ભાષાની આજકાલ !

0

વિશ્વની કોઇપણ ભાષા ક્યારેય અમર નથી રહિ. સંસ્કૃત જેવી મહાન ભાષા પણ અત્યારે ભુતકાળની ગિર્દમાં છે….અને એની વાત લાંબી ચાલશે, પછી જોઇએ.

જુઓ…ભાષાઓનું એવું કોઇ જ મહત્વ નથી મનુષ્ય-સમાજના ટકી જવા માટે ! મનુષ્યની સૌથી મહાન શોધખોળો ત્યારે જ થઈ હતી જ્યારે એની પાસે કોઇ ભાષા નહોતી – અગ્નિ અને ચક્ર ! એથિય વિશેષ આ માનવસમાજ અને કુટુંબ-કબિલાઓની વિભાવના પણ માણસે ભાષાઓ વગરના દિવસોમાં જ વિકસાવી હતી….અને એથિય આગળ આ ચિત્રો-ચિત્રલિપીઓ પણ ભાષાઓની ગેરહાજરીમાં જ વિકસી હતી…ભાઇચારો અને સંપ અને દુશ્મની અને સગાંવાદ અને મારું-તારું અને પરોપકાર અને તમામ લાગણિઓ/સંવેદનાઓ પણ ભાષાની ગેરહાજરીના તબક્કામાં જ ઉદભવ્યા હતાં..માણસ સુઝબુઝથી પેંતરો રચીને વિશાળ પ્રાણિઓનો શિકાર કરતાં પણ ભાષાઓ વગર જ શીખ્યો હતો…નાની મોટી દવાઓ અને ઓસડ અને વનસ્પતિઓના ‘ચમત્કારિક’ ગુણધર્મો એણે ભાષા વગર જ શોધી લીધાં હતાં…નાના મોટા કુદરતી નિયમો અને પ્રાથમિક તબક્કાના યંત્રો , ભૌતિકશાસ્ત્રીય નિયમો પણ ત્યારે જ… અને આજે પણ એક નવજાત શિશુ પોતાનો વ્યવહાર/અભિવ્યક્તિ કઈ ભાષામાં કરે છે ?! ..અને જો લાખો-સેકંડો વર્ષોના માનવ ઇતિહાસ/ઉત્ક્રાંતિને એકાદ કલાક/કે વર્ષના સ્કેલ/માપદંડ ઉપર જોઇએ તો…..ભાષાઓ છેલ્લી અમુક મિનિટોમાં જ તો આવી છે માણસ પાસે !! તો એ પહેલાના સમયગાળા દરમિયાન શું માનવસમાજ જખ મારતો હતો ?

ભાષાઓ બોલવા માટે હોય છે, લખવા માટે નહિ !! કંઈક ચિત્રવિચિત્ર અવાજો/ઉંહકારા/ઉદગારો અને સ્વરના આરોહ-અવરોહને આપણે ભાષા – નામના શબ્દ વડે ઓળખીએ છીએ એટલું જ માત્ર ! આપણે એ સ્વરો/અવાજોનું નામકરણ કર્યું છે માત્ર. આપણે એને પોતાના ગજા મુજબ ઓળખ્યું માત્ર આપણે એના રચયિતા નથી. પછી ક્યારેક ઉત્ક્રાંતિમાં આપણે એ અવાજોના આરોહ-અવરોહને લિપિબધ્ધ કરવા ઇચ્છ્યું અને….પેલી…”ભાષાઓ વગરની આવડતને” કામે લગાડી અને આડા/ઉભા/સિધા/ત્રાંસા આકારો વડે એને કંઈક ‘આકાર’ આપ્યો..
…ઉંડા અવાજ અને છિછરાં અવાજો માટૅ આપણે હ્રસ્વઈ[ઉ] / દિર્ધઈ[ઉ] ના આકારો વડે નિદર્શિત કર્યું…કંઈક પોલા/ બોદા / તીણાં / લાંબા ટુંકા અવાજો માટે અનુસ્વાર/કાનો/માત્રા અને વગેરેના ભુમિતિય આકારો વડે દર્શાવવા પ્રયત્ન કર્યો માત્ર ! …અને એ આકારો એ જ આ જોડણીઓ અને સ્વર અને વ્યંજન !!

જે માત્ર એક “ચીલો” હતો, એક યુક્તિ માત્ર અને કોઇ નિયમ નહિ જ ! તો તમે શું જોડણિઓનું પુંછડું પકડિને બેઠા છો ?? અને એવું બિલકુલ નથી કે માત્ર માણસ પાસે જ આ અભિવ્યક્તિ માટેના અવાજો હતાં….ડોલ્ફિન કે વહેલ કે કુતરું કે ભુંડ કે ગાય ભેંસ કે દેડકો કે વાઘ કે ભમરાઓનું ગુંજન કે …પહાડોમાં ગુંજતી હવા અને રિસિવરમાં/ રિસેપ્શનમાં પકડાતી તડતડાટી અવકાશિય ઘટનાઓની સાબિતિ/હાજરી બતાવતી કે ઝાડપાનનો ગુંજારવ કે દરિયાનો ઘુઘવાટ કે વાવાઝોડાનો સુસવાટો…અને સ્વયં પૃથ્વી પણ પોતાની આસપાસ બ્રહ્માંડમાં એક ગુંજારવ કરે છે…આખું બ્રહ્માંડ રેડિયો ફ્રિકવન્સીના એનેલોગ સિગ્ન્લસ વડે જ તો જાહેર કરે છે પોતાને..તો…..ક્યાં છે ભાષા ? જોડણિઓ ? વ્યાકરણ ના નિયમો ?

વસ્તુઓ/બાબતો/વિચારધારાઓનું ઉદભવવું/વિકસવું/જર્જરિત થવું અને છેલ્લે નામશેષ થઈ જવું….આ નિયમ સ્વયં બ્રહ્માંડને પણ લાગુ પડે છે અને ભાષાઓ એમાંથી બાકાત નથી અને તમારા બે કોડિના લખાણના સ્વરૂપે થતાં સર્જનની તો સાલી કોઇ વિસાત જ નથી. અને હવે જો ભાષાઓ જ અમર/સનાતન નથી તો….આ જોડણિઓ અને નવા શબ્દોનું તો શું મહત્વ છે ? ભાષા એ એક ટુલ-સાધન માત્ર છે, અભિવ્યક્તિ થવા માટે અને સંવેદનાઓ ને દર્શાવવા માટેનું, બસ. એથી વિષેષ કંઈ જ નહિ , એ કોઇ એવી બાબત નથી જેનાથી માનવ સમાજ લુપ્ત થઈ જશે. હાં, તમારી માત્ર અક્ષરો પુરતી મર્યાદિત-સંકુચિત રહેલી નકામી રોક્કળને જરૂર લકવો થઈ જશે ! ;)

તો વિશ્વમાં હોય છે શું ?? — માત્ર અભિવ્યક્તિઓ ! આ આખો માનવસમાજ માત્ર અભિવ્યક્તિ વડે જ ચાલ્યો છે અને એમ જ ચાલવાનો છે, તમારા જેવા માત્ર અક્ષરજ્ઞાન પામેલા લેભાગુઓ વડે નહિ. અને અભિવ્યક્તિઓનો ફલક ઘણો મોટો છે..એન્જિનિયરિંગનો કોઇ કમાલ હોય કે વિજ્ઞાનનો કોઇ કોયડો અને જવાબ હોય …કોઇએ કંઈક ચિત્ર બનાવ્યું હોય તો એ પણ અને કંઈક લખ્યું હોય તો એ પણ…કોઇ ફેશન શો માં માત્ર પહેરવા માટેના જ કપડાં નથી બતાવાતાં…એ ક્યારેક માત્ર સર્જનાત્મકતા માટે હોય છે ,એને પહેરવાના નથી હોતા પણ એના ડિઝાઇનરની સર્જનાત્મકતા ને માત્ર આંકવાની/જોવાનિ/મુલવવાની હોય છે…દરેક કોડ/કોડિંગ માત્ર કોમ્પ્યુટરને બુધ્ધિ આપવા માટૅ નથી હોતું એમાં વિચારોની મુંઝવણના જવાબો શોધવાના પણ હોય છે…કોઇ પ્રકૃતિપ્રેમી પોતાની અભિવ્યક્તિના પડઘા માટે જ જંગલોમાં રખડતો હોય છે, એ પોતાની સાથે ” પોર્ટેબલ ગ્રીન હાઊસ” લઈને નથી ફરતો…દરેક શબ્દ/શબ્દપ્રયોગ માત્ર જ્યાંને ત્યાં છાપી મારીને વેચવા માટે નથી હોતો..ભાષાઓના પોતાના અંગત પ્રભુત્વની ચકાસણી માટે હોય છે…દરેક ચિત્રો ચિત્રકારી માટે નથી બનાવાતાં એ ક્યારેક ભુમિતિના આકારોને અસંખ્ય રીતે દર્શાવવાની અને સમજવાની યુક્તિઓ માટે હોય છે…તબલા વાદન કે સિતાર કે સંતુર કે ગિટાર….દરેક વખતે રાગ કે રાગડાં નથી હોતાં ….કંઈક અઘરા સ્વરોને ઉપજાવી/સજાવી શકવાની કાબેલિયતને ચકાસવાની અને માણવાની હોય છે. ક્યારેક રાજસ્થાની લઢણમાં – અંજન કી સીટિ મેં મારો મન ડોલી ગયો હતો – તો ક્યારેક “ઉશા ઉથ્થુપ” ના ગાલ ડોલી ગયા અને પચી એકવાર “સોનમ કપુર” બતાવવા ગઈ હતી કે… – “..મારો ‘બમ’ ડોલે …” ! ;)

દરેક નવી શોધ..નવા શબ્દો…નવી વિચારધારાઓ .. દરેક વૈજ્ઞાનિક આવિષ્કારો માત્ર સમાજોપયોગી કાર્યો કે ભજન મંડળ કે યુવક મંડળ કે ઘરડાંઘર માટૅ નથી હોતા.. માનવિય બુધ્ધિપ્રતિભાના સિમાચિહ્નો સ્થાપિત કરવા માટે પણ હોય છે ! એમાં રહેલી શક્યતાઓ અને અવકાશને પણ ઉજાગર કરવાનો હોય છે !

વર્ષો સુધી આખો માનવસમાજ માનતો રહ્યો કે…પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે ! , એ વળી એમ પણ માનતો રહ્યો હતો કે….જાનવરોમાં લાગણિ/સંવેદનાઓ નથી હોતી, બલ્કે એમ પણ કે માણસ સિવાય કંઈક ચેતન નથી…માનવ સમાજ ડ્રેક્યુલા અને વેમ્પાયરને પણ વાસ્તવવિકતા માનતો રહ્યો અને કેટલાક ધર્મગુરૂઓ વળી આજે પણ પૃથ્વીને સપાટ-સિધી-સળંગ માની રહ્યા છે.. !! આ તમારી વિકૃતિ છે કે તમને “વર્ણ સંકર” શબ્દ જ જડે છે, અને “સંમિશ્રણ” શબ્દથી તમે અજાણ રહો છો…અને તો તમે કંઈ એકલા જ નથી આ …મુર્ખાઓની જમાતમાં ! “..ઇસ શહેરમેં તુમ જૈસે દિવાને હઝારોં હે…” ! ;) ;)

તમારા જેવા લલ્લુ-પંજુઓ વડે ભાષાઓ કે કોઇપણ બાબત સચવાતી નથી બલ્કે એ ગંધાઈ ઉઠે છે, સડી જાય છે, આ તમારા જેવા જ બબુચકોએ સંસ્કૃત ભાષાનો ભોગ લીધો હતો, તમારા જેવા લોકોએ જ મુક્ત/સ્વતંત્ર આર્ય સંસ્કૃતિને વેદિયાપણામાં જકડી રાખી છે, આ તમે જ છો જે રિતિ-રિવાજો અને સંસ્કાર અને વહેવાર જેવા શબ્દો વડે, સમાજમાંથી ખરાબીઓને જવા નથી દેતાં. તમારા જેવા લોકોના કારણે જ હજુય સમાજમાં સ્ત્રી-પુરૂષે કેમ વર્તવું કે રહેવું કે બોલવું …જેવા ક્ષુલ્લક મુદ્દાઓ છેડાયા/ચર્ચાયા કરે છે. કેમકે….તમે સડી ગયા છો અને સડેલા/વાસી થઈ ગયેલા લોકોનો એક જીવલેણ શત્રુ હોય છે – પરિવર્તન ! અને માટે જ તમે આ દેકારો/રોક્કળ કરી રહ્યા છો…ક્યારેક સંસ્કૃતિ તો ક્યારેક સામાજિક મુલ્યોના નામે….અને અહિં ઓનલાઈન મિડિયામાં તમારી નજીવી/ક્ષુલ્લક રચનાઓ/લખાણો/ફકરાઓ ના નામે ….જોડણિઓ અને વ્યાકરણના નામે.

તમારા જેવા લોકોના હાથમાં કોઇપણ ભાષાનું ભવિષ્ય સલામત નથી. તમે એને ખુવાર કરી નાંખશો. પણ આનંદ એ વાતનો છે કે …તમે ઘસાઈ-ઘસાઈને ખતમ થઈ જવાનો છો..જેવી રીતે ભુતકાળમાં થયા છો. પરિવર્તનના ઝંઝાવાતમાં તમારે તહસનહસ થઈ જવાનું છે , એ જ તમારું ભાગ્ય છે. નવપલ્લવિત થવું – થતાં રહેવું એ તો નિયમ અને નિયતિ છે વિશ્વની, અને તમારા જેવા બબુચક વ્યાકરણ ધુરંધરો કે ભાષાશાસ્ત્રીઓ વડે એ નિયમ અટકી નથી જવાનો. જે તમારી રોક્કળ સારું ! …હજુ રડો…મોટેમોટેથી બરાડા પાડો….બેસણાંઓ રાખો…ખરખરો કરો…ગંધાતી કવિતાઓમાં…સત્વહિન લખાણોમાં..કેમકે આ જ તમારી નિયતિ છે. તમારે ફેડ આઊટ થઈ જવાનું છે.

નવા શબ્દો અને શબ્દોપ્રયોગો વડે ભાષાઓ સંવર્ધિત થાય છે, વિકસે છે અને ટકે છે અને…જાહોજલાલ થતી રહે છે. પણ..મહાન બાબતોએ ખસવાનું હોય છે, નવી બાબતો માટે જગ્યા કરવાની હોય છે, બ્રહ્માંડના “ઉર્જાના અચળ જથ્થા” – ના નિયમને અનુસરીને રૂપાંતરિત થવાનું હોય છે. મહાન બાબતોની આ જ નિયતિ હોય છે…એમણે પોતાનું સ્વરૂપ બદલીને જુના સ્વરૂપે ભુલાઈ જવાનું હોય છે ! અને પરિવર્તનની પોતાની પાસે આ બ્રહ્માંડની જેમ જ માત્ર વર્તમાન અને ભવિષ્ય હોય છે ! ભુતકાળ – નામની કોઇ જ વિભાવના પરિવર્તન પાસે નથી હોતી.

આ ગુજરાતી – માતૃભાષા ગુજરાતી આપણાં જીવનકાળ દરમિયાનમાં છે આપણી પાસે પણ આવનારા ભવિષ્યમાં…સુર્યમાળાના બિજા ગ્રહ ઉપર, કદાચ બિજી જ સુર્યમાળામાં વસેલા માનવોની વચ્ચે આપણે જન્મિશું અને ત્યારે કોઇ બિજી ભાષા હશે…ગણિત/વિજ્ઞાન ના કોઇ બિજા નિયમો હશે તો ? ત્યારે એ ભાષા અને સાથે….બદલાયેલી સુર્યમાળાના અને માનવ ઉત્ક્રાંતિના બદલાયેલા સ્વરૂપોમાં અભિવ્યક્ત થઈશું , બિજુ શું ?!

બહરહાલ, આવતીકાલે આ ગુજરાતી પોતાનું સ્વરૂપ સમુળગું બદલી નાંખે કે પછી અતિવિકસીત થઈને માણસજાત ભાષાઓને બદલે “ટેલિપથી” કરતી થઈ જાય કે પછી અભિવ્યક્તિઓની કોઇ બિજી જ બાબત આવી જાય.. એ પહેલા એને સંકુચિત નહિ કરવાનું. આ હાલની માતૃભાષામાં લાવી શકાય એટલું વૈવિધ્ય લઈ લેવાનું… પોતાનિ સાથે માતૃભાષાને પણ વિકસવા દેવાનું …અને થાય એટલું કરી લેવાનું…લખવાનું/બોલવાનું/રડવાનુ/હસવાનું/ધિક્કારવાનું/અપનાવવાનું/આવવાનું/જવાનું/જીવવાનું અને મરી જવાનું !
—————-

‪#‎saatatya‬ માં એક ટોપિક બનાવ્યો હતો ! _ભાષાઓની આજકાલ_ !! એમાંથી જ આ “અમુક ફકરાઓ” હજુ આજે પણ પ્રસ્તુત છે જ , અને એ રહેવા જ જોઇએ !

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: