અહિંસા બહુ મોટો દુર્ગુણ છે

0

…મર્યા કોઇ બિજા દેશના લોકો…માર્યા કોઇ બિજા દેશના લોકોએ..રોકકળ અને દુખો અને કદિય ના પુરાય એવિ ખોટ પડી કોઇ બિજા દેશોમાં..લોકશાહિ ઉપરનો વજ્રઘાત થયો કોઇ બિજા દેશમાં..પણ આપણે ખરખરો કરવામાંથી બાકાત રહિએ એ કેમ ચાલે ! આખરે ભારતીય..આર્યવર્તિ પ્રજા છીએ આપણે , અને આખિ દુનિયામાં ક્યાંય એક કુતરું પણ મરિ જાય તો ખરખરો / બેસણાં કરવા બંધાયેલા છીએ આપણે! ઇન બિટવિન…નવલકથાઓ વાંચવાનિ છે…ઓનલાઇન આવિને પોતાનિ કવિતાઓના મનોવિશ્વમાં રાચવાનું છે…મુવિઝ જોવાથી લઈને એના રિવ્યુઝ લખવાનિ મહાન/ઐતિહાસિક/ભગિરથ જવાબદારિઓ અને છંદ/કુછંદ સાચવવાના છે ! “..તૌબા કિતના કામ હે..અભિ તો હાથ મે જામ હે..” .. ;)

..પણ..અહિ આપણાંજ ઘરમાં લોકો આપણી “લાલ કરિ” જાય છે એ માટે/અંગે/બાબતે શું કર્યું આપણે ?! , અલબત્ત, બેસણાં/ખરખરા કરવા સિવાય ?!

હિંદુઓની સહનશિલતા એમનો બહુ મોટો દુર્ગુણ છે – આ વાત પણ હવે તો ચવાઇ ગઈ છે, હકિકત એ છે કે આખું ભારતવર્ષ સહનશિલતાના અભિશાપ હેઠળ છે ! અને એ અભિશાપે આખા ભારતવર્ષને પોતાની ભક્તિ માટે બિજા પણ અમુક વરદાન વગર માંગ્યે આપ્યા છે ! જેમકે, ડરપોકપણું/બેવડાં-ધોરણો/અભી બોલા-અભી ફોક નો એટિટ્યુડ/કર્મયોગ નહિ પણ ગ્નાનયોગની પાછળ કોઇ છટકબારી શોધવાની માનસિકતા / “અર્જુન-વિષાદયોગ” ના બહાનાઓ…અને હાં, “ઋતુઓ વટાવિ ચુકેલા” કુતરાઓની જેમ જ પોતાના જનનાંગો ને ચાટ્યાં કરવાની એક હલકટ/અ-સ્વાસ્થ્યપ્રદ હરકતો !

આપણે વેશ્યાવૃતિને બસ શબ્દષ: એના સ્થુળ અર્થમાં જ લઈ લેવી છે અને આધુનિક સાબિત થઈ જવું છે ! પણ…લગ્ન માટે “પેટીપેક” છોકરિઓની સાલિ બહુ ખંજવાળ હોય છે ! , નારિવાદિઓ અને નારિઓને આ વાક્ય નહિ જચે..પણ, પુરુષના રોમેંટિક સ્વભાવને “સેક્સનો ભુખ્યો” – જેવા શબ્દો વડે નવાજવામાં બહુ સ્ત્રિત્વ ઝળકિ ઉઠે છે ! સ્વતંત્રતાના નામ પર આપણે જાહેરમાં પપ્પીઓ કરિ લેવી છે…પણ , -“આવું ના શોભે યાર ! ” – કહિ ને સંસ્કારોનો દંભ સાચવી લેવો છે ! નરેન્દ્ર મોદીને “સરમુખત્યાર” કહેવો છે પણ..બાપદાદાની જેમ સત્તાને વટાવનારાઓના “મંદબુધ્ધિ સંતાનો” ને પાછા માથે ચઢાવીને લોકશાહિની ગરિમા સાચવવી છે ! “ભોપાલ ગેસ દુર્ઘટના” ઉપર આંસુ સારવા છે અને એની ફિલ્મ આવવાની ખબર માત્રથી દર્શકો અને રિવ્યુઅર્સ વળી એના પ્રોડ્યુસર કરતાં વધારે ગેલમાં આવી ગયા છે..પણ..સેકંડો વર્ષો સુધી એ અંગે કંઈ કરવા માટે કોઇ સંસ્થાને સમય નહોતો મળ્યો , અને એમ પોતાનું સતત વ્યસ્તપણું ભારતીય સમાજ માટે બતાવવું છે. ધર્મપરિવર્તનનો વિરોધ માત્ર કરિ લેવો છે…પણ..હજુય અમે ઉંચા અને તમે નિચા અને પેલુ કુળ અને આ-કુળ નો તફાવત સાચવીને સંસ્કારોનું જતન કરિ લેવું છે !

..અને એમ જ..વિરોધ કરવાના બદલે,માર પડવાનિ બિકે ચુપચાપ અત્યાચારો સહન કરવાને અહિંસા – નું લેબલ લગાડી લેવાનો પણ એક કુછંદ/સંસ્કાર/આધુનિકતા વિકસાવી છે આપણે લોકોએ ! સો ટકા શુધ્ધ ભારતીય લોકો !

આ જે લોકો પારકી પંચાતના ફોટાઓ/વાતો/સમાચારો/બનાવો અંગે બહુ ઉછળકુદ કરે છે ને, એ જ લોકોને સાલા બાન કરવા જોઇએ. એમનિ પ્રોફાઇલને “રિપોર્ટ” કરવી જોઇએ. એમની પણ..લાલ-કરિ લેવિ જોઇએ. છેવટે “આલિયા ભટ્ટ” અને “આલોક નાથ” ને જો -“લોકોએ લઈ લિધિ હતિ” – તો આ” નવરિ-બજાર-ડાઘુઓ” તો ખરેખર એ લાયક છે ! અને એમાં સ્ત્રી-પુરૂષનો ફર્ક નહિ જાળવવાનો, દોસ્ત ! કેમકે, કોમન-સિવિલ-કોડ નું સમર્થન પણ આપણે જ કરતાં હતાં અને અને હવે “બૈરાંઓ” નથી રહ્યા અને મહામયિ-સ્ત્રિત્વ- ને પામી ગયા છે ના બણગાં પણ આપણે જ તો ફુંક્યા હતાં ને!

બહુ ભુંડા લાગો છો ગધેડા અને ગધેડીઓ, જ્યારે તમને પોતાના ઘરની હાલાકિઓ વખતે બહુ મિઠા/માનવતાના ગીતો ગાતાં અને પારકી પંચાતમાં આંસુ સારતા જોવાના થાય છે. અને તમારા આવા વર્તન/માનસિકતાને વખોડવું પણ અમારું વાણિ-સ્વાતંત્ર્ય છે ! ;)

ઘણું છે..કહિ શકાય છે..પણ..ભેંસ આગળ ભાગવત કરીએ એમાં બિચારી ભેંસનો શું વાંક !?

ખૈર..સંઘર્ષ-વૃતિ/કમ્પિટન્સિ .. આ સદગુણો છે ,હે ડાઘુઓ/મહાન ભારતવાસીઓ ! અને “લેક-ઓફ-સદગુણો” ને અહિંસાના પુજારિ નથી કહેવાતું !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: