મર્દાનગી એ એટિટ્યુડનું નામ છે

0

..રેલ્વે સ્ટેશન હતું એ મુંબઈ બોરિવલીનું..અમુક હિજડાઓએ જ્યાં પોતાની મસ્તીભરી/રંગીન/એડલ્ટ અને તો’ય નિર્દોષ કોમેન્ટ્સ અને ચેનચાળાઓ અને અટકચાળાઓ વડે શિયાળાની શરૂની ઠંડકને ગરમાવો આપી રાખ્યો હતો ! એમાંના એક બે ચહેરાઓને આગલા દિવસે જ સવારના ઠંડા પહોરમાં મેં એકદમ..ચકાચક/આફરિન/હોટ..મુદ્રાઓ અને “લુક” માં જોયા હતાં અને જેમણે મારા છાપામાં નમેલા અને ચ્હાના પ્લાસ્ટિકના કપને બાજુમાં રાખેલા અને સિગરેટના સ્વપ્નિલ ધુમાડાની વચ્ચે ખોવાયેલા..મિજાજ પાસે ,વેલ..પહેલા અમુક-તમુક પૈસા માંગ્યા ..મારા જમણા સિગરેટધારી હાથ ના “ડોન્ટ ડિસ્ટર્બ્ડ મી” – ના ઇશારા ને અવગણીને ..એક ચ્હા માંગી -” એક ચાઆઆ..ય ભી ન’ઇ ..?! ” – ..જેનો -ચ્હા નો – મને કોઇ વાંધો નહોતો !

હું બેફિકર..એ ફિકર કરવામાંથી ફારેગ હતાં..કંઈક બોલતા રહ્યાં..ચુસ્ત બ્લાઉઝ..નમણા નાક-નક્શ ..ભપકાદાર સાડી..ખખડતી બંગડીઓ..ઘણોબધો પાવડર..ઘાટ્ટી લિપસ્ટિક..પીળાં ચમકતાં દાગિનાં..સવારની ઠંડી હવામાં ઉડતી વાળની લટો..અને અનાયાસ સાંભળવા મજબુર કરે એવા ઉંહકારા/અવાજો/ઉદગારો..અને..વેલ..-” કાશ કે તું કોઇ નાન્યેતર-જાતિનું અસ્તિત્વ ના હોત, હે માનવ .તને આખિ સર્વાંગ સ્ત્રી બનતા અટકાવીને વિધાતાએ પોતાનિ વિકૃતિના પરચા આપ્યા છે ! ” – નો મારા મનમાં અચાનક ઉઠતો કોઇ મસ્તિભર્યો તુક્કો ! ;) ;)

..અને તો’ય એના લગભગ દરેક પ્રશ્નો/વાતો કે “શરૂઆત”(!) ને અવગણતો હું – કહાં જાના હે ? – કહાં સે આયે ? – કહાં કે હે ?! – અકેલે હે?! – ક્યું આયા હે ઇધર ?! આજુબાજુ લોકો આવે/જાય/બેસે/ઉભા રહે/કોઇ કોઇ વળી આ હિજડાઓ સાથે વાતો પણ કરે..મુંબઈની/લોકલની/ટાઇમ ટેબલની..અને મેં છેવટે વાતોના દૌર ને બદલવા માટે પણ એક પ્રશ્ન કર્યો ! – આપકા નામ ..?! – ટુંકો જવાબ – “અંજના !” , સાથે પ્રશ્ન આવ્યો..- “આપકા નામ ?! ” – મારો ટુંકો જવાબ – નિખિલ..નિખિલ શુક્લ !

..પણ હું વિચારમાં હતો ! અમુક પાંચ-દશ રૂપિયાની ભીખ માંગનાર નહોતો કે નહોતી આ વ્યક્તિ , એ તો હવે સાફ હતું ! તો..પેલું પૈસા માંગવાનું અને ..પછી ચ્હા અને પછી.. આ શું હતું ?! અને “રૂટ-કોઝ એનાલિસિસ” નો સ્વભાવ આપણો..અને એમાં એક “બાબાજી” આવ્યા..લાંબા વાળ/દાઢી અને હાથમાં મોટી બંગડીઓ પહેરેલા,એમણે પણ ચા મંગાવી. “અંજના” સાથે ખબર અંતર પુછ્યાં..મને ટાઇમ પુછ્યો..કોઇ લોકલ ટ્રેનનું પુછ્યું..મેં કહ્યું “..પતા નહિ હે..કિસિ ઔર સે પુછ દેખિએ..” ! અને..

..”અંજના” ની આસપાસ અમુક છોકરાઓં આવીને એને ઘેરીને ઉભા રહ્યાં..હું જરાક અસ્વસ્થ થયો..બબાલો કરવાના જીન્સ એમની હરકતમાં આવ્યાં..એ અર્ધ-સ્ત્રી પણ..સ્ત્રી હતી અને છેવટે..હાલાકિઓ માં સ્ત્રી-પુરૂષનો ફર્ક નથી હોતો ! અને કદાચ સદિઓ જુનું પૌરુષત્વ તમને આવી સ્થિતિઓ માં આપોઆપ જ કોઇ નાના ગલુડિયા માટે પણ અવાજ ઉઠાવવા તૈયાર કરી દે તો..પછી..અહિં તો એક અર્ધ-સ્ત્રી-અર્ધ પુરૂષ હતો ! પણ મરાઠાઓના વિસ્તારમાં એક ગુજરાતીની માઝિ સટકલી – થઈ જાય એ પહેલા “અંજના” એ પેલા છોકરાંઓને..ચટર-પટર કંઈક ઇન્સ્ટ્રકશન્સ આપવા માંડિ..અમુક વાતોમાં પોતાના “આઇફોન” માંથી અમુક ડિટેઇલ્સ એ લોકોને મોકલી આપી..”યસ મેમ..યસ મેમ..” – સાંભળિને કંટાળેલી “અંજના” બોલી..-“ઓકે..તો ભાગો ચલો યહાં સે..ઔર..કુછ હો તો..ખબર કરના..” !!

હું જોઇ રહ્યો. અલબત્ત હું સ્તબ્ધ નથી જ થયો , એવા મનોભાવો ને ટકાવીને ! એ “અંજના” પાછી ..આવી..આવ્યો..ના , એ આવ્યાં ! બેઠા..ફરી એજ..લહેકા..ઇશારા..નાચતી આંખો..ઉડતી લટો ..વિખેરાતી વાતો..અને..જવાબો શોધવા ટેવાયેલું આપણું “ટેકી” મગજ! ખૈર..

મુંબઈની કોઇ ઠીક ઠીક કંપનિમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોવું એ પણ એક કામ તો છે જ ને દોસ્ત ! અને એ પણ પોતાના જુનિયર્સ કરતાં વહેલા કામે ચઢી જવું એ પ્રોફેશનલિઝમ ને તો હું માત્ર મારો જ અધિકાર સમજતો હતો એ ગેરસમજનું તુંટવું પણ એક ચિજ હોય છે દોસ્ત ! અને હવે બધું સ્પષ્ટ હતું..”અંજના” ..અંજનાજી ને ખબર અંતર પુછતાં લોકો/અપડાઊન કરનારા માણસો/લારી અને દુકાનો વાળાઓ…અંજનાજી કંઈક હતાં, કંઈક નહોતાં , કંઈક હોવામાંથી રહિ ગયાં હતાં અને કંઈક થઈ ગયાં હતાં !

અને..હવે કોઇ ચીડ નહોતી મને પણ પેલી એક વાત ખટકતી રહિ..-સા’બ એક ચાય ભી ન’ઇ ?!- ! જવાબ દુનિયાદાર નહોતો..મનને ગમે એવો નહોતો પણ..મગજ..આફરિન હતું ! જવાબમાં એ હસ્યાં હતાં , લિપસ્ટિકવાળાં હોઠને પુરેપુરાં ખેંચાવા દઈને…મોં ને પુરું ખુલવા દઈને..સફેદ દાંતોને છેક ગળા સુધીની દાઢો સુધી દેખાવા દઈને ! -“અરે..સર’જીઇઇઇઇઇઇ…કભી કભી મઝા આતા હે..અભિ દેખિયે..કૈસે આપકા મુડ બદલ ગયા..મતલબ કિ..આપ જો સોચે હોંગે વો બદલ ગયા..બુરા મત માનિએ..સોરિ..પર સબેરે સબેરે ઐસે કોઇ સિગરેટ પિતા હે ક્યા…તો બસ..મૈને ભિ….!” – ! ;)

બિહારના કોઇ વિસ્તારમાંથી અહિં મહારાષ્ટ્રમાં ફેંકાઈ જવું અને..ભીખ માંગવી..જુના નવા ફિલી ગીતો ઉપર નાચવું..કર્ક્શ અવાજે ગાવું..પછી નોકરી કરવી..ઘેર-ઘેર સામાન વેચવા જવું..લોકો ખિજવે..ભદ્દી કોમેન્ટ્સ કે ઇશારા કરે..અને કોઇકોઇ વાર વોચમેન લોકો અડપલા કરવા પ્રયત્ન કરે..બલ્કે – “સા’બ લોગ ભી કમિને હે “- ની વાત સમજાય અને તો’ય લાઇફ ચાલતી રહે..મિજાજ એનો એ જ રહે ! થોડાં થોડાં દિવસોએ શેવિંગ કરવાનું પુરૂષોની જેમ અને..એમ જ નકામી રૂંવાટિઓને હટાવી દેવાની સ્ત્રીઓની જેમ..હસી પડવાનું નાની-નાની વાતોમાં કોઇ મુગ્ધાની જેમ..અને મગજની કમાન ચસકાવી લેવાની કોઇ માથાફરેલ પુરૂષની જેમ અને કોઇ મસ્તીખોર ટિખળીની જેમ..નિખિલ શુક્લ જેવા લોકો જોડે મશ્કરી કરી લેવાની !

અને ઘમંડી નિખિલ શુક્લ જેવી પબ્લિક સાલી બહુ ખુશ થઈ જાય છે જ્યારે કોઇ ભડવીર મળી જાય છે..એ પેન્ટ પહેરતો હોય કે.ચટાપટાવાળો લેંઘો કે ઘાઘરો કે ચણિયો..કે જીન્સ..એ ચોકલેટી ચહેરા વાળો હોય કે જેના હોઠ ઉપર છાતિના ઉભારો ની જેમ જ મુંછોના દોરા ફુટતી છોકરી હોય કે એના વાળ ટુંકા હોય કે જે બહુ શરમાળ હોય કે જે મોટા અવાજે બોલિ ના શકતો/તી હોય કે..જેણે સ્વ-ઇચ્છાએ હાલાકિઓ ઉપાડી લીધી હોય એવું કોઇ નમણું/નાજુક અસ્તિત્વ હોય ! મરદના બચ્ચા હોવું એ સ્ત્રીલીંગ કે પુલ્લિંગ હોવાથી કંઈક વધારે જ છે દોસ્ત, એ વાત હજુ જેટલીવાર સાબિત થશે એટલી વાર દિલખુશ થઈ જવાનો અવસર આવશે !

“પથ્થર પર લાત મારીને પાણી કાઢી નાખવાની” – વાતો કરતાં ખેડુતો આપઘાત કરી લે છે , સાલા જે બબુચકો એક બગડેલા હેંડપંપ માટે કલેક્ટર ઓફિસે પાછા દેખાવો કરે છે, તો આપઘાત શું સ્ટંટ કરવા કરો છો ?! , મર્દાનગીની ગુલબાંગો ફેંકતા ભડવિરો સાલા બે કોડિના હવાલદારો આગળ “સાહેબ..સાહેબ” કરતાં થઈ જાય છે ! અને એ હવાલદારો વળી રસ્તે રખડતાં ટપ્પોરિઓનો માર ખાઈને સિધા થઈ જાય છે ! વફાદારી અને વગેરેની વાતો કરનારા પતિ-પત્નિ ગમે તેવા આરોપો મુકીને પોતાનો પક્ષ મજબુત કરી લેવાના ચક્કરમાં હોય છે ! અને આજકાલ અમદાવાદ તરફના વિસ્તારોમાં પેલા લોકો પેધા પડી ગયા છે..”કાઠિયાવાડના ભાભુ” .. “રે માઇબાપ..રે સાહેબ..જમિનુંમાં પાણિ નહિ ર’યું..નકર હુ લાત મારિને રસ્તો કાઢ્યિઇઇઇઇ દંઇઈઈ…ઈએ” – કહિને બજારો અને ગીતામંદિર બસ સ્ટેશને ભીખ માંગનારા ગધેડીનાઓ , એ જે વળી સૌરાષ્ટ્રની યશગાથા વડે ભિખ ઉઘરાવવા મથતાં હોય છે! અને..આમ વાતવાતમાં ધમપછાડા કરનારા અને પોલિસનો માર પડે એટલે…”મઝહબ ખતરે મેં હે” – ની બાંગો હાંકનારા સાલા કોઇક અલગ જ દુનિયાના મિયાં ભાઈઓ ! પગાર ઓછો હોવાનું દુખ લઈને રડ્યા કરનારા અને..આજે તબિયત સારી નથી -એવા ક્ષુલ્લક બહાનાઓમાં રજા પાડવાની લાલચ પાળનારા કામચોરો..

દોસ્ત..આ કકળાટ જ તો છે જે મગજની નસોને ફુલાવે છે. આટલો દેખાડો/દંભ/ડબલ સ્ટેન્ડર્ડ્સ/નાલાયકપણું. પછી આ ઓનલાઈન સ્ટેટસ ક્યાંથી ગુલાબી-ગુલાબી લખાઈ શકે ?! ;)

પણ ઉપકાર છે..લાઇફનો અને એની ખાનાબદૌશ ફિતરતનો કે બહેતરિન/આલાતરિન/માનવ શ્રેષ્ઠ/અસ્તિત્વશ્રેષ્ઠ લોકો મળી જાય છે. જાંબુઘોડાના ટેકરાઓમાં/પંચમહાલના ડુંગરો અને બારિયાના જંગલોમાં/અમદાવાદના રસ્તાઓ ઉપર અને લાલદરવાજાની ભીડભાડમાં/વટવાની ફેક્ટરીઓના ધુમાડા અને દુર્ગંધમાં અને દુનિયા/સમાજ જેને ના-મર્દાઇના પ્રતિક તરીકે જુએ છે એવો એક…હિજડો તમને, ગંધાતા સ્ત્રી-પુરૂષોને નામર્દ સાબિત કરિ રહ્યો છે , અને એ’ય તે પોતાની મસ્તિમાં ..ભડવીર મસ્તિમાં !

અને મને ખબર નહિ કેમ પણ એક વિક્રુત આનંદ આવે છે આ બે વિરોધી બાબતોના સાક્ષી બનવામાં ! તમને સબડતાં/મરતાં/કણસતાં/ચિસો પાડતાં અને “અંજના જી” ને બહુ બેફિકરાઇથી/અજાણતા જ તમને નામર્દ સાબિત કરતાં જોતાં રહેવામાં !

પણ કિશોરાવસ્થાથી ધ્યાનમાં આવેલા અને હવે કદાચ ઉંડે ઉતરી ગયેલી એક ટિપિકલ બાબત રહિ છે એમનામાં..અંજનાજી માં ! એમનો જુની ફિલ્મોના ગીતોનો લગાવ !

બિજી એક ચ્હા અને ગળી વાળિને મુકેલું પેપર હતું અને હવે તડકો તપવા માંડ્યો હતો એવામાં બિજીવાર ચ્હા આવ, પિધી. આસપાસ જોઇ રહેતાં નવા-જુના લોકો અને એમણે- અંજનાજીએ મુંબઈ સેન્ટ્રલની લોકલ પકડવા તૈયારી કરી અને ગુડબાય કિધું સાથે બિજી ઔપચારિક વાતો વગેરે કરી અને ગયાં. હું ઉભો થયો. એક રિક્ષા પકડી. સિગરેટ ફરી સળગી અને એકલા હોવા છતાં છેક બહાર તરફ બેસીને, સિગરેટના ધુમાડાને બહાર તરફ જ કાઢતાં રહીને મેં યાદ કર્યાં કર્યું..અંજનાજીના છેલ્લે ગણગણતાં એક જુના ગીત ને… – “નાચ મેરી બુલબુલ કે પૈસા મિલેગા..કહાં કદરદાન તુઝે ઐસા મિલેગા…”

સાચું જ છે.. જે શખ્શ “રક્સ-એ-બિસ્મિલ્લ” ના નશામાં ચકચુર થઈને / બેહિસાબ /પ્રચુર માત્રામાં / મદહોશ થઈને કોઇ તાંડવની જેમ નાચી શકે છે , એને હક છે, નિખિલ શુક્લ જેવા ઘમંડી અને અભિમાનના પુતળા જેવા લોકો સાથે મશ્કરી કરી લેવાનો ! પેન્ટ કે ચણિયા પહેરવા જરૂરિ નથી દોસ્ત. આ મર્દાનગી / ખુમારી / બેફિકરાઈ જીવવા મળે તો હિજડા થવામાં પણ જીવનની ગરિમા અને અસ્તિત્વની મર્દાનગી એની ચરમસિમાએ પહોંચે છે ! છેવટે મર્દાનગી ..એ એટિટ્યુડનું નામ છે, શારિરિક અંગોનું નહિ !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: