આ રી આ જા નિંદિયા..

0

“મહેમુદ” નું એક પિક્ચર હતું 1974 ના અરસાનું – “કુંવારા બાપ” ! ખબર નહી કેમ અમુક મહિને અનાયાસ યાદ આવી જાય છે કોઇ “બગી કોડ” ની જેમ ! સંજીવ કુમાર પણ યાદ આવી જાય અને હિજડાઓ નું માઇલસ્ટોન(!) ગીત પણ યાદ આવી જાય..

..એક ડાયલોગ આવી જાય કે- “..બતાઈએ જજસાહબ..યહાં કોન સા મંદિર મસ્જિદ કે સામને હે..જો પુજારી ઔર મૌલવી ને એક સાથ મુઝે દેખ લિયા..બચ્ચા ચુરાતે હુએ..?!” ;)

..અને એમાં આવતી હતી એક “શીલા”! જેની આગળ આજની “શિલાકી જવાની બહુ દયામણી રીતે” જખ મારતી હતી ! “અંજન કી સીટી” મેં જેના “બમ” નહોતા ડોલી શકતા એવી “કપુરો” ની સરખામણીએ, એ કુંવારા બાપની શીલા..આખી “ઝોંપડપટ્ટી” હલાવી શકતી હતી ! ;)

દક્ષીણ ભારતીય લઢણમાં પહેરેલી ફીટ્મફીટ સાડી અને એ ચુસ્ત બ્લાઉઝ..જેને ડિપ-કટ સિલાઈ ની જરૂ નહોતી. એ નખરાળો ચહેરો અને લહેકાદાર/લજ્જતદાર છણકા! એ શીલાના અવાજ માં પણ કોઇ સોના/રૂપાની ઘંટડીના રણકાર નહોતાં.

..અને હિન્દી ફિલ્મોના વણલખ્યા નિયમ અને પરંપરા મુજબ એ શીલાની લાજ લુંટાઈ હતી અને પછી ઘણાં વખતે એ પાછી આવી હતી. પિક્ચર નો અંત કંઈક ગમે ના ગમે જેવો જ હતો પણ..એક ગીત અને પિક્ચરાઇઝેશન અને એ વખતની સિચ્યુએશન..કંઈક વિચિત્ર રીતે બેચેન કરી મુકે છે મને..ખબર નહી કેમ! એ સુરિલું છે અને બહુ ગમગીન છે અને આ બહુ ડેડલી-કોમ્બિનેશન છે !

“આ..આરી ..આ જા..નિંદિયા તુ લે ચલ કહિં..,
ઉડન ખટોલે મેં..દુર..દુર..દુર..યહાં સે દુર..”

“યે સચ હે કી મેં અગર સુખ ચૈન દેના ચાહું,
તેરી દુનિયા સે મેં ફિર કહિં અબ ઔર ચલા જાઊં..”

ખૈર, રાતે ઉજાગરા કરવામાં ઘુવડની સાથે હરિફાઈ કરવા બેઠેલી અમારા જેવી પબ્લિકને નિંદિયાનું ગીત ગમી જાય એ સંયોગ તો નહી જ કહેવાતો હોય ! અને..પડીને ઉભા થવાનો અહમ/ઘમંડ જ્યાં તમારું ચાલકબળ હોય ત્યાં વેલ..બિજુ કંઈ નહી પણ..તંગ તંગ બ્લાઉઝવાળી અને લચકદાર નિતંબોની સ્વામીની શીલાને જબરન યાદ કરીને સુઈ જવું જોઇએ!

..શબ્બાખૈર !

“સ્પર્શનું થોડું ઝેર ચઢવા દે હવે,
લે થોડું મને અડવા દે હવે..” _?!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: