interstellar ના આવ્યા રિવ્યુ ?!

0

..પણ હું એમ કહું છું કે.. ના આવડે તો નહિ લખવાનું ! ;)

..પણ “ઇન્ટર-સ્ટેલર” ના આવા થર્ડ-ક્લાસ રિવ્યુ તો નહિ જ લખવાના ! સાલું , વાતોના વડાં કરવાની જ તમારી લાયકાત હોય તો એને વળગી રહેવાનું. રિમેમ્બર..પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ !!

..બબુચકો, ઇન્ટર-સ્ટેલર જેવી મુવીને પણ એના વૈગ્નાનિક/વાસ્તવદર્શી પાસાઓ ના ખબર પડે તો..શું એને મારી મચેડીને માનવિય સંબધો/લાગણી/પ્રેમ/સેક્સ/કુટુંબ વગેરે બિજી બાર લાખ બાણું હજાર વાતો નહિ કરવાની ! આમે’ય તે લેખકડાંઓને ની ખાસ પ્રજાતિને બુધ્ધિ સાથે બાર ગાઊ નું છેટું તો સાબિત થઈ જ ચુક્યું છે , અલબત્ત, આવા રિવ્યુ અને વગેરે બાબતો ઉપરની લપસિંદર વાતો વડે , તો એટલિસ્ટ..ઇન્ટર સ્ટેલર ના રિવ્યુ લખવા માટે પણ જો જરાક મગજ કસ્યું હોત તો.. વાંચકોને કંઈક જાણકારી તો મળતી ! , બકી ગોળગોળ અને ચિકણી-ચિકણી વાતો/કોલમો/ગમ્મત/મશ્કરી તો..ખૈર.. ગુણવંટ શાહ અને નસીર ઇસ્માઈલી અને શરદ ઠાકર અને ગુ. છો. શાહ ..પણ કરે જ છે ને !

..ના ખુદા હિ મિલા ના વિસાલે સનમ , ના ઇધર કે રહે ના ઉધર કે હમ .. એટલે કે.. ધોબીનો કુતરો ના ઘરનો ના ઘાટનો !

ખબર કંઈ ના પડતી હોય ..પણ રિવ્યુઅઝ લખવા જોઇએ ! બલ્કે, રિવ્યુઝ લખવાનો વળી ઉમળાકો પણ હોય અને વટ પણ હોય ! અને બે-ચાર એમના જેવા જ લેભાગુ/ઉઠાવગીર/મંદબુધ્ધિ જેવા ચમચા-ચમચી/ફેન્સ/ફોલોઅર્સ મળી જાય પછીતો રિવ્યુઝ લખવાને ..જીવનનું ચાલકબળ જ બનાવી લેવાનું !!

રિલેટિવિટિ/સ્પેસ ફેબ્રિક/સ્પેસ ટાઈમ કે સ્ટિફન હોકિંગ્સ જેવા નામો અને શબ્દો વાંચી લેવા માત્રથી તમે બુધ્ધિશાળી નથી થઈ જતાં અને, લપસિંદર વાતો એ એકમાત્ર પ્રમાણ નથી જ તમારી બૌધ્ધિક લાયકાતનું !

કોમ્પ્યુટર સાયંસના , નવાસવા બિસ્મિલ્લો ને , હું અગાઊ પણ ઘણીવાર કહિ ચુક્યો છું અને આજે પણ કહેવાની તકો મળી જાય છે, અને એનો અફસોસ છે , એ જ વાત આજે તમને પણ કહેવાની છે..કે જુઓ.. એક કે કોઇ ચ્હાની લારી ચલાવતા વ્યક્તિને પણ જો તમે.. “ઓપરેટિગ સિસ્ટમ” કે “કર્નલ” કે “હાર્ડવેર એબ્સ્ટ્રેક્શન લેયર ” કે વગેરે જેવા શબ્દોનો અર્થ એમની જ ભાષામાં સમજાવી શકો તો જ..પોતાની જાતને આઇ.ટી. પ્રોફેશનલ કહેવાનું..બાકી તો..એક મોચી જેમ સોય અને દોરા વડે મજુરી કરે છે, એમ તમે પણ કિ-બોર્ડ વડે મજુરી કરો છો !! ..

..આજ તમે પણ યાદ રાખો કે..જ્યારે સામાન્ય વાંચક તમારા લખાણમાંથી નવા વિચાર/સમાજ/વિકલ્પો/તર્ક/આઇડિયા.. મેળવી શકે ..તો જ તમે લેખક/કોલમિસ્ટ/કવિ.. બાકિ તો જખ મારો છો તમે ! અમુક તમુક હજાર કોપિઝનું સર્ક્યુલેશન કે વાંચકો કે વગેરે એ કોઇ માપ નથી તમારી લાયકાતનું.. આતંકવાદ ના પણ હઝારો સમર્થકો છે તો..શું હું આતંકવાદી બની જાઊં એને જ સત્ય માની ને ?!?!.. ગધેડીનાઓ અને ગધેડીનીઓ ..આ તમે જ લોકો છો જેમના કારણે લોકો માતૃભાષાના બદલે બિજી ભાષાઓના સાહિત્ય/લખાણો તરફ વળે છે.. ખૈર..

..આ ઓનલાઈન મમ્બો-જમ્બો માં પેલા લેભાગુ કવિઓ અને લવરિયાં અને તુટે હુએ દિલકી દાસ્તાન અને વગેરે સિવાય, હવે બિજી પણ એક પ્રજાતી ઉમેરાઈ છે , – મુવી-રિવ્યુઅર !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: