સોશિયલ સાઇટ્સના ભીખારી !

0

હશે હવે , દુનિયા/સમાજમાં ચાલાકીઓનું એનું પોતાનું કોઇ સ્થાન અને પ્રસ્તુતતા હોતી હશે ! આટલા બધાં લોકોને એમાં વિશ્વાસ છે બલ્કે એના સમર્થકો છે અને આચરણકર્તાઓ પણ છે જ એટલે એનું અસ્તિત્વ સ્વિકારવું જ રહ્યું ! હાં, તો તમારી મનપસંદ / મનભાવન / લોભામણી / રૂપરૂપના અંબાર જેવી અને બત્રીસ લક્ષણી ચાલાકીઓ અંગે જો મુજ અલ્પમતિ વ્યક્તિ કંઈક કહે તો એને પણ તમારી ચાલાકીઓના આડકતરા/છુપા વખાણોમાં જ ગણીને તમે તમારી ચાલાકી નું માન અને ઔચિત્ય જાળવી લેશો જ એ આશા સહ…

સમાજ / લોકો / વિરોધિઓ / પ્રતિસ્પર્ધીઓ / લાલચુ નેતાઓ / ગદ્દાર પાકિસ્તાન / ક્રુર ઇઝરાયેલ / નિર્દોષ આતંકવાદિઓ થી ભરેલી આ દુનિયામાં પોતાને કોઇ છેતરી ન જાય એની આગોતરી સાવચેતી રૂપે તમે શાણાં બનો તો એ આવકારદાયક પગલું છે અને અમો એને પ્રશંસા ને પાત્ર ગણિએ છીએ પણ…તમે – તમારા જેવા બુધ્ધિજીવીઓ આ શાણપણને એની ચરમસીમાએ લઈ જઈને એ – શાણપણા – ને સાવ ચાલાકિઓમાં ખપાવી દેશો એ અમારા માટે કંઈક નવાઈની વાત બની હતી ! ..

..અને જે ભારત દેશમાં કંઈક જીનિયસ માણસો ખોવાઈ ગયા છે ત્યાં…વાજા/પિપુડી/ઢોલ નગારાં/ત્રાંસા અને ત્રાગા(!) અને પાવડા અને કોદાળી અને તગારા અને ચમચાં અને થાળીઓ વડે કરાતી જાહેરાત તમો ને અનિવાર્ય લાગી એ પણ તમારી દુરંદેશિતા ઉદાહરણીય તો છે જ..પણ..

ભ”ઈ..એક હદથી વધારે ચાલાકીઓ થી મને કંઈક જન્મજાત ચીડ છે , અને એવા લોકોથી પણ સ્વાભાવિક જ ચીડ છે ! , અને આગળના આ બે અર્ધ-વિધાનો વડે એ સાબિત થાય છે મને તમે-તમો-અમારા જેવા લોકો અમોને ગંદા/ગંધાતા/ભુંડ/નાક વગરના/વાહિયાત..સાવ ભિખારીઓ લાગી જ રહ્યા છો અને દિન-પ્રતિદિન મારી એ માન્યતાને બળવત્તર બનાવવા માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ તમારી ચાલાક-નિષ્ઠા ને અમે ધ્યાનમાં લીધી જ છે !

…આજકાલ રાફડૉ ફાટ્યો છે..દરેક ઐરા-ગૈરા નથ્થુ ખૈરાને પોતાના જ નામે – પોતાના જ માટે – પોતાએ જ એક ફેસબુક પેજ બનાવી લેવાનું !

હું બબુચક છું..ઇન્ટરનેટ ઉપરથી ચોરેલા ફોટાઓ ભેગા કરું છું..મને લાઈક કરો ને ! ..

હું ફલાણા/ઢિંકણાં પેપરમાં લખું છું..મને લાઈક કરો ! ..

મારી ગાંઠનું ગોપિચંદન કરીને ..જાતે જ છપાવેલી ચોપડીઓ સામે ચાલીને લોકોને ભેટમાં આપીને આબરુ બચાવી છે..મને લાઈક કરો !..

મારી પેલી કવિતાને અગડંબગડં નમ્બર-ઓફ-લાઇક્સ મળી છે..એટલે મને લાઈક કરો !..

મેં તંત્રીઓ અને પબ્લિશર્સ આગળ કાલાવાલા કર્યા છે અને આજીજી તો કોઇ મારી જેમ કરી જ ન શકે ..માટૅ લાઈકો મારા પેજ ને ! ..

હું ગંધાતી ડોશી છું..અને જવાન છોકરીઓને જોઇને મને પણ છોકરાઓની લાઈકો સઘરવાનો અભરખો જાગ્યો છે..મારા સડવા આવેલા ચહેરાને લાઈકો..ચાલો બાળકો !

હું હાઉસવાઈફ બોલે તો ગૃહિણી છું..થોબડામાં દમ નથી અને મગજમાં કંઈ ભલીવાર નથી..પણ..પેલી-પેલી અને પેલી ચિબાવલી ને જોઇને મેં પણ સાડી/ડ્રેસ/ફ્રોક આમ-તેમ પહેરીને ફોટા પડાવ્યા છે અને મુક્યા છે..અને હવે મેં પેજ બનાવ્યું છે ..ચાલો લાઈક કરો બધાં ફટ-ફટાફટ-ફટ-ફટ !

હું ડોસો છું મારું કોઇ સાંભળતું નથી..અને “..ઉંબરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ..” ..અને “..આ ફેસબુક આઘું ના પડીયું તે અમે કર્યા નવતર વેશ..” ..ચલો મારું પેજ લાઈક કરો !..

..અને ગધેડીનાઓ/ગધેડીનીઓ ..એકવાર હોય હોય..બે વાર હોય…ત્રણ…ચાર…પણ બસ હવે ! .. આ શું મંડ્યા છો બધાં હાલી-મવાલીની જેમ ?!

અને એ પણ કયા પેજને ? તમે પોતે જ તમારી ટંગડી ઉંચી રાખવા જાવ..તમે જાતે જ તમારા વખાણ કરો..પેલા અમુક જાનવરો “અમુક ખાસ તબક્કામાં” પોતાને જ ચાટ્યા કરે એવા ભુંડા લાગો છો બબુચકો અને ચકીઓ ! ..

અને આ સસ્તા મોબાઇલ અને ઇન્ટરનેટના તમારા જેવા કંજુસો અને લુચ્ચાઓને પોસાય એવા અમુક-તમુક લિમિટેડ સ્પીડ વાળા પ્લાન અને પ્રિ-ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન વડે ચગ્યા છો તમે લોકો..આ બધું તમારા હાથમાં પહોંચ્યું જ ન હોત તો..શું કરતાં ?? એ જ જે તમારી મુળ લાયકાત છે… કોઇ ભોજ્યો ભ’ઈ પણ પુછતો ના હોય ..અને અહિં પાછા મંડ્યા છો અને એ” ય ભુંડી રીતે !

અને એમાંય અમુક પિઢ/અનુભવી/ઉંમરલાયક નિવડેલા લેખકો/પત્રકારો/મુરબ્બીઓ/સદ ગૃહસ્થો પણ આ “રવાડૅ” ચઢ્યા એ એ જોઇને તો મને એમ લાગે છે કે… ગ્રીન હાઊસ ની ઇફેક્ટ ક્યાંક માણસ ઉપરજ પહેલી અસર નથી કરતી ને !? ;) ;) અને એક મિનિટ..આ તમે જ ડોસા/ડોસીઓ છો ને જે પાછા એમ કહેતાં થાકતાં નથી કે… “..નેટ પર શું મ લે…લોકો પોર્ન જુવે..છોકરોં ને દુર જ રાખવા…” — !!

સાલા ડોસા – ડોસી ઓ તમને તો જબરજસ્તી થી ઘરડાઘરમાં ધકેલીને સવાર સાંજ ભજનો કરાવવા જોઇએ ! ;)

મને લાઈક કરો..મને લાઈક આપો..મારા પેજને લાઈક કરો..મને ચણાના ઝાડ ઉપર ચઢાવી દો..ધાબાં ઉપર પણ મને ગમશે…અરે છેવટૅ ફાફડાથોરની વાડ ઉપર મને ચઢાવી દો..!!

…તમારી લાયકાત/પ્રતિભા અને બુધ્ધિ પ્રતિભા પણ ખરી અને આવડત અને એ બધાં સાથે મને કે કોઇને પણ કોઇ જ વાંધો નથી , અને શું કામ હોય ? , બલ્કે હોવો પણ ન જોઇએ ! પણ પોતાની ખુજલી મટાડવા માટૅ અખત્યાર કરેલા તમારા આ શબ્દષઃ લુચ્ચા/ગંદા ઉપાયને … ભ’ઈ હું તો સહન નથી કરી શકતો ! …યે મેરી સમસ્યા હે , રાજુ/કાજુ/વાજું !

તમે તમારી આવડત અને મૌલિકતા પ્રતિભાને બોલવા દો ! તમારું કામ તમારા કરતાં વધારે સારું બોલશે ! અને હાં..એનાથી તમારું એક સર્જક/લેખક/કવિ/વ્યક્તિ તરીકેનું માન/આદર અને ઔચિત્ય પણ જળવાશે !

…એક આડવાત… #saatatya ..તો કોઇ વ્યક્તિગત પેજ નથી..એ સાતત્યના પેજ ઉપર તો કોઇ ભેદભાવ જોઇને કોઇની પોસ્ટ શેર નથી કરાતી..બલ્કે સાતત્ય પોતે કોઇ વ્યક્તિગત મંચ નથી..સાતત્યના રચયિતા કે ના બંધારણકારો ની સાથે બાર-ગાઊ નું છેટું હોય બલ્કે..વાંધાઓ હોય તો પણ સાતત્યમાં કોઇ વ્યક્તિગત સ્તુતિઓ નથી કરાતી…સાતત્ય પોતે જ એક જાહેર મંચ છે !

..અને..તો..તમે ગધેડીનાઓ અને ગધેડીનીઓ..કેટલા સક્રિય છો સાતત્યના પેજ ઉપર ??? ..તે પાછા/છીઓ મને ઉપરા-ઉપરી/વારંવાર ..તમારી આત્મપ્રશંસા કરતાં પેજને લાઈકવા બોલાવ્યા કરો છો ???

આટલી લુચ્ચાઈ ? આભાર માનો મારો કે ..જેટલી વાર મને બોલાવ્યો એટલી વાર મેં તમને કે તમારા પેજને “સ્પામ” રિપોર્ટમાં નથી મુક્યું !

… [ કોઇએ કોઇ ખુલાસા આપવાનિ જરૂર નથી ! જેમને લાગુ પડે છે..એ તો આવશે જ નહિ , અથવા મારી પ્રોફાઈલથી દુર થઈ જશે…તો તમારે દોઢ-ડહાપણ ડહોળીને પોતાને જ નિચાં કરવાનિ જરૂર નથી ! :) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: