ઉંઘ્યા વગર જ પડી ગયેલી સવારો !

0

.શિયાળાની સવારો અફલાતુન હોય છે અને ઉંઘ્યા વગર જ પડી ગયેલી સવારો “બેશકિમતિ” હોય છે ! ..”અસ્ફાક શેખ” હતો જેનું ઉપનામ મેં “સાલો ઘાંચી” રાખ્યું હતું અને એક “કિર્તી પટેલ” હતો જે પોતાને “કિરિટ” તરિકે ઓળખાવું પસંદ કરતો હતો..અને એક નિખિલ શુક્લ હતો…જેને પોતાનું નામ એક સંસ્કૃત શબ્દ છે એ વાતનો જ બહુ કૈફ હતો ! ;)

શિયાળાની સવારોમાં અમે રખડવા નિકળતા. ના દોડવા નહિ..ફરવા નહિ…બસ..એમ જ….ડુંગરાઓ/પથ્થરો/ટેકરાઓ ચઢવા ! ક્યારેક અમસ્તું જ તાપણું કરતાં છે ક કોઇ ઉંચા ટેકરાની તોચ ઉપર પહોંચીને તો ક્યારેક પથ્થરો/ભેખડોની બખોલમાં છુપાયેલા અને અચાનક હરકતમાં આવેલા લાલ/ભુખરા/કાળા/ડાર્ક-બ્લ્યુ કલરના સાપો/નાગો ને પકડવા મથતાં..ક્યારેક પકડી લેતાં…કોઇ સાપ એકદમ સ્થિર થઈ જતાં તો કોઇ વળી હાથના કાંડા ઉપર પોતાના કદ/વજનના અનુપાતમાં બહુ વધારે ભીંસથી આંટિઓ મારી લેતાં ! ..પછી…કોલેજમાં અપડાઉન કરતાં શિયાળામાં અને એ વાતો અનંત હોય છે..અને પછી…એક બેકારિના તબક્કામાં સ્વેટર વગર અને રાત્રે બહુ મોડા ધોયેલા અને સવારે હજુ સુકાયેલા નહિ એવા કપડાં પહેરીને…હિસ્ટેરિકલી ધ્રુજતાં/થથરતાં… અમદાવાદ “સાંકડીશેરી” થી પહોળા(!) ગિતામંદિર બસસ્ટેશને ખુલ્લામાં ઠુઠવાતા ભિખારીઓથી થોડે દુર…કુણાં/નાજુક/તડકા માં ઉભો રહિ જતો ! અને એના જેવી ઠંડી પછી ક્યારેય નથી અનુભવી , “આકાશગંગા” ના પૃથ્વી ગ્રહ ઉપર !

..પણ..શિયાળાની અડધી રાત્રે વહેલા ઉંઘવાની ઇચ્છા કરિને સુઇ ગયા પછી/પડખાં ફેરવીને થાકી ગયાં પછી/ પોપચાં નિચે ફરતી રહેલી કિકિઓના થાકવા પછી..અચાનક ઉઠીને ફરિ અખંડધુન જગાવવાની આ ઘટનાઓનું પુનરાવર્તન કેમ આટલું વધારે છે ? સપનાઓ ઉંઘ સુધી આવી-આવીને જતાં કેમ રહે છે ? અને તો સપનાઓની યાદગીરીઓ કેમ રહે છે ? અને પણ…અડધી રાત્રે ઉઠીને ..માથામાં જરા પાણી નાંખીને, વાળ ઓળિને…અને દક્ષિણધ્રુવ પ્રદેશની હિમશિલાઓનો સાક્ષાત્કાર કરાવતાં પાણી વડે હાથ-પગ/મોં ધોઇને…જ્યારે એક લખલખું પસાર થાય છે..ત્યારે…શિયાળાની રાતોની ઠંડી/સુકી/ગુલાબી હવામાં…આજુબાજુના ફુલછોડની એક વનસ્પતિ-જન્ય સુગંધ આવે છે..અને ત્યારેજ એ કાચિ સેકંડે , ક્યારામાં ઉગાડેલા તુલસીના છોડની સુગંધ ..”ડ્રિંક્સ ઓન ધ રોક્સ” નો નશો કરાવી આપે છે !

..અને ઉપરના પેલા પ્રશ્નો અધ્યાહાર રહિ જાય છે “ત્રિશંકુ” ની જેમ ! ને મોડી રાત્રે જાગતાં કોઇ રૂપરૂપના અંબાર જેવી પણ જીવલેણ/ક્રુર ચુડેલની માદક અદાથી…પહાડોમાં અલિપ્ત રહેતાં કોઇ આજીવન સંયમી રહેલા બૌધ્ધ સાધુના ભટકતાં તામસિક આત્મા જેવી..આપણી પોતાની જ સહ્સ્ત્રાબ્દિઓ જુની જંગલી પ્રકૃતિ જાગી ઉઠે છે !

..પછી પ્રશ્નો હેરાન નથી કરતાં, પણ પોતાના જ પ્રશ્નોના જવાબોમાં આપણે અંધારા આકાશમાં ક્યાંક અનંત તરફ જોતાં રહીએ છીએ ! માથુ ઓળાતું રહે છે..હાથ-પગ-મોં લુછાતાં રહે છે..કોફિ આપોઆપ ઉકળી જાય છે..સ્લિપર આપોઆપ પહેરાઇ જાય છે..ખુરશીમાં બેસાઈ જાય છે…અને…પેલા પ્રશ્નોના જવાબોમાં માત્ર મૌન રહિ જવાનું થઈ જાય છે એની મેળે, અલબત્ત પેલી ચુડેલ/આત્મા જેવા કંઈક મોઘમ સ્મિત સાથે !

..અને આમ પોતાને જ જવાબો ન આપીને કોઇ મોંઘમ સ્મિત કરવાનું થાય છે ત્યારે..કંઈક અસ્પષ્ટ દ્રશ્યો યાદ આવે છે..અધુરી પંક્તિઓ યાદ આવે છે..સંગિત અને લહેકા યાદ આવે છે…અને..આમ તો એ નમણી / નાજુક / કાચની ઢિંગલી જેવી હતી , પણ એણે પોતાની સુંદરતા/કમનિયતા/નઝાકત/આકર્ષણ ને “ઝિરો ફિગર” ના કેદખાનામાં નહોતું રાખ્યું ! એ કોઇ સુપર મોડેલ જેવી સ્વિટ / હોટ તો હતિ જ પણ..કોઇ છાણાં વિણતી/જંગલમાં લાકડાં વિણતી /ગામડાની ખેતમજુરી કરતી / કડિયાકામની બિજી મહેનત કરતી કે અમદાવાદની ભરબપોરે તપતી સડકો ઉપર લારિ ખેંચતી મજુરણ(!) જેવી બિન્ધાસ્ત / એલફેલ / મસ્તમૌલા હતી ! એની દંત-પંક્તિઓ સુરેખ હતી ..એના સાડિના પાલવથી એ બેખબર હતી એના વાળના ગુંથેલા ચોટલામાં એ કશિશ હતી જે બોયકટ કે પોનિ ટેલ માં શક્ય જ નથી હોતી..અને એની કમર “કમરો” નહોતી પણ તો’ય જરાતરા “ચરબી” એને “માદક” હોવા માટે બિલકુલ લાયક ઠેરવતી હતી ! એના ચાલવા અને ઝટકા આપવા સાથે એના શરિરના તમામ ચરબિ-યુક્ત સ્થાનો..કોઇ..ધગધગતા “મેગ્મા” ની પ્રવાહિતા/તરલતાથી…કંપતા હતાં !

..અને એવા એ દિલધડક દર્શ્યની રચયિતા એવી એ માસુમિયતથી પ્રશ્ન કરે ….

“યે દિન ક્યું નિકલતા હે..યે રાત ક્યું હોતી હે…યે પિડ કહાં સે ઉઠતી હે….યે આંખ ક્યુ રોતી હે…?!?!” – અને જોડે તમને તમારા પ્રશ્નોના પડઘા હજુ સમજાય એ પહેલાં જ ..તમારી બાજુમા આવીને, છેક નજીક ઉભા રહિને..ખભે હાથ મુકીને ઉપરના તમામ પ્રશ્નોનો સારભુત એક પ્રશ્ન કરે કે…
“મહોબ્બત હે ક્યા ચિજ યે હમકો બતાઓ…” !!! – તો સાલું શું કરવાનું ?! ;) ;)

….તમે વિચારે ચઢી જાવ..નશો હોય..ઉન્માદ હોય..બેફિકરાપણું હોય..એ ..”અસ્ફાક” અને “કિર્તી” સાથે રખડેલા દિવસો હતાં , અને એક બિજો મિત્ર હતો જેને એકવાર અગિયારમાં ધોરણમાં મેં એમસ્તાંજ કહ્યું હતું કે..-“..તારી અટક વાઘરિ એટલે તારે દરવખતે વાઘરિઓની જેમ જ રહેવાનું ?…તારા ફળિયાના લોકો તો ગંધાતા છે…તુ તો નથિ ને એવો…તો આ શું… ” – જવાબમાં એ પણ હસ્યો હતો , અમે બધાં હસ્યા હતાં..ચણીબોર અને ખાંટાંબોર ખાધાં હતાં..કોઠાના ઝાડ પરથી અને આંબાઓ પરથી અને ખાટી આમલીનું ઝાડ અને ..બોરસલ્લી..બાઇક હતિ..લાઇબ્રેરિ હતિ..સ્કાઉટ/એન.સિ.સિ./અર.એસ.એસ ના કેમ્પ/શિબિરો હતાં..પછી કોમ્પ્યુટર હતું..મિત્રો હતાં..અને હાં, દાદા હતાં .પછી માત્ર અવકાશ હતો ! …એ કેમ હતો ? કેમ આવ્યો ? કયા પ્રયોજનથી આવ્યો ? કેમ..ક્યાં..ક્યારે..શું ?!

“પદ્મિનિ કોલ્હાપુરે” એ કદાચ પ્રતિક હતું..હશે..જીવનની અને એની આનુષાંગિક બાબતોનું ..ઇચ્છા/કામના/એષ્ણા/વાંછના/મનોરથો/પ્રયત્નો/સિધ્ધિઓ/નિષ્ફળતાઓ અને સફળતાઓ અને તમામ રંગિનિઓનું ! એની મઝા એના નખરાં, એ લાલચ જીવનની અને એનો નશો/માદકતા…બધું જ ! અને સામા પક્ષે “રિષિ કપુર” હતો..શ્વેત-શ્યામ ! સ્થિર/સમાધિસ્થ/ઉભરાતો પણ સંયમિત ! મુળે, કદાચ એ પ્રતિક હતો એક નજીવા માણસના અસ્તિત્વનો !

જીવન પ્રશ્નો પુછે છે મહાભારતના કોઇ “યક્ષ” ની જેમ..અને એમાં દાવપેચ છે, રમત છે,ચાલાકી અને મોઘમપણું બરકરાર છે, દુનિયાદારિની તમામ ઉઠબેસ છે..પોતાની જ માયાઓ વડે માણસને ફોસલાવી લઈને પોતાનિ જ બિજી માયાઓમાં ગુંચવી દેવાની..એક વિચિત્ર રિત છે નિયતિ ની !…

“શામ તક થા એક ભંવર ફુલ પર મંડલા રહા,
રાત હોને પર કમલકી પંખુડી મેં બંદ થા,
કૈદ સે છુટા સુબહ તો હમને પુછા ક્યા હુઆ….?”

…પણ…સરળ બાબતોનું આંતરિક માળખુ એટલું સરળ નથી હોતું દરવખતે ! અને આખા બ્રહ્માંડમાં સૌથી સરળ બાબતો સૌથી વધારે સમય અસ્તિત્વ ધરાવી શકે છે…અવકાશમાં રખડતાં ધુમકેતુઓમાં મળી આવે એવા જીવાશ્મોથી લઈને..ગળી વાળ્યા વગર એમ જ પાનાઓમાં દબાવેલો કાગળ સચવાઇ રહે ત્યાં વર્ષો સુધી એમ!
અને માણસનું પ્રતિક…જવાબ આપે છે…આવો જ સરળ/નક્કર અને સ્વયં નિયતિને એક ધોબિપછાડ આપે, એક મૌન વડે અને અડધા-અધુરા એક મોઘમ સ્મિત વડે !

“..કુછ ના બોલા..કુછ ના બોલા…અપની ધુન મેં બસ યહિ ગાતા રહા….” !

..પણ નિયતિ બહુ ખુન્નસવાળી હોય છે ! સામે ચઢેલા દરેક અસ્તિત્વને એ કોઇ નિયમો વગર /અંચઈ કરીને મેદાન વચ્ચે ખેંચી લાવે છે ! નિયતિની ગુલામીઓની મદહોશિઓ બતાવે છે અને પાપ-પુણ્યની ગાથાઓ એને પેઢી દર પેઢી ગોખાવડાવે છે..સમાજ અને પ્રતિષ્ઠાના ભયસ્થાનો અને હર્ષ-સ્થાનો ની લાલચ આપે છે..વિરોધિઓના કેવા બુરા હાલ થયા એની ભિષણ ખુવારિઓનું આચમન આપે છે..નશાઓ અને કર્મોની અય્યાશીઓ પણ યાદ કરાવે છે..ચાણક્યનીતિઓની ઉપરવટ જઈને નિયતિ પોતાને સાબિત કરવા મથે છે !પોતાના વિરોધિઓમાંથી એ કોઇના લોહિના દબાણને વધારી આપે છે, કોઇના હ્રદયમાં એક જીવલેણ કાણું કરી આપે છે..કોઇને અપંગ તો કોઇને ગાંડા કરિ નાંખે છે..કોઇને એણે ભીડમાં ખોવાઇ જવા દિધાં તો કોઇને એણે ટ્રકો નિચે ચગદાઈ જવા દિધાં તો કોઇને ટ્રેનોની નિચે ટુકડા કરિ નાંખ્યા..કોઇને આળસનો રાજવી મહારોગ આપી દિધો તો કોઇને અભિશાપ જેવો વર્કોહોલિક બનાવિ નાંખ્યો..કોઇક ને એણે ઉગતી અવસ્થાએ જ ઉંઘાડી દિધો અને કોઇકના લલાટે એણે અનંત ઉજાગરાઓ લખિ આપ્યા !!

“મહકતા હે યે બદન કૈસે..સુલગતિ હે યે સાંસે ક્યું..?,
યે કૈસિ આગ હોતી હે..પિઘલતી હે યે શમા ક્યું..,?
જલ ઉઠી શમા તો મચલ કર પરવાના આ ગયા,
આગ કે દામન પે અપને આપ કો લિપટા દિયા.. હમને પુછા દુસરે કી આગમેં રખ્ખા હે ક્યા..??”

..પણ માણસનું પ્રતિક..એ નિયતિનિ રાજરમતો કે ષડયંત્રોથી કે બિજી કોઇ બાબતોથી અંજાય તો જાય છે પણ…હઝારો વર્ષોની હાડમારીઓએ માણસને પણ કંઈક ડહાપણનું આચમન કરાવ્યું છે ! એ ફરિ કંઈ નથી બોલતો..”..કુછ ના બોલા..કુછ ના બોલા…અપની ધુન મેં બસ યહિ ગાતા રહા….” !

અને,પ્રશ્નો આવતાં જ રહે છે, લાલચો અપાતી જ રહે છે..પૈસા/મિલકત/સુખ/સાહ્યબી/દમામ/અનુકુળતાઓ/ગુલાબીઓ અને વૈભવ….નિયતિ એની સામે ચઢેલા લોકોને છેવટે અંતિમ હદો સુધીની લાલચ પણ આપી દેતાં અચકાતી નથી..એને – પોતાનિ સામે ચઢેલા કદાચ મુર્ખ/નાદાન માણસને ..કોઇ નવા નિશાળિયાની જેમ…પાઠ ભણાવે છે…મોહ/વાસના/આવેગો/ઉંહકારા/સિસકારા..

“નશા હોતા હે કૈસા..બહેકતે હે કદમ કૈસે..,
નઝર કુછ ભી નહિ આતા..યે મસ્તી કૈસી હોતી હે..,”

…હા..હા..હા..પણ માણસ તો માણસ છે ! માણસ – એની પ્રકૃતિ મુળે બંધાણી – એડિક્ટ રહિ છે !! એ હારે છે ત્યારે દુનિયા તારાજ કરીને બેસે છે અને જીતે છે તો બ્રહ્માંડ એને ઓછુ પડે છે ! અને એમાંય ખરો બંધાણી તો એ કે…જે બાબતોનો નહિ સ્વયં જીવનનો નશો કરતો હોય! અને નશામાં ..જીવનના નશામાં રહેલું માણસનું એ પ્રતિક આ વખતે જાણે કે પોતેજ નિયતિને કટાક્ષ કરે છે…પોતાનિ જ મસ્તીમાં…

“એક દિન ગુજરે જો હમ મયકદે કે મોડ સે,
એક મયકશ જા રહા થા..મય સે રિશ્તા જોડ કે..,હમ ને પુછા કિસલિયે તુ ઉમ્રભર પિતા રહા…”

..અને ફરિ એ જ જવાબ ..કંઈ જવાબ નહિ ! બસ “..અપનિ ધુનમેં ગાતા રહા…” !

ખૈર..ઠંડી/સુની/શાંત રાતો હોય અને એ વળી શિયાળાની હોય , તુલસીના મોટ્ટા-લીલા/લંબાકાર પાનાઓ અને મંજરિમાંથી જ્યારે ખુશ્બુઓ રેલાતિ હોય અને હવાની ઠંડી લહેરખીઓ..તમને અનંત તરફ જોતાં કરિ દે ત્યારે નશો આપોઆપ ચઢવા લાગતો હોય છે ! અને એટલે..પછી મેં પણ મને થયેલા પ્રશ્નોને જવાબો ના આપ્યા/શોધ્યા/વિચાર્યા…”..કુછ ના બોલા..કુછ ના બોલા…અપની ધુન મેં બસ યહિ ગાતા રહા….!”

…કે હવે સાડા-ત્રણ વાગવા આવ્યા છે તો…શબ્બાખૈર ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: