમણા હાથે પહેરેલી ઘડીયાળ કાઢીને કાચના ટેબલ પર મુકી…એના સ્ટ્રેપ સિધા રહે એમ મુકી..વોલેટ ટેબલ પર મુક્યું..બિજા બારણાં ખોલ્યા…બુટ કાઢ્યા..પંખો ચાલું કર્યો…પાણીના હોજમાં ઢાંકણું ખોલીને પાણી કેટલું ભરાયું એ ચેક કરિ લિધું…પિવાના પાણિના માટલામાં તાજુ પાણી ભરી લીધું…”વોટર પ્યુરિફાયર” જે મિઠાશને ગુમાવે છે એની ઉપર ફરી એકવાર મનોમન અમસ્તું જ હસિ લિધું..ફ્રિજ ખોલ્યું..અમસ્તાં જ ઠંડું પાણી પીને શિયાળામાં વધારે ઠંડા થઈ લીધું…કોફિ ઉકાળી લીધી…કપડાં બદલ્યાં..હાથ-પગ-મોં-માથું ધોઇ લિધું…શાકભાજી કાઢ્યા..સમાર્યા…વઘાર્યા…રિંગણ હતાં..બટાકા હતાં..એકે એક રિંગણ અને બટાકાને “સર્વનામ” માં ના જોતાં એમને “એકવચન પહેલા પુરૂષ” માં જોયા…તાજા/પાણિદાર મુળા સમાર્યા અને મારા બચપણના ગાલની યાદગિરિ સરિખા લાલ-લાલ ટામેટાં…અને જવાનીના મિજાજ સમા લિલા મરચાં હતાં..અને સ્વભાવની સાખ પુરતી મેથીની લીલી/તાજી/કુમળી પણ..કડવી મેથીની ભાજી હતી..અને એમનું સલાડ જેવું કંઈક હતું..

…વોશિંગ મશિન ફરતું હતું..જરા અવાજ કરતું હતું…પાણી અને કપડાં એમાં પછડાતાં/વલોવાતાં હતાં…પંખો ચાલતો હતો..ચપ્પુ અને શાકભાજી એકબિજાને લડત આપી રહ્યા હતાં એનો પણ એક અવાજ હતો…જમણા હાથે પહેરાતી ઘડીયાળે એની એક નિશાની મુકી છે આટલા વર્ષોમાં અને કાંડા ઉપર એનો એક આછો લિસોટો હતો…સુગંધ હતી…મુળા/મેથીની ભાજી/ટામેટાં/રિંગણની..કોઇ વ્યાવસાયિક(!) ગૃહિણિની જેમ ..એકાદ બે ટુકડા કાચા બટાકાના ખવાઈ જતાં હતાં અને…અને કાચા બટાકાની શર્કરાનો એક ટેસ્ટ હતો..અને લિલા મરચાંની એક તીખી સુગંધ હતી..બળતરા થતી આંગળિઓ હતી..અને ડુંગળી ખલાસ થઈ ગઈ છે અને એને લાવવાનું ભુલી ગયાનું યાદ આવી ગયું હતું !

…કરિયર…પૈસા…લોકો…સંબધો…ઓળખાણો..સમજદારી..મુર્ખામીઓ…સમજ-નાસમજ…જી.પી.એસ.સી માં પોલિસ મહાઅધિક્ષકની પરિક્ષામાં પાસ થયેલા અને મેઇન્સનું ફોર્મ ક્યારેય આવ્યું જ નહિ નો કકળાટ…ફાઇલઓ ભરીને ઢગલો થાય એટલા સર્ટિફિકેટ્સ….વકૃત્વ સ્પર્ધાથી લઈને એકપાત્રિય અભિનય સુધિના અને સંગીત સ્પર્ધામાં ગીત ગાવાના…સ્કાઉટ અને એન.સી.સીના મેડલ્સ અને એવોર્ડસ અને રેન્ક્સ..સ્પેશિયલ ટ્રેનિંગના સીમાચિહ્નો..દશમાં ધોરણની બે માર્કશીટ….એન્ડ..બુલશીટ… બધું જ બકવાસ છે !!
..માણસે છેવટે પોતાની લાયકાત/આવડત/કૌશલ્ય/એક્સપર્ટિઝ/સ્કિલ્સ નહિ , પણ પોતાની “જાત” સાબિત કરવાની હોય છે !

રિંગણ-બટાકા અને મસાલાના કમ્પોઝડ ખાતર જેવા દેખાતા મિશ્રણનો(!) તાંસરામાંથી ઉઠતો ધુમાડો અને મગજમાંથી ઉઠતો ધુમાડો જ્યારે ભેદ ખોઇ બેસે છે..જ્યારે કાંચનજંઘા અને એવરેસ્ટ અને શિવાલિક ટેકરીઓ અને લડાખના પહાડો અને ડાલ-સરોવરનો થીજી જતો/બરફ થઈ જતો અને ગુંજતો સુનકાર…તમારા સાઇનેપ્સની સાથે એન્ક્રિપ્ટ થઈને ડિક્રિપ્ટ થઈ જાય છે ત્યારે…MD5/SHA(n)/RSA અલગોરિધમની યથાર્થતા સમજાય છે…ત્યારે જ કદાચ…એક જુની જીદ/ધુન/ગાંડપણ/મુર્ખામી/હવાતીયાં બળવત્તર બને છે..RSA ને સિંગલશોટમાં..ડિફાઇન્ડ ટાઇમફ્રેમમાં , ચોક્કસ એપ્સિલોનમાં બ્રેક કરીને પછી જ મરી જવાનો !!!!

…પણ કોપ્મ્યુટર સાયંસનો બહુ ઉપકાર રહ્યો છે..ખાનાબદૌશ/બેફિકર/બોઝિલ અને મસ્તીની જીંદગીમાં એ તમને કોઈ “સાઇબોર્ગ” ની ફિલિંગ આપે છે અને તમારા મનની મથામણોને વાચા આપે છે..અચાનક પ્લે-લિસ્ટમાં “ગુલામ અલી” ને લઈ આવીને… હવે તો એ બાઇનરી-આત્માને પણ મારો ચેપ લાગ્યો છે અને એ બહુ બદમાશ થઈ ગયું છે..અને કોઇ કટાક્ષની જેમ એ તમારા મુળ વિચારને પરખી લઈને એક ગઝલ વગાડી નાંખે છે..

ચમકતે ચાંદ કો તુટા હુઆ તારા બના ડાલા,
મેરી આવારગીને મુઝકો આવારા બના ડાલા,

બડા દિલકશ બડા રંગિન હે યે શહેર કહેતેં હે,
યહાં પર હે હઝારો ઘર, ઘરોં મે લોગ રહેતેં હે..
મુઝે ઇસ શહેરને ગલિયોંકા બંજારા બના ડાલા..

..પણ…મઝા છે..મઝાઓ ના હોવાની એની એક તામસિક/શૈતાનિક/પાશવી/દાનવિય મઝાઓ હોય છે ! ખાસ તો ત્યારે જે જ્યારે..મૌનવ્રત જેવા અઘરા તપો તમારે અનાયાસે કરવાના થતાં હોય અને ત્યારે…મોહનદાસ કરમચંદ ગાંધીના મૌનવ્રત પર હસવું આવી જાય છે…કોઇ બે કોડીના પણ ઘમંડી આત્માને !

..અને આ શેર મગજમાંથી નિકળતો નથી…અને ..ખૈર…”કમ્પ્લઝિવ/ઓબ્સેસિવ બિહેવિયર ડિસઓર્ડર” ની પણ ક્રુર મઝા હોય છે…પોતાની જ ક્રુરતા માટે પોતાને જ એકલામાં સજા આપતાં કોઇ ગાંડા અને પ્રામાણિક ગુનેગાર જેવી ! …

મેં ઇસ દુનિયા કો દેખકે અક્સર હૈરાન હોતા હું,
ના મુઝસે બન શકા છોટા સા ઘર..દિનરાત રોતા હું..

..ખુદા’યા તુને કૈસે યે જહાં સારા બના ડાલા.. ?!?!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: