એક કોપિરાઇટેડ મઝા હોય છે !

0

..ટેકનોલોજીના એક રજકણ જેવી ટચ-સ્ક્રિન હોય અને..લાઈકની સાવ અડોઅડ ક્લિક-ટેપ થઈ જાય તો..બ્રહ્મગ્નાન મળી જાય છે ! સાવ અમસ્તાં..અજાણતા..અને અણ-જોઇતું..બ્રહ્મગ્નાન !!

લાઈક્સ કર્યું હોય એવા નામોની યાદી દેખાય છે..બધાના નામની સામે “ફ્રેંડ્સ – મિત્ર” એમ લખેલું છે..મારા જ મિત્રોની પધ્ધતિસરની ઓળખાણ કરાવવામાં આવી રહી છે ..દિલ/દુનિયા/દિલેરી/દિલોજાન/દિલખુશ ની પણ ઓળખાણ કરાવી દેવાય છે..પણ..મારા પોતાના નામની આગળ ….કંઈ નથી !!!

..અને આ સંયોગ કે ટેકનિકલ બાબત કે ગમ્મત કે રમત કે..સુનકાર ભરેલા મગજનો કોઇ વિચિત્ર ખયાલ માત્ર ..એ જોઇને હસવું આવી જાય..કંઈક..ઉદાસ..પણ મોંફાટ હસવું આવે જે અટ્ટહાસ્ય ના આવવાની પુર્વભુમિકા જેવું હોય ! ..અને..સિગરેટના ધુમાડાની પાછળથી કોઇ સ્પેશિયલ ઇફેક્ટ્સ ની જેમ..એકાદ શેર મગજમાં ફ્લેશ થઈ જાય..

“અપની વજહ-એ-બરબાદી તો સુનિયે મઝે કી હે,
જિંદગી સે યું ખેલે જૈસે દુસરે કી હે..”

..પણ ખૈર..ખેલ..ખેલંદા અને ખેલવાની પણ એમની એક કોપિરાઇટેડ મઝા હોય છે ! આવી મઝાઓ બધાની કિસ્મતમાં નથી હોતી અને જેમને મુકદ્દરની પરિભાષા જ નથી ગળે ઉતરતી..એવા લોકોની જ કિસ્મતમાં આવી મઝાઓ હોય છે ! .. તો..શુભકામનાએં..દેવિયોં ઔર સજ્જનો..આપ કિસ્મતવાલે હે ! .. ;) ;)

..અને જ્યારે શિયાળાની રાતોમાં બાઇક લઈને જોડે એકાદ મિત્રને કોઇ ખિતાબની જેમ લઈને અને..વિક્રમ-વૈતાળના વૈતાળ જેવું કોઇ વણ-ઉકલ્યું ઉંબાડીયું લઈને..તમે ભટકતા હોવ ત્યારે વળી મોશિકી/આશિકી માં ઔર બહાર આવી જાય છે ! ખુલ્લી હોટેલો અને આસપાસ દેખાતા દરેક ચહેરા ઉપર ઉજાગરાનો અને ઠંડી હવાઓના સુસવાટાઓનો ભાર હોય અને..એ એક અલગ દુનિયા છે! ગાડીઓ/ઘરઘરાઊ (!) ડ્રાઈવરો/ ચ્હા ના કપ/નિકળતી વરાળ/ ટ્રકો/કન્ટેઇનર્સ/ડ્રાઈવરો..લાઊડ સ્પિકરો..જુના નવા જાણ્યા અજાણ્યા ગીતો..જમવાની દુરથી આવતી સોડમ અને..મસાલા અને સલાડની સુગંધો..ક્યાંક દારૂ પિવાતો હોય બેખબર થઈને..વિશેષ તો દારૂબંધીને અવગણીને પીવાનો નશો હોય..નિખિલ શુક્લ જેવી પબ્લિકને આ નશો ના કરવાનો નશો હોય..અને અજાણ્યા લોકો સાથે વાતો નિકળે..વળી લાંબી નિકળે..અને જાતજાતની નિકળે અને..રામાયણ/કુરાન/બાઇબલ ના વખાણ થતાં હોય તો..વળી ગાભા-છોતરાં પણ નિકળતા હોય અને આનંદી બેન ના સુગિયા ચહેરાની વાતો હોય કે નરેન્દ્ર મોદીની વિશ્વવ્યાપી ખ્યાતી હોય..- -“..સબકા બદલા લેગા ..ફૈજ્જ્જ્જ્લ..ખાન !” ;)

અને..સિગરેટ હોય .. લગભગ આઠેક વર્ષથી વફાદારીના વચનો આપ્યા વગર જ સાથે રહેલી , એવા વચનો પુરા કરવા મથતી જે એણે આપ્યા જ નથી ! એનો ધુમાડો હોય..ઠંડી હવાઓમાં વધારે ઘાટો હોય અને..ચ્હાની સાથે કંઈક અજીબ ટેસ્ટ આપતો હોય ! અને હોટેલમાં “૯૦ ના દશકાના ” ગીતોનું કલેક્શન કોઇ ચાલુ કરી આવે !! “સોનુ નિગમ” અને “ફાલ્ગુનિ પાઠક” અને “પંકજ ઉધાસ” અને “વિકાસ ભલ્લા” અને “હરિહરન” અને..”આલિશા” અને ઉફ્ફ!!

..જુજ મિનિટોમાં જ તમે તમામ “નવરસ” ને પામી શક્યા હોવ અને..અને મોબાઇલના ટચસ્ક્રિનની લાઈટ બંધ થઈ ગઈ હોય..અને તમે ફરી..પેલા કોઇ ઓળખાણ આપ્યા વગરના તમારા જ નામને જુઓ અને..”બેક” પ્રેસ કરીને “ફોરવર્ડ” જાઓ !

“એક લમ્હે મેં સિમટ આયા જન્મો કા સફર…જિંદગી તેઝ..બહુત તૈઝ ચલી હો જૈસે..” !!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: