Orkut ઓરકુટ

0

orkut1

..અને ઘર/કુટુંબ/સગાં-વહાલા(!) ઓથી દુર મેં મારું એક અલગ આયામ/ડાયમેન્શન બનાવ્યું હતું..આ આખી દુનિયા એક તરફ હતી અને બિજી તરફ હું હતો – એકલો..આકાશની જેમ નિરાધાર અને ઘણીબધી ગેરસમજો/આડોડાઇઓ/તુંડમિજાજી/તુમાખી અને ઉધ્ધતાઈનો ઇજારો સાચવીને ફરતો હું ! ;) ;)

..વર્ષો પછી ..એકદિવસ અચાનક એક આકસ્મિક બનાવના કારણે હું અમુક લોકોને મળી ગયો અને એ લોકો મને મળી ગયાં..અને હું કોઇ તોફાની/મગરૂર/ચોંપલાં(!) …નબીરાની જેમ કુદી પડ્યો હતો… પેલી કોમ્પ્યુટર સાયંસની ફોરમ્સનો એટિટ્યુડ લઈને…જ્યાં જ્યારે ઝગડા થતાં ત્યારે આંતરરાષ્ટ્રિય થતાં..લોકોની સિસ્ટમ્સથી લઈને ખુદ એ લોકો ઉપર જ કાયદાકિય કાર્યવાહિ થતી..ક્યારેક અમુક જુથબંધી કરનારા લોકો ઉપર DDoS કરવામાં આવતું..એ ગંધાતા અને લુચ્ચા લોકોને ઓફલાઇન/ઓનલાઇન બંને રીતે તગેડી મુકવામાં આવતાં..

..સાંભળો છો ને…ગંધાતા – બજારુ – બે કોડીના – ભુંડ જેવા – લે ભાગુ – સ્ટેટસ અપડેટ કરીને પોતાનિ જાતને લેખક/તંત્રી/કટારિસ્ટ(!)   સમજી બેઠેલા નિરક્ષર-સાક્ષરો ?! ;)

..અને પેલા ..ઠાકોરો..વાઘરીઓ..બ્રાહ્મણો અને જૈનો અને પાટિદારો..અને…. તમારા જેવી તો કેટલીયે પેઢીઓ અને ગંધાતી પબ્લિક સિધિ-દોર થઇ ગઈ છે ..કરી નાંખવામાં આવી હતી….એ આંતરરાષ્ટ્રિય બબાલો માં ! … તમે આજકાલ મંડ્યા છો પાછા…વાંદરાની પુંછડી જેવા…કુદાકુદ કરવાવાળા…તમારા તો સાલા ચણા’ય ના આવે અમારી એ ફોરમ્સ અને ..આ ઇન્ટરનેટના મુળભુત સ્ત્રોત અને ઉદગમસ્થાન જેવી ફોરમ્સમાં..જરા એમાં એક્ટિવ થઈ જુઓ તો ખબર પડે…! ;) ;)

..ખૈર..તો એ દિવસો હતાં..અને એ ફોરમ્સ/IRC નો એટિટ્યુડ હતો..અને એ દિવસોમાં આ “એનોનિમસ હેકર્સ ગ્રુપ” નો કોઇ ચોક્કસ ઢાંચો નહોતો… stackoverflow ની શરૂઆત થવાને હજુ વાર હતી અને… MSDN forums / Java Developers / OSOps અને… આ બધાંનો સુર્ય મધ્યાહ્ને તપતો હતો….”સ્ટિવ જોબ્સ” જેવા “બહુરૂપી-કમ-વાણીયા બુધ્ધિ-કમ-ઉઠાવગીર” ને જીનિયસ કહેવાની ગેરસમજ નહોતી લોકોમાં ..અને “લિનઝ ટોરવ્લ્ર્ડ્સ” હજુ લિનક્સ-કર્નલને કોડ કરતાં કરતાં..બિયર-બાર માં ટેબલ ઉપર ચઢીને કેબ્રે કરી શકતો હતો….MySql ઉપર oracle ની નજર નહોતી બગડી ..અને….Fedora/ubuntu/FreeBSD ને અમારા જેવા ભેજાગેપ લોકો સિવાય કોઇ ઓળખતાં નહોતાં….નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દેવાની એક દુરનિ ઇચ્છા હતી અને..”બેસ્ટ બેકરી કાંડ” ની બ્રેડ અને નાન અને બબાલ હજુ નવી હતી…કલ્પના ચાવલાને ભારતરત્ન આપીને જાણે કે ભારતે પોતે કોઇ તીર મારી લીધું હતું ! ..અને અડવાણી આજના કરતાં જરા ઓછા…ફાટેલા સ્પિકર જેવા અવાજે  બકબક કરતાં હતાં..અને હાં…. રાહુલ ગાંડા અને મનમોહન બાવા  અને કેજરીવાલ કે કુમાર વિશ્વાસ હજુ જાણે કે ચડ્ડી માં જ હતાં..હાં જો કે… “અન્ના હઝારે” ઓછુ જાણીતું પણ એક પ્રામાણિક નામ હતું..પેલા શેરડીના વેપારી “શરદ પવાર” અવારનવાર સમાચારોમાં આવતાં રહેતાં..અને માયાવતીએ હાથીનાં કે પોતાના પુતળાઓ અંગે હિલચાલ નહોતી આદરી..અમદાવાદમાં “હરેન પાઠક” ની એક બબાલ થઈ ગઈ હતી…અને અમદાવાદમાં જ કોઇએ(!) બોંબ-બ્લાસ્ટ કરી નાંખ્યાં હતાં..ગોધરાકાંડના રમખાણો અંગેનો ઉભરો અમો-નિખિલ શુક્લ એ સ્વયં ગોધરા શહેરમાં જ અમુક મુસલમાનો આગળ ઠાલવ્યો હતો અને જબરી બબાલ કરી હતી…એ સિંધી-મુસ્લિમ બહુમતી વાળા નગરમાં !… ;) ;)…. એ સિવાય આ ઉઠાવગીર ગુજરાતી કટારિસ્ટો અને ગંધાતા લેખકો અને બે કોડિના તંત્રીઓ નહોતા અને ..અને… આજે જે પોતાની જાતને લેખક ગણે છે અને મંદબુધ્ધિ ફોલોઅર્સ ની સંખ્યા જોઇને કુદ્યા કરે છે….એ જાણિતા લેખકો ને બબુચકો/ચકીઓને….એક ફકરો બરાબર લખવાના ફાંફાં હતાં…જે લોકો આજે પોતાના જ નામે ..ડમી-પ્રોફાઇલથી પેજ બનાવીને ફરે છે..એમને તો ..ઇન્ટરનેટનો ખ્યાલ જ નહોતો..

..અને એ દિવસો જ્યારે હું “નેચરલ લેન્ગ્વેજ ટાઇપિંગ” ને લગતો એક પ્રોગ્રામ માત્ર મારા માટે અને જો સરસ લાગે તો “ઓપનસોર્સ” હેઠળ બનાવી રહ્યો હતો…અને “વિશાલ મોનપરા” નામના વ્યક્તિને હું ઓળખતો નહોતો..અને “ગુજરાતી લેક્સીકોન” અંગે હું માહિતગાર નહોતો અને….અને….”કેરાલા” ના એક મિત્રે ..અજાણ્યા મિત્રે…નેટવર્ક હેકિંગ ની ચર્ચાઓ દરમિયાન….ઇમેલ માંગીને ..અમુક વાતો કરી અને મારા આ પ્રોગ્રામ માટૅ અમસ્તા જ ….એક હેકર ને શોભે એ જ રીટે..પોતે ભેગી કરેલી માહિતિઓ આપી ….એણૅ મને મારા આ પ્રોગ્રામ માટે ભારતની લગભગ તમામ પ્રમુખ ભાષાઓના યુનિકોડ ફોર્મેટ્સ માં ફોન્ટ્સ આપ્યા હતાં…હાં…બે કોડિના નવા-સવા નેટિઝનો(!)….એ દિવસોમાં યુનિકોડ મંગળ ગ્રહના પેટાળ જેટલા જ અજાણ્યા હતાં ! ;) …અને પછી … એ પ્રોગ્રામ અધુરો મુકી જ દીધો ..કેમકે…. BarahaIME નામનો એક પ્રોગ્રામ સાવ એ જ હતો..જે મારે કરવું હતું…અને …આજે પણ અમો-ટેકી-શ્રી..એ જ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ…;) …  (કોઇને જોઇએ તો કહેજો…કેમકે આજે એ baraha…પેઇડ છે થઈ ગયું છે ! મારી પાસે ફ્રી વર્ઝન છે !  ) …અને …હેકિંગ..હેકિંગ કલ્ચર…હેકિંગ કલ્ટ નો એ નિયમ રહ્યો છે ને….એક્નો એક દાખલો વારેવારે નહિ ગણવાનો !….અને….ટોરન્ટ્સ સાઈટ્સનો આટલો ક્રેઝ નહોતો અને “અનિઅન રૂટિંગ” કે “ટોર નેટવર્કસ” અંગે તો ભલભલા ટેક-મેગેઝિન્સના તંત્રીઓને પણ ભાન નહોતું..એ દિવસો કે જ્યારે આ કહેવાતા આજના “એથિકલ હેકર્સો (!) ” ને એમની મમ્મીઓ ઓટલા ઉપર ઉભા રાખીને..ચડ્ડી નિચે ઉતરાવીને…”સુઉઉઉઉ..સુઉઉઉ” ના સિસકારા વડે સુસુ કરાવતી હતી..અને કોઇ શારિરિક આવશ્યકતા વગર માત્ર સુઉઉઉ ના ધ્વનિતરંગો સાંભળીને જ એ લોકો પીપી કરી નાંખતા હતાં !  ;)  ;)

..અને એ દિવસોમાં ફોરમિય-એટિટ્યુડ લઈને હું કુદી પડ્યો હતો…જીવનની સૌથી પહેલી શોશ્યલ સાઈટ ઉપર – ઓરકુટ !

હું અગાઊ અમુકવાર કહિ જ ચુક્યો છું અને એ જ ફરીવાર કે….ઓરકુટ વડે હું ઓનલાઈન રહેતાં ગુજરાતીઓના સંપર્કમાં પહેલીવાર આવ્યો અને એ પછી ઘણાં વખતે આ ફેસબુક ઉપર આવ્યો અને….આ બે સાઇટ્સ સિવાય બિજી કોઇ સોશ્યલ સાઈટ્સ ઉપર મારા આઈડી તો છે જ – સ્વાભાવિકપણે – પણ હું સક્રિય નથી ! .. આ સોશ્યલ સાઈટ્સ ઉપરના એન્ટિ-સોશ્યલ ધતિંગો ……અમારી તબિયતને બહુ રાસ નથી આવતા..અને…દુશ્મનો/પ્રતિસ્પર્ધીઓ/વગેરે નું મારું એક સ્ટેન્ડર્ડ છે જે….અહિં આ મોટાભાગના ડોસા-ડોસીઓ પાસે છે જ નહિ! …

પ્રશ્નઃ- “..તો શું એનો અર્થ એ થયો કે કે સોશ્યલ સાઈટ્સ ઉપર આ મોટાભાગની બબાલો ઘરડાં લોકો જ કરે છે ??..”

જવાબઃ-  “..હાં.  અને ખાતરી માટે જરા આજુબાજુ નજર નાંખી જુઓ …૧૦ માંથી ૮ કકળાટ/જુથબંધી/ટોળાબંધી/કચકચ/લુચ્ચાપણું અને આવું બધું …આ કહેવાતા “નાદાન/નાસમજ જવાનિયાંઓ નહિ…પણ પાકટ/અનુભવી ગધેડીના/ગધેડિની ઓ જેવા ઘરડાં લોકો જ કરે છે. કડવા હે પર સચ્ચા હે ! ” ;) ;)

….પણ..ઓર્કુટના એ સિવાય પણ મારી ઉપર  બે-મુખ્ય ઉપકારો રહ્યા છે !

નંબર-બેઃ- ઓનલાઈન/ઓફલાઈન…હું મારી ભાષા અને શબ્દોને કાબુમાં રાખતા શિખ્યો છું ! અથવા એવો મને ભ્રમ છે !

નંબર-એકઃ- માતૃભાષા ગુજરાતીમાં હું ટાઇપ કરતાં શીખ્યો હતો ! ..એનો કૈફ તો ઉતરતો જ નથી ..મારે ઉતારવો પણ નથી !

…ઓરકુટ આ બે-બાબતોના કારણે હંમેશા યાદ રહેશે..અને.ત્યાંથી મળેલા દોસ્તોના કારણે તો આમપણ યાદ રહેશે !..પણ ..

ખૈર..અત્યારે હું મારા જ એ સમયના સંવાદો-વિસંવાદો/કોમેન્ટ્સ/સ્ટેટસ/ફોટા જોઇ રહ્યો છું..અને…અતિતવનમાં – વર્તમાનની સાક્ષીએ ફરી રહ્યો છું ..અને નવાઈ ના લગાડતાં જો…ઓરકુટ સમયની અમુક ચર્ચાઓ કે સ્ટેટસ કે વગેરે…તમારી સાથે અહિં આ “સાતત્ય” ઉપર કે ફેસબુક ઉપર “સ્ટેટસ” ના સ્વરૂપે વહેંચવા માડું તો ! ;) ;)

 

…હવે આ મહિનો-સપ્ટેમ્બર-૨૦૧૪ માં એ ઓરકુટ પુરૂં થાય છે !…ઠીક છે..કોઇ અવસાદ..દુઃખ નથી મને…આ કોમ્પ્યુટર સાયંસ છે…અને ડિસ્ટ્રક્ટિવ-ક્રિયેટિવિટી એની પાયાગત લાક્ષણિકતાઓમાંની એક છે ! ..એ રિસોર્સિસ…માનવ કલાકો…કોઇ બિજી બાબત માટે વપરાવા જોઇએ…છેવટે નવી ભુલો કરવા માટે વપરાવા જોઇએ !..

તમારી પ્રોફાઈલનો બેક-અપ લેવા માટે આ લિંક ની વિઝિટ કરી જુઓ. [આ લિંક માટૅ “હિંમાશું ભાઈ” (https://www.facebook.com/hemanshu.parekh.1) નો આભાર માનવો જ રહ્યો..કેમકે મારું આ તરફ ધ્યાન જ ન હતું ! ]

https://www.google.com/settings/takeout/custom/orkut

આખી કોમ્યુનિટીના જો તમે “ઓનર” હોવ તો આ લિંક ઉપર “કોમ્યુનિટી ઓનર” નામનો વિભાગ જોઇ જુઓ. અને આપેલા સ્ટેપ્સ અનુસરીને કોમ્યુનિટિને “રિડ ઓનલી” સ્વરૂપે સાચવી શકો છો.

https://support.google.com/orkut/answer/6033100?hl=en   

[ ઓરકુટનો એ તબક્કો – મને ખબર છે કે – મારા સિવાય પણ ઘણાં લોકો માટે યાદગાર બની રહે એવો છે/હતો…અને માટે જ આ આખો એક નવો ટોપિક બનાવ્યો છે…તમે પણ તમારા  સંસ્મરણો વહેંચી શકો એ માટે..અને મઝા આવશે. છતાં જો આ ટોપિક અયોગ્ય/અસ્થાને લાગે તો…ડિલિટ કરી શકાય છે !  :) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: