3G કનેક્ટિવિટી, સૌથી મોટી હોનારત !

0

ભારત અને વિશ્વની સૌથી મોટી હોનારતોમાં હવે એક બિજું નામ / ઘટના પણ ઉમેરાઈ છે – 3G કનેક્ટિવિટી !

માનવીય ઇતિહાસની સૌથી ગમખ્વાર/હાસ્યાસ્પદ હોનારતોમાં ભારતમાં 3G કનેક્ટિવિટીનો ઉલ્લેખ હવે કાયદેસર કરી જ નાંખવો જોઇએ ! અને માત્ર 3G શું કામ! ડાયરેક્ટ-ટુ-હોમ ટેલીવિઝન, મોબાઇલ રોમિંગ, ટૅક્સ્ટ મેસેજીસ, સામાન્ય જી.પી.એસ./પાથ ફાઇન્ડર વગેરે જેવા ઉપકરણોમાં રિસેપ્શન બધું જ ખાડે ગયેલું છે.

..આમતો ભારતીય ટેલ્કોઝ (ટેલીકોમ્યુનિકેશન કમ્પનીઝ) માં બહુ ભેજબાજ લોકો છે અને/પણ અફસોસ કે એમનું મગજ માત્ર “એક કા દશ..એક કા દશ”- કરવા પુરતું જ ચાલે છે. ભારતીય ટેલ્કોઝ માં પ્રખર બુધ્ધીધનની ખોટ છે અને એ ખોટ હવે ધીમેધીમે સરકારી એકમોના બાઘાપણાં/લુચ્ચાઈ/કામચોરીની સાથે સ્પર્ધા કરી રહ્યું હોય એમ લાગે છે !

નવા નવા સામાન્ય માણસોને ન સમજાય એવા પ્લાન અને શરતો અને “પેક” વડે એ માત્ર “વેપલો” કરી રહ્યા છે “વેપાર” નહી. વેપાર કરવા માટે કુનેહ જોઇએ, આવડત અને લાયકાત જોઇએ પણ વેપલો તો રસ્તે રખડતાં ભુંડ જેવા ટ્રાફીક પોલીસના વર્ગ ૩/૪ ના કર્મચારીઓ પણ કરી શકે છે. વેપલો કરવા માટે કોઇ ખાસ લાયકાત/આવડતની જરૂર નથી હોતી. તમે હરામી અને કુતરીના અને ભીખમંગા માનસિકતાના હોવ એટલું પુરતું છે, વેપલો કરવાના કરિયર પાથ માટે. ;)

એમાંય પાછું તમારે જાણે કે સિધાં જ “રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ” જોડે કોઇ મિશન પાર પાડવાનું હોય એટલી જાતના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પડે. એકમાત્ર ડેથ સર્ટીફિકેટ સિવાયના તમામ કાગળો આપવા પડે. તમે એમના સિમકાર્ડ અને પ્લાન્સ વડે ભારતને “બ્લેક હોલ” નહી બનાવી નાંખો એની સાબિતિ આપવી પડે. ત્યારે તમે જરાતરા આ બધી વ્યાવસાયિક સુવિધાઓ પામી શકો..બલ્કે પામવાનો ભ્રમ પાળી શકો. ;)

અને આટલી બધી પળોજળ પછી પણ તમે મેળવો શું છો ? જરાક વરસાદ અરે છાંટા પડે એટલે DTH થી લઈને મોબાઇલ રિસેપ્શન સુધી બધું ખોરવાઈ જાય. પોતાના જ દેશમાં અમુક-સો કિલોમિટરે તમારે નવા દરો/ચાર્જીસ/શરતો અનુસરવા પડે. નાના મોટા તહેવારોએ તમારે અચાનક અને હંગામી ધોરણે વધતાં – વધારવામાં આવતાં નવા અને મોંઘા ચાર્જીસ આપવા પડે. એમના બે કોડીની લાયકાત ધરાવતાં અને મોં માં ગુટખા ચાવતાં કસ્ટમર કેર ના કર્મચારીઓ જોડે મગજમારીઓ કરવી પડે, વળી પોતાની જ સર્વિસની જાણકારી માટેય ગ્રાહકોને એ કોલના ચાર્જીસ ચુકવવા પડે. ફિમેલ કર્મચારીઓ રાખવાના રવાડૅ ચડેલા એ લોકોના પાપે તમારે સાવ ગમાર કહી શકાય એવી ફિમેલ-કસ્ટમર કેર કર્મચારીઓ જોડે મગજમારીઓ કરવી પડે. અરે, ક્યારેક તો આપણે સમજાવવું પડે કે -“ડોબી/ડોબા..મોબાઈલ આમ કે તેમ ચાલે..અને એમાં આ કે તે તકલિફ છે..બેલેંસ ડિડક્શનનો ઇસ્યુ સાલા ફોન ને રિસ્ટાર્ટ કરવાથી સોલ્વ ના થાય ! ..” ! અને અચાનક કોઇ ગેબી વિદ્યાની જેમ પોતાનો પરચો બતાડતું ગમે ત્યારે અપ-ડાઉન થઈ જતું “નેટવર્ક કવરેજનું” ભુત તો રખે ને ભુલી જવાય, એના વગર આ રામકહાણી અધુરી કહેવાય ! પછી ? પછી તમે ટિપિકલ ભારતીય માનસિકતાના હવાલે થઈને ૫૦/૧૦૦/૧૫૦ કે છેવટે..૧૪૭ રુપિયા અને ૩૭ પૈસા બચાવવા માટે કોઇ લાંબાગાળાનો પ્લાન એક્ટિવ કરાવો તો કાંડા કાપી લીધા – ની કહેવતનો સાક્ષાત્કાર કરવો પડે. આ જખ અને પેલી ખાસ સુવિધાવાળી જખ મારવી પડે અને વગેરે વગેરે ચાલતું રહે.

ભારતીય ટેલ્કોઝ – ખાનગી અને જાહેરક્ષેત્રની – ટેલીકોમ એકમો હકિકતે બિજી પણ એક તકલિફથી પીડાઈ રહ્યા છે. અને એ કંઈક આ મુજબ છે..

સૌથી પહેલા તો આ એકમો પાસે જરૂરી આવડત અને લાયકાત ધરાવતાં કર્મચારીઓ નથી. કોસ્ટ ડીડક્શન માટે ગમે તેવા લાયકાત વગરના ટ્રેઇનિઝને રિક્રુટ કરી દેવાથી હકિકતે સેવાની ગુણવતા બગડે છે, કોસ્ટ પછી ઘટે છે. અને જે બુધ્ધીધન છે એમના બુધ્ધીધનનો મૌલિક ઉપયોગ કરવાની આ એકમોની “દાનત” (ઇચ્છા નહી !) નથી. અને એ સાથે જ બિજું કારણ આવી જાય છે કે કોઇ મૌલિક આવિષ્કારો કે વિચારો એટલા માટે પણ નથી અપનાવાતાં કેમકે એમ કરવાથી હાલના તબક્કે મળતો અધધધ નફો અને માર્જીન થોડાંક અંશે ઘટી જાય છે , અથવા તો એમ કંઈ કર્યા વગર જ જે સાલીયાણું મળતું હોય એનામાં કોઇ જ ફરક નથી પાડવો હોતો. એ સિવાયનું પણ એક કારણ ભારતીય લોકોનો એક માનસિકરોગ છે – માનસિક ગામડીયાપણું. અને એટલે આ એકમો પણ, મુળભુત રીતે “ગામડીયાં સિન્ડ્રોમ”થી પીડાઈ રહ્યા છે !

બે પ્રકારના ગામડીયાં હોય છે. એક જેમના મુળિયાં બોલે તો રૂટ્સ ગામડાંમાં હોય છે અને બિજા એ જેમની માનસિકતા અધકચરી હોય છે. અને આ બિજા નંબરના ગામડીયા..વેલ, આખાને આખા મેટ્રોસિટી ભરી-ભરીને પડ્યાં છે. અને એ અધકચરી માનસિકતા લુચ્ચાઈ અને વેપલો કરવાની બાબતને આવિષ્કારો અને મૌલિકતા કરતાં વધારે આંકે છે ! પોતાની મેળે કંઈ કરવું નથી, ઉછીના માંગેલા ઉપાયો અને ટેકનોલોજી વડે જ એમને બિલિયોનર ક્લબમાં આવી જવું છે.

ભારતની સૌથી મોટી અને મહાકાય શકાય એવી કંપનીઓ/એકમોના એક સામાન્ય રીટેલર્સ/ડિલર્સ ને પણ આ એકમો એવી ટેકનોલોજી/સોફ્ટવેર/સિસ્ટ્મ્સ વડે સાંકળે છે જે એમની પોતાની કોડ કરેલી કે બનાવેલી નથી, બલ્કે ઉછીની/ઉધાર લીધેલી છે. જે પ્રોટોકોલ્સ/ટેકનોલોજી સ્ટેક આ એકમો વાપરી રહ્યા છે એ દુનિયાના અથવા વૈશ્વિક માપદંડૉ ઉપર તો સાવ જરીપુરાણા છે. એમના આ નેટવર્ક્સને સલામત રાખવા માટે વપરાતી ફાયરવોલ અને બિજા ઉપકરણો વૈશ્વિક ધોરણોએ કાઢી નાંખવા બરાબર છે અને આંતરરાષ્ટ્રિય કોમ્પ્યુટર સિક્યુરિટિ ના માપદંડો કે બેન્ચમાર્ક્સની તો આ ગધેડાઓ એ બિજીવાર જન્મ લેવો પડે એમ છે. “ઓપનસોર્સ” સિસ્ટમ્સનો સૌથી વધુ નફો રળવા માટે આજ કંપનીઓ ઉપયોગ કરે છે. વળી, એમના નવા બીસ્મીલ્લો જેવા ડેવલપર્સ એને જોઇ જોઇને એટલા મકલાઈ રહે છે કે, એમના ભલભલા નેટવર્ક્સ અને સર્વર્સ હેક થાય ને ત્યારે સાલાઓ મીંયાભાઈની મિંદડી થઈને, તરત બીજે પ્લેસમેન્ટ શોધવા નિકળી પડે છે. અનુભવી બીસ્મીલ્લો પણ એમના બડે મિયાં સાબિત થાય છે.

હજુ પાછલા વર્ષના અંતે એક બહુ મોટા એકમના એક મહત્વના ડેટાસેન્ટસના ઇન્ચાર્જ સાથે આકસ્મીક ચ્હા અને સિગરેટની મુલાકાત થઈ ગઈ હતી. ઓનલાઇન પેમેન્ટ અને પેમેન્ટ ગેટવે બાબતે અમુક વાત નિકળી. વર્ષો પહેલા કોમ્પ્યુટર સાયંસમાં ઇજનેર બનેલા એ અનુભવી-સજ્જન-ટેકનોક્રેટ એક જ વાતે પુંછડું પકડીને બેઠા હતાં કે – “એ.ટી.એમ કાર્ડ વગર આમ કે તેમ કંઈ આડુંઅવળું થઈ જ ના શકે..વિ આર કિપિંગ એન આઇ ઓન ઇટ…” ! – પછી મેં સમજાવવાનું, દાખલાઓ આપવાનું છોડ્યું અને પ્રશ્ન કર્યો કે – “અચ્છા એમ છે !? તો છેલ્લા એક વર્ષમાં જે રેવન્યુ ફ્રોડના કેસ અને લોસ થયો છે એમાં શું હતું…ચલો કેસ લઈએ એક પછી એક…” – ! ખૈર, મુંબઈના કે પુના ના કોઇ ફલાણા ઢિંકણાં ડેટાસેન્ટરના માત્ર ઉંમર અને માથે આવેલા સફેદ વાળના કારણે તમે ઇન્ચાર્જ થઈ શકો માત્ર, એથી વિશેષ કંઈ નહી. અને કમ્પીટન્સી કંઈ માથાના છુંછા સફેદ થઈ જવાથી નથી આવતી.

ખૈર, આકંડાઓ અને નામો વડે ઘણી વિગતો અને ભોપાળાઓ અને લુચ્ચાઇ આપીને આ લખાણને ઔર ખેંચી શકાય છે પણ, ગુપ્તતા,ઔચિત્ય અને સલામતીનો એક તકાજો હોય છે. અને આમપણ એ કામ આ બબુચકોના જ ભાઈબંધ અને એક જ વેલ ના ચિભડાં જેવા અને બે ચાર અંગ્રેજી બ્લોગ અને વેબસાઈટ જોઇને, એનું અધકચરું ભાષાંતર કરવાની મહારત કેળવી ચુકેલા, સર્વજ્ઞાતા હોવાની માનસિક ખોડખાંપણવાળા કોલમિસ્ટ્સ/તંત્રીઓ માટે અમોશ્રી રહેવા દઈએ છીએ. ચિકણું ચિકણું અને મ-ભ-મ લખવું સહેલું છે વિગતોને એના ફોકસમાં લાવીને મુકવા માટે મગજ ચાલવા જોઇએ.

તો આનો ઉકેલ શું ? એક જ , અને દરવખતે હોય છે એ જ- જાગો બબુચકો જાગો ! તમે અને હું અને આપણે આ આખી અર્થવ્યવસ્થાનું ચાલકબળ છીએ. આપણાં વડે આ અર્થતંત્ર ચાલી રહ્યું છે, આપણાં વડે જ આ વેપલો અને વેપાર કરવાની શક્યતાઓ ઉભી થાય છે. માટે પોતાનો ટેસ્ટ ઉંચો લાવો. સાડત્રીસ પોઇન્ટ બે પૈસા માટે ગમે તે લેભાગુ પ્રોડક્ટ્સ અને વિક્રેતાઓને ત્યાં તળિયા અને નાક રગડવાનું બંધ કરો. જે કંપની વારતહેવારે પોતાની મોનોપોલી જાળવવા માટે લોભિયાઓ જેવા નુસખા અજમાવે એમનો વપરાશ બંઢ કરી દો. માત્ર એમના સેલ્સમેનના ચટરપટર વાક્યો જ નહી એમની પ્રોડક્ટ્સની ગુણવતાઓમાંય ધ્યાન આપો.એમ જ પાંચ-દશ પૈસાના નફાને બદલે જે તે પ્રોડક્ટ્સની ગુણવતા અને શરતો સમજવા માટે પણ જરાક સમય આપો. વગેરે..હાં તો આ અમુક ઉદાહરણ હતાં. અને એમ જ આપણે – કન્ઝ્યુમર્સ/ગ્રાહકો/વપરાશકર્તાઓ – એ પોતાના હિતો અને બજારની ભાષામાં પોતાને જોઇતી ગુણવત્તા/સુવિધા/જરૂરિયાતો માટે સજાગ થવું રહ્યું. આ બિઝનેસ છે. તમે કે હું કે એ એકમો..વેચાણ કે ખરિદી કરીને કોઇ આધ્યાત્મિક કાર્ય નથી કરી રહ્યા સાવ સાદીસિધી બિઝનેસ ડિલ કરીએ છીએ. – “…મારે / અમારે આ સુવિધા , જે તે ગુણવત્તા સાથે જોઇએ છે..તમે આપો હું તમને એની સર્વસામાન્ય કિંમત ચુકવિશ !” – બસ !

..અને એમ ના થાય તો ? બહિષ્કાર કરો એમનો ! એ ડિ.ટિ.એચ કે સેલફોન કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને બદલી નાંખો. માત્ર ભારતીય વસ્તુઓ અને એકમો ને વળગી રહેવાની વાત અત્યારના સમયમાં “બિનજરૂરી” છે. એમને, એ વેપારીઓને પસંદ કરો જે મોં માંગી કિંમત લઈને મોં માંગી સુવિધા આપે છે. અને હાં, આ બહિષ્કાર ના અમોઘ શસ્ત્ર આગળ તો એક સમયે બ્રિટિશરોને પણ હંફાવી શકાયા હતાં..તો આ ભારતીય એકમો તો સાલા મચ્છરો જેવા છે ! ;)

[ 7-Sep-2014 #saatatya ના “કરંટ અફેર્સ” માં મુકાયેલી પોસ્ટ ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: