સમસ્યાઓનું કાયમી નિરાકરણ..

0

મુઝફ્ફરપુર. એક વિવાહિત સ્ત્રી.માનવીય અને નૈતિકતા અને ચારિત્ર્યની રીતે એક હલકા દરજ્જાનો પુરૂષ. મુસ્લિમ શર્રિયત/ધાર્મિક કાયદા. ભારતના જડસુ મુસ્લીમો. બુધ્ધિજીવીઓ. નાદાન મુસ્લીમો સિવાયના બીજા બધાં બાઘાઓ/મુર્ખાઓ બીજા ધર્મના લોકો..ભારતીય પિનલ કોડ. ઠીક છે એ અંગે પછી વાત.

..પણ તો પછી એમાં ઇસ્લામ સિવાયના બીજા ધર્મોની વાતો કેમ આવે છે ? કાયદાની દ્રષ્ટિએ ઉકેલ લાવવાની બાબતને અચાનક જ સ્ત્રીઓની સામેના અન્યાયોના પરિપ્રેક્ષ્યમાં ધરાર મુકી જ દેવાનું શું પ્રયોજન છે? સ્ત્રીઓ અને પુરૂષો તો ઠીક છે, જાનવરો અને સ્વયં આ પૃથ્વી પણ કંઈક અમાનુષી અત્યાચારોના ભોગ નથી બનતાં ? તો પછી દક્ષિણધ્રુવમાં પિગળતા બરફના કારણે જોખમાવા બેઠેલા પર્યાવરણની વાત કેમ નથી લઈ અવાતી મુઝફ્ફરના કિસ્સામાં ? અને શું મુઝફ્ફરની ગટરો અને રસ્તાંઓ પણ હકદાર નથી આ ક્રાંતિકારી લોકજુવાળમાં ? અને ખાસ તો વળી આવા મુદ્દામાં પણ સીતા અને દ્રોપદી અને રાખી સાવંત અને સની લિયોન ને ઢસડી લાવી ને તમે શું સાબિત કરવા માંગો છો ? જુઓ બાઘા અને બાઘીઓ, વાત કંઈક આમ છે કે..

..સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સૌથી મોટું પરિબળ એક જ છે – સમસ્યાનું પોતાનું પિષ્ટપિંજણ/પૃથ્થકરણ! જે બાબત/મુશ્કેલી/સમસ્યા બરાબર સમજાય જ નહિ બલ્કે સમજવામાં જ ન આવે એનું નિરાકરણ શક્ય નથી.

જે દ્રોપદી મહાભારતના યુધ્ધને અટકાવવાના છેલ્લા ઉપાય વખતે પણ યુધ્ધને જ પ્રાધાન્ય આપવાની હઠ લઈને બેઠેલી હતી, જે દ્રોપદી પોતાના વ્યક્તીગત અપમાનનો બદલો લાખો વ્યક્તીઓના સંહારની સાપેક્ષે વધારે આંકતી હતી અને જે દ્રોપદી વળી એક નાના અમથા બનાવમાં – આંધળાનો છોકરો આંધળો – કહેવાની ઇચ્છાને પણ ના અટકાવી શકી અને દુશાશનના રક્ત વડે જ માથાના વાળને સુશોભિત કરવાની – નારીજાતીના સામાન્યતઃ મૃદુતાભર્યા પ્રકૃતીથી વિરુધ્ધની – કામનાઓ પાળી શકતી હોય અને જે દ્રોપદી આખા કુરુવંશને પોતાના તપોબળથી જ સર્વનાશ કરી શકવાની ધમકી આપી શકતી હોય. અર્જુનની બિજી પત્ની સુભદ્રાને સ્વીકારી શકતી હોય અને છતાં અર્જુનને ધમકાવી શકતી હોય..વગેરે એ દ્રોપદી પોતાના પાંચ પુરૂષોની પત્ની બનવાના _ત્રાહિત_ નિર્ણયની સામે કેમ કંઈ ન બોલી !? યાદ કરાવવું જ પડશે તમને દ્રોપદીની પાછલા જન્મની તમામ સર્વશ્રેષ્ઠ ગુણો વાળા પુરૂષો પામવા માટે કરેલા તપની ?!

પેલી ગુણશાળી સીતા વળી પોતાના પતિ – મર્યાદાપુરૂષોત્તમ શ્રી રામ ની તમામ સમજાવટ – સોનેરી મૃગ અંગે – છતાં ટાચકો ચઢાવી દેવાની વૃતી ઉપર તો મુસ્તાક નહોતી !? અને સીતાનું અપહરણ થવા પાછળનું સૌથી મોટું પરિબળ શું હતું – રાવણની કામાંધતા કે ચારિત્ર્યહિનતા સિવાય ? જે સિતાને તમે વાહ વાહી કરો છો પણ એના જેવા થવાનું આ ભવમાં શક્ય નથી તમારા માટે એ સતી-સીતા પોતાના જ રક્ષક અને કોઇ વાંક વગર માત્ર નૈતિકતા/લાગણીના દાવે વનવાસમાં આવી પડેલા “લક્ષ્મણ” ઉપર ચારિત્ર્યહિન હોવાનો અને પોતાના જ મોટાભાઈની પત્નિ ઉપર નજર બગાડવાના – બેવડા આરોપ મુકતી વખતે તો કેવી ઝનુની થઈ ગઈ હતી ? “અશોક વાટિકામાં” એક અજાણ્યા વ્યક્તિ – હનુમાન – ની કેવી ઉલટ તપાસ લઈ લે છે સીતા, હનુમાનની રામના દુત હોવાની વાતની સત્યતા માટે ?

બાઘા લોકો આ તમારા બધા ધડમાથા વગરનાં તમામે તમામ પૌરાણિક દ્રષ્ટાંતોની આમ જ હવા કાઢી શકાય એમ છે અને એમ કરતાં – અલબત્ત તમારી જેમ જ દલીલો કરીને !- મુઝફ્ફર ની પેલી સ્ત્રીના અત્યાચાર માટે તમને જ દોષિત પણ સાબિત કરી શકાય છે..પછી તમે સ્ત્રી હોવ તો પણ ! ;)

જે સ્ત્રીઓમાં હજુ આટલા વખતે પણ સામાન્ય ટાફીકસેન્સ નથી આવી અને જ્યાંત્યાં ઠોકમઠોક કરીને “કચકચ” કરવી જ છે ધરાર , એ વળી સ્ત્રી સશક્તીકરણનો આખો મુદ્દો સસ્તા ભાવે ઉંચકી લઈ આવે છે. જેમના ઘરમાંની સ્ત્રીઓ ફોન કે મેસેજીસ પણ કોઇ જોઇ ના જાય એમ કરતી હોય એ પુરૂષો વળી અહિં ગુલબાંગો હાંકે રાખે છે – “બહેન.એગ્રી..એગ્રી-સાચું કહ્યું – મારું સમર્થન છે “-! છુપાઈને સિગરેટ અને આલ્કોહોલ લેતાં થઈને પુરૂષ સમોવડી હોવાના કૈફમાં રાચતી જવાન “બેબલીઓ / માનુનિઓ ” -વોટ ધ ફક – ની લપલપ પણ વચ્ચે લઈ આવે છે. અને પેલા હજુય જી..વ્યાં જ કરતાં જીવ્યા..જ કરતાં બબુચકો વળી અહિં પણ મંડી પડે છે – gm..jsk.jj..ff.abcdefgh..xyz! ;)

ગાંડા ના અલગ ગામ ના હોય એજ સમીકરણ મુજબ ગાંડીઓના પણ નથી હોતાં ! અને એમ અલગ ગામ નથી અપાતાં એ પણ તમને અત્યાચાર તો નથી લાગતો ને, સન્નારીઓ અને સજ્જનો ?! ફરિથી, સમસ્યાના ઉકેલ માટે સમસ્યાને સમજવી જરૂરી છે. નિરર્થક રોક્કળથી શું મળશે ?

જુઓ..જો વાત મુસ્લિમ ધાર્મિક કાયદાની – શરિયતની છે તો એમ જ કહો કે – મુસ્લિમ ધાર્મિક કાયદો. બીજા ધર્મોની વાતો નાલાયકોની જેમ વચ્ચે ના લઈ આવો. સ્ત્રી ઉપરના અત્યાચારની વાત છે તો ચોખવટ અને ચોકસાઈ રાખો કે કયા અત્યાચારની વાત થઈ રહિ છે. બળાત્કારના કેસમાં , તમારો દુપટ્ટો કે સાડી સ્કુટી/બાઈકમાં ભરાઈ જાય એ કોઇ ઉકેલ નથી બલ્કે, સવિશેષ તો તમારું સ્ત્રી-સહજ-બાઘાપણું જ છે , ગુસ્તાખી માફ! ;) નોકરીમાં પડતી હાલાકી તમને જ પડે છે ? કાદવ કિચડ અને સમાજની લોલુપ નજરોનો માત્ર તમે જ ભોગ નથી બનતાં. અને અત્યાચારો પોતે જ એની પ્રકૃતિ મુજબ કોઇ ભેદભાવ નથી રાખતાં હોતાં અને ચારિત્ર્ય પણ એ જ રીતે સ્ત્રી-પુરૂષના, લિંગનો ફરક નહિ અનુભવવી બાબત છે.

મુઝફ્ફર ની હતભાગી સ્ત્રી ને સહાય/ન્યાય અને એના સસરાને ઉદાહરણરૂપ શિક્ષા જ માત્ર કેન્દ્રસ્થાને છે, એ સિવાયના તમામ મુદ્દાઓ વડે તમે પોતે જ આ ન્યાયપ્રક્રિયા અને સમાજમાં માંડ આવી રહેલી જાગૃતીને ખોરંભે ચઢાવી રહ્યા છો ! અને તો તમે સમજ્યાને કે કેમ હજુય સમાજમાં લોકજાગૃતિનો “રેશિયો” આટલો ઓછો છે ? કેમ હજુય આવા બનાવો બનતાં રહે છે ? કેમકે આપણને ઉકેલો કરતા રાગડા તાણવામાં જ પરમસુખનો અનુભવ થઈ જાય છે. કેમકે આપણને જે તે વિષયવસ્તુને સમજીને એનો ઉકેલ લાવવાના બદલે એને ચુંથવામાં મઝા આવે છે અને આ બધામાં પોતાએ તો ક્યાંય સુધરવું/બદલાવું નથી. મુળ મુદ્દા સિવાયની દુનિયાની બિજી એક્સો-એક-કરોડ બાબતોને ભેળવી દેવાની આ પ્રકૃતિ જ આપણને આમ રિબાવે છે, સબડાવે છે. અને વળી બિજો એક અત્યાચાર થઈ જાય છે , અલબત્ત એવો અત્યાચાર જેની આપણને હજુ ખબર નથી પડી કે એ અત્યાચાર છે ! ;)

“હમ જમાને સે ઇન્તકામ તો લે, ઇક હસિં દરમિયાન હે પ્યારે..,
તું નહિ મે હું મે નહિ તુ હે, અબ કુછ ઐસા ગુમાન હે પ્યારે..” _જીગર મુરાદાબાદી

[#saatatya – કરંટ અફેર્સ – ટોપિકમાંથી ]

http://saatatya.co.in/forum/topic/5?page=2#post-522

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: