એ મહેફીલની વાત અલગ હતી..

0

RSA algorithm ને ક્રેક કરવાની કવાયતો. બાલિશ હવાતિયા,ઉટપટાંગ યુક્તિઓ,અવનવી હરકતો પબ્લીક અને પ્રાઈવેટ એન્ક્રીપ્શન કીઝ ને તોડવા મરોડવાની, હોવા-ન હોવાનું રહસ્ય.. અચાનક જ ગળે સુધી આવીને ભુલાઈ જતાં મેથેમેટિકલ સિમ્બોલ્સના-સંજ્ઞાઓના નામ, જુના આઈડીયાઝ નુ રિપીટ થવુ અને પ્રાઈમ નંબરોની આત્મિયતા..પાવર ઓફ સમથિંગ અને પ્રોડક્ટ ઓફ સમથિંગ ની આંટીઘુટી..અને..આબિદા પરવીનના અવાજની ઘેરી મદહોશી અને..સિગરેટના ધુમાડા ની સ્વપ્નિલ અદાઓ..શિયાળાની પુર્વભુમિકા જેવી મોડી રાતોના ઉજાગરા માટે જાણે કે આદર્શ પરિસ્થિતિ આપે છે!

હે કોમ્પ્યુટર સાયન્સ! તારા વગર જીવન અધુરું તો નહોતું પણ તારા પછીની હુ કલ્પના જ નથી કરતો, નથી કરી શકતો! અને રાત્રીઓના સુનકારમાં તારા સિવાય, તારા જેવો કોઈ સાથ પણ નહી આપી શકે. કલાકો લાંબુ બાઈકિંગ અને કલાકો લાંબુ કોમ્પ્યુટર આ બે વિપરીત ધ્રુવો જેવા છે અને એવા પેરેડોક્સ ને સાચવી બેઠેલ હું છુ અને બસ એમ જ આકાશગંગા ની સાથે ફર્યા કરું છું.. ;)

માન હતું,અપમાન હતું, શિરસ્તો હતો, નિયમભંગ હતો, આસવ હતો અને આછંદ નો કુછંદ હતો. દુનિયા નહી હું મિસફિટ હતો, આ સત્ય હતું અને પેલું અસત્ય હતું. અને કંઈક બિજું..ધર્મરાજ યુધિષ્ઠિરના મગજની પેદાશ હતું! મિલકત હતી વળી જાતે કમાયેલી હતી. કોઇ ભાગીદાર નહોતો , ખુવારી હતી એની એક ખુદ્દારી હતી. અને અંતતઃ કદાચ અ-દુનિયાદારી હતી. એ જીવન હતું , મૃત્યુ તરફ ભાગતું હતું. ગૌતમ બુધ્ધ અને ન્યુટન અને આઇન્સ્ટાઇનના પોતપોતાના વર્તમાન, ભુતકાળ અને ભવિષ્ય ના આલેખો હતાં. પૈસા હતાં, ભિખારીપણું હતું અને એ બંનેની વચ્ચેની એક સરભર વ્યવસ્થા હતી. અને રાત્રીઓ હતી, કોડ હતો, ગઝલો હતી. મૌશિકી અને આશીકી અને બેફિક્રી હતી. પણ, જાહોજલાલ એ રાત્રીઓ હતી. દિવસો હતાં. એ બપોર અલગ હતી, એ તાપ અલગ હતો એ વાત અલગ હતી.

ખૈર., કંઈક ભળતું જ આવી ગયું ,નહી તો કહેવાની હતી એ વાત પણ અલગ હતી..

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: