બાઈક લઈને અજમેર જવા નિકળ્યો..

0

અજમેર એકવાર જવા નિકળ્યો હતો બાઇક ઉપર એક મારા જેવો જ દોસ્ત હતો નાસ્તિક “હારૂન શેખ” !! હું અચાનક એક કામમાં રોકાયો બે-એક કલાક મોડું થાય એમ હતું પણ હારૂન સાલો ધુની એ નિકળી ગયો બાઇક ઉપર અને વેલ પેલી ટ્ર્કની આગળની બાજુએ મોટો ખાડો / ગોબો પડી ગયો હતો કોઇ શ્રિફળની જેમ હારૂનની ખોપડીના ટુકડાઓ મેં જોયા હતા “ગોધરા સાર્વજનિક હોસ્પિટલ” માં હું રહિ/બચી ગયો !

એ દારૂ પિતો હતો મુસલમાનિયતથી જોજનો દુર હતો પણ બહુ દિલફેંક દોસ્ત હતો મને ક્યારેય દારૂ પિવા ના કહ્યું પણ અડધી રાત્રે અમે સ્મશાનો અને કબ્રસ્તાનો ફેંદતા ભુતો અને ખવિસોને સતાવવા ! એ પછી અજમેર થી એક નફરત થઈ ગઈ છે ! :)

અમસ્તાંજ એક મિત્ર સાથે વાત નિકળી આવી “ચાંદ કાદરી” યાદ આવ્યો અને મને મારો દોસ્ત યાદ આવી ગયો “હારૂન”. મારા સ્ટેટસ મારા જે તે સમયના મેન્ટલ-સ્ટેટસ હોતાં હોય છે તો આ પણ છે અને તો જે મિયાંભાઈ કે મુસલમાનને વાંધો હોય એ લોકો જખ મારો. તમે જુઠ્ઠા તમે જે અર્થ કાઢ્યો છે એ તમારો-મનઘડંત-અલ્લાહ જુઠ્ઠો જાવ સાલાઓ તમારા અલ્લાહ કરતા મારો એ દોસ્ત વધારે વાસ્તવિક હતો. “મોયુદ્દિન ચિસ્તિ” કરતાં મને એ કાફિર દોસ્ત વધારે મહાન લાગ્યો હતો એ લડતો હતો મારી જેમ જ પોતાના સમાજની બદિઓથી. ખાલી ભજનો/કવ્વાલિઓ નહોતો ગાતો. બસ મઝા આવી એ દિલેર હતો મારા જેવો હતો અને બાઇકર હતો મારી જેમ અને ગંધાતો/એલફેલ/ઝગઘાખોર/ઉધ્ધત/અળખામણો હતો, પણ બે-તહાશા બે-માની બે-નિયાઝ હતો. મારી સિગરેટનો ધુમાડો જ્યારે એની _વ્હિસ્કી-મઢેલી_ આંખોમાં આવતો/લાગતો ત્યારે બહુ કૈફિયતથી એ આંખો લુછતો હતો. “બેગમ અખ્તર” ની “ઠુમરી” ના નશાની એણે મને ઓળખાણ કરાવી હતી. અને “Yamaha Rx 100” નો એ દિવાનો હતો. એની કબરમાં મેં મુઠ્ઠીઓ ભરીને માટી નાંખી હતી. અને એના નાસમજ પપ્પાએ કબ્રસ્તાનમાં પણ ધિમા અવાજે મને (નિખિલ) અને હારૂનના બિજા દોસ્તોને કોસ્યાં હતાં અને હું મારા સ્વભાવથી વિરુધ્ધ ચુપચાપ નિકળી ગયો હતો બિજા દોસ્તો પણ ચુપ રહ્યા હતાં. એક મારા જેટલા જ સારા અને ખરાબ અને ગંધાતા દોસ્તની દફનવિધિ હતી એની એક મર્યાદા હતી. એના હારૂનના ગધેડીના બાપને અમુક દિવસો પછી અડફેટે લઈ લિધો હતો અને અમને ખબર છે કે હારૂન જન્નત અને જહન્નમની વચ્ચેની કોઇ જગ્યાએ બેસીને વ્હિસ્કી પીતાં પિતાં હસતો હશે અને કહેતો હશે – “મારો ડોહો છે જ અવળચંડો બહુ મોટો નંગ છે ” ! – એ હારૂન હતો. એક દાદા ગુજરી ગયા ત્યારે હું રડ્યો હતો મનોમન પછી હારૂનના મૌત ઉપર ગળે ડુમો બાઝ્યો હતો .

..અને અમે ઝગડ્યા હતાં પહેલા એણે મને ટિપિકલ મિયાંઓની જેમ “હિંદવો” કહ્યું હતું અને મેં એને બ્ર્હ્માગ્નિની આંચ સાથે “ગેલ** બોડ્યો ” કહ્યું હતું અને અમારી મિત્રતાની એ પછી શરૂઆત થઈ હતી !

એ દોસ્ત હતો મારી જેમ જ બાઇકર હતો અ-સામાજિક/અ-વ્યવહારુ/અ-દુનિયાદાર હતો અને નાસ્તિક હતો ખૈર લોકો કહેતાં હતાં કે હારૂન પોતાના “પેટ્રોલ પંપ” ની આસપાસ અમુક લોકોને “મર્યા પછી પણ દેખાતો હતો ભુત થઈને ” -!

મને નથી દેખાયો પણ કદાચ એટલા માટે કે હું એને ભુલ્યો જ નથી એની ખોપડીના ટુકડાઓ ઉપર હજુય ચોંટી રહેલા અને લોહી જામી જવાના કારણે ઘેરા લાલ/કાળા થઈ ગયેલા વાળના ગુછ્છાઓ અને એની નિચેના અમુક માંસ ચોંટેલા ટુકડાઓ મને ક્યારેય ભુલાયા જ નથી !

પોતાની બહેનોના લગ્ન માટેની ચિંતા કરતો અને વ્હિસ્કી પીતો અને બાઇક ચલાવતો અને મને કોઇ “માલ પટાવી” લેવાની સલાહ આપતો એ ભુત-કાળ થયો જ નહિ ક્યારેય. એ એક જ હતો કે મારી જેમ મરિ ફિટવા તૈયાર હતો અને મરિ ગયો ગોધરા અને વડોદરા ઉપર બનેલા બાયપાસ ઉપર.

મને એ અજમેર અને ગોધરા-વડોદરા બાયપાસ અને yamaha rx 100 થી એક ચીડ થઈ ગઈ છે હવે. બાઇક ઉપર લેહ-લડાખ જવાનો ટાઇમ શોધતા બહાદુરીનો ફાંકો રાખતા અને હોશિયારી અને ગમે તે દુર્ગમ જગ્યાઓ એ બાઇક લઈને જવાની કહાનિઓની ગુલબાંગો ફેંકતા નિખિલ કુમાર અજમેર જવાની વાતથી જ ચુપ થઈ જાય છે એ હારૂનના અકાળે આવેલા મૌતનું ખુન્નસ છે હકિકતે !

જે ખુદા/અલ્લાહ/પરવરદિગાર કે ભગવાન કોઇ એક નાસ્તિક પણ સાફ/અખંડધુનના અગ્નિ જેવા વ્યક્તિત્વને ના બચાવી/જીવાડી શકે બલ્કે તડપાવે એવા ખુદા કે ભગવાનનો હું બહિષ્કાર જ કરું છું એ જ એ સાલા / બે કોડીના ખુદા કે ભગવાનની “ઔકાત” છે !

અભિમાની હોવાનો આ દુર્ગુણ છે. તમે મોકળા મને રોઇ પણ નથી શકતા. પણ હારૂન અમને યાદ કરતો હશે, જોઇ રહ્યો હ્શે. નિખિલ શુક્લને, ઇકબાલ શેખને, શૈલેષ પટેલને અને અમારા વહેલા મરી જવાની દુઆ કરતો હશે અને એની આવી દુઆઓ તરત કબુલ થઈ જવાની અમે લોકો રાહ જોઇએ છીએ.

મરી ગયા પછી કદાચ એ ઇચ્છાઓ સાકાર થશે અમે વાદળોમાં પવનની લહેરો ઉપર સ્ટ્રેટોસ્ફિયર અને આર્યનોસ્ફિયર અને ઓઝોનમાં પડી ગયેલા ગાબડાં ઉપર અમારી હવાઈ બાઈક લઈને હરિશું-ફરિશું. મર્યા પછી કદાચ અમારી મિત્રતાઓને કોઇ જન્મ/મૃત્યુ/કુળ/વંશ/ગોત્ર/ધર્મ/સમાજની કોઇ સિમાઓ જ નહિ નડે !

ખૈર એ મરવાના દિવસ સુધી અમે તને યાદ રાખિશું દોસ્ત અને પોતાના વહેલા મરી જવાની દુઆ/ઇચ્છા કરિશું.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: