સહીષ્ણુતા સામેની અસહીષ્ણુતા ?

0

..પણ એમ નથી ! વાસ્તવમાં એમ છે કે આપણને બહુ ચચરાટ / ખંજવાળ ઉપડતી હોય છે એ બતાવવાની કે …ઓહો…ઓહો… માનવ ઇતિહાસની બધી બુધ્ધિ અમારામાં જ ઉભરાઈ ગઈ છે ! , વળી એમ પણ દેખાડો કરવો છે કે અમો શ્રી બહુ ઉચાં દરજ્જાના બુધ્ધિજીવી છીએ..વળિ એમ પણ ખરું ..આમ પણ ખરું અને પેલી કાદરખાન-છાપ કોમેડી પણ ખરી કે… “હે કોઇ હોશિયારચંદ જીતના હોશિયાર..” ! ;) ;)

દુનિયાના ૧૦૦ માણસો એક રસ્તો પસંદ કરે તો આપણે ઉંધાં જવાનું ! કેમ ?! , એનાથી શું સાબિત થાય છે ?! , ન્યુડ-પેઇન્ટિંગની પ્રસ્તુતતા અને એની કળા એની જગ્યાએ સાચી છે પણ…નાગા થઈને ફરવાની વાતોને ફ્રિડમ-ઓફ-સ્પિચ કહિને ચગાવી મારવાને , આધુનિકતા કહેવાય ?!, “પ્રોસ્ટિટ્યુશન” ને લિગલ કરી નાંખવાની તમારી દલીલ/વિચારધારા પણ કબુલ છે. પણ..આજે પણ તમે સાલા પોતાના ધર્મો/જાતિના/પ્રદેશના લોકોની સાથે જ રહેવાનું પસંડ કરો છો , એ બંધિયારપણાંને કોણ હટાવશે ?! , એના માટે કોઇ નવલકથાઓ/કોલમો/કવિતાઓ/ઉટપટાંગ પિક્ચરો જોવાથી કામ ચાલી જશે ?! , …અને એક મિનિટ…તમને કોણે કહ્યું છે..સમાજના તારણહાર બનવાનું કે આ મનઘડંત તારણો/કારણો તમે સ્થાપિત કરવા માંડ્યા છો ?! અને એ પણ કઈ લાયકાત ઉપર ?! એલફેલ /અ-પ્રાસંગિક/મનઘડંત બકવાસ કરી શકવાની કુનેહ ઉપર ?!

..”લોકો કળા/ફિલ્મ વગેરેને બહુ સંકુચિત અર્થમાં જુએ છે..” – બરાબર છે તમારી વાત…પણ તમે એ જ કળા/ફિલ્મની કથાવસ્તુને “ડાયામિટર” ના બદલે “કિલોમિટર” કરીને જુઓ/બોલો/કહો/માનો છો એનું શું ?! ખરેખર કોણ વધારે હાઇપ આપે છે આવા મુદ્દાઓને ? એના વિરોધીઓ ?! જી, ના ! તમે…તમે એના આંધળા સમર્થકો ! જે એમ માનવા લાગે છે કે દરેક ઉટપટાંગ/વિચિત્ર/નાગીપુગી બાબતને સ્વિકારવાથી તમે આધુનિક દેખાશો !

ક્યારેય…સુર્યઉર્જા વડે રોજિંદી વપરાશની એનર્જીને પુરી કરી જોવાના પ્રયત્નો કર્યા છે ?! , રોજ એની એજ સિરિયલોના બદલે, ક્યારેક કોઇ બિજી જ ના સમજાતી ભાષાના કાર્યક્રમો જોઇને એના શબ્દો શિખવા પ્રયત્ન કર્યો છે ?! કોઇ આજુબાજુમાં ના હોય તો પણ માત્ર પોતાના માટે શિષ્ટાચાર જાળવ્યો છે ?! …તમારા સ્માર્ટફોનનું બિલ્ડ વર્ઝન કે ચોક્કસ કર્નલ વર્ઝન ખબર છે ? હાઇ-ડેફિનેશન કંટેટ અને એના એસ્પેક્ટ રેશિયોના તફાવત ખબર છે ?! , ચોક્કસ કેવી રીતે આ બાઇક/પ્લેન/કાર ચાલે છે કે હાઇડ્રોપોનિક્સ કેમ કારે છે , એ ખબર છે ?! ચિત્રો દોર્યા છે ?! રખડવા નિકળ્યા છો ?… લો, તમે તો બહુ જડ/ગમાર/બિબાંઢાળ છો યાર ! , તો પછી આ આધુનિક દેખાવાનો ચેપ ક્યાંથી લાગ્યો ?!
;)

બબુચકો/ચકિઓ… આમિર ખાન નામના એક , ભારતીય હિંદી સિનેમાના અભિનેતા જેમાં અભિનય કરી ચુક્યા છે એવી એક ફિલ્મ જ તો માત્ર છે આ ! તમે એની બુરાઈ કરીને કંઈ સાબિત નથી કરી શકવાના ..અને હાં, એને અચાનક કોઇ ધાર્મિકગ્રંથની જેમ સ્વિકારી લઈને પણ તમે ફિંફાં જ ખાંડો છો ! દર અઠવાડીએ આવી ફિલ્મો આવતી રહે છે..જેમાં કોઇ ને કોઇ ડાયલોગ/દ્રશ્ય/મુદ્દો/સ્ટાઇલ એવી હોય છે, જેની ઉપર બાપે-માર્યા-વેર કરી શકાય ! તો એ અંગે કેમ કોઇ કકળાટ નથી હોતો સમર્થકો/વિરોધીઓ વચ્ચે ?! અને બી/સી ગ્રેડની ફિલ્મોના પોસ્ટરો રસ્તા ઉપર દેખાય છે ત્યારે કેમ કોઇ સંસ્કૃતિ નથી જોખમાતી ?! પણ ત્યારે …પાછા એના સમર્થકો નથી હોતાં ને ! કેમ ?! …એમાં ટેસ્ટ ઘટી જાય છે ?!

ટેસ્ટ જેવું આ સમર્થકો/વિરોધીઓ માં છે જ નહિ સાલું ! કેમકે…ટેસ્ટ..એ માનસિકતાની ઉપજ છે ! જેવા તમે , એવો તમારો ટેસ્ટ ! નિચો , અલબત્ત !

આ તમે લોકો જ છો, જેમણે રાજકપુરની જોકરને ફ્લોપ કરાવી આપી હતી પહેલા…અને બોબી જેવી ચિલાચાલુ ફિલ્મોને વિક્રમો કરી આપ્યા હતાં ! આ તમે જ છો જેમને…”સંઘર્ષ” આશુતોષ રાણા કરતાં અક્ષયકુમારની વાળાની લટો વધારે ગમી ગઈ હતી ! તમારા જેવા સમર્થકોએ જ અલતાફ રાજાને રાતોરાત સ્ટાર બનાવ્યો હતો, અને તમે લોકોએ જ મિથુન ચક્રવતીને “કોઇ..શક..” – પકડાવી દિધું હતું ! તમે જ “અનુરાધા પૌંડવાલ” ને ભજનો ગાતી કરી નાંખી હતી ! અને હાં, આ સમર્થકો જ હતાંને જેમણે..”કિશન કુમાર” ને ખુબસુરતી કા ખજાના – નો ઇલકાબ આપ્યો હતો ! , તમને અટલ બિહારી વાજપયીની કવિતાઓ ના સમજાય તો….શું “યો યો હનિસિંઘ” ના ફોરેન કોન્સર્ટના વખાણ કરવા લાગશો ?! મિસાઈલ અને રોકેટનો તફાવતની ગતાગમ ના હોય એટલે શું સ્ટિવન સ્પિલબર્ગ અને ક્રિસ્ટોફરન નોલાનના “અંડર ગારમેન્ટ” ના પણ વખાણ કરી લેશો ?! અને શાહરુખ ખાનની “અશોકા” મા અશોક કરતાં “કરિના” ને અધારે ફટવી મારી એનો વિરોધ/સમર્થન કેમ ના કર્યું ?! અને હાં, સંગિતકાર/લેખક/ડાયરેક્ટર જો મુસ્લિમ (ના, બિજા કોઇ ધર્મના નહિ ! ) હોય તો મારી મચેડીને એમા….અલ્લા-બલ્લા ના બેતુકા ગીતો ઘુસાડી દેવાની ચેષ્ટાઓ નો કોઇ વિરોધ કેમ ના થયો ?! ..એક માણસ તરીકે બહુ સરળ લાગ્યો મને સલમાન ખાન (!) પણ..એની પિક્ચરોમાં ખાસ ટપ્પ્પ્પોરીઓ માટે અલાયદા રખાતા ગીતો/ડાયલોગ વગેરે ને બુધ્ધિના કયા પરિમાણ વડે ..સ્વિકારશો કે ધુતકારશો ?! , ..તમને હું કૌમી-માનસિકતાના ઓ લાગી ગયો ! આ છેલ્લા વાક્યમાં ?! …તો એક્સેપ્ટ ઇટ ઇડિયટસ ! આ પણ સ્વાતંત્ર્ય છે વાણિ/વિચારોનું ! ;) ;)

છેવટે સમર્થક હોવું એટલે શું હોવું ?! વેલ..સમર્થક હોવું એટલે કે…તમારી પાસે એના સમર્થન માટેના તમારા પોતાના/પોતિકા મંતવ્યો/કારણો હોય અને તમે એને પોતાના જ વિશ્વાસથી કહિ/કબુલી/સ્વિકારી શકો ! , સમર્થકો અને ઘેટાંઓ માં ફરક હોય છે, એ પણ ક્યારેક સમજો ! ના-સમજોની ચિંતા કરતાં કરતાં ક્યાંક તમે પણ ઇયળમાંથી ભમરીના બની જાઓ એ પણ જુઓ !

ભારત બહુ વિચિત્ર રીતે લોકશાહિને વળગી રહ્યો છે, બલ્કે ભારતની લોકશાહી એ એક “કસ્ટમાઇઝ્ડ વર્ઝન” છે લોકશાહિનું ! એ બહુ બહેતરીન છે, પોતાના સુધારા વધારાના અવકાશ હોવા છતાં ! તો..?! .. તો કંઈ નહિ..ગમાર સમર્થકો અને વિરોધીઓ…તમે એ બહેતરીન લોકશાહીને જવાબદાર બનો ! આ તમારા સપનાના રાજકુમાર જેવા અને કોઇ અંગત વડીલ જેવા..સ્પાઈડર-મેન ના અંકલે કહ્યું હતું એમ કે…. “મહાન શક્તિઓ સાથે મહાન જવાબદારીઓ પણ આવે છે !” –

..તમને સાલી શું ખંજવાળ આવે છે …જો કોઇ અમુક વર્ગ/વ્યક્તિ/લોકો અમુક ફિલ્મ/કળા/વાત/મુદ્દાનો વિરોધ કરે છે તો ?! તમારું સ્વાતંત્ર્ય છે એમ સામેના પક્ષનું પણ છે ! એને-પોતાના વિરોધીઓના માંતવ્યોને પણ જો તમે સાંખી ના શકતા હોવ તો…તમારામાં અને એમનામાં ભેદ શું છે ?! તમેય છેવટે એવા જ નિકળ્યા…જડભરત/જુઠ્ઠા/દંભી !

ભારતની કેટલીય ભાષાઓમાં થી કોઈ એક ભાષામાં બનતી કોઇ એક ફિલ્મનો વિરોધ કે સમર્થન પણ જો તમને હેરાન કરી જાય તો….મગજના ડોક્ટર ને તાત્કાલિક મળી લો ! સામેના પક્ષની ટિકા કરવાથી કંઈ નહિ મળે !

અને મને એક જ વાંધો છે કે…સાલા/સાલીઓ…ક્યારેક…બંધાં ભેગાં થઈને…પેલા સાઉથ ઇંડિયન મુવીના હિંદી-ડબિંગ કરીને મહિનાઓ સુધી બતાવવામાં આવતી ફિલ્મોનો વિરોધ કરો ને ભ’ઇ! ..કેમ “રજનિકાંત” ની બિક લાગે છે ?!
;)

અસહિષ્ણુતા !! આ એક દુર્ગુણ બબુચકો તમારા બંનેમાં છે ! પહેલા જરા એનો ઇલાજ કરો ! એ બધાનાં હિતમાં છે , અને છેલ્લે આપણા સમાજના હિતમાં તો છે જ.

પબ્લિક સાલી…એક પિક્ચર ના મુદ્દે ભારતીય ઇતિહાસ / સંસ્કારો / કોરિઓગ્રાફિ / અભિનય / કળા …. શું નું શું લઈને મંડી છે ! .. અને અમારા જેવા લોકોને તો તમે બંને તરફના લોકો બાલિશ, વિશેષતો મુર્ખા લાગો છો ! અને એ અમારું મંતવ્ય છે ફ્રિડમ-ઓફ-સ્પિચ થી લઈને ફ્રિડમ-ઓફ-બિચ સુધી ફેલાયેલું !

વેલ હવે તો મનેય બહુ મન છે, ખરડાઓ પસાર કરવાનું તો હું’ય કરિ લઊં…;)

… એ.બી.સી.ડી થી પિ.કે અને એક્સ.વાય.ઝેડ …સુધી..લોકો છે અલગ અલગ માનસિકતાઓ અને દ્રષ્ટિકોણ છે ..અને તો અલગ અલગ બલ્કે અનંત શેડ હોવાના છે, આમિર ખાનની પિક્ચરોથી મને ચીડ છે, પણ..”જહોન મેથ મેથ્યુ” ની “સરફરોશ” મને બહુ ગમી ! ..તો..જો મારે આમિર ખાનને એક અભિનેતા તરીકે જોવો હશે તો…હું “સરફરોશ” યાદ કરીશ , અને જો એને વખોડવો હશે તો…એના “સરદાર ડેમ” અંગેના તાયફાઓ યાદ કરિશ ! ;)
..પણ અંતતઃ..હું જ કરિશ…એટલે કે…માણસ નક્કી કરશે કે એને શું જોવું છે..કેમ કેવી રીટે જોવું છે…અને એના માટે સ્વતંત્ર મગજ/વિચારો જોઇએ ! હાં, એ જ સવતંત્ર ટેસ્ટ જોઇએ ! પોતિકા કારણો/વિચારો/મંતવ્યો જોઇએ…એમ નહિ કે… “આપકા મનપસંદ નમક …આપકા મનપસંદ નમક ક્યું હે ..” ! ;)

યે…સાલા…ગાંઠિયા..ફાફડા ખાને સે દિમાગ નહિ ચલતા તો લાઇફ કહાં સે ચલેગા..હાંય..?! ટેસ્ટ બઢાઓ…ગાયતુંડે સા’બ..અપને દિમાગકા ટેસ્ટ બઢાઓ…! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: